અનહદ પ્રેમ હરીશ પીઠડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ પ્રેમ

***પ્રસ્તાવના***

આ વાર્તા છે એવા યુગલ ની કે જેમના લગ્ન પછી ના ઘણા સપનાઓ હોય છે અને એક બીજા સાથે ની લાગણી અંતિમ સમય માં પણ જકડી રાખે છે પણ અંતે એમનું કરું મૃત્યુ થાય છે.

ભણવામાં ખૂબ હોશિયાર અને નાનપણ થીજ ડોક્ટર બનવાનો જોશ.

હા,આ વાત રવી નામ ના એક છોકરા ની છે.જેમની મમ્મી નાનપણ માં જ ભયંકર બીમારી થી મૃત્યુ થયું અને માં કહો કે બાપ બને એમના પિતા જ હતા.

બાળપણ થીજ સ્વભાવ સરળ અને દેખાવ માં સુંદર જાણે કઈ ખૂટે જ નહિ અને ભણવામાં રવિને ક્યારેય કહી કેવું ના પડે.

રવિનું અને એમના પિતા નું એક સપનું હતું કે રવી ડોક્ટર બને એટલે એમને ખુબ ભણવા અને સારું ભણાવવા એમના પિતા નાનપણ થીજ હોસ્ટેલ માં રાખેલ અને રવી પણ ભણવામાં ખૂબ ધ્યાન આપતો અને આજ રીતે ધીરે ધીરે એક ડોક્ટર થવાનું સપનું પૂરું થયું.

હવે રવી યે એનું કારકિર્દી બનાવી લીધા પછી તેજ શહેર માં એક ક્લિનિક ખોલે છે.હવે ધીરે ધીરે રવી ની ઉંમર થતી જાય એમ એના માં કહો કે બાપ એમના પિતા યે રવી નું સગપણ ગોઠવવા માટે બાજુ નાજ ગામ માં જોવા જવાનું થયું અને રવી પણ તૈયાર થય ગયો.

નામ ઉષા, નામ એવાજ ગુણ ઘર ના કામ કાજ માં પણ હોશિયાર અને સુંદર વરી એન્જીનીયર અને જોત જોતા માં જ રવી અને ઉષા નું સગપણ નકી થયું અને ટૂંક સમય માં લગ્ન ની તારીખ પણ નકી થયા અને લગ્ન પણ થયા.

લગ્ન ની પ્રથમ રાત્રે રવી ઉષા મે એક સ્માર્ટ ફોન ગિફ્ટ મા આપે છે જે ફોન ની પાછળ રવી અને ઉષા નો ફોટો તથા નામ લખેલ હોય છે.રવી અને ઉષા ની જોડી જાણે રાધા ને કૃષ્ણ અપાર પ્રેમ સાથે દાંપત્ય જીવન ની શરૂઆત કોઈ ન કહે કે આ અરેંજ મેરેજ છે તેમનો અપાર પ્રેમ જોય ને બધા ને એમજ લાગે કે આ લવ મેરેજ છે.

હવે ઉષા અને રવી બંને શહેર માં આવે છે જ્યાં રવી નું ક્લિનિક છે તેનાથી થોડે દૂર નાનું એવું રૂમ ભાડા પર રાખીને પોતાનું દાંપત્ય જીવન પસાર કરે છે.રવી રોજ સવારે ક્લિનિક પર આવે છે અને બપોરે ઉષા એમને મસ્ત જમવાનું એટલે કે ટિફિન લઈ ને જાય છે અને દર રવિવારે રજા ની મજા માણવા બને નીકળી પડે છે.ક્યારેક ઊંચા પહાડો માં તો ક્યારેક સિનેમા ઘર માં તો ક્યારેક પ્રાણી સંગ્રાલય માં અને આમ એક બીજાનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય છે.

લગ્ન જીવન ના બે વર્ષ વીતતા ઉષા માં બનશે એવા ખુશી ના સમાચાર આવતા જ બંને નું જીવન વધારે રંગો થી ભરાવદાર લાગે છે અને ધીરે ધીરે ઘરમાં રવી પણ ઉષા ની તબિયત નું વધુ ધ્યાન આપવા લાગે છે અને હવે તે ટિફિન લઈ ને જાય છે.

એક દિવસ ની વાત છે કે જ્યારે રવી ને ક્લિનિક સિવાય નું બહાર નું એક કામ આવી જતા એ સવારે થોડો
વહેલું જવાનું હોવાથી ટિફિન ના બની શક્યું અને રવી એમજ ચાલ્યો જાય છે તો એક તરફ ઉષા પોતાની તબિયત ખરાબ હોવા થી સાતમો મહિનો ચાલે છે છતા એ રવી માટે મસ્ત ગરમ ગરમ ટિફિન લઈ ને જવાનો વિચાર કરે છે અને તે ટિફિન બનાવીને તે રવી ને સરપ્રાઈઝ આપવા માટે નીકળે છે.

આ સમયે તેમનાથી ગાડી ચલાવી શકાય એમ નથી એટલે તે ઓટો રીક્ષા માં જવા માટે મેઇન રોડ પર ધીરે ધીરે ચાલીને આવે છે અને એક રીક્ષા માં બેસીને ક્લિનિક પર જવા નીકળે છે અને બને છે એવું કે યે રીક્ષા ની પાછળ એક સ્પીડ મા આવતા વાહન ની ટક્કર વાગતાં રીક્ષા પલ્ટી જાય છે અને ઉષા ને સહી ના શકાય એવું વાગતાં તે ત્યાજ બેહોશ થય જાય છે અને થોડી વાર મા આસ પાસ ટોળું એકત્રિત થાય જાય છે ટોળા માંથી એક વ્યક્તિ તરત જ 108 ને ફોન કરે છે એમ્બ્યુલન્સ આવી પોહચે છે અને ઉષા ને હોસ્પિટલ પોહચાડે છે અને એક્સિડન્ટ માં નીચે ક્યાંય જય ને પડેલ સ્માર્ટ ફોન કોઈ વ્યક્તિ ના હાથ માં આવી જતા એ એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા ડોક્ટર રોહિત ને આપે છે અને તરત જ ડોક્ટર રોહિત મોબાઈલ નું કવર જોતાજ એમને ઉષા અને રવી નો ફોટો તથા "ઉષા" "રવી" નામ વંચાય છે
અને તે તરત જ ફોન ના કોન્ટેક્ટ લીસ્ટ માં જઈને રવી ને કોલ કરે છે
ટ્રીન ટ્રીન ઘંટડી વાગતાં જ સામે થી અવાજ આવે છે
"""""હા બોલ ઉષા"""""
કોણ રવિભાઈ બોલો છો ઉષા નું એક્સિડન્ટ થયું છે હું ડોક્ટર રોહિત વાત કરી રહ્યો છું ત્રિકમ નગર માં રહેલ એપોલો હોસ્પિટલ મા આપ આવી જાવ હું 108 માં થી ડોક્ટર રોહિત બોલું છું અમે થોડી જ વાર મા એપોલો હોસ્પિટલ મા પોહચી છીએ

તરફ પોતાના પેશન્ટ અને ક્લિનિક ને સાઈડ માં છોડીને રવી ચિંતાતુર થય ને એપોલો હોસ્પિટલ જવા નીકળે છેએક તરફ 108 એપોલો હોસ્પિટલ પોચીને ઇમરજનસી વોર્ડ માં ઉષા ને દાખલ કરવા માં આવે છે અને તેમનું ગર્ભ માં રહેલ બાળક નું મૃત્યુ થય જાય છે અને ઉષા ને હોશ પણ નથી આવી રહ્યો

ઇમરજન્સી વોર્ડ માં પોહચતાજ રવી પોતાની પત્ની ને કઈ થયું તો નહિ હોય ને એવા અવનવા વિચારો થી ઘેરાયેલ હતો ઈમરજન્સી વોર્ડ માં ફરજ બજાવતા ડોક્ટર દશરથ જણાવે છે કે અમે તેમના ગર્ભ મા રહેલ બાળક ને ના બચાવી સકિયા અને મિસ ઉષા હજી બેહોશ છે તેમને મગજ ના ભાગ માં પણ ગંભીર ઇજા થય છે.

અચાનક જ ઉષા ભાન માં આવતા તે કોઈ ને ઓળખી નથી શકતી તે યે પણ ભૂલી ગઈ કે પોતાના પેટ માં સાત મહિના નું બાળક હતું.

આવું ક્યારેય રવી યે સપના મા પણ નોતું વિચાર્યું કે આવી ઘટના નો સામનો કરવો પડશે પણ શું? થાય કુદરત તે આપેલ આ દુઃખ થી નિરાશ થય ને ઉષા ને હોસ્પિટલ માં થી રજા લઈ ને ઘરે લઈ આવે છે.

હવે ઉષા ને કઈ જ યાદ નથી રેહતું અને આવા સમય માં ઉષા ને એકલું ના લાગે એટલે સવારે રવી ક્લિનિક પર જાય ત્યારે ઉષા ને પણ સાથે લઈ જાય.

એક દિવસ ઉષા બહુજ પોતાના અતીત ને યાદ કરવા કરવાની કોશિશ કરતા મગજ ની નસ ફાટી જતા હોસ્પિટલ મા દાખલ કરવામાં આવી, થોડી જ વાર મા તેમનું મૃત્યુ થયું એટલા જ ડોક્ટર ના મોઢા માંથી શબ્દ સાંભળતાજ એકા એક શ્વાસ થંભી જાય છે અને રવી નું પણ સારવાર દરમિયાન હાર્ટ એટેક થી મૃત્યુ થાય છે.

- હરીશ પીઠડીયા "એકાંત