જિંદગી રંગીન હૈં - 2 Bhavin Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

શ્રેણી
શેયર કરો

જિંદગી રંગીન હૈં - 2

"સાંભળો છો , પેલા અરજણભાઈની રીક્ષા બાંધી લેજો ઠેઠ સુધી , બસમાં જયને કલ્પેશને હેરાનનો કરતા અને હા, મેં શાક રોટલા કરી નાયખા છે, બે'ય બાપ દીકરો ખાય ને જ નિકળજો શહેર જાવા માટે, પછી ઉપાદી નય. હું કામે જાવ છું"

માં ના આટલા શબ્દો કાને પડતાજ કલ્પેશની આંખમાં પાણી આવી ગ્યા. હૈયું ભરાય ગ્યું, ગળે ડુંમો આવી ગયો. આજે કલ્પેશને છેલ્લી વાર હોસ્પિટલે બતાવવા જવાનું હતું. હાથમાં ફ્રેકચરના લીધે નાખેલી સ્ટીલની પ્લેટો કાઢવાની હતી. છેલ્લા ત્રણ મહિનાથી કલ્પેશ ઘરની બહાર નીકળ્યો નહોતો. સગા સંબંધીઓ ખબર પૂછવા આવે તેની સાથે થોડી ઘણી વાતો કરતો ઈ જ, બસ. પોતે કરેલા કર્મોનો તેને પસ્તાવોતો ખૂબ હતો, તે પોતાને ગુનેગાર સમજતો હતો , અને કેમ ના સમજે - ઘરમાં એકનો એક દીકરો હતો, તે પણ હવે બાપ ને સહારો આપવાની ઉંમરે બાપના સહારનો ઓશિયાળો હતો. આવા વિચારોમાં ખોવાયેલા કલ્પેશને મોહનભાઈએ હાકલ કરી "બેટા કલ્પેશ... દવાખાનાની ફાઈલો એક વાર જોય લેજે તો... એજ ફાઈલો લેવાની છે ને?"


વિચારોમાં ખોવાયેલા દીકરાને જોય ને મોહનભાઇ પણ ભાવુક થઈ ગયા. કલ્પેશ પાસે આવીને સમજાવ્યું કે "બેટા આમ હિમ્મત હાયરે શુ થાય.જે થય ગયું તે હવે ભૂલી જા. અમારા માટે તો તું છો એજ ઉપરવાળા નો આભાર. મન મક્કમ રાખ અને ધ્યેય ઊંચું રાખ."

એક અભણ બાપના મોઢેથી આવા શબ્દો સાંભળીને કલ્પેશના મગજમાં એક પોઝિટિવ ઉર્જા નો સંચારતો થયો, પરંતુ કેટલી વાર માટે ? ઊર્ઝાની જગ્યા તો નકારાત્મકતાએ લય લીધી હતી, કલ્પેશ બિલકુલ ભાંગી પડ્યો હતો, શરીરથી પણ અને મનથી પણ. માં બાપ એટલા હોશિયાર કે પૈસાવાળા નહોતા કે તેની મનસ્થિતિ સમજી શકે અને તેના માટે કાંઈક કરી શકે. મંજૂરીની સાથે સાથે તેની સેવાચાકરી કરે છે એય બોવ હતું.


સાંજે હોસ્પિટલેથી બંને બાપ દીકરો ઘરે પહોંચ્યાં, બે હાથ અને એક પગ સાથે.!! હા બિલકુલ .... હવે કલ્પેશ પાસે બે હાથ અને એક પગ જ હતો.!સપનાઓ ઘણા બધા હતા કે જે પગ સાથે સાથે કપાય ગયા હતા!!

હવે આગળ શુ કરવું તેના વિચાર કરવા જેટલું કલ્પેશનું મગજ સક્ષમ નહોતું. ઘરે બેસીને ભણી શકાય ખરું, પણ પછી શુ ? જો ભણવું ન હોય તો શુ કરવું કે જેનાથી ઘરમાં મદદરૂપ બની શકાય.? વિચારો ઘણા હતા પરંતુ એક પણ વિચાર તેની પૂર્ણતાયે પહોંચતા નો'તા. દિવસો અને વર્ષો આમને આમ વીતવા લાગ્યા , કલ્પેશના મા બાપે તો માની જ લીધું હતું કે હવે કલ્પેશ એ અમારી જવાબદારી છે, તેને આજીવન સંભાળવાનો છે. અને કલ્પેશે પણ હિંમત હારીને વિચારવાનું બંધ કરયુ હતું. મા બાપ મજૂરીએ જાય અને કલ્પેશ ઘરનું નાનું મોટું કામ કરતો અને વધેલા સમયે બધાયની જેમ ગામના પાદરે ઓટલા તોડવાનું ચાલુ કરી દીધું હતું. જોકે કલ્પેશ એટલો બધો નકારાત્મક સ્વભાવનો નહોતો, પરંતુ પરિસ્થિતિજ એવી હતી અને ઉપરથી કોઈનું માર્ગદર્શન ન મળવાને કારણે સાવ ભાંગી પડ્યો હતો.


************************


દિવાળીની છુટ્ટીઓમાં કલ્પેશનો એક બાળપણનો મિત્ર મહેશ તેના પૈતૃક ગામમાં દિવાળી કરવા આવેલો, તેમને કલ્પેશની જાણ મળતા જ તે કલ્પેશને મળવા તેના ઘરે પહોંચી ગયો. કલ્પેશ ફળિયામાં લીમડાના જાડની નીચે એક સીંદરીથી ભરેલા ખાટલામાં સૂતો સૂતો કૈક વિચારોમાં મગ્ન હતો. કલ્પેશની આવી હાલત જોયને તેપણ બિચારો રડમસ થઈ ગયો. આમતો બંને જુના મિત્રો , બાળપણમાં એક જ સ્કૂલમાં ભણેલા અને ધીંગામસ્તી કરેલી, બાલમંદિર થી લઈને 10માં ધોરણ સુધી બંને એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરેલો. 10માં પછી મહેશના પિતાનું ટ્રાન્સફર આમદવાદ થતા તેવો અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા. મહેશનો આગળનો અભ્યાસ પણ અમદાવાદમાં જ પૂર્ણ થયો , ત્યારબાદ તેણે સરકારી બેંકમાં સારી એવી પોસ્ટ પર નોકરી પણ મળીગઈ. અને આબાજુ સ્કૂલના સૌથી હોશિયાર વિદ્યાર્થી મી.કલ્પેશભાઈ પોતાના એક ખોટા પગલાંને કારણે જિંદગીનું ધ્યેયજ ખોય બેઠા હતા.!

ખોટું પગલું ???


હા,.. બિલકુલ ..., અહીં હું ખોટું પગલું કલ્પેશનું જ હતું એવું દ્રઢપણે માનુછું, આત્મહત્યા કરવી એ તો કાયરોની નિશાની છે, જીવનમાં ગમેતેવી ભયંકર થી ભયંકર મુસીબતો આવે, તેનો એક યોદ્ધાની માફક સામનો કરવો જોઈએ. અને અહીંયા તો મુસીબત પણ કલ્પેશભાઈના બેજવાબદારી ભર્યા નિર્ણયોને કારણેજ આવી હતી(મળેલી આઝાદી અને સમયનો લફંગા દોસ્તો સાથે સતત બગાડ કર્યો) તો મુસીબતોનો ટોપલો બીજા પર ઢોળવાનું કોઈ કારણ પણ નહોતું.

જે થયું તે ભૂતકાળ હતો, હવે વર્તમાનમાં એવું શુ કરી શકાય કે પોતાનું અને પરિવારનું ભવિષ્ય અંધકારમય બનતું બચાવી શકાય.?


જે થયું તે થયું ,,, ફરી આપણે મુદ્દાની વાત તરફ આવીએ. મહેશને આટલા વર્ષો પછી અચાનક જોયને કલ્પેશ ભાવુક થઈ ગયો . મહેશ તો હવે ઓળખાતો પણ નહોતો, ક્લીન દાઢી કરેલી હતી, આંખો પર નંબરના ચશ્મા આવી ગયા હતા અને પેટ થોડું બહાર નીકળી ગયું હતું. કલ્પેશે મહેશને ખાટલા પર બેસવા માટે ઈસારો કર્યો અને પોતે જટથી ઉભો થઈને બેસવાની જગ્યા કરી આપી. મહેશે દયનિય અવાજમાં પૂછ્યું કે "આ શું થયું, ". કલ્પેશ પાસે કેવામાટે કોઈ ઉત્તર નહોતો. તેણે "બસ થઈ ગયું, નસીબ આપણા" કરીને સવાલને ઉડાવી દેતા સામે પ્રશ્ન કરી નાખ્યા, "તને ક ેમ છે? તું શું કરે છે આજ-કાલ? લગન-બગન કાર્યકે નય.?"

બંને વચ્ચે 10/15 મિનિટ્સ થીઆમજ વાતો ચાલતી હતી પરંતુ મહેશતો એ જાણવા માટે કોશિશ કરતો હતો કે , આ શું થયું , કેમ થયું, કલ્પેશે કેમ આવું પગલું ભર્યું. મહેશના વધુ આગ્રહથી કલ્પેશે પોતાની વર્ષોની વેદનાઓને તેની સમક્ષ ઠાલવી દીધી, આજે એવું લાગતું હતું કે વર્ષો પછી તેનું મન હળવું થયું હોય. મગજમાં કયાંક નવું વિચારવા માટે થોડી જગ્યા થય હોય તેવો અનુભવ થયો.

આબાજુ મહેશનું મગજ ભૂતકાળના વિચારોમાં ડૂબી ગયું હતું.આ એ જ મહેશ હતો કે જેના પપ્પા હંમેશા સ્કુલના દિવસોમાં કલ્પેશ કેટલો હોશિયાર વિદ્યાર્થી છે અને તું કેટલો ઠોઠ કય ને વારંવાર અપમાનિત કરતાં.

અને આજે આ મહેશ અમદાવાદમાં SBI બેન્કમાં બ્રાન્ચ મેનેજર હતો.


જિંદગી રંગીન છે દોસ્ત, ક્યારે કોને કેવા વળાંક પર લાવીને ઉભા કરીદે ખબર નથી પડતી , પરંતુ એવું તે બિલકુલ નથીને કે પરિસ્થિતિઓ માંથી નીકળવાની કોશીસજ ન કારવામાં આવે.! "જીને મેં મજા તબ હૈ, જબ જીન્દગીકો કુછ ઔર મંઝુર હો ઔર હમે કુછ ઔર". મુશ્કેલીથી ભાગીને જંગ નથી જીતા'તી, મુશ્કેલીનો સામનો તેને ગળે મળાવીને કરીયે તો જ જિંદગી આપણને ગળે મલાવે છે. દુનિયા તમને નથી ઓળખતી, દુનિયાતો તમારી સફળતાને જ ઓળખે છે.


કલ્પેશને આટલી બધી મુશ્કેલીમાં જોયને મહેશને થયું કે હું એવી શુ મદદ કરી શકું કે કલ્પેશને જિંદગી જીવવાનું કારણ મળે. મહેશના મગજ માં એક વિચાર આવ્યો કે કલ્પેશ કોઈ નાની દુકાન જેવું ખોલી લ્યે તો તેને પાંચ પૈસા મળી પણ રયે અને સમય પણ નીકળી જાય. કલ્પેશ ચા બનાવીને આવ્યો અને બંને મિત્રો ચા પીતા પીતા વાતો કરતા હતા, મહેશે પૂછ્યું કે "આગળ શું કરવું છે કે આમજ પથારીમાં પડ્યા રહેવું છે.!"


"કરવું તો ઘણું બધું હતું, હજી પણ થાય છે કે હું કરી શકું છું , પરંતુ પૈસા નથી કે હું કોઈ ધંધો ચાલુ કરી શકું."


મહેશ : પૈસા દેવડાવવાની જવાબદારી મારી , તારે શુ કરવાની ઈચ્છા છે?"


"મારી એવી ઈચ્છા છે કે હું ગામમાં કરીયાણાની દુકાન ખોલું, આમેય ગામમાં એકજ દુકાન છે તો....."


મહેશે, કલ્પેશ પાસે થી બેંક લૉન માટેના જરૂરી ડોક્યુમેન્ટ લઈને બીજા દિવસે બંને લોકો મહેશની ગાડીમાં શહેર જાવા નીકળી પડ્યા. મહેશે બેન્કમાં વાત કરીને કલ્પેશને લઘુ ઉદ્યોગ માટે બેંક લૉન પાસ કરાવડાવી દીધી અને કલ્પેશને વિકલાંગતા ને લીધે તેના વ્યાજદર માં પણ મોટી છૂટ-છાંટ મળી ગય. કલ્પેશે ગામમાં જ એક કરીયાણાની દુકાન ચાલુ કરી. કલ્પેશ ભણેલો ગણેલો તો હતોજ, અને ઉપરથી તેનો વ્યવહાર પણ સરસ હતો, બાર મહિનામાં તો દુકાન ધમ-ધોકાર ચાલવા લાગી. જોત જોતા માં તો કલ્પેશની બેંક લૉન પુરી થઈ ગઈ અને કલ્પેશે હવે પોતાના ધંધાનો વિસ્તાર કરવા નજીકના શહેરમાં એક હોલસેલ ની દુકાન ચાલુ કરી લીધી હતી અને ગામમાં જે દુકાન હતી ત્યાં હવે મોહનભાઇ બેસતા હતા.


(ક્રમશ:)