Featured Books
શ્રેણી
શેયર કરો

સોશિયલમીડિયાથી ઉંબર સુધી - 1 - ઇન્સ્ટાગ્રામથી વોટ્સએપમાં

મિત આજ પણ રોજની જેમ કોલેજથી આવીને તરત જ ફોન હાથમાં લઇ બેસી ગયો, નીતા ને મેસેજ મોકલ્યો કે હું પહોંચી ગયો. આમ તો સંધ્યા થઈ હતી, સૂરજ આથમવું આથમવું થતો હતો પણ મિતના જીવનમાં તો સૂરજ ઉગ્યો હતો પંદર દીવસથી. રોજ જ રોહિણી જોડે વાત કરતો, પોતાની એકલતા, પોતાની લાગણી, અને બંધ બુક જેમ પોતાના રહસ્યો પણ રોહિણી ને કેહવા લાગ્યો હતો. એક વાર તૂટેલા વિશ્વાસે બીજી વાર આટલી જલ્દી કેમ વિશ્વાસ મૂકી દીધો એ જ સમજવું ઘટે.
રોહીણી એ પણ તુરંત જવાબ આપ્યો કે હા હું પણ પહોંચી ગઈ છું. ફરી વાતોએ વળગ્યા ઢગલાબંધ મેસેજમાં ઢગલાબંધ વાતો. ઇન્સ્ટા માંથી વોટ્સએપમાં વાતો કરવા લાગ્યા હતા. સફર બહુ ટૂંકી હતી પણ સફરમાં આવતા ફૂલોને ચૂંટીને એકબીજા માં પરોવવાનું બંને એ શીખી લીધું હતું. વાતો નો દોર કલાક ચાલ્યો. પછી રોહિણી એ કહ્યું મને મમ્મી બોલાવે છે. એટલે બંને એ બાય કીધું. પણ બંને એકબીજામાં બહુ સહેલાયથી પ્રવેશી ગયા હતા. એવું લાગતું હતું.
મિત ફોનમાં ગીત સાંભળતો બાલ્કનીમાં ઉભો હતો. સુરતને બહુ નિર્મળતાથી એ માણતો હતો. પાછળથી નીતા આવી બંને એ હાય કર્યું. પછી બાજુના જુલા પર બેઠા. બંને ભાઈબહેન પોતાના ફોનમાં બીઝી હતા. થોડીવાર મિતની નજર બાલ્કનીમાં મુકેલા કુંડ માંથી નીકળેલી વેલ પર ચોંટી રહી. કૈંક વિચારતો હતો એવુ લાગ્યું. નીતા એ તેને હચમચાવ્યો, કૈં થઈ છે, મિત. મિતએ પેહલા તો નકારમાં જવાબ આપ્યો પછી, પોતાને બહાર કાઢતો હોય એમ બોલ્યો. નીતા એક વાત કહેવી છે. ભાઈને થોડો નર્વસ જોઈને નિતાએ ફોન બાજુએ મુક્યો.
"બોલને, મિત શું થયું છે"
મિત પેહલા થોડો ખચકાયો, પછી બોલ્યો. "હું થોડા દિવસ પહેલા રોહિણી નામની છોકરીને ઇન્સ્ટા માં મળ્યો હતો. અમે રોજ વાત કરવા લાગ્યા. પછી મેં નંબર માગ્યો તેણે આપ્યો પણ ખરો."

નીતા એ બહુ સહજતા થી પૂછ્યું
"તો શું પ્રોબ્લેમ છે, તારું માનવું એવું છે કે તે ફેક છે ?"
મિતની નજર એક જગ્યા પર ચોંટી ગયેલી હતી, અને હટતી નહોતી. સમજવું મુશ્કેલ હતું એનાથી મુશ્કેલ હતું નીતા ને સમજાવવું. ભાઈ બહેન નો પ્રેમ એટલો ગાઢ હતો કે નીતા તેને અર્ધી વાત કહે તો પણ આખી વાત સમજી શકે. નીતા માટે તો તેના મમ્મી પપ્પા અને બીજું એક જ વ્યક્તિ હતું જેને તે વાતો કહી શકે. ભાઈ બહેન મુવી, શોપિંગ બધી જગ્યા પર સાથે જ જતા. ક્યારેક એવું બનતું કે પૂર્વી સાથે હોય.
નીતા પણ કોલેજ જ કરતી હતી પણ તે બીજા વર્ષમાં હતી, અને બી.એ. કરતી હતી. અને મિત બી.કોમ કરતો હતો. બંને અલગ અલગ કોલેજમાં હતા. પણ સમય એક જ હતો એટલે બપોરે સાથે જ નીકળતા. ભાઈ બહેન કોલેજ જાય પછી તો સુશીલાબેન ને પોતાનું ઘર પણ બચકા ભરવા લાગતું.
મિતનું મૌન ચીસો પાડીને કેહતું હતું કે હા કદાચ તે ફેક છે. નીતા એ કહ્યું કદાચ તે ફેક ના પણ હોય શકે. અત્યાર સુધી હવા શાંત હતી. પણ હવે વાવાજોડુ ઉછળવાનું હતું. નીતા એ ફૂલ ને પાણી પીવડાવી ઉછેર કર્યો હતો. નીતા ત્યાંથી ઉભી થઈ ને બોલ્યા વિના ચાલતી થઈ. પાછું વાળીને જોયું કે મિતની શું પ્રતિક્રિયા છે. પણ કશું ન બોલવું સારું લાગ્યું.
મિતએ મનમાં થયું આજ રાતે વાત કરીશ ત્યારે કંઈક કહીશ. પણ મનમાં એક જ ખ્યાલ દમ તોડ્યા પછી પણ પગભર થતો હતો. કદાચ ફરી વિશ્વાસને ઠેસ લાગી તો.. બસ આ તો ને વિચારતાં તેમણે જમી લીધું.