Bonusma madelu nark books and stories free download online pdf in Gujarati

બોનસમાં મળેલું નર્ક

બોનસ એટલે મોજ મસ્તી. પણ અમુકને બોનસમાં જિંદગી ખોટી મળી જાય છે. વાત થોડી કડવી લાગશે પણ આખી વાત સમજશો તો સારું લાગશે.

ઇન્ડિયામાં બળાત્કારી ને કોઈ સજા નથી થતી. એમને કોર્ટ માં લઇ તો જાય છે. પણ જામીન પર છૂટા થઈ જાય છે. એ બળાત્કારીઓ માટે તો એજ બોનસ છે. કાલ્પનિક વાર્તા કહું છું. અમુક નામ લઈશ પણ કોઈ ખોટું ન લગાડતા.

વિક્રમ એક અમીર છોકરો. આખો દિવસ રખડવાનું કામ. પોતાની ગાડી લઈને. આમતેમ ભટક્યાં કરે. શહેરની ગલીઓ ગલીઓ થી એ વાકેફ. કઈ ગલી ક્યાં જઈને ખુલશે એને બધાની ખબર. લગ્ન કરેલ વ્યક્તિ પણ ઘરવાળી થી કઈ બને નહિ. આમ તેમ રખડવાનું અને દોસ્તો જોડે દારૂની મજા માણવાની.

નિધિ એક કંપનીમાં કામ કરતી છોકરી. ગરીબ ઘરની દીકરી. પપ્પા નાની મોટી નોકરી કરતા. પણ શહેરમાં રહેવું હોયતો પૈસા થોડા વધારે જોવે તો એના માટે થઈને નિધિ પણ નોકરી કરે. એ એની મમ્મી એના પપ્પા એક નાનો ભાઈ અને એને જોયેલા બહુ બધાં સપનાં પૂરા કરવાની ઈચ્છા માં જીવતી એ છોકરી.

ઓફિસથી એ રાત્રે ૮ વાગતાં આસપાસ ઘરે પહોંચે. આમતો રોજ બસમાં આવાનું પણ એ દિવસે બસ વાળાની હડતાળ હતી. અને નિધિ એ રીક્ષામાં આવાનું વિચાર્યું. એના રસ્તામાં એ એકલીજ હતી ઓફિસમાં. એનું કોઈ દોસ્ત કે સાથી નહોતું જે એની આજુ બાજુના વિસ્તારમાં રહેતું. ડ્રેસ અને મોઢે દુપટ્ટો બાંધીને નિધિ બહાર રીક્ષા માટે રાહ જોવા લાગી. એક રીક્ષા આવી નિધિ એમાં બેસી ગઈ. એની પાછળ એક ગાડી પીછો કરી રહેલી.

વિક્રમ નિધિ ને ઓળખતો હતો. એ પહેલેથી એને પસંદ કરતો. ઘણી વાર દિલની વાત કહેલી પણ નિધિએ કોઈજ હકારાત્મક જવાબ ન આપ્યો. રીક્ષાનો પીછો કરતા કરતા વિક્રમ રીક્ષાને ટક્કર મારી દીધી એને રીક્ષા પલ્ટી ખાઈ ગઈ. આજુ બાજુ વાળા એકઠા થઈ ગયા. વિક્રમ ગાડી માથી ઉતરી રીક્ષામાંથી નિધિ ને બહાર નીકળી. બીજા લોકોએ ડ્રાઇવર ને બહાર નીકાળ્યો. વિક્રમ તરત બંનેને પોતાની ગાડીમાં બેસાડીને દવાખાને લઇ જવા માટે તૈયાર થયો. આ બધું જોઈને ત્યાંના લોકો એને સારો માણસ કહેવા લાગ્યા. થોડેક આગળ જઈ એને ડ્રાઇવર ને ગાડી માથી ઉતરી દીધો. હવે બસ નિધિ વિક્રમ અને વિક્રમના દોસ્ત. નિધિ ને માથા પર વાગેલું ખૂન પણ આવતું. દારૂની મજા માનેલા વિક્રમ અને એના દોસ્ત નો ઈરાદો કઈક ઓર જ હતો. ગાડી એક સૂમસામ જગ્યા જઈને ઉભી કરી દીધી. શહેરથી દૂર. જ્યાં કોઈની અવરજવર નહિ. અને વારા ફરતી વિક્રમ અને એના ૪ દોસ્તે નિધિ નાં શરીરનું શોષણ કર્યું. નિધિ આજીજી કરતી જ રહી ગઈ. પણ કોઈ સમજે ત્યારેને. માણસ સમજી શકે રાક્ષસ નહિ. આખી રાત નિધિ ને ત્યાજ રાખી અને દારૂના નશામાં એના શરીરનું શોષણ કરતા રહ્યા.

ઘરવાળા બધાં ચિંતા માં છોકરી ઘરે નાં. આવી એટલે આમ તેમ ખબર પુછવા લાગ્યા. ઓફિસમાં જાણ થઈ કે. e નીકળી ગઈ છે. પોલીસ સ્ટેશન ગયા. પોલીસે કહ્યું કે ૨૪ કલાક પહેલા રિપોર્ટ નઈ લખી શકાય. પણ ચિંતા નાં કરો એમનો એક ફોટો આપી દો હું શોધ ખોળ ચાલુ કરી દઉં છું.
શહેરમાં કેમેરા હતા તો થોડુક સારું હતું કે બધુ જોઈ શકાતું. નિધિના ઑફીસ્ થી લઈને. એ ક્યાં ગઈ બધાની જાણ કરી. રસ્તામાં એક્સીડન્ટ થયું એ પણ જોયું કેમેરામાં. ગાડી નંબર લઈ લીધો. અને આગળના કેમેરામાં જોયું તો ગાડી એક ચાર રસ્તા ક્રોસ કર્યા પણ બીજા નહિ. અને એ ચાર રસ્તામાં કોઈ દવાખાનું તો આવેજ નહિ. ત્યાં જઈને જોયું આજુ બાજુ વાળાને પૂછ્યું તો એક ભાઈ કીધું કે આ ગાડી અહીંથી નીકળીને પાછળ ની બાજુ ગઈ હતી જ્યાં એક સૂમસામ એરિયા છે. લોકો દારૂ પીવા માટે ત્યાં જાય છે. ફટાફટ પોલીસ ત્યાં પહોચી. ત્યાં ગાડીના ટાયરના નિશાન હતા. આમ તેમ શોધ શરૂ કરી અને નગ્ન અવસ્થામાં નિધિ એક ઝાડીઓમાં પડેલી દેખાણી. પોલીસ કોન્સ્ટેબલ કે જે પોતે સ્ટ્રી હતા. એમનાં નજીક ગયા એમના પર કપડું ઓઢળ્યું અને જોયું કે નિધિ જીવિત છે. તરત એમ્બ્યુલન્સ આવી નિધિએ હોસ્પિટલ ખેસડાઈ ઘરે જાણ કરી. પોલીસને ખબર પડી ગઈ કે બળાત્કાર થયો છે.

હોસ્પિટલ માં ૪ દિવસે નિધિ ભાનમાં આવી. ડોકટરે કહેલું કે એક વાર નહિ પણ ઘણી વાર શોષણ થયું છે એ પણ અલગ અલગ ૪ વ્યક્તિ ઓ એ શોષણ કરેલું છે. નિધિ એ પણ ભાનમાં આવીને બયાન આપેલું. વિક્રમ અને એના સાથીને તો પકડીજ લીધા હતા. બધાને કોર્ટ સામે રજૂ કર્યા. પણ કોન જાણે શું થયું અને કેમ કોર્ટે બધાને જામીન મંજૂર કરી અને જામીન પર છુટ્ટા કરી નાખ્યાં. અને જે એક વાર બચી જાય એને અહમ આવે કે હવે તો કઈ નઈ કરી શકે લોકો. હવેતો વિક્રમ ની આદત બની ગઈ. બળાત્કાર કરવાનો અને જામીન પર છૂટી જવાનું. અને કે સજા થશે તો જોયું જશે મોતની સજા ક્યાં મળવાની છે.

વિક્રમ માટે એજ એનું બોનસ માં મળેલી જિંદગી હતી. કોર્ટ સુધરવાનો મોકો આપે છે. પણ એવું કેમ નથી વિચારતા કે રાક્ષસને ગમે એટલો મોકો આપો એ રાક્ષસ જ રહેશે. હવેતો વિક્રમ ને આઝાદી મળી હોય એમ કેટલીય છોકરીનું શોષણ કરી નાખ્યું.

આમ જનતા પણ રોડ પર ઉતરી આવતી જ્યારે કોઈ બળાત્કાર થતો. સરકારને કોશે કે તમારા રાજમાં આં શું થઈ રહ્યું છે. પણ એ બધું કેટલા દિવસ???૪,૫ ચાલોને ૬ દિવસ રાખો. ૬ દિવસ લગી જોર શોર આંદોલન થાય. કેટલી પબ્લિક રસ્તા પર ઉતરી આવે. બળાત્કારીને ફાંસી આપો એવી માંગણી કરે. પણ એ ૬ દિવસ પછી કઈ જ નહિ. જેમ હતા એમ નોર્મલ. કાયદો પણ અજીબ છેને આપડો. નાબાલિક નું શોષણ થાય તો એને મોતની સજા આપે. અને બાલિક નું શોષણ થાય તો બહુ ઝાઝી સજા નહિ. જે દેશમાં સ્ત્રી સુરક્ષીત નાં હોય એ દેશ વિકાસ કરી જ નાં શકે. આપની સામે જે કેશ આવે છે એતો બહુ ઓછાં છે હકીકતમાં તો એનાથી પણ વધારે બળાત્કાર થાય છે.

સમાજમાં કેટલાય પણ એવા લોકો છે જે એમાં છોકરીને દોષ આપે. છોકરીને મોબાઈલ નહિ સંસ્કાર આપો એવા સ્લોગન લખે. તે તો ઈજ્જત ખોઈ દીધી એવું કહેવા વાળા પણ મળશે. અને એજ કારણ છે કે બળાત્કાર પછી છોકરી નું જીવન નર્ક બને છે અને બળાત્કારી નું જીવન સ્વર્ગ.
એકનું બોનસ સ્વર્ગ સમાન બીજાનું બોનસ નર્ક સમાન.

જે દિવસે આપડે સતર્ક થઈશું. પર સ્ત્રી ને પોતાની બહેન કે સારું દોસ્ત માનીશું અને એની રક્ષા કરવા ઊભા રહીશું એ દી કોઈની હિંમત નઈ થાય એને આંખ ઉઠાવીને જોવાની. જ જેટલી ભીડ બળાત્કાર પછી આવે છે રસ્તા પર એટલીજ ભીડ જો પહેલે થી હોત કોઈ સ્ત્રી માટે તો કોઈ નાં કરત આવી હિમ્મત કોઈ નાં બનત બીજી નિર્ભયા.

" મરી ગઈ જ્યારે લાખ ભીડ ઊભી હતી પાછળ,
ત્યારે ક્યાં હતા જ્યારે હું મરતી હતી"

બીજા રસપ્રદ વિકલ્પો