પ્રથમ પ્રેમ ભાગ - ૭ Rohan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રથમ પ્રેમ ભાગ - ૭

મારા અને જય નાં પગ ત્યાજ થંભી ગયા અમે કાઈ વિચારીએ તે પહેલા માધુરીનાં પપ્પા અમારી નજીક આવી બોલ્યા જો તું કરશન ત્રિવેદી નો છોકરો છે એટલે તને અત્યારે કાઈ નથી કહેતો પણ જો બીજીવાર મારી આશા ની આજુભાજુ પણ દેખાયો છે તો હું ભૂલી જઈશ કે તું કરશન ત્રિવેદીનો છોકરો છે કહી પોતાની સાથે રહેલ અજાણી વ્યક્તિ સામું જોઈ બોલ્યા ચાલ અને બન્ને ચાલવા લાગ્યા. થોડી વાર હું અને જય ત્યાજ ઉભારહ્યા અને અચાનક જય બોલ્યો મનુકાકા મારી દુકાન તરફથી આવતા હતા ક્યાંક એને આ બધી વાત મારા પપ્પાને તો નહિ કહી હોય ને. કહી મારી સામે જોયું અને ને એની હિમ્મત વધારતા કહ્યું ભાઈ હવે જે થવાનું હતું તે થઇ ગયું. તું ચિંતા નાં કર અને અમથોય કરશન કાકાનો સ્વભાવ એકદમ શાંત છે બવ તો બવ આપણને ખીજાશે અને સમજાવશે બીજું કાઈ નહિ કહે. તું ખોટી ઉપાધી નાં કર અને ચાલ દુકાને જયે કહી અમે ફરી જય ની દુકાન તરફ પગ ઉપાડ્યા દુકાને પહોચતાજ કરશન કાકા એ અમારી બન્ને તરફ જે રીતે જોયું એનાથી મને એવું લાગ્યું કે, માધુરીના પપ્પા નક્કિ કરશન કાકાને મળીનેજ જતા હશે અને અમને રસ્તામાં મળી ગયા અને થયું પણ એવુજ. થોડીવાર કરશનકાકા કશું નાં બોલ્યા પણ થોડીવાર રહીને જય સામું જોઈ બોલ્યા તમારા બન્ને નાં કારનામાં હવે ઘર સુધી પહોચી ગયા છે. કઈ શરમ જેવું છે કે નઈ તમને લોકોને મારી આબરૂ નો તો વિચાર કરો જરા આતો મનુભાઈ સારો કહેવાય કે, મારી શરમે તને કાઈ ખાસ કહ્યું નથી તને ખબર છે મનુભાઈ બહુ મોટો માણસ છે આપડે એની વડેનાં આવીએ અરે એનું માન શું છે આખા અમદાવાદમાં એ તને ખબર છે? અને તું અની છોકરી સાથે ફર્યા કરેછે. ભાઈ એ મોટા માણસની દીકરી છે આપણાથી ન સચવાય અને મનુભાઈ નાં ઘરે આપણાથી જાજુ કમાતા નોકરો હશે એની છોકરીના સપના જોવાનું રહેવાદે ભણવામાં ધ્યાન આપ અને મને ધંધામાં મદદ કરાવ તો પણ ઘણું છે. કહી બોલ્યા હું બહાર કામ થી જાવ છુ તું દુકાને બેસ અને વળતા ઘરે જમીને આવીશ પછી તું જમવા જજે કહી દુકાન નાં પગથીયા ઉતારવા લાગ્યા. હજુ બેજ પગથીયા ઉતર્યા હશે ત્યાં પાછા ફરી જય સામે જોઈ બોલ્યા જો હું તારો બાપ છુ તારી ચિંતા થાય છે એટલે સાચી સલાહ આપું છું. આ મોટા લોકો ની પહોચ ખુબ ઉપર સુધી હોય આ લોકોની નજરે આપણા જેવા નાના માણસોએ ના ચડાય એટલે બેટા હવેથી ધ્યાન રાખજે કહી ચાલતા થયા. હું અને જય થોડીવાર કશુંજ નાં બોલ્યા પછી જય અચાનક બોલ્યો એલ્યા રાજેશ એવુતે શું કહી ગયા માધુરીના પપ્પા મારા પપ્પાને કે મારા પપ્પા અટલાબધા મારા પર અકળાઈ ગયા અને હું બોલ્યો ભાઈ કરશન કાકાની વાત પણ ખોટી નથી મોટા લોકો ની પહોચ બહુ ઉપર સુધી હોય છે એ લોકો પૈસા નાં જોરે કઈ પણ કરી શકે છે એટલે તારે હવે થોડું સાવચેત રહેવાની જરૂર છે. અને જય થોડું વિચારી બોલ્યો તારી વાત તો સાચી છે હવે થોડું સાવચેત રહેવાની જરૂર તો છેજ. કહી અને અમે દુકાન નાં કામ માં વ્યસ્ત થઇ ગયા અને કરશન કાકા ઘરેથી જમી આવ્યા એટલે હું અને જય અમે ફરી ઘરે જવા નીકળ્યા અને પછીથી અમારું આ હરરોજ નું કામ થઇ ગયું. ઘરે થી દુકાને અને દુકાનેથી ઘરે આવવું થોડા દિવસ ચાલ્યું ત્યાં પાછો રવિવાર આવીગયો અને હું અને જય ફરી રવિવારે બપોરે ભીડભંજન પહોચી ગયા અને ફરી રેખાને આવાની કાગડોળે રાહ જોવા લાગ્યા અને તે દિવસે રેખા ની આવવામાં થોડી વાર લાગી અને જય થી એક એક મિનીટ જાણે એક એક કલાક જેવી લાગવા માંડી અને ત્યાજ અચાનક દુરથી રેખા આવતી દેખાય અને થોડીજ વારમાં રેખા નજીક આવી અને ઉભી રહી પણ કાઈ બોલી નહિ અને જય અધીરો થયો રેખા કઇક તો બોલ અને રેખા બોલી આજે હું કાંઈજ નથી બોલવાની કહી પાછળ ફરી રસ્તા તરફ જોયું અને એ રસ્તાપર દુરથી કોઈ છોકરી આવતી દેખાણી પણ કોણ હતી એ છોકરી ઓળખાતી ન હતી અને એમને એમના મોઢા પર પણ માત્ર આંખો જ દેખાય એવીરીતે ચુંદડી વીટાળેલી હતી. અને જોત જોતામાં તે છોકરી આવી અને અમારી પાસે ઉભી રહી અને પોતાના બન્ને હાથે થી મોઢા પર બાંધેલ ચુંદડી હટાવી અને હું અને જય બન્ને એક સાથે બોલી ઉઠ્યા તું? અમને મળવા આવેલ છોકરી...