મૃત્યુ બાદ વિવાહ ભાગ-2 Rahul Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ બાદ વિવાહ ભાગ-2

સમય વીતતો જાય છે તેની સાથે જ જયેશને રેખા નું વર્તન ઘણી વાર અચંભીત કરી જાય છે અને લાગે છે રેખા નહીં પણ કોઈ બીજું જ હોય, પરંતુ બીજું તો કોણ હોઈ શકે એ વિચારી મનને મનાવી લે છે. આવું અવાર-નવાર થતા પૂરું એક વર્ષ વીતી જાય છે પરંતુ જયેશ ને શું કહેવું એ કઈ સમજાતું નથી. એક દિવસ અચાનક રેખા ની તબિયત બગડે છે અને તે બેભાન થઇ જાય છે,જયેશ તેને તરત જ હોસ્પિટલમાં લઈ જાય છે તપાસ કરતાં ખબર પડે છે કે તેને ગર્ભમાં ગાંઠ છે. આ વાત સાંભળી જયેશ એકદમ ચોંકી જાય છે અને રેખાને તેના વિશે પૂછે છે, પરંતુ તેના જવાબમાં રેખા કહે છે કે આ બાબતે મને કશું જ ખબર નથી.ત્યારબાદ જયેશ અને તેની પત્ની બંને પરત ઘરે ચાલ્યા જાય છે અને આ વાત જયેશ તેના પિતાને કરે છે અને એ પ્રશ્ન ઊભો થાય છે કે હવે શું કરવું ! ત્યારે તેના પિતા તેને સલાહ આપે છે કે આનું તાત્કાલિક ઓપરેશન કરાવવું જોઈએ, આ વાત થતાં જયેશ અને તેની પત્ની બીજા દિવસે ડોક્ટર પાસે જાય છે ડોક્ટર પણ એ જ સલાહ આપે છે, જે જયેશને તેના પિતાએ આપી હતી, ઓપરેશન કરવાનું નક્કી થાય છે, રેખાને અને જયેશ ને ઓપરેશન ની તારીખ આપવામાં આવે છે.

એ દિવસે રેખા નું ઓપરેશન થાય અને ત્રણ દિવસ તેને હોસ્પીટલમાં રહેવું પડશે એવું ડોક્ટરનું કહેવું છે. ત્યાં જ મુકેશ પણ તેને મળવા એટલે કે તેની ખબર પૂછવા આવતો હોય છે, તે દિવસમાં લગભગ બે-ત્રણ વાર આવતો જણાય છે આ વાત જયેશ ને ખટકે છે. પરંતુ મુકેશ અનુસાર એ કોઈ બીજી જ વ્યક્તિને મળતો હતો. રેખા નું ઓપરેશન પૂર્ણ થાય છે તેને હોસ્પિટલમાંથી રજા મળી જાય છે અને હવે તેને ઘરે પુરા એક મહિનાનો આરામ કરવાનું કહેવામાં આવે છે. આ સમય દરમિયાન જયેશ નોકરીએથી થોડો વહેલો ઘરે આવી જાય છે જેથી રેખાને ઘરકામમાં મદદ કરી શકે અને જયેશ ની માતા પણ રેખાના હાલચાલ પૂછવા અને કામમાં મદદ કરાવવા અવાર-નવાર તેના ઘરે આવતા રહે છે.

પહેલાની જેમ ઘણી વાર જયેશ ઘરે વહેલો આવતો ત્યારે રેખા નું કંઈક બીજું સ્વરૂપ જોવા મળતું આ જોઈ જયેશ ચોંકી જતો પણ આ વાત કોને કહે, અને જો કોઈને કહે તો કોઈ આ વાત માનશે કે એ વિચારી થંભી જતો, પરંતુ હિંમત કરી તેણે આ વાત તેના માતા-પિતાને કરી તેઓ પણ આ વાત સાંભળી ચોંકી ગયા. તેઓ પણ વિચારવા લાગ્યા કે શું આવું હોઈ શકે ખરું ! પહેલાં તો તેઓ આ વાત માનવા તૈયાર જ ન હતા માટે તેમણે રેખાનું તાજેતરમાં જ ઓપરેશન થયું હતું માટે એ બહાને જયેશને અને રેખાને તેમની ત્યાં રહેવા માટે બોલાવ્યા પરંતુ રેખા રહેવા આવવા માટે રાજી ના થઈ આ વાત થતા જ મોતીલાલ અને જયાં એ જયેશની વાત પર વિશ્વાસ આવ્યો કે જયેશ જે કંઈ કહેતો હતો એ સાચું હશે એટલે જ એ સાથે રહેવા આવવા તૈયાર ના થઈ બધા જ અચંબિત થઈ ગયા અને બહુ દુઃખી થઈ જાય છે, જયેશ ઘણીવાર નોકરીએ જવાનું છોડી તેના માતા-પિતાને ત્યાં આવી જાય છે.

ધીમે ધીમે થતા આ વાત સોસાયટીમાં પ્રસરવા લાગે છે અને આ વાત સાંભળી એ લોકો પણ અચંભિત રહી ગયા ! કે શું આવું કઈ હોઈ શકે ખરું…. ત્યારે સોસાયટીના લોકોને એ વાત યાદ આવે છે કે તેની સોસાયટીમાં એક ઘટના બની હતી. જયા ત્રિપાઠી એક દિવસ તેના પાડોશી વર્ષા શુક્લા સાથે બેઠી હોય છે અને જયા તેની વેદના વ્યક્ત કરતી હોય છે કે આ બધું શું થઇ રહ્યું છે મારા પરીવારમાં... કંઈ સમજાતું નથી, કોણે કર્યું હશે આ બધું વગેરે વગેરે..... આ વાત સાંભળી વર્ષા બહુ ગભરાઈ જાય છે અને ગભરાહટમાં એનાથી એ બનેલો કિસ્સો જયા ને કહી દેવાય છે, કે એનો દીકરો અને રેખા જે ઘરમાં રહે છે એ ઘરમાં પહેલા મિનાક્ષી નામની એક છોકરી રહેતી હતી અને તેની સગાઈ થવાની હતી પણ કોણ જાણે શું થયું હશે. એક દિવસ એવા સમાચાર આવ્યા કે તે એક રોડ અકસ્માતમાં ઘાયલ થઈ છે, અને તેને હોસ્પિટલ લઈ જતાં મૃત્યુ થયુ છે અને એ વાત પણ હતી કે તેની સગાઈ પણ થઇ હતી પરંતુ એ વાતની કોઇ પુષ્ટી થઇ શકી નથી, જયા આ વાત સાંભળી એકદમ ચોંકી જાય છે અને ખૂબ જોર-જોરથી રડવા લાગે છે અને રેખાને તે તેની સાથે રહેવા માટે બોલાવે છે પરંતુ રેખા તેની સાથે રહેવા આવવા માટે તૈયાર થતી નથી આ વાત પરથી જ એને પૂરો વિશ્વાસ થાય છે કે એ એજ છોકરી હશે જે રેખા ની અંદર તેનો જીવ છે અને તે ઘણી વાર અલગ જ સ્વરૂપમાં જોવા મળે છે આ વાત તે તેના પતિ અને દીકરા જયેશ ને કહે છે.

એ લોકો પણ આ વાત સાંભળી દંગ રહી જાય છે. તેઓ પૂરી વાત જાણતા ન હોવાથી તેઓ આખરે તેના એક પોલીસ મિત્રને જાણ કરી આ વિશે પૂછે છે અને જાણવા મળે છે કે જે છોકરી હતી તેની સગાઈ થવાની હતી અને છોકરાનું નામ મુકેશ હતું, પરંતુ મીનાક્ષી ના મૃત્યુ બાદ તેમનો સંબંધ તૂટી ગયો આ સાંભળી જયેશ અને તેના પિતા બંને ચોંકી જાય છે અને વિચારવા લાગે છે કે આ કઈ રીતે હોઈ શકે ! ત્યારબાદ જયેશ અને તેના પિતા બંને ઘરે આવે છે અને જયા અને રેખાને આ આખી ઘટના વિશે કહે છે, પરંતુ રેખાનું અચાનક સ્વરૂપ બદલી જવા પાછળનું કારણ પણ એ જ હશે એ વિચારીને તેઓ રેખાને કોઈ તાંત્રિક પાસે લઈ જાય છે અને જાણવામાં આવે છે કે રેખામાં એ મૃત્યુ પામેલ છોકરી મીનાક્ષી નો ભટકેલો જીવ છે અને તેની વિધિ શું છે એ તાંત્રિક દ્વારા જણાવવામાં આવે છે બે દિવસ બાદ તાંત્રિક પાસે જયેશ અને રેખા ફરી જાય છે અને તાંત્રિક વિધિ દ્વારા રેખાના શરીરમાં એ આત્મા સ્વરૂપ જે કોઇ એ જોયું ન હતું કે પ્રગટે છે, તાંત્રિક દ્વારા પૂછવામાં આવે છે કે તું આ શરીરમાં શું કામ પ્રવેશી છે ? તેના જવાબમાં મીનાક્ષી કહે છે..... કે હું મારા લગ્ન માટે ખૂબ જ ઉત્સુક હતી અને મારી ખુશીનો કોઈ પાર ન હતો, પરંતુ આ અકાળે મૃત્યુ મારા નસીબમાં લખાયું હશે તેની મને કોઇ જાણ નહોતી માટે હું મારું એ સ્વપ્ન પૂરું કરવા રેખા ના શરીર માં આવી છું, મારે લગ્ન કરવા છે જેની સાથે મારી સગાઈ થઈ છે, તાંત્રિક દ્વારા પૂછવામાં આવે છે કે એ વ્યક્તિ કોણ છે જેની સાથે તારી સગાઈ થઈ હતી ત્યારે મીનાક્ષી કહે છે, કે એ બીજું કોઈ નહીં પણ મુકેશ છે, ત્યારે આ મુકેશ પણ કહે છે કે મીનાક્ષી ની યાદ માં જ હું અહીયા રહેવા આવ્યો છું.

મીનાક્ષી કહે છે જેની સાથે મારી સગાઈ થઈ હતી અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું. આ વાત સાંભળી જયેશ દંગ રહી જાય છે અને કહે છે આ લગ્ન કઈ રીતે થઈ શકે છે પરંતુ તાંત્રિક ના કહેવા મુજબ એ લગ્ન કરાવવા જરૂરી હતા, તો જ મીનાક્ષીની આત્માને શાંતિ મળશે. તાંત્રિક તેમને બે દિવસ બાદ ફરી મુકેશ ને સાથે લઈ આવવા કહે છે અને તે બન્નેનાં લગ્ન કરાવવા પડશે તે જાણ કરે છે. જયેશ એકદમ દંગ રહી જાય છે અને વિચારે છે કે આ શું થઈ રહ્યું છે મારા જીવનમાં ! પરંતુ તાંત્રિકે તેને સમજાવ્યો કે આ કાર્ય કરવું જરૂરી છે તો જ રેખાના શરીરમાંથી મીનાક્ષી નો આત્મા નીકળી મુકેશના એટલે કે મીનાક્ષી જેની સાથે લગ્ન કરવા માગતી હતી તેની સાથે રહી મીનાક્ષીની આત્માને શાંતિ મળશે.જો આ કાર્ય નહીં કરવામાં આવે તો આમ જ રેખા હેરાન થશે અને તું પણ.

આ વાત સાંભળતા જ જયેશ આ લગ્ન માટે રેખાને મનાવે છે અને તે લગ્ન માટે રાજી થાય છે. તાંત્રિકના કહ્યા પ્રમાણે લગ્ન કરાવવા મુકેશ ને ત્યાં તાંત્રિક પાસે લઈ આવે છે, આ વાત સાંભળી મુકેશ પણ એક તરફ ખુશ થાય છે અને બીજી તરફ દુઃખી, કેમ કે એ મીનાક્ષી રેખાના સ્વરૂપમાં છે માટે મુકેશ અને મીનાક્ષી નો પ્રેમ તેમના લગ્ન કરવા માટે શક્તિ આપે છે, અને તેમના લગ્ન કરાવવામાં આવે છે અને મીનાક્ષીના જીવ ને શાંતિ મળે છે. અને રેખાના શરીરમાંથી મીનાક્ષીનો જીવ નીકળી જાય છે અને મુકેશ પણ પછી ત્યાંથી પોતાના ઘરે પરત જવા નીકળે છે, અને જયેશ અને રેખા બન્ને સહી-સલામત ઘરે પરત પહોંચી જાય છે. અને આ બધી વાત જયેશ તેના માતા-પિતાને કહે છે. એ લોકો પણ આ વાત સાંભળી એક તરફ દુઃખી થાય છે અને એક તરફ ખુશ હોય છે. આ રીતે મૃત્યુ પછી માનવી ની પ્રબળ ઈચ્છા પૂરી થઈ શકે છે. કદાચ આ જ કારણે મુકેશ અહીયા રહેવા આવ્યો હશે.

તમને આ વાર્તા ગમી હોય તો તમારો અમુલ્ય પ્રતિસાદ જરુર થી આપશોજી.