સંબંધ Vanndan Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ

હું એ શનિવારના દિવસ કામ કરી થાકીને ઘરે આવ્યો હતો. બીજો દિવસ રવિવાર અને રોજનું રૂટિન પ્રમાણે હું એકાંત શોધવા શાંત બીચ પર જતો,ત્યાં જઈ સવારે રેસ્ટ અને પછી લંચ બધાની સાથે કરતા. એક જ દિવસ હતો જ્યારે, અમે બધા સાથે જમતા.

અરે, આ બધામાં હું. તમને મારું નામ કહેવાનું ભૂલી ગયો હું અભિષેક. મેં બેચલર એન્જિનિયરિંગ કર્યા પછી બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હવે પપ્પા સાથે કંપની જોઈન કરી. તો આવી ગયો રવિવારનો દિવસ રોજનું રૂટિન પ્રમાણે હું સવારે ફ્રેશ થઈને બીચ પર ચાલ્યો ગયો. ત્યાં એકાંતમાં બેસીને દરિયાના ખડખડ મોજા અને પવન સાથે મ્યુઝિક સાંભળતો. તે દરિયા કિનારે જનરલી કોઈ આવતું નહીં! અચાનક તે દિવસે શું થયું કે ત્યાં મને કચબચ કચબચ સંભળાવા લાગી. મે ઇગ્નોર કર્યું અને ફરી મ્યુઝિક સાંભળવા લાગ્યો.

એક બાજુ સંગીતની મીઠી ધૂન અને બીજી બાજુ એક મધુર અવાજ મારે કાને પછડાયો.જે સાંભળતાની સાથે મ્યુઝિક પણ બાજુમાં રહી ગયું. એક મેડમ થોડાક છોકરાઓને લઈને પિકનિક પર આવી હતી. તેને જોવામાં તો દિવસ નીકળી ગયો અને હું ઘરની તરફ ચાલ્યો. મને ખબર ન હતી! કે ઘરે પણ એક સરપ્રાઈઝ રેડી હશે.

ઘરે પહોંચવાની સાથે ખબર પડી કે મારી માટે છોકરીની વાત આવી છે. પણ મને તો કંઈક બીજું જ પસંદ આવી ગયું. તેનો મધુર કોયલ જેવો અવાજ, તેની મુસ્કાન જોઈને તો ચાંદ પણ શરમાય જાય, તેની છમ છમ કરતી પાયલ નો અવાજ, હજુ પણ મારા કાને ગન ગન કરતો હતો. તે નયનરમ્ય દ્રશ્ય હજુ પણ મારી આંખ સામે ફરતું હતું.

આજ સુધી તો હું રિલેશનશિપમાં હતો નહીં. પણ જ્યારે હું મ્યુઝિક સાંભળતો ત્યારે મને ની યાદ આવતી.અને મધુર અવાજ જાણે મારે કાને પડઘા પડતા હોય એવું લાગે! હું વિચારતો રહ્યો કે ખરેખર કોઈ એવું વ્યક્તિ હશે કે મારો આભાસ છે.

હું ડ્રીંક કરતો નહીં પણ મારી એક આદત હતી. હું ટેન્શન હો કે ઊંડા વિચારોમાં હો મારી સાથે એક કોકની બોટલ તો હંમેશા રહેતી. તે લઈને હું વિચારતો રહ્યો. રાત્રે હું ફરવા નીકળ્યો દોસ્તોની સાથે પણ મારું મન લાગે નહીં હું ઘરે પાછો આવી ગયો અને વિચારતો રહ્યો કે ક્યારે મને ફરી મળશે?. અને જો મળે તો હું શું કહું!. એવા વિચારો મારા મગજમાં સતત ફર્યા કરતા. અને એના વિચારોમાં ખોવાઈ ને સુઈ ગયો.

બીજા દિવસે જ્યારે હું ઓફિસમાં જવા નીકળ્યો ત્યારે ટ્રાફિક સિગ્નલ પર મને એ ઊભેલી દેખાઈ. મે થોડોક કારનો કાચ નીચે કર્યો અને અમારી નજર એક થઇ.
એને મારા તરફ જોયું પાસે આવી! અને મને કહ્યું, હું અનાથ આશ્રમ માટે એનજીઓ ચલાવું છું. તમારી જે ઈચ્છા હોય તે તમે આપી શકો. તે બોલતી રહી હું સાંભળતો રહ્યો. એટલામાં ગ્રીનલાઈટ થઈને પાછળથી ટ્રાફિકને લીધે હું નીકળી ગયો તેની મદદ કરવા છતાં ન કરી શકે પણ તેની સાથે વાત કરવાનું મને એક બહાનું તો મળી જ ગયું હતું.

તે બપોરે કોલેજ થી ઘરે જતી અને હું ઓફિસેથી ઘરે જતો ત્યારે તેની લાલ કલર ની સ્કૂટી પર બેસીને રસ્તામાં મળી ગઈ ત્યાં ફરી મેં તેને જોઈ અને સાંજે જ્યારે હું ફ્રી થઈને દોસ્તોની સાથે ટી મહેફિલમાં બેઠો ત્યારે તેણીની દોસ્ત સાથે કેફેમાં કોફી પીવા માટે આવી. જોતા તેની પાસે ગયો અને કહ્યું. Hey you remember me, We are met today afternoon at traffic signal. she's said oh yes. i remember you. ત્યારે હાશ થયું કે ચલ તને હું યાદ તો છું. પછી આવી જ રીતે ઓચિંતી મુલાકાત થતી રહી બે-ત્રણ વાર કેફે પર પણ મળ્યા, હું પણ એને નાના-મોટા ચેરિટી ઈવેન્ટસ પણ મળતો.


મારી કંપનીનું પણ ટ્રસ્ટ હતું. અમે પણ અલગ અલગ ઇવેન્ટ કરી ચેરિટી કરતાં. મને ખબર નહોતી કે, તે પણ અહીં આવવાની હશે. અમારી બંનેની ઓચિંતી મુલાકાત થઇ. તને ખબર ન હતી કે, હું આ કંપની નો માલિક છું. મેં કહ્યું પણ નહીં. અહીંયા અમારા પરિવારના બધા સભ્યો હાજર હતા. મારી મમ્મી મને પુછતી તો ખરી કે તારો સ્વભાવ બદલાઈ ગયો. પણ હું આ વાત હસીને હાંકી કાઢતો. તેનું નામ મને ત્યારે જ પહેલી વાર ખબર પડી જ્યારે તે મારી કંપની માં આવી તેનું નામ દિયા હતું.

તને મેં તેને પૂછ્યું કે કોફી માટે મળશો? તે મને હા પાડી. પછી અમે પહેલીવાર કોફી માટે મળ્યાં. વાતો ચાલતી ગઈ મારા ચાની ચૂસકી એની કોફીની ચૂસકીમાં ટાઈમ નીકળી ગયો. અને કલાક પણ વીતી ગયો. આ કલાક પણ જાણે પાંચ મિનિટ થઈ ગયો. ખબર ના પડી અને પછી અમે બે ત્રણ વાર મળ્યા અને સારા મિત્રો બની ગયા. તેની સાથે મને વાતો કરવી ગમે, તેની સાથે મસ્તી કરવી ગમતી, અને ફરતા સાથે અમારી મિત્રતા વધારે ગાઢ બની ગઈ.


એક દિવસ મેં એને ડીનર માટે ઇન્વાઇટ કરી ને પીક અપ કરવા ચાલ્યો ગયો. આજે જે હતું. બધું જ કહેવું હતું.હું કોણ છું? શું વિચારું છુ. બધું જ કહેવા માટે હું રેડી હતો! હું ત્યાં પીકપ માટે પહોંચ્યો. તેને રેડ કલર નું ગાઉન પહેર્યું હતું. વાળ ખુલ્લા હતા.જે હવામાં ઉડતા હતાં. હોઠ પર લિપસ્ટિક અને માથે ટીપકી ઝીણી બીંદી. તેને જોતાં જ મને એવું લાગ્યું કે, હમણાં જ બધું કહી દઉં પણ થોડી ધીરજ રાખી.
તેના આવવાનો આભાસ હવા એ મને પહેલાં જ કરાવી દીધો હતો.

ત્યાં મેં એક સંગીત અરેન્જ કર્યું. સાથે કેન્ડેલાઈટ ડિનર, એક સુંદર ફૂલનો ગુલદસ્તો આપી! તેનું સ્વાગત કર્યું. અને રેડ રોઝ લઈને કહ્યું, તું મને ત્યાંરથી ગમે છે. જ્યારે, મેં તને દરિયાકિનારે જોઇ ત્યારથી હું તારા પ્રેમ માં ખોવાયેલો છું! પણ, અત્યાર સુધી ક્યારેય પ્રયોઝ કરયો નહી તો આવડતુ તો નથી. એક નાની કવિતા તારા માટે લખી છે. જે મારો અહેસાસ છે, તારી માટે.

"જવું ક્યાંક પણ એકલા ક્યાં જવાય છે
તારો અહેસાસ હજુ પણ વીંટળાય છે,

ગરબાના તાલે પગ તો થીરકે છે;
પણ હૈયેથી એકલું કંયા રમાય છે,

દિલ મારો એકલું ક્યાં ધડકે છે;
તારા નામ નો ધબકાર આજે પણ સંભળાય છે,

આ બધું હોવા છતાં કંઈક ઘટે છે,યાર
બસ એ તારા ના હોવાનો અહેસાસ ઘટે છે."


તેની સાથે જ તેણે મને કહ્યું, હું પણ તને ક્યારની પસંદ કરું છું, પણ કહી શકી ન હતી.અને મારી અને મારી હા છે.


આમ બંનેની મિત્રતા એક સુંદર સંબંધમાં ફેરવાય અને બંને સુખી સંસાર માંડ્યું.