Lokdown ma vanchvalayak uttam pustako - 3 books and stories free download online pdf in Gujarati

લોકડાઉનમાં વાંચવાલાયક ઉત્તમ પુસ્તકો - 3

લોકડાઉનમાં વાંચવા લાયક પુસ્તકો ભાગ 3

અત્યારે જયારે લોકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે ત્યારે હું આ આર્ટિકલની ત્રીજી સિરીઝ આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. આ આર્ટિકલ વાંચતા વાચકમિત્રોનેનાં મેસેજ હતાં કે મારે એવી બુકનો આ આર્ટિકલમાં સમાવેશ કરવો જોઈએ જે ઓનલાઈન ફ્રીમાં ઉપલબ્ધ હોય. તો વાચકમિત્રોની ખાસ ફરમાઈશ પર આ આર્ટિકલમાં મેં એવી જ ebook લીધી છે જે માતૃભારતી પર ફ્રીમાં ઉપલબ્ધ છે.

પ્રથમ સિરીઝમાં માયથોલોજીકલ ફિકશન બુક હતી તો બીજામાં સસ્પેન્સ થ્રિલર. આ સિરીઝમાં હું લવસ્ટોરી પર આધારિત બુકનાં રિવ્યુ કરવા જઈ રહ્યો છું.

(1)પ્રેમ અગન અને હતી એક પાગલ
લેખક:-જતીન.આર.પટેલ

જ્યારે માતૃભારતી પર ઉપલબ્ધ એવી નવલકથાઓ પર નજર દોડાવું જેમાં પ્રેમનો સાચો મતલબ દર્શાવાયો છે તો મને સૌપ્રથમ મારી આ બંને નવલકથાઓ વિશે વિચાર આવે છે.

પ્રેમ અગન:- મારી પોતાની લખેલી નવલકથામાં મને સૌથી વધારે પસંદ આવેલી આ નવલકથા માટે મને સ્ટાર પ્લસ તરફથી સ્ક્રીપ્ટ લખવાની ઓફર મળી હતી; જે અમુક કારણોસર મેં ઠુકરાવી દીધી.

શિવ અને ઇશીતા ઉર્ફે શ્રી વચ્ચેની આ પ્રણયગાથા વાચકોને પોતીકી લાગશે. કોલેજ ટાઈમમાં પ્રેમનો થતો એકરાર, દોસ્તી, કોલેજ ફંક્શન બધું જ તમને તમારાં કોલેજ દિવસની યાદ અપાવશે. શિવ અને શ્રીનો પ્રેમ જ્યારે એની પરવાન પર હતો ત્યારે એવાં સંજોગો ઊભાં થાય છે કે બંને વિખૂટાં પડી જાય છે. પણ કહ્યું છે ને કે પ્રેમ અમર હોય છે. ભવિષ્યમાં પુનઃ એવાં સંજોગો નિર્માણ થાય છે કે શિવ અને શ્રી એકબીજાની નજીક આવી જાય છે.

શું શિવ શ્રી ને મેળવી શકશે? શું સાચેમાં એ શ્રી હતી? આગળ જતાં એમની લવસ્ટોરીને શું નવી તકલીફો આવશે? દરેક પ્રશ્નોનાં જવાબ તમને આ નવલકથામાં મળી આવશે. નવલકથાનો કલાયમેક્સ તમને રડવા મજબુર કરી મુકશે. તો રાહ શેની જોવો છો આજે જ વાંચી લો આ સદાબહાર લવસ્ટોરી.

હતી એક પાગલ:- મારી લખેલી એક કવિતા જેનું શીર્ષક હતું હતી એક પાગલ; જેને ખૂબ જ વખાણવામાં આવી હતી. એ જ શીર્ષકનો ઉપયોગ કરી મેં એક એવી નવલકથા લખવાનું વિચાર્યું જેમાં એક પરિપક્વ લવસ્ટોરી તો હોય જ પણ સાથે-સાથે હું આ નવલકથા થકી ગુજરાતી, હિન્દી અને ઉર્દુ સાહિત્યના બહુધા કવિઓ, શાયરો અને ગઝલકારોને શબ્દાંજલી આપી શકું.

હતી એક પાગલ શિવ અને માહી નામક એક યુગલની એક એવી સુંદર પ્રેમકહાની છે જે તમારાં દિલ અને દિમાગનાં તાર રણઝણાવી મુકશે. તમારાં પ્રિયપાત્રની યાદ અપાવશે, હસાવશે અને રડાવશે. સાથે-સાથે યોગ્ય સમયે કરેલો કવિતાઓ અને ગઝલોનો ઉપયોગ તમને જલસો પડાવી દેશે. તો વાંચી લો હતી એક પાગલ.

આ ઉપરાંત માતૃભારતી મારી અન્ય નવલકથાઓ પણ ઉપલબ્ધ છે જેને વાંચો, રેટ કરો અને બાઇટ્સ વિભાગમાં કે અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર તમારાં દોસ્તો સાથે શેર કરો.

(2)ડણક
લેખક:- દિશા.આર.પટેલ
મારાં સહયોગથી મારી બહેન દ્વારા લખવામાં આવેલી આ રિવેન્જ લવસ્ટોરીમાં તમને ગુજરાતીની ગીરની માટીની સુગંધ આવશે.

ગીરનું એક નાનકડું ગામ છે જેમાં એક યુવક રહે છે; નામ કાનો આહીર. એક વખત એક મેળામાં એની મુલાકાત સેજલ નામની યુવતી જોડે થઈ જાય છે. આંખોથી જાદુ કરતી સેજલને જોતાં જ કાનો એનાં પ્રેમમાં પડી જાય છે. ઘણી બધી તકલીફો પછી કાનો અને સેજલ એક તો થઈ જાય છે પણ સમય એવી કરવટ લેશે કે બધું બધું એક ક્ષણમાં બદલાઈ જાય છે.

અચાનક આ પ્રેમકહાની બદલાની એક એવી નવલકથાનું રૂપ ધારણ કરે છે જેનાં દરેક ભાગે રહસ્ય, રોમાંચ અને ડર ભરેલો હોય છે. આખરે એક સુંદર મેસેજ સાથે પૂર્ણ થતી આ નવલકથા અવશ્ય વાંચો અને વંચાવો.

(3) સૌમિત્ર
લેખક:- સિદ્ધાર્થ છાયા

એક ક્લાસિકલ ગુજરાતી નવલકથા, જેનું પાત્રાલેખન અને લખાણ પદ્ધતિ તમને બંગાળી સાહિત્યની અચૂક યાદ અપાવશે.

સૌમિત્ર એનાં બે મિત્રો વ્રજેશ અને ગઢવી સાથે કોલેજમાં મોજની જીંદગી જીવી રહ્યો હોય છે ત્યાં એની જીંદગીમાં પ્રવેશ થાય છે ભૂમિનો. ભૂમિ સાથે થયેલી મુલાકાતોનો સિલસિલો કાયમ રહે છે અને એ છેવટે પ્રેમમાં પરિણમે છે. દરેક લવસ્ટોરીની માફક આમાં પણ નાયક-નાયિકા ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. એમનાં પ્રેમને સાર્થક કરવા ઢગલો કોશિશો કરે છે પણ છેવટે બધું જ વ્યર્થ.

વર્ષોનાં વ્હાણા વીતી જાય છે અને સૌમિત્ર એક પ્રસ્થાપિત લેખક બની જાય છે. આ દરમિયાન એની મુલાકાત એક અન્ય યુવતી સાથે થાય છે જે એનાં જીવનમાં ખાલી પડેલી જગ્યાને પૂરી કરે છે. બધું જ યોગ્ય રીતે ચાલી રહ્યું હોય છે ત્યારે સૌમિત્રની જીંદગીમાં ભૂમિ ફરીવાર પ્રવેશે છે. આ સાથે જ શરૂ થાય છે લાગણીઓનો એવો ખેલ જે તમને અંત સુધી જકડી રાખશે.

જ્યારે પણ સમય મળે આ નવલકથા અવશ્ય વાંચી લેજો.

માતૃભારતી પર ઉપલબ્ધ અન્ય વાંચવાલાયક નવલકથા
(૧) મર્ડર એટ રિવરફ્રન્ટ- જતીન પટેલ
(૨) મોતની સફર- દિશા પટેલ
(૩) શાંતનું- સિદ્ધાર્થ છાયા
(૪) ધ લાસ્ટ યર- હિરેન કાવડ
(૫) લીખીંતક લાવણ્યા- રઈશ મણીયાર


અત્યારે માતૃભારતી પર મારી નવલકથા રુદ્રની પ્રેમકહાની આવી રહી છે. જે એકવાર વાંચવાની શરૂ કરો તો તમને સતત આગળ શું બનશે એની બેતાબી થતી જ રહેશે.

--જતીન.આર.પટેલ (શિવાય)






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED