પહેલો પ્રેમ. - ૩ Dharmik bhadkoliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પહેલો પ્રેમ. - ૩

પહેલો પ્રેમ ૩
પવન પોતાનું ભાન ભૂલી ગયો હતો એ શું કરે એમની એને ખબર નહોતી અનિયમિત દિનચર્યા માં શૈલજા નો વિયોગ મહત્વનો ભાગરૂપ બનતો હતો રાત-દિવસ શૈલનું સ્મરણ એને પાગલ બનાવતું હતું એ વારંવાર જોઈ ને શ્રીપતિજી એ પવન ને શહેર માં મોકલી દીધો કદાચ તે ગામડું મૂકી તેને ભૂલી જાય આખો દિવસ એ ઝાંઝર પકડી રડે રાખતો પવન એક અલગ વાતાવરણ માં જઇ રહ્યો હતો ગામના માયારામ એમને ગાડું લઈ શહેર ના નઝારા માં લઇ ગયા, શ્રીપતિ એ પવન ને રહેવા અને કામ માટે જંગલ વિભાગ માં ભરતી કરવી દીધો હતો.

પવન કોઈ અજીબોગરીબ દુનિયામાં આવ્યો હતો 2 દિવસ ના વાતાવરણ રહી તેના માં ફેર આવતો હતો કારણકે એમને કોઈ દિવસ ન જોયેલું બધું જોવા મળતું હતું


●●●

(2018 Gujarat)

"હેય બેબી... કમ ચાલ હું ડ્રોપ કરી દવ..." જીપ ની પાછળ બેઠેલો યુવાન બોલ્યો

મધરાતે 12 વાગ્યે પદ્માવત શો પૂરો થયો તોડફોડ અને કકળાટ સાથે લોકો ટોકીઝ માંથી બહાર આવતા હતા ધીરે ધીરે સન્નાટો છવાય ગયો અને જીપમાં બેઠેલા 2 યુવકો છોકરીઓ ને છેડતી કરતા હતા બન્ને છોકરીઓ ચાલવા માંડી પાછળ પેલા યુવકો એ જીપ ધીરે ધીરે ચાલતી કરી

" હેય.... ચાલ જાવા દે... " પવન નો ભારે અવાજ તે ચારેય યુવાઓ ને સ્થિત કરી દીધા.

" તું કોણ છે રોકવા વાળો.." ડ્રિન્ક કરતા ચાલકે કહ્યું

" કોઈ પણ સ્ત્રીને છેડવી એ યોગ્ય નથી " પવન શાંત મન થી વાત કરતો હતો.

" અને ન કરી તો...???."

પવન એ જોર થી જીપ ના પાઈપ પર હાથ મુક્યો
તેના ખડતલ શરીરને જોઈ ને એકબીજાને ઈશારો કરી જીપ લઇ ને ભાગી ગયા

" આઈ એમ ધ્વનિ... થેન્ક્સ.." પેલી યુવતી બોલી
પવન મૌન હતો કારણ કે એને ધ્વનિ સિવાય કંઈ ખબર જ ન પડી

" આટલી રાત મા તમારે ઘરે જવું જોઈ એ અને અત્યારે કોઈ બળદ વગરનું ગાડું પણ નહીં મળે .."

પેલી બન્ને યુવતી એકબીજાની સામે જોતી હતી કે આ ઓટોને ગાડું કહે છે

બીજી યુવતી એ નામ પૂછ્યું પવન ને .. " વોટ્સ યોર નેમ.??? "
"શુ...??? "

"તારું નામ શું છે..." ધ્વનિ બોલી

" માફ કરજો , પવન.... હું હમણાં જ અહીં આવ્યો છુ અને મેં અહીં કઈ જ નથી જોયું અને આ તમારી મિલાવટ વાળી આ ગુજરાતી મને નથી આવડતી "

" હીરોગિરી પહેલા કરી અને હવે છોકરી પટાવવાની આ સારી રીતે છે ? " ધ્વનિ બોલી..

એ બન્ને ચાલતી થાય છે અને સ્ટ્રીટ લાઈટ અચાનક બંધ થઈ જાય છે તે બન્ને પોતાના મોબાઇલની ફ્લેશ લાઈટ શરૂ કરે છે
" અરે આ દીવડાઓ કેમ બંધ થઈ ગયા.." પવન ઉપર જોવા લાગ્યો

" આમને સ્ટ્રીટ લાઈટ કહેવાય ઓહ ગોડ... , ( થોડું અટકી ને) હવે કેમ પોહચીશુ નિત્યા ને અંધારા થી ખુબ ડર લાગે છે."

" નિત્યા... શૈલજા..." પવન નિત્યા સામે જોવે છે એ જ આંખો એજ રૂપ અને એ જ શૈલનું બીજું રૂપ શૈલજાને બદલે ભગવાને નિત્યા ને મોકલી હોય એમ જ લાગતું હતું સાથે એ જ અંધારું

" મારી પાસે ફાનસ છે પવન તરત થેલી માંથી ફાનસ કાઢે છે અને સળગાવે છે ." પવન ને જોઈ ને નિત્યા ગળે છે અને ધ્વનિ પણ જોતી રહી જાય છે પવનની વાત પર વિશ્વાસ કરવા જેવું લાગે છે

"તું ક્યાંથી આવે છે..." નિત્યા પૂછે છે.

ત્રણેય વાતો કરતા કરતા કોલોની સુધી પોહચે છે અને પવન પોતાની સંપૂર્ણ વાત કહે છે .

" શૈલજા હતી કેવી.." ધ્વનિ પવન ને પૂછે છે

" નિત્યા... એટલે શૈલજા અને શૈલજા એટલે નિત્યા " નિત્યા અને પવન સ્થિર થઈ જાય છે

"હું અહીં જ રહું છું જંગલ વિસ્તારમાં કામ કરૂં છું આ ત્રીજો દિવસ છે અહીં.." પવન વાત પૂર્ણ કરે છે

" અમે સામે ના એપાર્ટમેન્ટમાં રહીએ છીએ " નિત્યા બતાવે છે.

બન્ને શુભરાત્રી સાથે છુટા પડે છે..
" પવન ઇસ ગુડ..." નિત્યા પહેલી મુલાકાતમાં જ મોહી જાય છે.

" ઓ હેલો મેડમ પહેલા એના વિશે જાણવું જોઈએ ફ્રોડ નથી ને બસ લાગી જ પડી છે ..." ધ્વનિ ખીજાય ને સુઈ જાય છે

દિવસો અને મુલાકાતો સાથે ઈશ્વરની ઈચ્છાથી પવન અને નિત્યા એકબીજાની નજીક આવતા જાય છે રોજ સવારે મોર્નિંગ વૉક પર કે પછી રવિવાર ની રજા માં સાથે ફરવામાં કે રોજ રાતે સાથે ફૂલરેકેટ રમવા માં ધ પાર્ટ ઓફ લાઈફ માંથી લાઈફ તરફ વળી રહી હતી આ નિત્યા.
નિત્યા એ સંજીવની હતી જેણે પવન ને ફરી જીવતો કર્યો હતો બન્ને એકબીજાને પ્રેમ ઈઝહારની રાહ જોઈ રહ્યા હતા પણ પ્રણયભાગ્યમાં પવન ફૂટલો હતો એ ટૂંક સમય મા નિત્યાને ખોય બેસવાનો હતો

" નિત્યા ...."

" હમ્મ.."

'તું મારી શૈલ બનીશ..."

" હું શૈલ જ છું તારી બસ હવે પ્રેમ ઈઝહાર બાકી છે.."

" બસ કરી જ દીધો સમજી જા.."

" એમ નહી આવતા મંગળવારે મારો જન્મદિવસ છે તો ગિફ્ટ તૈયાર રાખજે"

" ઓહ તો ગિફ્ટ માં જે જોઈ એ તે..."

નિત્યનો જન્મદિવસ આવે છે પવન સાથે ઉજવી ને એમના જીવનો સફળ જન્મદિવસ બનાવે છે બન્ને ટેરેસ પર જાય છે અને પાળી પર બેસે છે પૂનમના ચાંદ ને નીરખે છે

" પવન.... હું કોઈ દિવસ શૈલજા ની જગ્યા તો નહીં જ લઈ શકું ને ...? "

"ના... હ..." પવન અસામાન્ય જવાબ આપે છે

" તો હજી કેમ તે પ્રેમનો પ્રસ્તાવ ન મુક્યો .??? " નિત્યા પવન સામે જોતી હતી.

" પ્રેમ હોય ત્યાં પ્રસ્તાવ ન હોય.." પવન નિઃસ્વાર્થપણે જવાબ આપે છે.

" મારી એક વાત માનીશ..? " નિત્યા પૂછે છે

" હા..એક નહિ બધી જ.." પવન અને નિત્યા એકબીજાને જુએ છે.

" મને એ જગ્યા એ લઈ જા જ્યાં તું શૈલજા ને લઈ ગયો હતો.." નિત્યએ કઠિન વાત કહી દીધી હતી

"ના કોઈ દિવસ નહીં.. એના અંધકારને દૂર કરવામાં મેં મારા જીવન માં અંધકાર આવી ગયો હતો હું તને ખોવા નથી માંગતો.."

"પવન એક એક ની ઘટના બીજીવાર ન બને..." નિત્યા એ જીદ પકડી લીધી હતી

"ના નિત્યા ... રહેવા દે.." પવન ત્યાંથી નીકળી જાય છે.


To be continue...

એક જ સવાલ પવન માનશે ? કે નિત્યા જીદ છોડશે ? બસ હવે આ જવાબ છેલ્લો ભાગ પહેલો પ્રેમ 4 મા જ મળશે પહેલા પ્રેમની સમાપ્તિ સહ પ્રણય નું અદ્દભૂદ ઉદાહરણ અને અંતિમ ક્ષણો પવન અને નિત્યા ની.....