નેવર ગીવ અપ Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેવર ગીવ અપ

નેવર ગીવ અપ એટલે કે લીધેલા કાર્ય કે નિર્ણયો પર મક્કમતા રાખી કાર્ય પૂર્ણ કરવુ હાર માનીને અડધેથી છોડી ના દેવુ.
નેવર ગીવ અપ તેવા લોકો માટે છે જે કાર્ય અડધેથી પડતુ મુકી પીછેહઠ કરે છે. હારી જાય છે કોશીશ નથી કરતા.
અહી વાસ્તવિક જીવનમાં જોયેલા અને ક્યારેક અનૂભવાયેલ કિસ્સાઓનુ વર્ણન છે.
ક્યારેક સફળતા એક કદમ જ દુર હોય છે અને આપણે તે કાર્ય છોડી મૂકીએ છીએ અથવા આપણને પોતાના ઉપર વિશ્વાસ નથી હોતો અમુક કિસ્સા હુ અહી રજુ કરૂ છું આશા રાખુ તેમાથી તમને કાઈ શીખવા કે નવુ જાણવા મળે
૧)
જતીન દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેમનુ ગણીત સાવ કાચુ હતુ તેને ડર હતો કે ગણીતના કારણે તે બોર્ડની પરીક્ષામાં નપાસ થઈ ગયો તો આખુ વર્ષ બગડશે અને ઘરમાંથી ખીજાવામા આવશે તે અલગ.
તેની સ્કૂલમાં લેવાયેલી આંતરિક પરીક્ષામાં તે નપાસ થયો હતો.
તેના માટે ગણીત વિષય ખુબ અઘરો હતો પણ નપાસ થયા બાદ તેને મનથી નક્કી કરી લીધું કે હુ આ વિષયમાં પાસ થઈને જ રહીશ અને સૌથી સારા માર્ક્સ પણ લાવીશ
તેમણે બોર્ડ પરીક્ષા અગાઉ ૪ મહીના ગણીત વિષય પર ખુબ ભાર મુક્યો. તેની બધી તાકાત લગાવી દીધી.
જ્યારે તેમનુ બોર્ડની પરીક્ષાનુ પરિણામ આવ્યું ત્યારે સૌથી વધારે માર્ક્સ ગણિતમાં જ આવ્યા હતા
આ કોઇ ચમત્કાર નહોતો પણ તેને હાર સ્વીકારી નહી અને તેની સામે લડત આપી તેનુ જ પરિણામ હતુ

૨)
પરેશ ત્યારે ત્રીજા ધોરણમાં હતો જ્યારે તેને અંગ્રેજી વિષયમા આંતરિક પરીક્ષામાં ૫૦ માથી ૩ માર્ક્સ આવ્યા હતા તેને અંગ્રેજી વાચતા પણ આવડતું નહોતું.
જ્યારે તેમની બહેને તેને અંગ્રેજી શીખવામા મદદ કરી ત્યારે તેને બીજી પરીક્ષામાં ૨ માર્ક્સ જ આવ્યા
પરેશ માટે અંગ્રેજી શીખવુ અને વાચતા શીખવુ ખુબ જરૂરી હતુ તે પણ તેનુ મહત્વ જાણતો જ હતો
તેમણે એક વર્ષ અંગ્રેજીમા ખૂબ મહેનત કરી, ડિક્શનરી માથી શબ્દો શોધી યાદ કરતો અને એકાદ વર્ષમા તેને અંગ્રેજી વાચતા આવડી ગયું હતું
બીજા લોકો આપણને પ્રોત્સાહન આપે કે મદદ કરે આપણને સફળતા મળતી નથી જ્યાં સુધી આપણે આપણા મનથી તૈયાર ન થઈએ ત્યા સુધી

૩)
અજય માટે ગાડી ચલાવવી લગભગ અશક્ય લાગતુ હતુ કેમકે નાનપણમાં તેને આવેલા તાવને કારણે તેના જમણા હાથમાં ખોડખાંપણની અસર થઈ ગઈ હતી.
તેના હાથના સ્નાયુઓ નબળા હતા તે વધારે વજન વાળી વસ્તુઓ પણ ઉચકી શકતો નહોતો
તેને ગાડી શીખવી જ હતી તેને રાત્રે સપના પણ આવતા કે તે ગાડી ચલાવી રહ્યો છે પણ પરીસ્થિતિ વિપરીત હતી.
તેણે મનમા નિશ્ચય કર્યો ગમે તે થાય હુ ગાડી શીખીને જ રહીશ. તે સવારે પાંચ વાગ્યે ઉઠીને ગાડી શીખવા ઉભો થયો
ઘરમા પણ તેની મમ્મીએ ના પાડી તુ નહી શીખી શકે રહેવા દે
પણ અજય ના માન્યો તે શીખવા માટે ગયો
પહેલા દિવસે ગાડી બે વખત પડી અને તેમ છતા એક કલાક પ્રેક્ટિસ કરી
બીજા દિવસે પણ એક કલાક ગાડી ચલાવવાની પ્રેક્ટિસ કરી અને ત્રીજા દિવસે તે જે સપનું જોતો હતો તે સાકાર થયુ
તેને ગાડી આવડી ગઈ હતી
કહેવાય છે કે અડગ મનનો માનવી ધારે તે કરી શકે
જો તમે મનથી મક્કમ ન હોય તો ગમે એટલી સારી સુવિધા ઉપલબ્ધ હોય તો પણ તમે સફળતા મેળવી નહી શકો.
જો માણસ દિલથી અને મનથી કાઈ કરવા ધારે તો તે તેના મુકામ સુધી પહોંચીને જ રહે છે પછી રસ્તા મા ગમે એટલી મુશ્કેલીઓ કેમ ના આવે
ક્યારેક આપણે આપણા ઉપર વિશ્વાસ નથી કરતા આપણને લાગે કે હુ આ કામ નહી કરી શકુ અને આપણે હાર માની લઈએ છીએ.
પરંતુ જીત હંમેશા તેની જ થાય છે જે હારી જવા છતા હાર સ્વિકારતા નથી


થેન્કયુ ફોર રીડિંગ