નેવર ગીવ આપ
જીવનમાં બનેલી અમુક ઘટના છે આપણને સાવ બદલી નાખે છે. ક્યારેક જીવનમાં એવો પડાવ આવે કે જ્યારે શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ એ બાબતનો આપણને ખ્યાલ જ નથી રહેતો.
ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ કે નિરાશ થઈ જઈએ છીએ.ખરાબ વિચાર આવવા લાગે, મન બેચેન બની જાય, કોઈ કામમાં ધ્યાન આપી ના શકાય અને બધું છોડીને ભાગી જવાનું કે જીવન ટુકાવી દેવાનું મન થાય.
જીવનમાં આવી પરિસ્થિતિનુ નિર્માણ કાયમી હોતું નથી તેમ છતાં અમુક પળ કે ક્ષણને કારણે આપણે ખરાબ પગલુ ભરી લેતા હોઈએ છીએ.
આવા સંજોગોમાં આગળ વધવા માટે જ્ઞાન આવશ્યક છે. શુ ડિગ્રી લઈને એન્જિનિયર બની જવાથી કે કોલેજ, સ્કૂલમાં ટોપ કરવાથી આપણને સર્વોચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે?
જવાબ છે ના..
જો કદાચ એવું હોય તો કોઈ ભણેલા ગણેલા યુવાનો કદી આત્મહત્યા જેવું પગલું ભરે જ નહીં.
જેની પાસે બુદ્ધિ છે જેની પાસે જ્ઞાન છે તે વ્યક્તિ આવી ક્ષણીક સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તેના વિશે વિચારશે આને અમુક એવા લોકો જે ભણેલા છતાં અભણ છે જ્ઞાન કે બુધ્ધિ નથી તે પરીસ્થીતીથી વિચલિત થઈ આત્મહત્યા કરી લેશે.
તમને લાગતુ હશે આ શું ક્યારનો જ્ઞાન ની વાતો કરી રહ્યો છે. જ્ઞાન (નોલેજ) તો બધા પાસે હોય છે.
પણ તમને જણાવી દઉ તમે સાચા છો .
પણ જ્ઞાન બે પ્રકારના હોય છે એક આત્મજ્ઞાન અને બીજુ બાહ્ય જ્ઞાન
બાહ્ય જ્ઞાન જેમાં સામાજીક, ઈકોનોમિક, પોલીટીક્સ, જનરલ નોલેજ બધું આવી જાય છે.
જ્યારે આત્મજ્ઞાન એટલે તમારા અંદરનો અવાજ. તમારી જાત સાથે તમારી વાતચીત, તમારો વિચારથી જે અર્થ બહાર આવે.
આજના સ્પર્ધાત્મક યુગમાં આને બીજા લોકોને પાછળ છોડી દેવાની ઘેલછામાં આપણે પોતાની જાત સાથે સંવાદ કરતા જ બંધ થઈ ગયા છીએ.
તમે યાદ કરો કે છેલ્લે ક્યારે તમે તમારી જાત સાથે વાત કરી હતી. ક્યારે તમારા વિચારોને મુક્ત અવકાશ આપ્યું હતું. ક્યારે તમે તમારા અંદરના આત્માની વાત સાંભળી હતી.
જો આ બધું કર્યું હોય તો કદાચ તે વ્યક્તિને આત્મહત્યા કરવાનો સમય જ ના આવે.
કદી વિચાર્યું છે કે તમારા મ્રુત્યુ પછી કેટલા લોકો રડશે, કેટલા લોકો દુ:ખી થશે, કેટલા લોકોને તમારા હોવા કે ના હોવા પર ફરક પડશે, કેટલા લોકો તમારી પાછળ પાછળ આવશે.
તમારા પરીવારના વ્યક્તિ સિવાય કોઈ પણ વ્યક્તિને તમારા હોવા કે ના હોવાથી ફરક પડવાનો નથી.
તમારા પરિવારના લોકો પણ કદાચ તમને એક મહિનો, એક વર્ષ, બે વર્ષ યાદ કરશે ત્યાર પછી તમે એક ભીત પર ફોટોમાં ચોંટીને રહી જશો.
ફાયદો શું મળે છે હારી જવાથી મને એ નથી સમજાતું, જેની પાસે સાચેજ બુધ્ધિ છે જ્ઞાન છે તે હારને અનુભવના રૂપમાં સ્વીકાર કરે છે. જ્યારે બુધ્ધિ વગરના અને ભણેલા ગણેલા અભણ તે હારને આખરી પગલાં તરીકે સ્વીકારે છે.
આ દુનિયામાં એવા કેટલાય લોકો જોયા છે જે હારીને જીત્યા છે.
એવા કેટલાય લોકો જોયા છે જે હારી ગયા હોવા છતાં જીત ના મળે ત્યાં સુધી હાર નથી માનતા.
સાચી હકીકત એ છે કે આ સમાજમા કોઈને તમારા હોવા કે ના હોવાથી કોઈ ફરક પડતો જ નથી. ફરક પડે છે તો માત્ર તમારા બાળકો, તમારી પત્નીને. તમારા એક ખરાબ નિર્ણયથી માત્ર તમે એકલા નથી મરતા તેની સાથે તમારા બાળકોના ભવિષ્યને લઈને મરો છો. એક સ્ત્રીના સપનાઓને પણ તમારી સાથે મારો છો. ત્યારબાદ તે બાળક અને સ્ત્રી જીવતા તો હશે પણ તેની અંદરની ચેતના, પ્રેમ નો રંગ સદાય માટે ઉડી ગયો હશે.
કહેવાનો અર્થ એટલો જ કે કોઈ પણ પ્રકારની પરીસ્થીતી હોય મનમાં એક જ વિચાર આવવો જોઈએ " નેવર ગીવ આપ "
કોઈ પણ પરીસ્થીતીમા જો તમે સ્થીર આને ધીરજ રાખીને ઉભા રહી જશો તો પરીસ્થીતી તમારો સામનો નહીં કરી શકે.
એટલે ફરી કહું છું " નેવર ગીવ અપ "