તારુખ મીરાખ - 1 અનંત મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

તારુખ મીરાખ - 1

તારુખ મીરાખ શૂન્યમનસ્ક બની ઉભો હતો. સમયનો વળ તેની ચામડી પર દેખાઈ આવતો હતો. પરાખ શહેર પણ બદલાઈ ગયું હતું. વીસ વર્ષમાં શહેર અને શરીર બંને બદલાઈ ગયા હતા. જુના રસ્તા ડામરના થઈ ગયા હતા. લોરીયાચોકમાં ઘડિયાળ ટાવર પડી ગયું હતું. ત્યાં અત્યારે એક બિલ્ડીંગ ઉભું હતું. જૂનું સ્ટેશન ત્યાં જ હતું. તેનુ બાંધકામ નવું હતું. આજુબાજુનું શાકમાર્કેટ ગુમ થઈ ગયું હતું. બસોના નવા ટાઈમ ટેબલો આવી ગયા હતા. જુના રુટ પર નવા રસ્તા ઉભા થઇ ગયા હતા. આખું શહેર જાણે જુવાન થઈ ગયું હોય તેમ તેણે લાગતું હતું. તે હવે ઘરડો થઈ ગયો હતો.

બસસ્ટોપમાં પ્રેવેશી તેણે પુછપરશની સાંકડી કેબીન ગોતવા આંખો દોડાવી. તેને તે સાંકડી કેબીન અને પંડિત ક્યાંય દેખાયા નહી. તેણે હિંમત કરીને એક ભાઈને પૂછ્યું,

" ભાઈસાહેબ, રોટી બજારચોકની બસ મળશે ?" પેલો માણસ તેને ઘડીક જોઈ જ રહ્યો. તારુખને પણ અજીબ લાગ્યું. પેલો માણસ કશું બોલ્યા વગર જ ચાલતો થયો.

તારુખને લાગ્યું કે કોઈ અજાણ્યો હશે. તે બસસ્ટેન્ડની બહાર નીકળી ગયો. ખાડાવાળો રોડ ગાયબ હતો. ડબ્બલ લાઇન ડામરનો પાક્કો રોડ બની ગયો હતો. જૂની ચાની રેકડીઓ પણ બદલાઈ ગઈ હતી. જુના હેન્ડલવાળી કોલસાની સગડીઓ ગાયબ હતી. નવા ગેસના સગડા આવી ગયા હતા. બગીઓ પણ રોડ પર દેખાતી નહોતી. રીક્ષાઓ રોડ પર ઉભરાઈ રહી હતી. તે આ બધા બદલાવ સ્વીકારી શકતો ન હતો. હવે તેને જીવવાનું પણ ક્યાં શેષ બચ્યું હતું?તેણે એમ વિચારી મન મનાવ્યું.

સ્ટેશન બાર ખાનની કિટલી પર અત્યારે નવી કિટલી બની ગઈ હતી. ત્યાં કોઈ હિન્દૂ છોકરો બેઠયો હતો. ચા પીવાની ઈચ્છા થઈ આવી. તેના પગ કિટલી તરફ દોરાયા. એક સ્ટુલ લઈને તે બેઠયો. છોટુને તેણે એક કટીંગનો ઓર્ડર આપ્યો. બસ ચાના ગ્લાસ તેવા જ હતા. લાંબા ગોળ દુધિયા રંગના. તેને બધી વસ્તુમાં બદલાવ દેખાઈ રહ્યો હતો. ચાનો સ્વાદ તેણે ગમ્યો તેમાં આદુની સુગંધ હતી. જેલની ચા તો પાણી બરાબર હતી. તે ચામાં કોઈ જ સ્વાદ નહોતો. તેણે મનોમન જેલમાં ચા બનાવનાર તે પોઠિયાને ગાળો બોલી. ચાનો ગ્લાસ નીચે મૂકી તેણે ખિસ્સામાંથી તેના જુના સિક્કા નીકાળીને પેલા છોટુના હાથમાં આપ્યા. છોટુ તેની સામે કતરાતી નજરે જોઈ રહ્યો. તે પણ તારુખને અજીબ લાગ્યું.. "બાબા આ સિક્કો નથી ચાલતો. પાંચની નોટ આપો" તે સમજી ગયો. કશું જ બોલ્યા વગર તેણે પાંચની નોટ પેલા છોટુના હાથમાં રાખી દીધી. તે ત્યાંથી ઘર તરફ ચાલ્યો. ખિસ્સામાં પાંચ હજાર રૂપીયા પડ્યાં હતા. તેની ઉંમર પચ્ચાસેક વર્ષની થઈ ગઇ હતી. છતાં તેનું શરીર સિત્તેર વર્ષના ડોશા જેવું થઈ ગયું હતું. જેલના ખોરાકે તેની યુવાનીનો ખંડેર કરી દીધો હતો.

સ્ટેશન બહાર નીકળી તે અઝદઅલીની દરગાહ તરફ આગળ વધ્યો. રસ્તા નવો હતો. ઘણું બદલાઈ ગયું હતું. વીસ વર્ષ પહેલાં અહીં રોડની બંને બાજુ પુસ્તક બજાર ભરાતું. અત્યારે બંને બાજુ કપડાં અને જુતાઓના શોરૂમ બની ગયાં હતાં. તેને લાગ્યું કે દરગાહ આવી જવી જોઈ. કદાચ તે બીજા રસ્તા ઉપર તો નથી ચાલી રહ્યોને ? એવી શંકા આવતા જ તેણે રસ્તા ઉપર ચાલતા એક માણસને પૂછ્યું

"અરે ભાઈસાહેબ, અહીં અઝદઅલીની દરગાહ કેટલી દૂર છે ?" તે તેની સામે જોઈને હસ્યો. તે મૂછો પર વળ ચડાવી રહ્યો હતો. તેના ગળામાં રુદ્રાક્ષની માળા ઝૂલી રહી હતી

" અરે મુલ્લા.. તે દરગાહ તો ક્યારની તૂટી ગઈ. પેલું પાછળ કામેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે, ત્યાં જ હતી દરગાહ. આજ તેને તૂટે વીસ વર્ષ થઈ ગયા " તારુખ મીરાખ હલબલી ગયો. ખેર દરગાહ અને મસ્જિદોમાં ક્યાં અલ્લાહ રહ્યો છે. તેમ છતાં તે એક મુસ્લિમ હતો, તે ધાર્મિક હતો અને તેના ઈશ્વરનું તે આવું અપમાન પચાવી શકે તેમનાં હતો. છતાં તે સાચા માર્ગ ઉપર હતો. તે બેઘડી ત્યાં બેઠયો. અહીં થી જ પેલા રોટી બજારચોકની બગીઓ ભરાતી. અત્યારે રીક્ષાઓ હતી. સામે રીક્ષાઓ પડી હતી. તારુખ તે તરફ ગયો
"અરે ભાઈસાહેબ, રોટી બજારચોક જવા માટે ?" રીક્ષાવાળો પણ તેની સામે તાકી રહ્યો. તેણે માથું ખંજવાળીને કહ્યું, " અરે આવી તો કોઈ બજાર પુરા વૈષ્ણવપુરમાં છે જ નહી "

"અરે ભાઈસાહેબ, વૈષ્ણવપુર કયું ? આતો પરાખ શહેર છે" તારુખને આજ પોતાનું જ શહેર પરાયુ લાગી રહ્યું હતું. બધું જ બદલાઈ ગયું હતું.

"અરે કાકા તમે પાગલ છો કે પછી ખોટા ધંધાના સમય પર ટાઈમપાસ કરવા આવી ગયા છો" તારુખ હવે કઈ બોલવાની સ્થતિમાં રહ્યો નહોતો. આખું શહેર બદલાઈ ગયું છે. નામ, સ્થળ અને લોકો પણ..

તારુખ રીક્ષાવાળા સાથે જ્યારે વાત કરી રહ્યો હતો. ત્યારે દૂર ઉભો એક બીજો વૃદ્ધ રિક્ષાવાળો તે વાતો સાંભળી રહ્યો હતો. તે તારૂખની નજીક આવ્યો. તારુખે તેની સામે જોયું. તેની ઉંમર સાઈઠ ઉપરની લાગતી હતી. તેનો પાકો ઘઉંવર્ણા ચહેરા પરની કરચલીઓ કાળી પડી ગઈ હતી.

"ક્યાં જવું છે ભાઈ ?" જાણે તારુખ કોઈ ખરાબ ઠેકાણાનું નામ લઈ લીધું હોય તેવા હાવભાવથી તે બોલ્યો.

"ભાઇસાહેબ, મને લાગે છે પરાખ હવે બદલાઈ ગયું છે. મારે જવું તો રોટી બજારચોક જ છે પણ, તેનું નામ હવે બદલાઈ ગયું હશે. હું વીસ વર્ષે પરાખ આવ્યો છું"તારુખ છુટુ અને અટકી અટકીને બોલી ગયો. તેના શબ્દોમાં લાચારી અને શરમ હતી. માણસની મોટપ ઉતરે તેની પણ શરમ હોય. મર્દ માણસ લાચાર બની જાય ત્યારે તે શરમથી ઝૂકી જાય છે.

"જૂનો રોટી બજારચોક હવે ક્યાં રહ્યો છે. ત્યા તો અત્યારે માણેકચોકનું બજાર ઉભું થયું છે. અત્યારે તો તે મોટી ઝવેરી બજાર બની ગઈ છે" પેલો રિક્ષાવાળો તારુખ સામે જોઈ રહ્યો. તેને લાગતું નહોતું કે તારુખની આર્થિક સ્થિતિ ઝવેરી ખરીદી શકે તેવી હોય. કદાચ તેના કોઈ જુના સંબંધી ત્યાં રહેતા હશે.

"ભાઇસાહેબ ! મારે ત્યાં જ જવું છે. ભાડુ કેટલું થશે ?" તેની આંખો ઉપર કાળા કુંડાળા વળી ગયાં હતાં. તેનો ચહેરો જોઈને જ દયા આવે તેવી તારુખની શકલ બની ગઈ હતી.

"ચલો બેસી જાવો, દસ રૂપિયા આપી દેજો" તારુખ બેસી ગયો. રીક્ષા ચાલી. સાદડીઓ પાથરી રોડની કોરો પર છત્રી નીચે માલ વેચનાર વેપારીઓ, જૂની નળિયાંવાળી દુકાનોમાં સફેદ ખાદીની ટોપી પહેરીને બેસનાર વાણીયા શેઠો પણ હવે ક્યાય દેખાતા નહોતા. બંને બાજુ શોપિંગમોલ બની ગયા હતાં. સિમેન્ટની પાક્કી દુકાનોમાં પેન્ટ-શર્ટ પહેરીને તે જ વેપારીઓ બેઠયા હતાં. પોળોની જગ્યાઓ પર બહુમાળી ઈમારતો ઉભી થઇ ગઇ હતી. પરાખ વીસ વર્ષમાં વૈષ્ણવપુર બની ગયું હતું. રીક્ષા એકધારી ગતિએ આગળ વધી રહી હતી. જુના શહેરમાંથી નવા વિકસીત શહેર તરફની આખી એક સફર તેની આંખો સામેથી નીકળી ગઈ.

"આવી ગયો તમારો રોટી બજાર ચોક.." મૂછમાં હસીને મોઢું પાછળ ફેરવી બોલ્યો. તારુખ રિક્ષામાંથી ઉતરી ચારે તરફ નજર ફેરવી બોલ્યો, "ભાઇસાહેબ, રોટી બજારચોક નહિ.. તમારા માણેકચોકની ઝવેરી બજાર છે" ખિસ્સામાંથી દસની નોટ નીકળીને આપી તે ચાલતો થયો.

ઝવેરી બજારમાં અમીરી હતી. રોટી બજારચોકમાં વાણીયા શેઠનું ગરીબો માટે હરિહર ચાલતું હતું. ત્યારથી તે રોટી બજારચોક નામથી ઓળખાવા લાગ્યો. અત્યારે નામ બદલાઇ ગયુ હતું. માણસાઈ ચાલી ગઈ હતી કે લોકોએ મફતનું ખાવાનું છોડી દીધું હતું. શહેર સમૃદ્ધ થઈ ગયુ હતુ. ચોકમાં શેઠનું નવું પૂતળું ઉભું હતું. જેમાં શેઠ ધોતી અને ઝભ્ભામાં નહી પણ સફારી સૂટમાં ઊભાં હતા.

તારુખને તેનું ઘર યાદ હતું. રોટી બજારચોકની અંદર ઘાટી દરવાજાની ડાબી સાઈડમાં પડતી ગલીમાં આગળ જતાં નાનો ચોક આવતો. ત્યાં મુસ્લિમ વસાહતો હતી. ચોકની જમણી ગલીમાં પાંચમું મકાન તારુખનું હતું. તે ઘાટી દરવાજા તરફ ચાલ્યો. દરવાજો ઉભો હતો. ડાબી તરફ રોડ બની ગયેલો હતો. બંને સાઈડમાં સોસાયટીઓ બની ગઇ હતી. પોળોના જુના મકાનોની જગ્યા ઉપર વૈભવી ફ્લેટ અને બંગલા બની ગયા હતા. તે આગળ ચાલ્યો. તેના મનમાં ભય હતો. એક અજાણ્યો ડર તેને બેચેન બનાવી રહ્યો હતો. તે ધીમાં અને મક્કમ ડગલા ભરી આગળ વધી રહ્યો હતો. બંને તરફ વૈભવી ઈમારતોની ટોચ સુધી તેની નજર જતી અને ફરી તે રોડ તરફ જોઈ આગળ ચાલવા લાગતો. આગલ બીજા ચાર રસ્તા આવ્યા. ત્યાં પણ આવી જ સોસાયટીઓ ઉભી હતી. તેનું મકાન ત્યાનાં હતું. તે ઘડીક તે બિલ્ડીંગ સામે જોઈ ઉભો રહ્યો. તે બેઘર થઈ ગયો હતો. તેનો કબીલો ક્યાં ગયો હશે ? તે ઉભો રહ્યો.. તેને વીસ વર્ષ પહેલાંની તે રાત યાદ આવી. તે ભયાનક રાત તે સપનામાં પણ ભૂલી નોતો શકતો.

********
તે સવારે તારુખ મીરાખ ઇસનપુર ઉર્દુ પ્રાથમિક શાળામાં ભણાવી રહ્યો હતો. એક નજીવા કારણસર હિન્દૂ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો ચાલુ થયા. તે ઉર્દુનો શિક્ષક હતો. બપોરે અચાનક જ આગની જેમ હુલ્લડ ફાટી નીકળ્યું. તે તેના ક્લાસમાં જ હતો, બહાર મોટો હબાળો મચી ગયો. એક હિન્દુ ટોળું શાળામાં ઘુસી ગયુ હતુ. તે લોકોની આંખો શેતાન જેવી હતી. તે ટોળા પાસે એક જ દિશા હતી. જાતિ, કુળ, સમાજ, ધર્મ અને વિનાશ.. આ તે મૂર્ખાઓનું ટોળું હતું જે ધર્મ વિશે કશું જ જાણતાંનાં હતા. તેમ છતાં તે એવું માનતા હતા કે તે ધર્મ માટે લડી રહ્યા છે. માનવમૂલ્યો મોભે મૂકીને એક ધર્મનો જ નાશ કરી રહ્યા હતા. કદાચ વર્ષોના વર્ષો વીતી જાય છતાં તેમને કશું જ ખબર નહી હોય.

દારૂની બોટલોમાં કેરીસન ભરીને કાકડો બનાવી સ્કુલની બારીઓ ઉપર ઘા કરી રહ્યા હતા. બાળકો અંદર ચીસાચીસ કરી રહ્યા હતા. તારુખ ઉંમર લાયક યુવાન હતો. તે સમજી ગયો હતો. તે બહાર ઉભા હતા તે હિન્દૂ હતા. દરવાજો તેણે અંદરથી લોક કરી દીધો. પતરા ઉપર પથ્થરોના ઘા થવા લાગ્યા. બધા જ બાળકોને તેણે ખૂણા તરફ જવાનો ઈશારો કર્યો. વીસ બાળકો એક ખૂણામાં સસલાની જેમ લપાઈ ગયા. બહારથી શ્રી રામ અને જય શિવાજીના નારાઓ આવી રહ્યા હતા. તે મુર્ખાઓ જેમના નારા લગાવી રહ્યાં હતા, તેમને સમજી નહોતા શક્યા. તે બધા મૂર્ખ કટ્ટરો હતા. આંધળા લોકો મળીને એક અંધારું જ રચી શકે !

અવાજ બંધ રાખી તે બધાં ખુણામાં પડ્યાં રહ્યા. બહાર તોડ ફોડના અવાજ શાંત થયા હતાં. ખુણા ઉપરની બારી સળગાવી દીધી હતી. મજબૂત દરવાજે મચકના આપી. તે તોડી શકત પણ તેઓ બધા ઉતાવળમાં હતાં. બહાર લોકોના નારા બંધ થઈ ગયા હતાં. એક પલની શાંતિ પછી વાતાવરણમાં રુદન ભળી ગયુ હતું. બીજી જ પળે પાછો કોલાહર ચાલુ થયો. રુદન તેમા શાંત પડી ગયું.

તારુખ ધીમેથી ઉભો થયો. બાળકો સામે જોયું. તે કાંપતા હતાં. તેમની આંખોમાં ભય તરી આવ્યો હતો. તે રોઈ રહ્યાં હતાં પણ અવાજ નોહતાં કરતાં. તેને ધીમેથી લોખંડનો મજબુત દરવાજો ખોલ્યો. બહાર મુસ્લિમ લોકોનો મેળાવડો જામી ગયો હતો. બુરખા ઉઘાડા મુકીને ઔરતો રોઈ રહી હતી. તે બહાર આવ્યો. ચારેતરફ તારાજી સર્જાઈ હતી. સ્કૂલનો મુખ્ય દરવાજો અડધો વળી ગયો હતો. સ્ફુલના વચ્ચે ઉભેલા પીપળાના ફરતે બનાવેલ ઓટલા પર લોહી-લોહાણ આધેડી શિક્ષકો બેઠયાં હતાં. ડાબી તરફ ધોરણ ચારની આખી રૂમ સળગી ગઈ હતી. લોકોની સૌથી વધુ અવર-જવર ત્યાં હતી. તરૂખના પગનો ભાર વધી ગયો. તે હળવા પગલે તે ભડભડતી અગ્નિ તરફ ચાલ્યો. બારી અને દરવાજા સળગીને પડી ગયા હતા.

તેની પત્ની સામે બેઠી હતી. તેના ખોળામાં બળી ગયેલુ એક લાશનું ભડથું પડ્યું હતું. તે તારુખ મીરાખનો નવ વર્ષનો દિકરો હતો. તે અડધી બેભાન અવસ્થામાં હતી. તે એક માં હતી. તેનો કોઈ ધર્મના હતો તેનો એક જ ધર્મ હતો માતૃધર્મ.. તેની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. તે ધીમે ધીમે તેની પાસે ગયો. તેના બાળકના માથાના વાળ સળગી ગયા હતાં. તેના આખા ચહેરા પર રતાશ અને બળી ગયેલા માસના કાળા ડાઘાઓ પડી ગયા હતા. તેની સામે બળી ગયેલ માસનો ગઠ્ઠો પડ્યો હતો. તે હલબલી ગયો. તેનું વિશ્વ લુંટાઈ ગયું હતું. એકનો એક દિકરો મરી ગયો. તેના જોયેલા સપના એક ક્ષણમાં તે આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. તે આગમાં નવ બાળકો બળીને રાખ થઈ ગયા.
ક્રમશ....