લવ ઇન કોલેજ - 2 Haresh Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લવ ઇન કોલેજ - 2

લવ ઇન કોલેજ


ભાગ ૨

( અશ્વિન અને નિરાલી વાતો કરતા હોય છે એટલામાં રાહુલ ત્યાં આવે છે )


“ શું વાતો કરો છો તમે બંને “


“ કંઈ પણ નહિ “ અશ્વિને કહ્યું


“ તો ચાલો કોલેજ પૂરી , હવે જવી.” રાહુલે કહ્યું


“ Ok” અશ્વિન અને નિરાલી


“ બાય “ નિરાલીએ


“ Ok by “ ashvin અને રાહુલે કહ્યું


( નિરાલી ત્યાંથી ચાલી ગઇ ત્યાર બાદ )


“ ચાલ અશ્વિન બહાર જવી સિગરેટ પીવા “


“ ok “ ચાલ જવી


(“ દુકાને પહોંચી સિગરેટ પિતા પિતા બંને વાતો કરે છે” )


“ શું તું નિરાલી સાથે વાતો કરતો હતો ? કઈ છે નયને ? કે મારું કંઈ કહેતો ન હતો ને ? “ રાહુલે કહ્યું


“ નાના એવું કંઇ જ નથી અમે અમસ્તાજ વાતો કરી રહ્યા હતા. અને તારું શું કેવું મિત્રો માતો એવું ચાલ્યા કરે.”


“ મને તો નથી લાગતું તને જોઈને “ રાહુલે કહ્યું


“ કેમ , તને શું લાગે છે ? કંઈ પણ ખોટું વિચારવાની હિમ્મત પણ નાં કરતો , તને જોઈ એવું જ લાગે છે કે તું કઈક ઊંધું જ વિચારી રહ્યો છે.”


“ મને તો લાગે છે કે તું નિરાલીને મનોમન જ પ્રેમ કરી બેઠો છે, બરાબર ને .”


“ હા , પણ આપણે ફ્રેન્ડ જ છીએ , જેવું તું મારા વિશે વિચારી રહ્યો છે ને એવું કંઇ પણ થવાનું જ નથી એટલે તું તારા મગજ માંથી આવા વિચારો કાઢી નાખજે .” અશ્વિન


“ ઓકે ,હૂતો કાઢી નાખીશ પણ તું કાઢી શકીશ ? કોલેજમાં ફ્રેન્ડ બ્રેન્ડ જેવું કાઈ પણ નાં હોય અને હોય તો પણ સો માં દસ બાર હોય ,એટલે કહુ છુ તારા મનમાં જે છે તે પૂછવું હોય તો પૂછી લેજે ,નહિતર કોઈક અન્ય વ્યક્તિ પૂછી લેજે.રાહુલે કહ્યું.


“ ઓકે ગુરુજી આપણું ભાષણ સમાપ્ત થયું હોય તો સિગારેટના પૈસા આપો આપણે અહીંયાથી જવી.”

“ તને મસ્તી લાગે છે ? હું સાચું કહું છું,પછી કેતો નય કે રાહુલે કહ્યું નહી.રાહુલે કહ્યું.

“ ઓકે ઓકે ગુરુજી મે તમારુ માની લીધું બસ જા હવે તું બાઇક લયાવ તો હવે આપણે ઘરે જાવી.”


(. રાહુલ અશ્વિનની સ્પોર્ટ્સ બાઇક લયાવે છે અને બંને ઘરે જવા માટે નીકળી પડે છે અને વાતો કરતા જાય છે. અશ્વિન રાહુલ ને તેના ઘરે છોડીને તે તેના ઘરે ચાલ્યો જાય છે. )


“ તે દિવસ આખી રાત અશ્વિન રાહુલ ની તે વાત વિશે અને નિરાલી વિશે વિચાર કરતો હોય છે , અને વિચારતા વિચારતા તે ક્યારે સૂઈ જાય છે તેનો તેને પણ ખ્યાલ રહેતો નથી .”


“ અશ્વિન ગાઢ નિદ્રામાં હોય છે અને તેના મોબાઇલ ની રીંગ વાગે છે અને તે ફોન ઉપાડે છે.”


“ હેલો કોણ” અશ્વિને ગાઢ નિદ્રામાં જવાબ આપ્યો.


“ ટોપા આંખો ખોલ અને મોબાઈલ ની સામે નજર કર નામ લખ્યું હસે.”


“ ઓહ , નિરાલી બોલ બોલ શું કામ છે .” અશ્વિને જવાબ આપ્યો


“ શું તું હજી સૂતો છે ? તને ખબર નથી આજ આપણે એક્સ્ટ્રા લેક્ચર છે, તું ફટા ફટ ઉભોથા અને જલ્દીથી તૈયાર થઇ કોલેજ આવ હું તારી રાહ જોવ છું.”


“ ઓકે , નિરાલી જો હું નાં પહોંચું તો તું મને નોટ્સ આપી દેજે.”


“ તું જલ્દી કોલેજ તો પહોંચ “ નિરાલીએ થોડા ગુસ્સા ભર્યા આવજે કહ્યું.

“ ઓકે, ફોન મુક હું હમણાં જ પહોંચું છું. “

( ત્યાર બાદ અશ્વિન ઊઠીને, તૈયાર થઈ સેન્ટ લગાડી તે તેની બાઇક લઈ કોલેજ પહોંચે છે અને ત્યાં નિરાલી અને રાહુલ બંને અશ્વિનની વાટ જોઈ રહ્યા હોય છે. અને થોડી વાર પછી અશ્વિન આવીને તેની પાસે જાય છે. )

“ આવો આવો મહાશય બહુ વહેલા આવી ગયા ,થોડી વારમાં બીજો લેક્ચર શરૂ થવાનો છે.” નિરાલીએ મસ્તી કરતા કહ્યું

“ તો શું લેક્ચર પુરો થઈ ગયો.”

નિરાલી થોડે ગુસ્સે થઈ “ નાના તારી માટે હજી બાકી રહેશે ,અને તું એટલો મોડો કેમ આવ્યો .? એટલી બધી વાર લાગે આવતા, તને ખબર છે હું તારી રાહ જોતી હતી .”


“ મોડુ થઇ ગયું હવે જવા દેને . તું એ કહે હવે પછીનો લેક્ચર કોનો છે ? ભરવાનો છે કે નહી ? નો ભરવાનો હોય તો બાઇક લઈ ફરવા જાવી .


“ નાં હવે તો બોરિંગ લેક્ચર છે જવું હોય તો જાવી પણ જાશું ક્યાં . ? ” નિરાલી


“ તમારે બંને ને જાવું હોય તો જાવ મારે લેકચર ભરવાનો છે .” રાહુલે કહ્યું.


“ ઓકે , તો તું લેક્ચર ભર અમે બંને જવી સવી , જો ઈચ્છા હોય તો ફોન કરજે .” અશ્વિને રાહુલને કહ્યું. અને બંને ત્યાંથી ચાલ્યા જાય છે .

''' અશ્વિન અને નિરાલી બંને બાઇક માં જતા હોય છે , અને કૉલેજથી થોડા દૂર પહોંચે છે ત્યાં અશ્વિને કોઈક પાછળથી મધુર ધ્વનિ એ સાદ પાડે છે, તે જેવો પાછળ જોવે છે , ત્યાં જ તે જોતો રહે , અને થોડો ચોંકી જાય છે .'''( અશ્વિનને પાછળથી કોણ સાદ પાડે છે અને તે શા કારણોથી ચોંકી જાય છે તે જાણવા માટે વાચતા રહો મારી નવલકથા લવ ઇન કોલેજ )ક્રમશઃ ……………