pratham prem - 4 books and stories free download online pdf in Gujarati

પ્રથમ પ્રેમ - ભાગ ૪

પ્રોફેસર સાથે મુલાકાત

અમારી સામે એક સ્ત્રી આવી ઉભી રહી. અને માધુરી બોલી ઉઠી પારુલ મેમ તમે? પારુલ મેમ સાહિત્ય નાં પ્રોફેસર હતા, દેખાવે ગોરો રંગ, લાલ અને લીલું લહેરીયું, મધ્યમ ઉચ્ચાઈ, અમે કઈ બોલીએ તે પહેલા પારુલ મેમ બોલ્યા માધુરી આ બન્ને માંથી તારી પશંદ કોણ છે? હુંપણ જોઉ મારી બધાથી હોશિયાર વિદ્યાર્થીની ની પસંદ કોણ છે? અને માધુરી એ થોડુ શર્માઈ સામે જોયું અને પારુલ મેમ એ તુરંત જય ને ઉપર થી નીચે સુધી નિરીક્ષણ કરવાનું ચાલુ કરી દીધું અને થોડી વાર કશુંજ નાં બોલ્યા. થોડીવાર પછી થોડુ કટાક્ષ કરતા બોલ્યા તારી પસંદ દેખાવે તો સારી છે પણ કોઈ ને મેળવવા માટે કાબીલ બનવું જરૂરી છે, સમજાયું આ કટાક્ષ મેમે જય માટે કર્યો હતો કેમ કે, એમને આવું ન હતું લાગતું કે, જય માધુરી માટે યોગ્ય છોકરો છે. તેનું કારણ એ હતું કે મેમે ને જય નો માત્ર બાહ્ય દેખાવજ જોયો હતો પણ જય ની આવડત અને પ્રેમાળ સ્વભાવ ની મેમ ને ક્યા ખબર હતી, આથી કદાચ એ એવું બોલ્યા હશે પણ કરવું શું? અમે ચારેય ત્યાજ ગાર્ડન માં બેઠા રહ્યા અને મેમ ત્યાંથી જતા રહ્યા અને જતા જતા પાછળ ફરી છોકરાવ ભણવા માં પણ ધ્યાન આપજો પ્રેમ કરવા આખી જીંદગી પડી છે. આટલું કહી ફરી ચાલવા લાગ્યા. અમે બધા થોડીવાર તો કશુજ બોલી નાં શક્યા પણ થોડીવાર પછી પાછા સામાન્ય થઇ અને ગપ્પા મારવામાં વ્યસ્ત થઇ ગયા અને ઘરે જવાનો સમય થતા પોતપોતાનાં ઘરે જવા રવાના થયા. અમે રાબેતા મુજબ સવારે ફરી કોલેજે સાથેજ આવ્યા અને બરાબર એજ સમયે પારુલ મેમ પણ કોલેજ માં પ્રવેશ કરતા હતા, અમને અમારી સામે એક નજર જોયું અને થોડો અણગમો વ્યક્ત કરતા હોય તેવું મો બનાવી જતા રહ્યા અમે માધુરી અને રેખા એ બંને પોતાના ક્લાસ માં ગયા અને અમે અમારા ક્લાસ માં ગયા. જ્યારે કોલેજનો સમય પૂરો થયો અને અમે ગાર્ડન માં આવ્યા અને જોયું તો માધુરી અને રેખા પહેલેથીજ ત્યાં હતા પણ આજે માહોલ થોડો અલગ હતો માધુરી અને રેખા થોડી ગંભીર મુદ્રામાં હતા અને માધુરી નો ચહેરો એવો હતો કે જાણે હમણા રોવાનું શરુ કરીદેશે. માધુરી શું થયું? કેમ તમે બંને કોઈ તકલીફ માં છો શું થયું? માધુરી થોડી સ્વસ્થ થતા બોલી કશું નઈ આજે પારુલ મેમએ અમને બંને ને સ્ટાફ રૂમ માં મળવા બોલાવ્યા હતા. માધુરી મંદ અવાજે બોલી. તો થયું શું એતો કે? જય થોડો ઉતાવળો થતા બોલ્યો, માધુરી અમને બેસવા માટેનું કહી બોલવાનું શરુ કર્યુ. આજે કોલેજ પૂરી થયાના થોડા સમય પહેલાજ અમને બન્ને ને બોલાવવા માટે પટાવાળા બહેન ને પારુલ મેમએ મોકલ્યા. આથી અમે બંને મેમ ને મળવા સ્ટાફ રૂમ માં ગયા, કોલેજ નો સમય શરું હતો આથી સ્ટાફ રૂમ માં મેમ સિવાય કોઈ નહતું. અમે મેમ ની રજા લીધી અને મેમએ અમને અંદર આવવાની હા પાડી અમે બંને જઈ મેમ સામે ઉભા રહ્યા અને મેમ બોલ્યા જોવો તમે બંને હોશિયાર વિદ્યાર્થીનીઓ છે આથી તમને કહું છું. આ પ્રેમ ને એ બધું ક્ષણ વાર નું હોય છે. ભણવામાં ધ્યાન આપો પ્રેમ કરવા આખી જીંદગી પડી છે. અને હું ઈચ્છું છું મારી સાથે જે થયું એ તમારી સાથે નાં થાય એટલે તમને સમજવાનો પ્રયત્ન કરું છું. મેમ તમારી સાથે શું થયું? રેખાએ મેમ ને ત્વરિત પ્રશ્ન પૂછી લીધો અને મેમ નાં આંખોની કોર ભીંજાવા લાગી અને પોતાની જીંદગી નાં ભૂતકાળ માં જતાહોય તેમ વિચારી બોલવાનું શરુ કર્યું, હું જ્યારે તમારી જેમ કોલેજ માં વિદ્યાર્થીની હતી ત્યારે મને પણ તમારી માફક રવિ નામના છોકરા સાથે પ્રેમ થયો હતો અરે થયો હતો શું આજે પણ છે. એટલેજ મેં લગ્ન નથી કર્યા. હું અને રવિ એક સાથે એકજ ક્લાસ માં અભ્યાસ કરતા અને અમે સારા મિત્રો હતા, અને સમય જતા મને રવિ સાથે પ્રેમ થઇ ગયો. હું રવિને ખુબ પસંદ કરતી. આ મારો એકતરફી પ્રેમ હતો જેની રવિ ને ખબર સુધ્ધાં ન હતી. પણ પછી મેં યોગ્ય સમય જોઈ મારા પ્રેમ વિષે રવિને જણાવ્યું અને રવિએ મારા પ્રેમ નો સ્વીકાર કર્યો અને તે દિવસે મારી ખુશી નું ઠેકાણું નાં રહ્યું અને હું રવિ સાથે જાજો સમય વિતાવા લાગી. રવિ એક મોટા બિઝનસ મેન નો દીકરો હતો આથી તેના મિત્રો પણ ખુબ જાજા હતા. રવિનો જાજો સમય મારી સાથે ફરવામાં, મુવી જોવામાં અને મિત્રો સાથે વીતતો. હું ખુબ ખુશ હતી અમારી જીંદગી આમજ વીતવા લાગી અને હવે હું કોલેજે ભણવા માં ઓછો સમય અને રવિ સાથે વધારે વિતાવા લાગી અને જોત જોતા માં કોલેજ પૂરી થઇ. પરિણામ આવ્યા મારૂ પરિણામ ખુબજ ખરાબ આવ્યું અને હું કોલેજ માં પ્રથમ આવતી એના બદલે માંડ માંડ પાસ થઇ. મને મારા ખરાબ પરિણામ ને લીધે ઘરે થી બહુ સંભાળવું પડ્યું. પણ હુંતો રવિ સાથેજ ખુશ હતી થોડો સમય વીત્યો. હું અને રવિ મળતા અને મુવી જોવા પણ જતા હવે રવિ એના પપ્પા નાં બિઝનસ માં પણ જોડાયો હતો. આથી પહેલા કરતા મારી સાથે ઓછો સમય પસાર કરતો પણ મને એમાં કોઈ વાંધો નાં હતો કેમ કે, રવિ તેના પપ્પા ને મદદ કરતો આથી મેં એને મારા સાથે વધારે સમય વીતાવા ન કહતી. મને રવિ સાથેના થોડા સમય થી પણ સંતોષ હતો અને આવું વિચારતી કે, પછી આખી જીંદગી રવિ સાથેજ તો વિતાવાની છે. રવિ એના પપ્પા ને મદદ કરે છે તો એમાં શું વાંધો છે એમ માની હું જેટલો સમય એના સાથે વિતાવી શકતી તે વિતાવતી. પણ એક દિવસ હું અને અમારો પરિવાર કાંકરિયા ફરવા ગયા અને કાંકરિયા ની પાળે બેસી અને નાસ્તાનો આનંદ માણતા હતા ત્યાજ મારી નજર રવિ જેવા દેખાતા એક છોકરા પર પડી. એ છોકરો થોડો નજીક આવ્યો તો મારી આખો ફાટી ની ફાટીજ રહી ગઈ. એ રવિજ હતો અને એની સાથે કોઈ છોકરી હતી અને એ છોકરી રવિની માફક કોઈ અમીર પરિવાર ની હોય એવું લાગતું હતું. હું કઈ સમજી નાં શકી અને જેમતેમ કરી મારા આશુ રોક્યા અને પરિવાર સાથે ઘરે ગઈ અને થાકી ગઈ છું એમ કહી સુવા માટે ઓરડામાં જતી રહી અને ઓરડો અંદરથી બંધ કરી ખુબ રડી. તે દિવસે આખી રાત ઊંઘ નાં આવી અને સવાર થતાજ રવિને મળવા જતી રહી. રવિ આવતાજ મેં સીધુજ પૂછી લીધું કાલે તારી સાથે કોણ હતું? રવિ અજાણ્યો થઇ બોલ્યો, ક્યા? મેં કીધું કાંકરિયા. ઓહ તો તુ ક્યા હતી, મેં કહ્યું હું પણ કાંકરિયા જ હતી. તને અને પેલી છોકરી ને જોયા હતા. ઓહ તો તે મને અને નેહા ને જોયા હતા, મને ખુબજ ગુસ્સો આવ્યો અને બોલી કોણ છે એ નેહા રવિ એ જવાબ આપતા કહ્યું નેહા મારા પપ્પા નાં મિત્રની છોકરી છે અને અમારી સગાઇ પણ થવાની છે. અને હું વધારે ભડકી સગાઇ? તો તુ શું મારી શાથે સગાઇ નથી કરવાનો? રવિ નાં ચહેરા નાં હાવ ભાવ બદલી ગયા અને થોડી ઉદ્ધતાઈ થી બોલ્યો, શું તુ એમ ઈચ્છે છે કે, હું તારી સાથે સગાઇ કરું? નાં, આવું સ્વપ્ને પણ નાં વિચારતી તારો અને મારો કોઈજ મેળ નથી. આટલું કહી તે ત્યાંથી ચાલ્યો ગયો અને મને મારી જીંદગી ની ભૂલ સમજાનણી પણ હવે ખુબ મોડું થઇ ગયું હતું. હું એ આઘાત માંથી બહાર નીકળી શકુ એમ ન હતી. મારી આખીજ જીંદગી ડહોળાઈ ગઈ અને મારું ભણતર પણ બગડ્યું જેની અસર મારા ભવિષ્ય પર થવાની હતી. હું આ વિષે મારા પરિવાર ને પણ કઈ જણાવી શકતી નાં હતી. આથી હું અંદર ને અંદર ઘૂંટાવા લાગી. આ આઘાત માંથી બહાર નીકળવા મારે બહુ જજો સમય લાગ્યો. અને જ્યારે મેં મારી પોતાની જાત ને સંભાળી. મને ભાન થયું કે, હવે ખુબ મોડું થઇ ગયું છે. અને મારે હવે મારા પગ પર ઉભા થવા સીવાય કોઈ ઉપાય ન હતો પણ મેં મારું ભણતર રવિ પાછળ બગાડી દીધું હતુ. પણ મારા પાસે હવે કોઈ રસ્તો નહતો. આથી મેં ફરી કોલેજ માં ભણવાનું નક્કી કર્યું અને ઘણી મહેનત પછી મેં મારું ભણતર પૂરું કરી અને આજે પ્રોફેસર માં નોકરી કરું છુ. પણ આજે હું એકલી છું. એમ બોલતાની સાથેજ પારુલ મેમ ની આખો માંથી ચોધાર આશું વહેવા લાગ્યા.

માધુરી તને મારા પર વિશ્વાસ નથી? થોડી ગંભીર મુદ્રા સાથે જય બોલ્યો નાં આવું નથી પણ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED