The victory of love books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની જીત

આજે નિશા બઉ ખુશ હતી.કેમકે આવતી કાલે તેના ભાઈ વિશાલ ના લગ્ન હતા.આ દિવસ ની તે લાંબા સમય થી રાહ જોઈ રહી હતી. તેને ભાઈ ના લગ્ન માટે સરસ મજાની ચણીયાચોરી બનાવડાવી હતી.
સવાર પડતાં ની સાથે તે ફટાફટ તૈયાર થઈ ગઈ. વિશાાલ તેના કરતા ત્રણ વર્ષ મોટો હતો.ભાઈ ની જાન ઘર આંંગણે થી રવાના થઈ. વિશાલ ની જાન લઈ ને અમદાવાદ જવાનુ હતુ.બધા લોકો અમદાવાદ પહોંચ્યા.
તે સમયે નિશા ની નજર તેેના ભાભી ના કાકા ના છોકરા પર પડી.તેનુુ નામ હિરેેેન હતુ.એક મિનિટ માટે બંને ની નજર મળી અનેે દિલ માં પ્રેમ ના અંકુર ફૂટયા.તે સમયે એ બંને ની ઉંમર પણ વીસ વર્ષ ની આજુબાજુ હતી.આ ઉંમરે કોઈપણ વ્યક્તિ પ્રેમમાં પડી શકે છે.
એ દિવસ નિશા પીળા રંગની ચણીયાચોરી માં એટલી સુંદર લાગી રહી હતી કે હિરેન શું કોઈ પણ છોકરો તેને જોતો રહી જાય. ત્યારબાદ બંને એકબીજા સાથે વાત કરવા આતુર થવા લાગ્યા. પરંતુ લોકો ની ભીડ વચ્ચે તેઓ વાત ન કરી શક્યા.ત્યારબાદ બીજા દિવસે હિરેન તેની બહેન ને તેડવા આવ્યો,જે નિશા ના ભાભી હતા.હિરેન ને જોતા જ નિશા ના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાઈ.આંખો ના ઈશારા થી બંને વચ્ચે વાતો થવા લાગી.
ત્યાર પછી હિરેન નો જવાનો સમય થાય એ પહેલા બંને વચ્ચે પહેલી મુલાકાત થઈ. ત્યાર પછી તો આ મુલાકાત નો સફર વધવા લાગ્યો. એક દિવસ નિશા અને હિરેન એક સુંદર બગીચા માં બેઠા હતા. તે સમયે નિશા ના ભાઈ વિશાલે બંને જણા ને જોઈ લીધા અને ત્યાર પછી નિશા ને હિરેન સાથે કોઈ પણ પ્રકાર નો સબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી.
નિશા એક અમીર ઘર ની છોકરી હતી.જયારે હિરેન નુ ઘર નિશા ના ઘર જેટલુ સુખી ન હતું. વિશાલ ની ઈચ્છા હતી કે તે નિશા ના લગ્ન સુખી અને અમીર પરિવાર સાથે કરાવે. નિશા અને હિરેન ને એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી હતી.નિશા એ વિશાલ અને તેના ભાભી બંનેને સમજાવ્યા પણ બે માંથી કોઈ એક પણ માન્યુ નહી. હિરેને વિશાલ ને મળી ને તેના ઉપર ભરોસો રાખવાનુ કહ્યું, તે નિશા નુ બહુ ધ્યાન રાખશે એવુ પણ કીધું. પણ વિશાલે તેની કોઈ વાત સાંભળી નહી અને હિરેન ને તેની હેસિયત જોવાનુ કહી દીધું.
છેલ્લે નિશા અને હિરેન ને અલગ થવુ પડયું.વિશાલ નિશા અને તેની પત્ની રવિના ને લઈ ને કેનેડા જતો રહ્યો.વિશાલ કેનેડા ની એક કંપની માં છેલ્લા પાંચ વર્ષ થી નોકરી કરતો હતો. તે તેના લગ્ન માટે જ અહીં આવ્યો હતો.તે ત્રણેય જણા કેનેડા પહોંચી ગયા પણ નિશા હજી સુધી હિરેન ને ભૂલી શકી ન હતી. ત્યાં અમદાવાદ માં હિરેન ની પણ એવી જ હાલાત હતી.
હિરેન અમદાવાદ ની એક કંપની મા નોકરી કરતો હતો.એક દિવસ હિરેન ના કામ થી ખુશ થઈ ને તેના બોસ મિ.પાટીલ એ પોતાની મિ.એન્ડ મિસીસ પાટીલ કંપની જે કેનેડા માં સ્થિત છે તેમા હિરેન ને મેનેજર તરીકે પસંદ કર્યો.હિરેન ને ખુશી નો પાર ન રહ્યો.
હિરેન મનમા વિચારવા લાગ્યો કે કદાચ તેને ત્યાં નિશા મળી જાય.નિશા ના ગયા ના બે વર્ષ પછી હિરેન કેનેડા ગયો.તેના મનમાં વિચાર આવ્યો કે કદાચ નિશા તેને ભૂલી ગઈ હશે તો? આવા અનેક પ્રકારના વિચારો સાથે તે કેનેડા પહોંચ્યો.
વિશાલ ની ઘર ની પરિસ્થિતી હવે પહેલા જેવી રહી ન હતી. તે દેવા માંં ડૂબી ગયો હતો. તેના ઘર ની પરિસ્થિતી એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે તેને પોતાનુ ઘર વેચવું પડે એમ હતું. તેની સામે હિરેન ના દિવસો ખુબ સારા થઈ ગયા હતા.
નિશા ને ખબર ન હતી કે હિરેન પણ કેનેડા માં આવી ગયો હતો.વિશાલ પોતાનુ ઘર વેચી ને ભારત પાછા ફરે એવી સ્થિતિ સર્જાઈ હતી. છેવટે વિશાલે તેનુ ઘર હરાજી માં મૂકયું. તે સમયે હિરેન પણ ઘર લેવાનુ વિચારી રહ્યો હતો અને સંજોગ એવા બન્યા કે વિશાલ નુ ઘર હિરેને લેવાનું હતું પરંતુ એ બંને આ વાત થી અજાણ હતા.
હિરેન જયારે ઘર જોવા આવ્યો ત્યારે પહેલી નજર તેની નિશા પર પડી.તેને ધીમા અવાજે નિશા એમ કહ્યું. હિરેન ના મોઢા માંથી નીકળેલો એ શબ્દ સાંભળી નિશા ના હોઠ પર નું એ સ્મિત જોવાલાયક હતું.નિશા હિરેન ને ત્યાં જોઈ ને આશ્ચયચકિત થઈ ગઈ. ત્યારબાદ હિરેન ને ખબર પડી ગઈ કે આ ઘર નો માલિક વિશાલ છે.
નિશા એ હિરેન ને પૂછ્યું, કે તે કેનેડા કઈ રીતે આવ્યો.હિરેને નિશા ને બધી વાત કરી.એની વાત સાંભળ્યા પછી વિશાલ ને પોતે જે હિરેન સાથે વર્તાવ કર્યો હતો એનો અફસોસ થવા લાગ્યો. હિરેન ના પૂછવાથી નિશા એ તેમની નબળી પરિસ્થિતિ વિશે ની વાત કરી. ત્યારપછી હિરેને એ ઘર લેવાની ના પાડી દીધી અને તે તેમની મદદ કરશે એમ કહ્યુ,પરંતુ વિશાલ અંદર થી બહુ લાચારાઈ અનુભવતો હતો તેથી તેને મદદ લેવાની ના પાડી. હિરેને વિશાલ ની વાત ન માની અને તેમની મદદ પોતે કરશે એવુ કહી દીધું. વિશાલ ને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેને હિરેન ની માફી માંગી.
હિરેને તેમને માફી માંગતા અટકાવ્યા.ત્યાર પછી વિશાલે સામેથી હિરેન અને નિશા ના લગ્ન નુ મુર્હત કઢાવ્યું. બંને ના એકદમ ધામધુમ થી લગ્ન કરાવ્યાં. વિશાલ અને નિશા બંને પોતપોતાના પરિવાર સાથે ખુશી થી રહેતા હતા..
Shraddha Desai...

બીજા રસપ્રદ વિકલ્પો