એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે. - 1 SAVANT AFSANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે. - 1

અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં એક મધ્યમવર્ગના પરિવારમાં શાવેઝ નામના એક બાળકનો જન્મ થાય છે. 🏡 ઘરની પરિસ્થિતિ તદ્દન સામાન્ય. પિતા વ્યવસાયે એક સામાન્ય ખેડુત 🎍🎋.. પરિવારમાં ત્રણ પુત્રી અને એક પૂત્ર. ઓછી સગવડોમાં વધુ સંતોષ અને સુખ આપનારી માતા.. પરિવારના સભ્યોને રાજી રાખવા પોતાની તમામ ઈચ્છાઓ ને જતી કરીને બાળકો અને પતિની ખુશીમાં જ જેને પોતાનું સ્વર્ગ દેખાય એવી વ્હાલસોયી માતાનાં પાલવની છાયામાં શાવેઝનું બાળપણ વ્યતિત થયું.

माँ बिना जिंदगी वीरान होती है, 🏝
तनहा सफर में हर राह सुनसान होती है, 🚗
ज़िंदगी में माँ का होना ज़रूरी है, ❤
माँ की दुआओं से ही हर मुश्किल आसान होती है।😘 😍

जिँदगी‬ की पहली ‪Teacher‬ ‎माँ‬, 📚
जिँदगी की पहली ‪Friend‬ माँ, ‪👭
जिँदगी‬ भी माँ ‎क्योँकि‬, ❤
‎जिँदगी देने वाली भी माँ...😍 😘

🏤🏩 સ્કુલથી છૂટીને ઘરમાં પ્રવેશતાની સાથે જ મમ્મીને શોધતો આખું ઘર ફરી વળે. મમ્મી… મમ્મી… કરતા દોડીને એની માતાને વળગી પડે. દુનિયાની તમામ ખુશી એકતરફ અને મા ને વળગીને જે સુખ મળે જે સંતોષ મળે એ એકતરફ. કહેવાય છે ને કે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ…

अज़ीज़ भी वो है, नसीब भी वो है,
दुनिया की भीड़ में करीब भी वो है,
उनकी दुआओं से चलती है जिंदगी मेरी,
क्यूंकि खुद भी वो है और तक़दीर भी वो है।..... 😍😘

एक हस्ती है जान मेरी, ❤
जो जान से भी बढ़कर है शान मेरी, 💝
रब्ब हुकम दे तो करदूँ सजदा उसे, 💝
क्योंकि वो कोई और नहीं माँ है मेरी। ❤

વર્ષો વીતતા જાય છે અને પરિવાર પણ તડકા છાંંયાની રમત રમતાંં, અગવડ સગવડની સંતાકુકડીમાં બાળકો પણ મોટા થાય છે.. સૌથી નાનો શાવેઝ હવે સાત વર્ષનો થવા આવ્યો.. પણ હજુય માનો પાલવ છૂટતો નથી. માને પણ શાવેઝ પ્રત્યે વિશેષ વ્હાલ.. મા-દીકરાની જોડી દરગાહના પગથિયાં ચડતા હોય કે પછી શાકમાર્કેટમાં ખરીદી કરતા હોય, ઈદની તૈયારી માં ઘર સજાવતા હોય કે પછી ધુળેટીના તહેવારમાં કેસૂડે રમતા હોય.., શાવેઝ અને એની માતાની જોડી અતૂટ.. પ્રેમ દિલ નો દરિયો

तुझ से घर है तेरे बिन माकन,
तेरे आंचल से छोटा है आसमान,
तूने दुनिया को रखा है थाम,
माँ तुझे सलाम. 💗

એકવાર અચાનક અમરેલી માં ભયંકર વાઈરસ ચેપી રોગ ફાટી નીકળે છે અને એ કારમી બીમારીનો ભોગ શાવેઝની માતા પણ બને છે. દિવસો સુધી દવાખાનામાં સારવાર ચાલે છે.. નાનકડો શાવેઝ એની માતાનાં પલંગ પાસે જ બેસી રહે છે.. એની કાલીઘેલી ભાષામાં અલ્લાહ પાસે દુઆઓ કરતો અને માનતાઓ પણ રાખતો હોય છે. અલ્લાહ મારી માને જલ્દી સાજી કરી દો.. એની દુઆઓનો પ્રત્યુત્તર પ્રકૃતિએ કંઈક જુદો જ આપ્યો.. કુદરતે એની માતાને સદાયને માટે એનાથી છીનવી લીધી..

બાળવયના શાવેઝ માટે એની માતા જ એનું વિશ્વ હતું.. એનું સર્વસ્વ એની માતા જ હતી એના બધા જ લાડ કોડ એની માતાના પાલવમાં છુપાયેલા હતાં.. પરંતુ ક્રૂર નિયતિએ કંઇક જુદું જ ધાર્યું હતું. હસતો રમતો પરિવાર જાણે મુરઝાઇ ગયો. एक मुद्दत हुई मेरी मां नही सोई …मेने एक बार कहा था के मुझे डर लगता है તો પણ પરિવારના પ્રાણ સમી મા છોડીને ચાલી ગઈ..

આ ઘટનાએ શાવેઝના જીવનમાં ઘેરો આઘાત પહોંચાડ્યો.. એનો આત્મવિશ્વાસ ધીરે ધીરે ડગવા લાગ્યો.. હવે પહેલાની જેવી મસ્તી ઉછળકૂદ બંધ થઈ ગઈ.. સતત એને માની ખોટ વર્તાતી. એનું મન માના ખોળાને અને હૂંફ ને સતત તરસતું જે ખોટ બીજું કોઈ ન પૂરી શક્તું.

અભ્યાસમાં એનું પરિણામ કંઈ ખાસ નહોતું.. એ એક સામાન્ય વિદ્યાર્થી તરીકે ઉત્તરોત્તર પરીક્ષાઓ પાસ કરતા કરતા તે બારમા ધોરણમાં આવ્યો.

પિતા બાળકો ને સાચવા માટે પુન: લગ્ન કરે છે અને શાવેઝ ને બીજી મા મળે છે. નવી આવનારી માતાને શાવેઝમાં ખાસ કંઈ રુચિ હોતી નથી.. એના માટે તો આ એક જવાબદારી માત્ર હતી. શાવેઝના માનસની અને એની માના વ્હાલની હૂંફની ખોટ કોઈ સમજી શક્તું નથી.

એના પિતા એના ભણવાની પૂરતી કાળજી લેતા હોય છે. સમયે સમયે એના શિક્ષકો પાસેથી એના અભ્યાસની જાણકારી લે છે.

ઘરમાં અને સ્કૂલમાં ઘણીવાર શાવેઝને માર પડતો હોય છે. શરમાળ સ્વભાવ અને આત્મવિશ્વાસનો અભાવ એના જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખે છે. લાગણીની અછતમાં જેમ તેમ સમય વીતતો જાય છે. શાવેઝ હવે કિશોરાવસ્થામાં પ્રવેશે છે . દુનિયાને જોવાની અને સમજવાની દ્રષ્ટિ બદલાય છે.

કિશોરાવસ્થામાં સહજ વિજાતિય આકર્ષણ થતા હોય છે.. એના ક્લાસમાં ભણતી અલીઝા ખૂબ રૂપાળી નાજુકનમણી… શાવેઝ એના તરફ આકર્ષાય છે.. મુગ્ધાવસ્થાનો પ્રથમ પ્રેમ કહો કે માત્ર આકર્ષણ પણ શાવેઝ અલીઝા તરફ ખેંચાતો જાય છે. ખૂબ હિંમત કરીને એક દિવસ મોકો મળતા પોતાની લાગણી અલીઝા સમક્ષ એ વ્યક્ત કરે છે.

“અલીઝા તું મને ખુબ ગમે છે…!!!!”


(Part - 2)