અપહરણ Krunalmevada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપહરણ



મારા બાળપણના મિત્રો કહી શકાય એવું કોઈ નથી.

પરંતુ આજે ત્રીસ વર્ષના જીંદગી માં મે ધણા મિત્રો બનાવ્યા છે. હું જયા પણ ગયો સ્કૂલ,કોલેજ, ઓફિસમાં, આસ પડોશ માં બધી જગ્યાએ મૈત્રીભાવે દરેક ને મળતો હોવાથી ધણા મિત્રો છે.પણ જેને લંગોટીયા કહી શકાય એવું કોઈ નથી.
મારા અનેક મિત્રો માંથી અહીયાં એક મિત્ર મુકેશ ની વાત કહું છું. મૂકેશ સાથે મિત્રતા મારા જન્મના છ વર્ષે થઈ હતી.

વાત આજથી પચ્ચીસ ત્રીસ વર્ષ પહેલાં ની છે. મુકેશ નો જન્મ એક રાજસ્થાની મારવાડી પરિવાર મા થયો હતો. પરંતુ રોજીરોટી માટે ગુજરાત આવેલો પરિવાર અમદાવાદના એસ.જી. હાઈવે નજીકના એરિયા મા સ્થાઇ થયા. એ જમાનામાં મુકેશ ના પિતા પાસે એસ.જી.હાઈવે પાસે સિરામીક નું કારખાનું હતું. એ સમયે એમને એરિયાના રહિશો મા સ્થાન અપાતું હતું.

એમનો પરિવાર જયારે અમારી સોસાયટીમાં રહેવા આવ્યો ત્યારથી જ મુકેશ અને મારી મિત્રતા ની શરુઆત થઈ. શરુઆત મા એની ગુજરાતી અને મારી મારવાડી ભાષાની અણસમજણ ના કારણે ધણી લડાઈ થઈ. પણ બાળપણ ના લડાઈ ઝગડો કયા વધારે ટકે છે. અમે સવારે કીટા કરીને સાંજે બુચ્ચા કરી દેતા.

એવાજ એક દિવસે સાંજે અમે બંન્ને મારી સાઈકલ ચલાવી રહ્યા હતા. અમારી વચ્ચે વણલખ્યો એક કરાર થયો હતો કે સાયકલ મારી છે એટલે હું સોસાયટીના પાંચ રાઉન્ડ લઇશ અને મુકેશ ચાર. મારા રાઉન્ડ પત્યા પછી મે મુકેશ ને સાયકલ આપી એના ચાર રાઉન્ડ પત્યા પછી પણ એણે ફરીથી મને મારો ટન ન આપ્યો અને થોડા સમય પછી અમે ઝધડી પડયા.
હું મારી સાયકલને લઇને ઘર ભેગો થઈ ગયો.

સાંજની સંધ્યા આરતી કરીને હું પરિવાર સાથે ડીનર કરી રહ્યો હતો ત્યાં જ ઘરના દરવાજા ની ડોરબેલ રણકી ઊઠી. મારા મમ્મી દરવાજો ખોલવા ગયા થોડી વાર પછી મને બોલાવ્યો. હું જમતાં જમતાં ઉઠીને દરવાજે જઇને જોયું તો મમ્મી સાથે મૂકેશ ના મમ્મી ઊભા હતા અને એ પુછી રહ્યા હતાં કે "મુકેશ કયા છે??" અમારા ઝધડા પછી હું ઘરે આવી ગયો હતો પણ મુકેશ ઘરે નહતો ગયો.

મે ડરતા ડરતા મમ્મી ની સાક્ષીએ મુકેશ ની માતાને અમારી વચ્ચે થયેલી લડાઈ ની વાત કહી દીધી. એમને મારા ઘરે મુકેશ ન મળતા સોસાયટી ના તમામ ઘર શોધી નાખ્યા અને જોત જોતામાં આખાયે વિસ્તારમાં વાત ફેલાઈ ગઈ કે "મુકેશ ખોવાઈ ગયો છે."

આજુબાજુ વાત ફેલાતા દરેક વ્યક્તિ પોતાની રીતે મુકેશ ની ખોજ કરવા લાગ્યો.આખાયે વિસ્તારોમાં દોડધામ મચી ગઈ.
ત્યારે એક રસ્તે જતાં વટેમાર્ગુ એ સમાચાર આપ્યા કે "થોડા દૂર એક ખેતર ના અવારુ કુવામાંથી કોઈ બાળક નો રડવાની અવાજ આવી રહી છે." સમાચાર સાભળીને સોસાયટી ના દરેક પુરુષો એ મુકેશ ને કુવામાંથી બચાવી લેવાની તજવીજ હાથ ધરી અને ભેગાં મળીને વટેમાર્ગુ એ બતાવેલા સ્થાને પહોંચી ગયા.

કુવામાં વધારે પાણી તો નહતું પણ બહુ સમય થી ઉપયોગ મા ન લેવાયેલો હોવાથી કાંટા અને ઝાડીઝાખરા થી ધેરાયેલો હતો. અંધારું હોવાથી બધાયે ટોર્ચ ની લાઈટ કરીને કુવાની અંદર જોયું તો મુકેશ અંદર ઢીંચણ સુધી ના પાણીમાં ઉભો હતો એના હાથે પગે શરીરનાં દરેક ભાગ પર કાંટા વાગેલા હતા.ત્યાં ઉભેલા કેટલાક તો એ દ્રશ્ય જોઈ ગભરાઈ ગયા. મહામહેનતે મુકેશ ને ખાટલાનો ઝુલો બનાવી કુવામાંથી બહાર કાઢયો. પછી ખાટલા માજ નાખી ને લઈ આવ્યા એ જોઈને નાના બાળકો અને સોસાયટી ની સ્ત્રીઓ ડરી ગઈ હતી અમને થયું કે કોઈએ મુકેશ નું કતલ કરી તો નથી કરી દીધું. પણ પછી ડોક્ટર ને બોલાવાયા એમણે કહ્યું "બધુ ઠીક છે શરીર પર થોડા ઘાવ લાગ્યા છે એટલે અશક્તિ થઈ ગઈ છે."

મુકેશ ના પિતા ની પોલીસ ફરિયાદ ના આધારે પછી ખબર મળ્યા કે કોઈએ ધંધા ની દુશ્મની રાખીને મુકેશ નુ અપહરણ કરવાની કોશિશ કરી હતી. પણ મુકેશ તરફથી પ્રતિકાર કરવાથી અને આજુબાજુ રોડ પર બધાને ખબર પડી જવાથી ડરીને આરોપીએ મુકેશ ને કુવામાં નાખીને એનો જીવ લેવાની કોશિશ કરી હતી. પરંતુ મુકેશ બચી ગયો હતો.


એ ધટના પછી ડરી ગયેલો મુકેશ નો પરિવાર રાતો રાત અમદાવાદ શહેર જ છોડીને જતો રહ્યો. અત્યારે મુકેશ કયાં છે શું કરે છે એની કોઈ જ ખબર નથી.