જાદુઈ વાર્તા guru Krupa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાદુઈ વાર્તા

એક ગામમાં એક ગરીબ કુટુંબ રહેતું હતું.આ કુટુંબમાં ચાર સભ્યો હતા, એક વૃધ્ધ પિતા અને ત્રણ એમના દીકરા.એક દિવસ પિતાએ વિચાર્યું કે હું વૃધ્ધ છું માટે મારી મિલકત દિકરાઓ ને સરખે ભાગે વહેંચી આપુ તો મને નિરાંત થય જાય.આમ વિચારી પિતાએ તેમના ત્રણેય દિકરા ને બોલાવ્યા અને કહ્યું, જો દિકરાઓ મારી પાસે અમુક કિંમતી વસ્તુઓ છે જે હું તમને વહેંચવા માગું છું.એમ કહીને એક પેટી માંથી ત્રણ વસ્તુઓ બહાર કાઢી.આ ત્રણ વસ્તુઓ જોઈને છોકરાઓ ને તો હસવું જ આવી ગયું.કારણ કે આ ત્રણ વસ્તુઓ એટલે ટોપી , કાપડની થેલી અને બળદનું શિંગડુ.
પિતાએ કહ્યું જો દિકરાઓ આ સામાન્ય વસ્તુ નથી આ ત્રણેય વસ્તુઓ જાદુઇ છે.એમ કહીં નાના દિકરાને થેલી આપી , બીજા નંબરના દિકરાને ટોપી આપી અને મોટા દિકરા ને શિંગડુ આપ્યુ .અને પછી કહ્યું આ થેલીમાંથી માંગો એ ખાવાનું મળશે . ટોપીની ખાસિયત એ હતી કે જેણે ટોપી પહેરી હોય એ અદ્દશ્ય બની જાય અને શિંગડા ની ખાસિયત એ હતી કે એમાં ફુક મારતાં એમાંથી ભૂત પ્રગટ થાય અને જે કામ કહો એ કરી આપે. પિતાની વાત સાંભળી દિકરાઓ તો ખુશ થયા. નાનો દીકરો સૌથી વધુ ખુશ હતો કારણ કે એને તો થેલી મળી ગઈ હતી. જ્યારે ઈચ્છા હોય ત્યારે જમવાનું મળી જતું હતું.એક દિવસની વાત છે. નાનો દીકરો થેલી લઈને બહાર ગામ જતો હતો પરંતુ ચાલીને જતો હોવાથી થાક અને ભૂખ બંને લાગ્યા હતા. એટલે એક ઝાડ નીચે બેસીને થેલીમાંથી જમવા નું કાઢે છે . અને જમે છે મનપસંદ વાનગીઓ ખાવા લાગે છે.આ દ્દશ્ય મહેલમાંથી મહારાણી જોઈ ગયાં.મહારાણી તરત નવાઇ પામી ગયા કારણ કે થેલીમાંથી દરેક વખતે નવી વાનગીઓ નીકળતી હતી.એટલે તરત જ સૈનિકો ને આદેશ આપ્યો જલ્દી પેલા માણસને પકડી લાવો , સૈનિકો તેને મહારાણી સમક્ષ હાજર કરે છે.મહારાણીએ પેલા યુવાકને પુછ્યું આ થેલીમાં શું ભર્યું છે.યુવાકે કહ્યું એ જાદુઇ થેલી છે . તમે ખાવાની જે વસ્તુ માંગો એ મળે, મહારાણી ને તો નવાઈ લાગી, સાથે થેલી લેવા ની ઈચ્છા પણ થઈ એટલે મહારાણીએ પેલા યુવાકને કહ્યું : મને આ થેલી આપી દે.યુવાક થેલી આપવાની ના પાડે છે ત્યારે મહારાણી જબરજસ્તી થી થેલી લઈ લે છે અને યુવાક ને મહેલની બહાર કાઢી મુકે છે.
પછી આ યુવાક એકદમ નિરાશ થય ગ્યો અને ઘરે જાય છે. યુવાક એના મોટા ભાઈ ને આ ઘટના ની જાણ કરે છે અને કહે છે કે તમે ટોપી આપો એટલે હું મારી થેલી પાછી લાવી શકું . યુવાકનો ભાઈ એને ટોપી આપે છે અને પોતે છેતરાઈ ન જાય એનું ધ્યાન રાખવા સુચના આપી.આ યુવાક ફરીથી ખુશ થઈ ને મહારાણી પાસેથી થેલી લેવા માટે મહેલ તરફ રવાના થયો , જાદુઇ ટોપી પહેરી હોવાથી કોઈ એને જોય ન શક્યું એટલે આ યુવક મહારાણી ના ઓરડા સુધી પહોંચી ગયો. મહારાણી ઓરડામાં ભોજન કરી રહ્યા હતા, આ યુવક ને કોઈ જોય ન્હોતા શકતાં કારણ કે ટોપી પહેરી હતી . મહારાણી જેવું થાળી માં ભોજન નાંખે એટલે તરત પેલો યુવક ભોજન ખાઈ જતો , મહારાણી તો આ ઘટના થી મુંઝાયા એટલે તરત ઉંચા અવાજે કહ્યું ' તું કોણ છે મારું ભોજન ખાનાર ' યુવકે કહ્યું એતો હું છું . મહારાણી બોલ્યા હિમ્મત હોય તો સામે આવ. મહારાણી ના આ શબ્દો સાંભળતાં જ પેલા યુવકે પોતાની ટોપી ઉતારી નાખી એટલે તરત મહારાણી તેને સહેલાઈથી જોય શક્યા. મહારાણી ખુબ ગુસ્સે થયા તું મારા ઓરડા સુધી કેમ આવી ગયો . એટલે પેલા યુવાને જાદુઈ ટોપી ની વાત મહારાણી ને કરી . હવે તો મહારાણી ને આ ટોપી લેવાની ઈચ્છા પણ થઈ.એટલે મહારાણી મીઠું મીઠું બોલવાં લાગ્યા . પેલો યુવક મહારાણી ની વાતમાં આવી ગયો અને કહેવા લાગ્યો " વિશ્વાસ ન આવતો હોય તો ટોપી પહેરી ને જોઈ લો.
મહારાણીએ તો પેલા યુવાન પાસે થી ટોપી પણ લય લીધી.મહારાણી ટોપી પહેરીને યુવાકને મહેલમાંથી હાંકી કાઢ્યો. ફરીથી યુવાક નિરાશ થાય છે અને પાછો પોતાના ઘરે ગયો.ઘરે જઈને યુવાક તેનાં સૌથી મોટા ભાઇ ને આ ઘટના ની જાણ કરી.અને પછી મોટાભાઇ પાસેથી જાદુઈ શિંગડા ની માંગણી કરી.સૌથી મોટાભાઇ તેને જાદુઇ શિંગડુ આપે છે અને હવે પોતે છેતરાઈ નહીં એની ખાસ તકેદારી રાખે.
આ યુવાક ફરી મહારાણી ના મહેલ પાસે પહોંચી જાય છે.સૈનિકો તેને મહેલમાં જતા અટકાવે છે એટલે પેલો યુવાન તરત જ પેલા શિંગડા માં ફુંક મારે છે એટલે ઘણા બધા ભૂતો પ્રગટ થયા. આ ભૂતો ને જોતા જ સૈનિકો ભાગી જાય છે.હવે આ યુવાન મહારાણી ના મહેલમા પ્રવેશ કરે છે.મહારાણી પાસેથી આ યુવક પોતાની કિંમતી વસ્તુઓ માંગે છે.મહારાણીએ આ યુવક ને શિંગડા વિશે પુછ્યું ત્યારે યુવક શિંગડા ની ખાસિયત જણાવે છે એટલે મહારાણી ને શિંગડુ લેવાની પણ ઈચ્છા થય જાય છે.એટલા માટે મહારાણી તરત જ પેલા યુવકને કહ્યું: મને આ શિંગડુ જોવા આપ તો હું માનું કે તે જાદુઈ શિંગડુ છે.એટલે પેલો યુવક તરત મહારાણીને શિંગડુ આપે છે અને ફુંક મારવાથી આ શિંગડુ જાદુઈ શક્તિ બતાવશે એવી વાત કરી. હવે મહારાણીના હાથમાં શિંગડુ આવતા જ તે શિંગડાં માં ફુંક મારે છે એટલે ઘણા બધા ભૂતો પ્રગટ થયા.તરત જ બધાં ભૂતો મહારાણી ને કહેવા લાગ્યા આજ્ઞા આપો . એટલે મહારાણીએ કહ્યું આ યુવક ને મહેલથી ખૂબ જ દુર છોડી દો.ભૂતો આ યુવક ને મહેલથી દૂર છોડી અને પછી અદ્રશ્ય થઈ જાય છે.હવે આ યુવક ખૂબ જ નિરાશ થયો કારણ કે હવે એની પાસે એક પણ જાદુઈ વસ્તુઓ ન્હોતી.આ યુવક ઘરે પણ જાય તો પોતાના બંને ભાઈઓને પોતે શું કહે, કારણ કે બધી જાદુઈ વસ્તુઓ પોતાના હાથે જ ગુમાવી દીધી હતી.આ યુવક એવું વિચારે છે જો હું ઘરે જાયશ તો બંને ભાઈઓ મને ખૂબ વઢશે.એટલે એ યુવક હવે નિરાશ થઈ ને ઘરે ન જતા જંગલમાં જવા લાગ્યો.જંગલમા ચાલતા ચાલતા તેને ખુબ થાક લાગ્યો હતો. સાંજ પણ થય ચુકી હતી.ચારે તરફ ઘોર અંધકાર હતો.આવા ગાઢ જંગલોમાં આ યુવક એક ઝાડ નીચે સુય જાય છે.થોડીવારમા તેને ઉંઘ આવી જાય છે.અચાનક એ ઝાડ પરથી કશુંક ગોળાકાર નાનું ફળ (દ્રાક્ષ)આ યુવક ના માથા પર પડે છે.એટલે તેની ઉંઘ ખુલી જાય છે.તરત એ ફળને હાથમાં લઈ લે છે અને ખૂબ ભૂખ લાગી હોવાથી તે આ ફળ(દ્રાક્ષ) ખાઈ જાય છે.હવે બને છે એવું કે ફળ(દ્રાક્ષ)ખાધાં પછી થોડીવારમા જ આ યુવકને નાક પર ખંજવાળ આવવા લાગી અને જોતજોતામાં તો નાક બાર હાથનું લાંબુ થાય છે.આ યુવક તો ખુબજ ડરી ગયો.એટલે તરત જ ત્યાંથી ઊભો થયને આગળ જાય છે.થોડેક આગળ ફરી એક ઝાડ દેખાય છે એટલે ત્યાં બેસીને આરામ કરે છે.થોડીવારમા ત્યાં પણ એવી જ ઘટના બની એક ફળ(બોર) નીચે પડે છે.આ વખતે પણ પેલા યુવકે આ ફળ(બોર) પણ ખાધું. ફળ(બોર)ખાધાં પછી થોડીવારમાં પોતાનું નાક હતું એવું પેલા જેવું જ બની જાય છે.હવે આ યુવક ખૂબ જ ખુશ થઈ ગયો.અને સવાર ક્યારે થાય એની રાહ જુએ છે.સવાર થતાં જ આ યુવકે બંને ફળો(દ્રાક્ષ અને બોર)એકઠાં કરી લીધાં.પછી આ યુવક ગામ તરફ‌ આવવા લાગ્યો.હવે આ યુવક ને નવી આશા બંધાઈ કે હું મારી જાદુઇ વસ્તુઓ મહારાણી પાસેથી પાછી મેળવીશ.હવે આ યુવક સવાર પડતાં જ મહારાણીના મહેલ પાસે દ્રાક્ષ વેચવા માટે જાય છે.મહારાણીને પણ દ્રાક્ષ ખૂબ ભાવતી હોવાથી તરત જ દાસીને દ્રાક્ષ લેવા મોકલે‌ છે.દાસીએ કહ્યું :ભાઈ મીઠી હોય એવી દ્રાક્ષ આપજો અમારા મહારાણી માટે જોઈએ છે.એટલે તરત પેલો યુવક બોલ્યો અરે ! એમ વાત છે . તો તો મારે પૈસા પણ નથી લેવા જાવ મહારાણીને આ મીઠી દ્રાક્ષ ખવરાવો.દાસી તો ખુશ થઈને મહારાણી પાસે આવી અને દ્રાક્ષ આપે છે.મહારાણીને દ્રાક્ષ ખૂબ જ ભાવતી હોવાથી તરત ખાવા લાગે છે.થોડીક દ્રાક્ષ ખાધાં પછી એમ થયું હું એકલી દ્રાક્ષ ખાઈ છું એના કરતા દાસીને પણ થોડી ચાખવા આપુ તો એ પણ ખુશ થશે.એટલે દાસીને પણ દ્રાક્ષ ખાવા મળે છે.હવે બને છે એવું દ્રાક્ષ ખાધાં પછી મહારાણી અને દાસી બંને ને નાક પર ખંજવાળ આવે છે.થોડીવારમા બંનેના નાક બાર હાથ જેવડા લાંબા બની જાય છે. મહારાજાને આ વાતની ખબર પડે છે એટલે કેટલાંક ડોક્ટરો પાસે દવા લે છે પણ કશો ફરક પડતો નથી.હવે તો મહારાણી ને લાંબુ નાક હોવાથી બહાર નીકળતાં પણ સરમ લાગે છે.મહારાજા પણ ચિંતા માં મુકાય જાય છે.એક દિવશે પેલો યુવક દેશી વૈદ બનીને મહેલ પાસે આવે છે . મહેલ પાસે દેશી દવાઓ આપતા વૈદ આવ્યા છે એ ખબર પડતાં જ રાજા તેને મહેલમાં બોલાવે છે.પેલો યુવક મહારાણીની સારવાર માટે જાય છે . પણ એક શરત રાખે છે કે હું સારવાર કરુ એ દરમિયાન કોઈ મારી બાજુમાં રહેશો નહીં તો મહારાણીની સારવાર કરૂ.રાજા આ વૈદને સારવાર કરવાની હા પાડે છે.અને હવે એક ઓરડામાં મહારાણી, દાસી અને આ વૈદ ત્રણ જ વ્યક્તિ હાજર છે ત્યારે પેલા વૈદે મહારાણીને કહ્યું : મહારાણી તમારો ઈલાજ શક્ય છે પણ મારી વસ્તુઓ તમે મને પાછી આપી દો . મહારાણી ને નવાઇ લાગી કઈ વસ્તુ ?? પેલો વૈદ મહારાણીને કહે છે, થેલી, ટોપી અને શિંગડુ આ ત્રણેય વસ્તુઓ મને આપો એટલે તરત જ ઈલાજ શક્ય છે. હવે મહારાણી આ ત્રણેય વસ્તુઓ પેલા યુવકને આપી દીધી. પેલા યુવકે પોતાની પાસે જે બોર હતા તે મહારાણી અને દાસીને ખવડાવી દીધાં એટલે તુરંત જ દાસી અને મહારાણીનું નાક પેલા હતું એવું થય ગયુ.મહારા બેણી બોવ જ ખુશ થય ગયા.અને પેલો યુવક પણ ખૂબજ ખુશ થયને ત્યાંથી ઘર તરફ આવવા રવાના થયો.હવે બધાં ખુશ.
સમાપ્ત