sharadhhanjli books and stories free download online pdf in Gujarati

શ્રદ્ધાંજલિ...

અંતઃકરણની એરણ પર હૈયાફાટ હથોડી ટીપાય એવી ક્ષણ...હૃદયનો તારતાર ઝંકૃત થઈ જાય એવી ક્ષણ...મનમસ્તિષ્કમાં જેના જવાના સમાચાર સાંભળતાં જ ધગધગતો શેરડો ફૂટે એ ક્ષણ... ડૂમો એની પરાકાષ્ટા એ પહોંચે એ ક્ષણ...
આ બધી જ અવસ્થાઓ કોઈક અંતેવાસી આપણી કહી શકાય એવી વ્યક્તિ આપણી પાસેથી કાયમી વિદાય લે ત્યારે સર્જાતી હોય છે.
અંગત સ્નેહીજનની વિદાય આપણા માટે હૃદય ડહોળી નાખનારી હોય જ હોય...
અત્યારે સોશિઅલ મીડિયા પર અનુકરણની ચાલે ચાલી એકના એક ચીલે એવી તો દોડ ચાલી રહે છે કે , ઓમ શાંતિ, RIP જેવા અર્થ ગંભીર શ્લોકસ્થ શબ્દો પણ છીછરા થઈ જાય છે.
એવી તો હોડ લાગે છે કે બધાને ક્યાંક જવાની ઉતાવળ છે ખબર નહીં કેમ?
પણ આ થોડું માપમાં આને થોડું ઓછું ગતિમય થાય તો સારું...
કારણકે, 'જે જતા રહ્યા છે એ તમારી પોસ્ટ જોવા આવવાના નથી અને જે રહ્યા છે તેમને તમારી પોસ્ટમાં રસ નથી...'
અંજલિ જેવા શબ્દને સુપેરે નિવડવા દીધા પહેલા એ શબ્દના અર્થનું બાળમરણ થઈ જતું હોય એવું લાગે છે.
હમણાં હમણાં જ એક ફિલ્મી સિતારાના મરણના સમાચાર મળ્યા,ખૂબ દુઃખદ ઘટના કહેવાય જ કહેવાય .પણ એ કલાકારના જીવન વિશે ,એના યોગદાન વિશે કે એમની સ્કિલ વિશે સુપેરે ચર્ચા થાય કે એમના વિશે વધુ જાણી શકાય એવી સ્થિતિ નિર્માણ થવી જોઈએ...
વ્યક્તિનું વ્યક્તિત્વ સમજવામાં આપણને શૂર ચડતું નથી...પરંતુ બસ દે ઠોક... RIP લખવામાં ખબર નહીં કેમ શૂરાતન આવી કતું હોય છે...
સાચું કહું તો મારુ તો વાયકટીંગત રીતે એવું માનવું છે કે,વ્યક્તિના હોવા ના હોવાથી ફેર પડી શકે પરંતુ તેના કાર્યોની સુવાસ,એના વર્તનની સુવાસ,એમના દ્વારા થયેલી વિચારક્રાન્તિની સુવાસ ચોમેર ફેલાય એજ સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે.
આતો આપણે એ વિશે વધુ વાંચવું,શોધવું કે વિચારવું નથી બાદ સહેલો માર્ગ થોડા ફોટો સ્ટેટ્સ કરી ફૂલડાં મૂકી છૂટી જવાની પલાયનવૃત્તિ આપણામાં અસવાર છે.
સાચે તો આપણે એ વ્યક્તિના દ્વારા થયેલ પુસ્તકો કે એમની કાર્યશૈલી માંથી બોધ લઇ એમના જેવા ગુણ આપણામાં વિકસાવવા પ્રયત્ન કરી એ વિચારનું મંથન થવું જોઈએ તો વૈચારિક નવનીત આપણને સાંપડે.
નહીં કે રોતલ વિડિઓ શેર કરવાથી...
આપણી મનોવૃત્તિ ભલે શોર્ટકટ શોધતી થઈ ગઈ હોય પરંતુ આ બધા દેખાડાના દાખડા છોડી એનામાં રહેલા સત્વની સાચી શોધ આપણે આચારવી જોઈએ.
એ જ કદાચ એ વ્યક્તિ માટેની સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે...
શ્રદ્ધાપૂર્વક એ વ્યક્તિના વિચાર સાથે ,એની સારપ સાથે દિલથી જોડાઈ જવું એ સાચો રસ્તો છે.પછી આખો બગીચો ફૂલનો ઠાલવી દઈએ તો એનાથી કાઈ જ વળવાનું નથી.
જનાર વ્યક્તિના કર્મના મર્મને પામવાની આપણી તૈયારી રાખવી જોઈએ.
આપણામાં રહેલી ઉણપોને શોધી એ વિશે ક્ષતિપૂર્તિ કરી આપણી આવતીકાલ સુધારી લેવામાં આપણી ભલાઈ છે. આપણી સમજનો તાર ત્યાં સુધી વિસ્તારવાની તાતી જરૂરિયાત એ સમયે થાય છે.
જન્મ મરણ ના આ કોઈ જ જાણ્યું નથી એવા ચક્રમાનું એક છે એટલે એ આવનારા સત્યની સામે આપણે હારી ના જતા સરસ જીવી લેવું જરૂરી છે.
સમસ્યાઓના સમાધાનની દિશામાં ના વિચારતા આપણે એવા વળગણે ચડી જઈએ છીએ કે આપણી આભા આપણી પોતીકી સમજ ભૂલીને મોટા પ્રવાહી વહી ના જતા એ સરસ રીતે વિચારી યોગ્ય નિર્ણય લઈને સમજવાની જરૂર છે.આપણી યોગ્યતા ત્યાં જ પીરવાર થાય છે કે જ્યારે આપણે નીર ક્ષીર ન્યાયે સમજને વધુ પાકી બનાવીએ...
એમ પડછાયા અમારા રોજ લાંબા થાય છે;
જેમ સૂર્યો આપણાં એકેક ઢળતા થાય છે !
------ગુણવંત ઉપાધ્યાય ની આ પંક્તિ આપણને સરસ સંદેશ આપી જાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો