Hu Jon chu..? - 1 books and stories free download online pdf in Gujarati

હું કોણ છું..? - 1

હું કોણ છું ?...... ભાગ 1
હું કોણ છું.... નમસ્તે.... “..હું કોણ છું.." ના મારા પહેલા ભાગ મા તમારું સ્વાગત છે....„
“જીંદગીમાં ક્યારેક નાના મોટા બનાવો બન્યા હશે... પણ તમારી જીંદગી કય રીતે જીવો છો તે બોવ મહત્વનું છે...." હું મરી જઈશ કે હું મારી નાખીશ તે કહેવું બોવ સરળ છે, પણ તે કરવું બોવ અગરું છે... તમે મરવા મારવાની વાત કરો છો પણ તમે કોઈ દિવસ જીવવાની વાત કરી છે..„ જીવન જીવવું સરળ છે....??? “*જીંદગી*” આ શબ્દ માજ મોટુ રહસ્ય છે. તમે તેને જીવો તેટલું ઓછુ છે.

તમે કોના માટે જોવો છો ? તમારા માટે કોણ જીવે છે ? તમારા જીવવાનું લક્ષ કયું છે ? તમારા જિંદગીમાં શું કર્યુ અને શું કરવાના છો ?......... “ તમા રી જોડે શું છે તમે તમારી અનંત અંતર આત્મા ને પૂછો." દરેકની ની પાસે તેનો જવાબ મળી જશે....„

હું કોણ છું ?...“ મનેજ સમજાતું નથી, શું કરું હું” કોણ જાણે શું થશે મારું !! એતો કુદરત જાણે... શું બનવા માગતો હતો ને શું બનવાનો પ્રયત્ન કરું છું... હું નાનો હતો ત્યારે મારું સપનું એન્જીનીયરીંગ બનવાનું હતું... પણ સમય સમય ની વાત.!!!. શું કરવાનું.... તમને ખબર તો હશેજ કે સમય ક્યારેય કોઈની રાહ નથી જોતી...

એક ગુજરાતીમાં કહેવત છે કે
“જો તમે સમય ને બદલી નાખ્યો તો જીંદગીમાં તમે સફળ થશો.
પણ જો સમય એ તમને બદલી નાખશે તો પછી બોવ તફલિક પડશે."

“આ મન બોવ ચંચળ છે.." તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય, જીંદગીમાં સફળતા આ મન જ અપાવે છે, પણ તે તમારા કાબૂ મા હોવું જોઈએ.... જ્યાં સુધી મન તમારા કાબૂ મા હશે તો જ તમે સફળ થશો....”
હું કોણ છું ? તેના કરતાં મારે પૂછવું છે કે,“ તમે કોણ છો ?" ..... આ વિશ્વ માં અનેક પ્રકારનાં પ્રાણીઓ, પક્ષીઓ, જીવ-જંતુ, છે.. પણ મનુષ્ય એ એવો છે કે જે બુદ્ધિશાળી છે... તો ચાલો આજે જાણીએ કે માણસ શું કરી શકે છે.....

હું કોણ છું...
પ્રેમ એ એક વિશાળ દિલ વાળો છોકરો... “તેનો સ્વભાવ જાણે કે શાંત સમુદ્ર"... 23 વર્ષ નો આ પ્રેમ ભણવામાં હોંશિયાર હતો... તે એક મધ્યમ વર્ગ ના પરિવાર માંથી આવતો હતો...
સૂરજ આસમાને ચડી રહ્યો હતો, રૂમની બારી માંથી પ્રકાશ પ્રેમ ના શરીર ને સ્પર્સ કરી રહ્યો હતો... ત્યારે ઝીણો ઝીણો અવાજ તેના કાને પડતો હતો, બેટા તારે કોલેજમાં મોડું થાય છે..!!! શું તારે કોલેજ માં નથી જવાનું..? પ્રેમની મમ્મી એ કહ્યું.. હા, જવાનું છે મારે, “મને ખબર છે મમ્મી” પ્રેમ તૈયાર થવા જાય છે. ત્યારે તેના મોબાઈલમા ફોન આવે છે...બેટા, તારા મોબાઈલમા રીંગ વાગે છે, જોજે કોણ છે. પ્રેમે કહ્યુ હું તૈયાર થવ છું...તમે ફોન ઉપાડો..રામનો ફોન છે તેમ કહી ફોન ઉપાડ્યો....“ ક્યારનો ફોન કરું છુ, ફોન ઉપાડવાનું રાખો ભાઈ !! ” ક્યારનો રાહ જોઈ રહ્યો છું તારી કોલેજમા નથી આવવાનું ?.... “અરે, રાજ બેટા હું પ્રેમની માં દક્ષા બોલુ છું પ્રેમને કોલેજ મા આવવાનું છે, હવે તે તૈયાર થાયને નીકળે જ છે" તેને કહો કે જલદી કરે નઈ તો બસ છૂટી જશે, તેમ કહીને ફોન કાપી નાખે છે. પ્રેમ કહે છે, "હું જાવ છું મમ્મી જય અંબે" કહીને નીકળી જાય છે, હા બેટા જય અંબે હવે નીકળ,.....

પ્રેમ બસ સ્ટેન્ડ પહોંચે છે. અને રામને મળે છે, આટલી ઉતાવળ કેમ કરે છે. બસ આપવામાં હજુ પંદર મીનીટની વાર છે. પ્રેમને બુક સ્ટોર જોવા મળી તેને વાચવાનો શોક હતો તેથી તે બુક લેવા પોંહચી ગયો.તેના નામ પરથી જ તેનો સ્વભાવ....તેને પ્રેમ કથા વાંચવાનો બોધ શોખ તેથી તેણે “પ્રેમ એક રહસ્ય” ની બુક ખરીદી..ત્યાજ રામે બુમ પાડી પ્રેમ જલ્દી આવ બસ આવી ગઈ છે.બંને બસમાં બેસીને કોલેજે પોહચે છે...પ્રેમ અને રામ બને ત્રીજા વર્ષમાં આવ્યા હતા, કોલેજનો પહેલો દિવસ હતો.... '

કોલેજનો પહેલો દિવસ હતો, તેથી ફ્સ્ટ યર સ્ટુડન્ટ્ને તેમનો ઇન્ટ્રોડક્સન આપતા હતા.ત્યારેજ ત્યાંથી પ્રેમ પસાર થયો બને પ્રોફેસરે સ્ટેજ પર બોલાવ્યો, અને એને કીધું,! પ્રેમ એ યુનિવર્સિટી નો હોનહાર સ્ટુડન્ટ છે ....તે યુનિવર્સિટી માં ટોપ કરે છે... આ વાત સાંભળીને ક્લાસ રુમમાં તાળીઓનો ગળગળાટ થવા લાગ્યો.. અને ત્યાથી પ્રેમ નીકળવા જાય છે ને અચાનક એક છોકરી અથડાય છે, છોકરી ઉતાવળમાં ક્લાસમા બેસી જાય છે. અથડાતાં જાણે કરંટ લાગ્યો હોય તેવો અનુભવ થાય છે, પ્રેમ તેને જાણે જનમો જનમથી થતી જાણતો હોય તેવો અહેસાસ થાય છે. કોણ હશે તે છોકરી?....શું નામ હશે તેનું! ? પ્રેમ વિચારતો વિચારતો તેના ક્લાસરૂમમાં જાય છે. કોણ હશે ને તેનો ચહેરો પણ જોવાના મળ્યો... વિચારતા વિચારતા સમય ક્યા જાય છે તેની ખબર જ નહી પડતી. કોલેજ પુરી થયા છે.અને તે ફટાફટ ક્લાસની બહાર નીકળી તેને ગોત્યે છે પણ તે મળતી નથી. વિચારોમાં જ પ્રેમનો પહેલો દીવસ પુરો થાય છે.
____________________
ક્રમશ.....

(કોણ હશે તે છોકરી???? પ્રેમને કેવો અનુભવ થાય છે.??? જાણવા માટે વાચતા માટે વાંચતા રહો....હુ કોણ છું ?...)

બીજા રસપ્રદ વિકલ્પો