એક પડછાય - ૪ Jay Piprotar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પડછાય - ૪



તૃપ્તિ દરરોજ ની જેમ નિત્ય ક્રમ પતાવી અને ઘરે ટીવી જોતી હતી એવામાં એના પપ્પા આવ્યા અને એના મમી ને અને તૃપ્તિ ને બોલાવી કીધું કે આ ઘટનાઓ પછી મેં આપણા બધાની સલામતી માટે મારું ટ્રાન્સફર લઈ લીધું છે .
તૃપ્તિ થી રહેવાણુ નઈ એટલે એણે પૂછ્યું કે પપ્પા કઈ જગ્યા એ, તૃપ્તિ જાણવા ઇછુક હતી, પાપા એ જવાબ આપ્યો કે બેટા પોરબંદર પછી એના મમી ને સમાન પેક કરવાનું કેહતા ગયા અને કીધું કે કાલ સવારે આપડે અહીંયા થી નીકડસુ .
તૃપ્તિ એ કીધું કે પાપા આ બે છોકરીયુ નુ શુ ? જે આપડા ઘર માં છે અને એ પણ કૉમાં મા, તૃપ્તિ ના પાપા એ કીધું કે એ મેં ડિપાર્ટમેંટ જોડે વાત કરી દીધી છે તે આ લોકો ને હોસ્પિટલ માં રાખશે અને દેખરેખ પણ રાખશે અને જ્યારે કૉમા માંથી બહાર આવશે ત્યારે પૂછપરછ કરશે , તૃપ્તિ હવે વિચાર કરવા લાગી એને થયું મારી મિત્ર પાર્થવી નું શુ થશે એને ડર પણ લાગતો હતો, એકલી એકલી વિચારતી વિચારતી પોતાનો સમાન પેક કરવા માંડી, જોત જોતામાં રાત થય ગય , તૃપ્તિ જમી અને પોતાના રૂમ માં જતી રહી એને એ વાત ની ખુશી પણ હતી કે કાલ થી હું આ મુસીબત થી છૂટી જાય , તૃપ્તિ ને બસ એક રાત કાઢવાની હતી .
તૃપ્તિ તો હરખ ઘેલી થઈ સૂઈ ગય , દરરોજ ની જેમ રાત નાં બે વાગ્યા અને અવાજ ચાલુ થયો પણ આજે થોડું અલગ હતું તૃપ્તિ ની ઉંઘ ઉડી જાય છે , તૃપ્તિ ના રૂમની વિંડોઝ પણ ખુલી જાય છે જોરજોરથી પવન વાય છે , બારી એક બીજા સાથે અથડાય છે ,દરવાજો ખખડાવાનો અવાજ આવે છે, તૃપ્તિને એવું કે હું જય અને દરવાજો ઓપન કરી એટલે બધું શાંત થઈ જશે એટલે એ હિંમત કરી દરવાજો ખોલવા જાય છે પણ એ જેવી દરવાજા પાસે પોચે છે અને હજુ તો દરવાજો ખોલવા જાય છે ત્યાંતો એક જોરદાર પવન નો જોકો આવે છે અને દરવાજો ખુલી જાય છે અને તૃપ્તિ પછડાય ને સીધી બેડ ઉપર પડે છે , તૃપ્તિ વિચાર માં પડી ગય એ ખૂબ ડરી ગય હતી કારણ કે એટલા દિવસ મા આવું પેલી વાર થયુ હતુ, તૃપ્તિ હજુ ઊભી થવા જાય છે ત્યાંતો બોવ બધી પડછાય તૃપ્તિના રૂમ માં આવી જાય છે અને તૃપ્તિ ને બધી બાજુ થી ઘેરી લે છે .
તૃપ્તિ ડરી ને આંખો બંધ કરી લે છે પણ પડછાય તૃપ્તિ ને ઊછાડી ને પછાડે છે , તૃપ્તિ અડધી બેહોશી ની હાલત માં આવી જાય છે છતાં પણ તૃપ્તિ હિંમત કરી પૂછે છે કે તું શું કામ મારી જ પાછડ પડી છે ? પડછાય એક ડરામણા અવાજ સાથે કહે છે કે હું મારો બદલો લવ છું અને આ બને છોકરી તો ખાલી મારા મોહરા હતી એટલું કહી જતું રહે છે .
તૃપ્તિ ની હાલત બોવ ખરાબ થઈ ગય છે એ ડર ના કારણે પરસેવા થી નીતરે છે , અને પોતાના બેડ માં પડી પડી વિચાર કર્યા કરે છે અને વિચારતા વિચારતા જ સવાર થઈ જાય છે , તૃપ્તિ એવું વિચારે છે કે હવે તો અમારે પોરબંદર જવાનું છે ખોટી આ રાતની વાત પાપા મમી ને કઈ ટેન્શન નઈ દેવું એટલે એ વાત કોઈ ને કેતી નથી . અને સવારે બધાં સામાન ભરી પોરબંદર જવા નીકડે છે . આખે રસ્તે તૃપ્તિ વિચાર્યા કરે છે એના મનમાં અનેકો પ્રશ્નો ઉદ્ભવે છે પણ એ બધું ભૂલી અને ફરી થી જીવવા માંગતી હતી , તૃપ્તિ એ એક ખરાબ સપનું હતું એવું વિચારી બધું ભૂલી જાય છે અને મસ્તી માં અને નવા આનંદ સાથે ગાંધીજી ની જન્મભૂમિ અને સુદામા ના ગામ માં આવવા નીકડે છે .