મા રેવા પ્રવિણ ગજ્જર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

મા રેવા

મા રેવા રેવા તારું પાણી નિર્મળ
ખરેખર મા રેવા (નર્મદા મૈયા)એ આપણા વિસ્તારની કાયા પલટ કરી સ્વર્ગ સમાન હરિયાળી ધરતી બનાવી આપણ ખેડૂત લોકોને આર્થિક રીતે પગભર બનાવ્યા છે ..
તેમછતાં આપણે મા રેવાના નિર્મળ જળનું સન્માન કરવાની જગ્યા એ અમૃત સમાન જળનો નિરર્થક વ્યય કરી અપમાન કરી રહ્યા છીએ..
આપણે બધા જાણીએ છીએ કે આપણા વિસ્તારમાં વરસાદ બહુ જૂજ થાય છે જેથી ખેતરો વેરાન ઉજ્જડ પડ્યા હોતા, ખેતરમાં થી કોઈ અજાણ્યા માણસને પસાર થવું હોય તો પણ બીક લાગે એવાં ... પરંતુ જ્યારથી આપણાં વિસ્તારોમાં મા રેવાનું આગમન (કંકુ પગલાં) થયા છે ત્યાર થી આ વિસ્તારની રોનક જ બદલાઈ ગઈ છે સુક્કો ભઠ વિસ્તાર કે જ્યાં પીવાના પાણીના ફાંફાં હતા તેવો વિસ્તાર આજે હર્યો ભર્યો લાગે છે જાણે લીલુડી ધરતી ....
પરંતુ આપણને મા રેવાનું અમૃત મફતમાં મળતું હોવાથી અમૃતનું કોઈ મૂલ્ય નથી , ખેતરોમાં પાકને આપવાનું પાણી છુટું મૂકી દેવામાં આવે છે કેમ કે મફતમાં મળે છે ... પાણીની જરૂર ન હોય તો પણ સતત પાણી ચાલુ જ રાખે છે, કેનલો તૂટી જાય તો લાખો લીટર પણI વેડફાઇ જાય છે.. કેમ કે નિઃશુલ્ક મળે છે.
ક્યારે ય આપણે મિનરલ પાણી જે વેચાતું લાવીએ છીએ એનાથી વાસણ ધોઇએ છીએ ? મિનરલ પાણી રેડી દઈએ છીએ ? હાથ પગ ધોવા કે સ્નાન કરવામાં ઉપયોગ કરીએ છીએ?? જવાબ... ના .. કેમ?? પાણી ફક્ત પીવા માટે જ પૈસા ખર્ચીને લાવીએ છીએ એટલે .. પણ જો આ રિફાઇન પાણી મફતમાં મળતું હોત તો એનો પણ વ્યય કરતા જ હોત..
આપણી માનસિકતા જ એવી છે કે જે મફતમાં મળતું હોય એનો ઉપયોગ હોય કે ના હોય લે લે જ કરો.. પરંતુ આપણે આપણી માનસિકતા ને હવે બદલવી જરૂરી છે
પાણી નો ઓછામાં ઓછો ઉપયોગ કઇ રીતે થાય તે દિશા માં વિચારી એનો અમલ કરવો પડશે..
ખેતી કામ માટે ડ્રિપ ઇરીગેસન ( ટપક ફુવારા પદ્ધતિ) અમલમાં મુકવી પડશે... સરકારે પણ આ પદ્ધતિને ફરજિયાત કરવાની તાતી જરૂરીયાત છે.. સરકાર વિવિધ સબસીડી આપે છે એના કરતાં ખેડૂતોને ટપક ફુવારા માટે સબસીડી સાથે લૉન આપે જેનો વ્યાજદર ન બરાબર હોવો જોઇએ. ખેડૂત ટપક ફુવારા પદ્ધતિ થી જ ખેતી કરે તો જ પાણી આપવું જોઈએ... ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે જેથી જો ખેતીમાં આવિષ્કાર નહિ થાય તો દેશના ખેડૂતો દિવસે ને દિવસે પાયમાલ થવાના જ છે .. પ્રાકૃતિક ખેતી,
ટપક ફુવારા પદ્ધતિ, રાસાયણિક ખાતરોનો નહિવત ઉપયોગ વગેરે થકી ખેતીની પદ્ધતિઓ માં ધરમૂળથી પરિવર્તનની જરૂરિયાત છે . નહિ તો આ જગતનો તાત આખી જિંદગી પાકના અખતરાઓ કરવામાં અને મંજૂરી કરવામાં જ પોતાનું આખું આયુષ્ય પુરૂ કરી નાખે છે.
તો આવો આપણે સૌ સાથે મળી પાણીનો બચાવ કરીએ, પ્રાકૃતિક ખેતી, ટપક ફુવારા પદ્ધતિ નો ઉપયોગ કરીએ, આ જગતના તાતને બચાવીએ, મા રેવાના અમૃત સમાન જળનું ઋણ અદા કરીએ. આપણી સંવેદનશીલ સરકાર પણ આ દિશા માં ક્રાંતિકારી નિર્ણયો લઈ ખેડૂતોને નવજીવન આપે , પાણીનો ઓછામાં ઓછો બગાડ થાય એવી નીતિઓ બનાવે .. જોકે આવી નીતિઓ તો બનેલી જ છે પરંતુ તેની કડક અમલવારી કરાવે. અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ સરકારશ્રીના નિયમો, નીતિઓનું નીતિમત્તા થી પાલન કરાવે, લોકો ખેડૂતો પણ સરકાર ને સાથ સહકાર આપી દેશ સેવામાં અમૂલ્ય ફાળો આપે.
તો આવો પાણી બચાવીએ, ખેડૂત બચાવીએ, દેશ બચાવીએ.. જગત બચાવીએ.

નર્મદે સર્વદે..
મા રેવા રેવા તારું પાણી નિર્મળ
મા રેવા રેવા તારું પાણી નિર્મળ