Pahelo Prem - 1 books and stories free download online pdf in Gujarati

પહેલો પ્રેમ - ૧

પ્રસ્તાવના
પ્રેમ વાસ્તવમાં શુ છે, જીંદગી ની શરૂઆત કે અંત ? પૂર્ણતા કે અધુરતા ? , અને વળી આ પહેલો પ્રેમ શુ છે ? , પહેલો પ્રેમ વાસ્તવમાં માતાનો પ્રેમ છે જેની જાણ આપણને બન્ને છે, પણ કળિયુગ ની વ્યાખ્યા માં કોઈ પર આવેલો પ્રેમ એ જ પહેલો પ્રેમ હોય શકે કે , સો એ ત્રીસેક લોકો ને ન થાય પણ સિત્તેર લોકો ને બાળપણ માં કે સ્કૂલમાં કે પછી કોઈ કારણોસર કોઈ પર ક્રશ આવે છે શું એજ પ્રેમ છે ? નહીં આકર્ષણ ચાલો એક સાચા પ્રેમની એક કથા આપની સામે જ રાખી દઉં

પ્રતિભાવ માણસના પ્રગતિ ની સૌથી મોટી નિશાની છે, પછી એ સારો હોય કે ખરાબ , પણ આપ સૌ એ બેપનાહ જેવી પ્રેમકથાને એક સફળ બનાવી એ માટે આપ સૌ નો હદયપૂર્વક ધન્યવાદ અને હા પહેલા પ્રેમ ને આપ સફળ કરવા આપના રીવ્યુ જરૂર આપજોપહેલો પ્રેમ

સજનપુર ગામ તો ફક્ત કહેવાનું જ બાકી હતા મૂળ ચાલીસેક જેટલા જ ખોરડા , થોડું જંગલ વિસ્તાર માં આવેલું હરિયાળી સદૈવ સ્થિત હતી કુદરત ના આશીર્વાદ હતા સહ ત્યાં કોઈ સરકાર પણ નહોતી લાગતી ભલા જંગલ વિસ્તાર માં કોણ ધ્યાન આપવાનું ?

કોઈ કારણોસર ભારે પનોતી લાગી સજનપુર ને છેલ્લા પાંચ વર્ષથી કોઈ બાળક નો જન્મ નહોતો થયો એમ ઘરડાઓ વધતા જતા હતા ને વંશવેલો અટકતો જતો હતો. છેવટે ગામજનો એ યજ્ઞ કરાવ્યો અને એ જ અષાઢ મહિનામાં રણછોડજી ને ત્યાં એક દીકરી નો જન્મ થયો, ચોમાસાનાં વિજગાજ અને શૈલજા નો રુદન અવાજ , હા શૈલજા દેવની દયાથી સજનપુર માટે આશીર્વાદ હતી આખું ગામ એને રમાડવા લઈ જતું અને તેની માં આંબલી જેવી ખાટી થાય.

"સુસ્મિતા.... શૈલી ક્યાં ગઈ... " રણછોડભાઈ ઢોર ને જાર નાખી ઓરડામાં આવ્યા.

"જાવ ગોતો ક્યાંક ગામ માં હશે એમ તો બોવ ગામ ની લાડલી કરી છે...." સુસ્મિતા બાજરા ના રોટલાને તાવડી માં ઠપકારતા બોલી.

નાનકડા અરીસા માં રણછોડભાઈ પાઘડી સરખી કરી બજાર મા નીકળે છે,
"આવો રણછોડભાઈ તમારી સિંહણ અહીંયા છે..." શ્રીપતિ બોલ્યા.
" જય શ્રી રામ મુખ્યાજી " રણછોડભાઈ પ્રણામ કરે છે
થોડી વાતો કરી છુટા પડે છે, શેલજા બે વર્ષની થઈ ત્યારે સજનપુર ના મુખી શ્રીપતિજી ને ત્યાં એક દીકરાનો જન્મ થયો.
શુભસંકેત થી સજનપુર ખુશી ના માહોલમાં હતું...
●●●
( તેર વર્ષ પછી....)
" હાલ ને મારા ભેળી..." પવનએ શૈલજા નો હાથ પકડી ખેંચી.

"પણ ક્યાં જાવું છે તારે.." શૈલજા પવનની સાથે ખેંચાય રહી હતી.

શૈલજા પંદર વર્ષની થઈ ગઈ હતી તેની સમજણશક્તિ પરિપક્વ હતી , પવન તેર વર્ષનો હતો. પણ એની મજા માં ફરે અને શૈલજા વગર ઊંઘ ન ઉડે.

શૈલજા... એની મોટી આંખો , ધનુષની કમાન સમાન નયનો અને પોતાના ઢાળમાં ઢોળાય ગયેલી , નાકની નથ એને વધુ સુંદર બનાવતી હતી, જંજારનો જણકાર સાંભળી પવન એમા શાંત થઈ જતો, કહેવાય તો શ્રીપતિજી અને રણછોડજી બન્ને ના ઘરે સામ સામા છેડે પણ પવન નું જોકું શૈલજાને ખેંચી લાવતું.

"શૈલજા ચાલ પાદર હાથી આવ્યા છે.." પવન શૈલજાને બોલવા આવ્યો ,

" છાનુંમુની છાણાં થાપવા મંડ એ તો મુખ્યાનો છોકરો છે રખડે રાખે તારે કાઈ કામ કરવાનું છે કે નય.." શૈલજાની મા ગરમ થઇ ગઈ

શૈલજા પોતાના છાણાં વાળા હાથ થી પોતાના વાળ સરખા કરતી હતી અને પવન એનાથી સંપૂર્ણ આકર્ષિત થઈ ગયો તે ત્યાંથી નીકળી જાય છે.
( ૨ વર્ષ પછી....)
સમય સાથે બન્ને એકબીજાની નજીક આવી ગયા હતા. શૈલજા અને પવન બાળપણથી સત્તર વર્ષ સુધી રોજ આ જ જગ્યા એ મળતા સજનપુરની સીમા ને સુર્યાસ્તના સંપૂર્ણ દર્શન થાય એવી ટેકરી સહ પવન અને શૈલજા સૂરજને તળાવમાં ડૂબતા જોઈ ને જ જતા

"શૈલ... એલ વાત કવ..." પવન પથ્થરને તળાવ માં ફેક્તા બોલ્યો.

"એમાં પુછાય થોડું કેવાનું જ હોય ન..." શૈલજા નો પ્રત્યોત્તર ઉત્સુક હતો,

" તું મને ખુબ પ્રિય છે.."

" કોઈ દિવસ એમ પણ પૂછો શૈલ ને શુ પસંદ છે ? " શૈલજા એ મલકાતાં પ્રશ્નાર્થ કર્યો

" શૈલજા માટે બધું જ..." પવન ઢળતા સૂરજ સાથે શાંત થતો જતો હતો.

" તું.. " શૈલજા એ પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો.

" શૈલ હું તારી સાથે જ છું..."

" બસ હવે વાતો મુક અને હાલ... "

" થોડો સમય બેસ ને હજી... " પવને શૈલજાનો હાથ પકડી કહ્યું

" પવન તને ખબર છે ને મને અંધારાથી બહુ ડર લાગે છે "

" હા... એટલે જ હું સાથે ફાનસ લય આવ્યો છે " પવન એ ફાનસ બતાવતા કહ્યું

" હજી રોટલા ઘડવાના છે મારી મા મને નહિ છોડે પવન મારે જાવું જોશે..." એમ કહી શૈલજા પવન ના હાથ નો ફાનસ લઈ ગામ તરફ દોડવા લાગી.

" ઓય ડરપોક તું અંધારાં થી કેમ એટલી બધી ડરે છે.." પવન પણ ઉભો થયો

"શૈલ... હું તારા જીવન માંથી આ અંધકાર ને હમેંશા માટે દૂર કરી ને જ રહીશ..." પવન મનોમન નિર્ણય કરતો ઘર તરફ જાય છે.

શૈલજા અંધકારથી ખૂબ ડરતી હતી , પવન અને શૈલજા વચ્ચે પ્રેમનું બીજ હજુ ફૂટતું જ હતું પણ પવન ને ખબર નથી કે એમની જિંદગી મા શૈલજા ના અંધકાર ને દૂર કરવા પોતે જ એક અંધકાર મા ફસવાનો છે. કે શૈલજા ના થોડા શ્વાસો જ બચ્યા છે. શૈલજા પવન ને છોડી હમેશ માટે ચાલી જશે...
સવાલો ઘણા બધા છે કે આ પ્રેમ કહાની ની શરૂઆત પહેલાજ અંત...? , શૈલજા જ નહીં રહે તો શુ રહેશે પહેલો પ્રેમ..? અને શૈલજાને શુ થવાનું છે..? , કેમ એ પવન ને છોડી ને જશે ? , કેમ એમના અંતિમ શ્વાસો ? બધા જ સવાલો નો જવાબ પહેલો પ્રેમ ૨.
તમને શું લાગે છે આગળ શું થશે ? આપના મતે રિવ્યું આપી કોમેન્ટબોક્સ માં લખી મોકલો
To be Continue...


More Popular books

(૧) બેપનાહ
(૨) ધબકાર હજુ બાકી છે.
(૩) કિતાબ

Contact
DM on Matrubharti
Instagram : dharmik_bhadkoliya

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED