Redlight Aria Nu Svapna books and stories free download online pdf in Gujarati

રેડલાઈટ એરિયાનું સ્વપ્ન

અમન અને નેહા આર્ટસ કોલેજના બીજા વર્ષમાં ભણતા હતા. શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં નેહા નું એડમિશન એ તેના માતા-પિતાનું સ્વપ્ન તેમણે બાળપણથીજ સેવી રાખ્યું હતું. અમન અને નેહા ની મિત્રતા બી.એ. ના પ્રથમ વર્ષમાં બંધાણી અને જોતજોતામાં તેઓ એક બીજાની ખૂબ નજીક આવી ગયા.

નેહા તેના માતા-પિતાની એકજ સંતાન હતી. જેથી તે લાડકી પણ હતી. તેના પિતા એક બેંક કર્મચારી હતા અને તેની માતા ગૃહિણી. આમ, નેહાનું પરિવાર એક સુખી સંપન બ્રાહ્મણ પરિવાર હતો. કોલેજની પાછળની બાજુ એક નાનું તળાવ હતું. ફ્રી લેક્ચરમાં નેહા તેની બહેનપણી સાથે તે તળાવની બેંચીસ પર બેસીને બુક રીડીંગ કરી રહ્યા હતા. એટલામાં અમન ત્યાં આવ્યો અને નેહાને તેણે એક કિચન આપ્યું. તે કિચન જોતા પહેલાં તો નેહા સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે એ કિચન બિલકુલ એવુંજ હતું જે તેની પાસે પણ હતું. અને તરતજ તે પોતાનો બેગ ફંફાળવા માંડી એટલે અમન હસ્યો અને બોલ્યો તમે ખોટી મહેનત કરો છો તમારા હાથમાં જે કિચન છે એ તમારુજ છે. મને ગાર્ડનના ગેટ પાસે મળ્યો જે આપવા હું તમને શોધતો શોધતો અહીં આવ્યો છું.

ઓહ, નો એવું ! થેન્ક્સ. નેહાએ વળતો જવાબ આપ્યો.

ઓકેય, વેલકમ. શું હું આપનો શુભ નામ જાણી શકું છું? અમને પૂછ્યું. નેહા તેની સામે જોતી રહી એટલે અમન ઘભરાણો અને બોલ્યો એવું નથી જેવું તમે વિચારી રહ્યા છો. હું તમારી ક્લાસમાંજ ભણું છું અને મારો રોલ નંબર 07 છે. તમે હિસ્ટ્રીમાં હોશિયાર છો અને મેમ તમારા ખૂબ વખાણ કરે છે, તમે હિસ્ટ્રી સબજેક્ટમાં ગયા વર્ષે પ્રથમ હતા! સાચું ને?

નેહા, મારુંનામ નેહા છે અને તમે કોણ? નેહા એ જવાબ આપ્યો.

હું અમન. આમ નેહા અને અમન ના સંબંધનો પાયો પેલા તળાવની પારે બંધાણો. ત્યારબાદ ક્લાસમાં બન્ને વરચે બુકસ ની આપ-લે, ચોકલેટ ની આપ-લે અને અંતે નજર થી નજર ની આપ-લે થવા માંડી. ધીરે ધીરે લોકોને પણ આ નજર ની નજાકત સમજમાં આવવા લાગી અને નેહા ની સહેલીઓ તેનો અમન ના નામે મજાક ઉડાવવા લાગ્યા. બન્ને લાઇબ્રેરીમાં સાથે જોવા મળતા. તળાવની પેલી બેંચીસ પર, ગાર્ડનમાં અને કેન્ટીનમાં. આવું લગભગ ચૌદેક મહિના ચાલ્યું. આ સમય દરમિયાન અનેક વખત બન્ને અનેક વખત શારીરિક મર્યાદાઓ વટાવી ચુક્યા હતા. ત્રીજો વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર ત્રણ જ મહિના બાકી હતા.

એકદિવસ અચાનક તળાવની પેલી બેંચ પાસે નેહાના પપ્પા આવીને તેની સામે ઉભા રહી ગયા. તેમને જોઈ નેહાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેને પસીનો આવવા લાગ્યો. તેના પપ્પા ખૂબ ગુસ્સામાં હોય એવું તેમનું ચહેરો સાબિતી આપતો હતો. તેઓ કશું બોલ્યા નહિં અને નેહા નો હાથ પકડી તેને ગાડીમાં બેસાડી ઘરે લઈ આવ્યા. ઘરમાં તેના મમ્મી બેઠા બેઠા રડતા હતા અચાનક હોલનો દરવાજો ખુલ્યો અને નેહા રડવાની સાથે બોલી રહી હતી એક મિનિટ પપ્પા હવે તો આપણે ઘરે આવી ગયા છીંએ, હવે તો મારી વાત સાંભળો, પપ્પા પ્લીઝ મને કહેવા દો, મને બોલવા દો, મને સાંભળો, પ્લીઝ પ્લીઝ.... અમન સારો છોકરો છે એક વખત તેને મળો તમે અને મમ્મી પ્લીઝ કંઈક તો જવાબ આપો, કંઈક તો બોલો. એમ કહી નેહા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી...

નેહા ના મમ્મી બે ગ્લાસ પાણી લઈને સોફા પાસે આવ્યા અને બન્ને ને પાણીનો ગ્લાસ આપ્યો. નેહા એ તરતજ હાથ મારી અને ગ્લાસ નીચે ફગાવી દીધો. નેહાનુ આવું વર્તન જોઈ એના મમ્મી ને ગુસ્સો આવ્યો પણ તરતજ તેના પપ્પા એ તેમનો હાથ પકડી અને તેમને સોફા પર બેસાડ્યા. થોડીવાર વાતાવરણ શાંત થઈ ગયું. થોડીવાર પછી તેના પપ્પા બોલ્યા બેટા અમન છોકરો ભલે સારો હશે, પણ તે જરાય વિચાર ન કર્યો ? તેની જ્ઞાતિ તો ઠીક પણ ધર્મ પણ આપણો નથી! શું લગ્ન પછી તું તેના રિવાજ પ્રમાણે રહી શકીશ? તેની રહેણી કહેણી આપણા થી ઘણી અલગ હશે? તેની ધાર્મિક પરંપરા, તેનું ખાન-પાન. પપ્પા હું બધું સેટ કરી લઈશ. નેહા વરચેથી બોલી.. અમન મને ખુબ પ્રેમ કરે છે. આવી અનેક ચર્ચા મેં એનીસાથે કરી છે. એણે મારો સાથ આપવાનો વચન મને આપ્યો છે. તે આવી નાની-મોટી સમસ્યામાં મારી પડખે ઉભો રહેશે એવું તેણે મને કીધું છે અને મને તેનાપર વિશ્વાસ છે. હું અને અમન એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીંએ. મમ્મી પ્લીઝ તું પપ્પા ને સમજાવને? નેહા ના મમ્મીને હાથની મુઠ્ઠી વાળતા અને હાથ સોફામાં દબાવતા જોઈ તેના પપ્પાએ તેમનો હાથ પકડી તેમને શાંત રહેવા માથું હલાવી સમજાવવા લાગ્યા.

એકાદ સપ્તાહ પછી એક દિવસ બપોરે નેહા ના પપ્પા નિત્યક્રમ મુજબ ઘરે જમવા આવ્યા ત્યારે નેહાના મમ્મી એ એમને કહ્યું કે તમે નેહા ને હજુ અટલી બધી છૂટ આપી તો છે પણ ક્યાંક એ અમન સાથે ભાગી ન જાય. નહીંતો આપણે સમાજમાં મોઢું બતાવવા લાયક નહિં રહીએ. એવું કંઇ નહિં થાય તું ચિંતા ન કર હું નેહા ને સારી રીતે સમજું છું તે એવું પગલું ક્યારેય નહિં ભરે જેનાથી આપણે નીચું જોવું પડે. નેહાના પપ્પા એ વળતો જવાબ આપ્યો. પરંતુ કોને ખબર હતી કે એજ દિવસે બપોરે નેહા કોલેજ થી પાછી નહિં આવે અને ત્રણ વાગ્યે તેના પપ્પા ને વરચેથી છૂટી લઈ અને ઘરે પરત આવવું પડશે.

નેહા અને અમન એ ભાગી ને લગ્ન કરી લીધા છે અને તેઓ શહેર છોડીને ચાલ્યા ગયા છે. રાતના 12 વાગ્યા છે તેના પપ્પા હિંમત હારી અને રેલવે પ્લેટફોર્મ પર લાગેલા બેંચ પર બેસી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. ત્યાં એક ટ્રેન આવીને ઉભી રહે છે તેમાંથી તેમનો ખાસ મિત્ર શહેર પરત ફરે છે તે તેમને જોવે છે અને તેમના પાસેથી બધી વાત જાણે છે. તેમને રીક્ષામાં બેસાડી ઘરે લઈ આવે છે. સવારે બન્ને કોલેજમાંથી અમન ની માહિતી મેળવે છે અને તેના એડ્રેસ પર તેને શોધવા જાય છે, પણ ત્યાં તેમને કોઈ આવી નામની વ્યક્તિ રહેતી નથી એવી માહિતી મળે છે. નિરાશ થઈ તેઓ પાછા ઘરે ફરે છે.

ત્રણ મહિના થઈ ગયા અમન અને નેહાનું ઘર સંસાર બરોબર ચાલે છે. તો આ બાજુ તેના મમ્મી પપ્પા હજુ નેહા નું આવું વર્તન ભૂલી નથી શક્યા.

અમન આજ તારા ભાઈએ બધી મર્યાદા તોળી નાખી મારા અને તેના વરચેની. હું છત પર કપડા સુકવતી હતી ત્યાં આવીને પાછળ થી મારી છેડતી કરી મેં એને રોકવાનો પ્રયાસ કર્યો, તારું નામ આપ્યું કે જો તું નહિં માને તો હું અમન ને કહી દઈશ તો એ કેવા લાગ્યો કંઇ વાંધો નહિં કહી દેજે એ તને હાથ પકડી ને મારી પાસે મૂકી જશે. એમ એવું કહ્યું એને ? અમન એ પ્રશ્ન કર્યો. ઠીક છે હું એને કાલ સવારે મળી લઈશ. એમ કહી અમન પડખું ફેરવી સુઈ ગયો. આવું બીજી વખત ન બને એ એને વજન દઈને કહી દેજે એટલું કહી નેહા પણ પડખું ફેરવી અને સુઈ ગઈ.

થોડા દિવસો બાદ અમન નો ભાઈ અમન ની પૂછા કરતો આવ્યો. અમન હજુ જોબ પરથી ઘરે નહોતો આવ્યો. નેહા એ કહયું એ ઘરે નથી તે આવે પછી આવજે. પણ તેનો ભાઈ તો આજ કંઈક બીજુ જ વિચારી ને આવ્યો હતો તેણે નેહાને દરવાજો બંધ કરતી રોકી અને તેના ભાઈબંધો સાથે અંદર ઘૂસી ગયો. ચાલ ચાય લાવ અમારા સારું અને ગરમા ગરમ ભજીયા પણ હોશિયારી મારતો આવું અમન નો ભાઈ બોલ્યો. નેહા ગભરાણી અને તેનો ફોન લઈ અમન ને ફોન કરવા જાય છે ત્યાં તેના હાથમાંથી અમન નો ભાઈ ફોન છીનવી લે છે અને તેને ગાલ પર એક તમાચો ચોડી ધક્કો આપતા જમીન પર ફેંકી દે છે અને કહે છે કે ભાઈ ને ફરિયાદ કરીશ, એને ફોન કરીશ એતો આવશે અને તને મારશે અને કહેશે કે મારા ભાઈની ઇરછા પુરી કરવા દે.

દરવાજા ની બેલ વાગે છે અને નેહા દોડી ને દરવાજો ખોલે છે ત્યાં અમન ને જોઈ નેહા ખુશ થઈ જાય છે અને અમન એ ભેટી પડે છે. અમન એના માથામાં હાથ ફેરવતા કહે છે મારા ભાઈની ઇરછા પુરી કરી દે એ ક્યાં કંઈ વધારે માંગે છે. અને છેતો મારોજ ભાઈ, એ તો ઘરનીજ વાત છે. નેહા અમન સામે જોતી રહે છે. તને આવો નહોતો ધાર્યો અમન તું શું બોલે છે તને ભાન છે કંઈ? હા મને બધું ભાન છે.. અમન બોલ્યો.

મેં જ્યારે પહેલી વખત તને કોલેજમાં જોઈ ત્યારે જ હું ખુશ થઈ ગયો હતો કે મારી માછલી મને મળી ગઈ. બસ હવે તેનો શિકાર કેમ કરવો એની યોજના માં હું લાગી ગયો. અને એ કોલેજના પ્રથમ વર્ષનો ત્રીજો દિવસ હતો. બીજું કે તારું કિચન ગાર્ડનમાં પડ્યું નહોતું પરંતુ જ્યારે તું લાઇબ્રેરીમાં બુક વાંચતે વાંચતે બુક બદલવા ગઈ ત્યારે તારી બેગમાંથી મેં એ કિચન ચોરી લીધું હતું. અને બસ આજ મારી યોજના નું પહેલું પગથિયું હતું જેમાં હું સફળ રહ્યો અને આગળ ને આગળ વધતો ગયો. એટલામાં એક સ્ત્રી ઘરમાં પ્રવેશ કરે છે તેને જોતા નેહા ને લાગે છે કે આને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. ત્યાં અમન બોલે છે કે બહેન જો આ નેહા મારો ત્રીજો શિકાર છે ને કેવો મસ્ત માલ..

નેહા અમન ની રમત સમજી જાય છે અને કહે છે અમન તે મારી સાથે પ્રેમ ના નામે દગો કર્યો છે. ભાગવાન તને માફ નહિં કરે. એ હું અને ભગવાન સમજી લઈશું અમન બોલ્યો. અત્યારે તારે મારા ભાઈ અને તેના ભાઈબંધો સાથે સમજવાનું છે. એમ કહી અમન અને તેની બહેન ચાલ્યા ગયા. આવી રીતે નેહા અનેક વખત આ રાક્ષસો ની હવસનો ભોગ બનતી રહી અને નિઃસહાય બની બધુ સહન કરતી રહી.

ત્રણેક અઠવાડિયા પછી અમન આવ્યો અને તેની બહેન ને પણ સાથે લાવ્યો. અમન મારી વાત થઈ ગઈ છે આજે રાત્રે આપણે મૂકી આવીશું તું તૈયાર રહેજે હવે આ નેહાળી આપણા કંઈ કામની નથી રહી. અમન ક્યાં લઈ જવી છે મને? નેહા એ રડતા રડતા પૂછ્યું. અમન કંઈ બોલ્યો નહિં પણ અમન ની બહેન બોલી 'રેડ લાઈટ એરિયામાં'. તારે હવે ત્યાંજ રહેવાનું છે. હવે તું અમને પરવડે એમ નથી. તારો બોજ હવે અમે ઉપાડી શકીએ એમ નથી. હવે નવો શિકાર શોધવો પડશે અમન તૈયાર થઈ જા. અમન પ્લીઝ આવું ન કર, ભગવાન થી તો ડર નેહા આવું બોલતી બોલતી અમન ના પગ પકડી એ રડવા લાગી.. અમન ઉભો થઇ નેહા ને પગેથી લાત મારી ત્યાંથી કંઈ બોલ્યા વગર નીકળી ગયો.

આ સમયે નેહા ને તેના પપ્પા ના એ શબ્દો યાદ આવ્યા તેની જ્ઞાતિ તો ઠીક પણ તેનો ધર્મ પણ અલગ છે અને તે યાદ કરી તે જોર જોર થી રડવા લાગી અને કહેવા લાગી કે પપ્પા મને લઈ જાવ. આ નર્કમાંથી મને બચાવો.. અચાનક આલાર્મ વાગતા નેહાની આંખ ખુલી જાય છે અને તે જોવે છે તો એ પોતાનાજ રૂમમાં સૂતી છે. બેડ પર બેઠી થઈ તે હાશકારો અનુભવે છે અને યાદ કરે છે કે રાત્રે સૂતા પહેલા જે એ વિચારતી હતી. આજ સવારે કોલેજમાં અમન ને તે ગાર્ડનમાં શોધતી હતી. અમન ઝાડ પાછળ સંતાઈ ને ફોનમાં તેના ભાઈ સાથે વાત કરતો હતો. ભાઈ એક મસ્ત માલ પટાવ્યો છે, બાપની એકજ છોકરી છે, તેનો બાપ બેંકમાં છે, પૈસો પણ મલશે અને કાચી કુંવારી છોકરી પણ ખૂબ મજા કરશું અને પછી 'રેડ લાઈટ એરિયામાં' છોડી આવશું.

નેહા તેના રૂમમાંથી બહાર નીકળે છે. તેના પપ્પા પાસે જઈ અને પહેલા તો માફી માંગી કે પપ્પા હું અજાણતા બહુ મોટી ભૂલ કરવાની હતી. મને માફ કરી દો. આજ હું ને અમન ભાગવાના હતા. પણ કાલે મેં અમનની અસલિયત હું મારી સગી આખે જોઈ અને કાને સાંભળી લીધી છે. મને માફ કરી દો પપ્પા હું તમારી વાત ન સમજી શકી અને તમને દગો આપવા જઇ રહી હતી એમ કહી નેહા તેના પપ્પા ના ખોળામાં માથું નાખી રડવા લાગી.

આમ, આપણા જીવનમાં પણ આવીજ રીતે એલાર્મ વાગતા હોય છે ક્યારેક આપણે તેને પારખી લઈએ છીંએ તો ઘણીવખત આપણું ધ્યાન એ તરફ નથી જતું અને આપણે એ એલાર્મ ને અવગણીએ છીંએ પણ જ્યારે આંખ ખુલે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે કેમ કે આપણે એલાર્મ ચુકી ગયા હોંઇએ છીંએ. પણ યાદ રાખવું રહ્યું કે બધાના નસીબ નેહા જેવા નથી હોતા.

બીજા રસપ્રદ વિકલ્પો