પક્ષી Kirit Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પક્ષી

DK:0001
🌳🕊🌳 કાલે તા.૧૯/૦૩/૨૦૨૦ ના રોજ સવારમાં છ વાગ્યાની આજુ બાજુ મોર્નીગ વોકીંગ કરવા માટે જતો હતો તે દરમ્યાન એક સરસ કાર્ય કરતી ટીમના સભ્ય બનવાનો મોકો મળ્યો. એક પક્ષીને બે ઉંચા વૃક્ષ વચ્ચે રહેલા દોરમાં ફસાયેલ જેને એક બહેને જોતા રોડ પર જતા એક દાદા અને મારૂ ધ્યાન ખેચી કઇ ઉપાઇ કરવા રજુઆત કરી. જોત જોતા માં પાંચ- છ વ્યક્તી આવી ગયા. પોત પોતાની બુધ્ધી શક્તી અને વિચાર મુજબ પક્ષીને સફળ રીતે ઇજા વગર કઇ રીતે ઉતારી શકાય તે અંગે પોત પોતાના પ્રયત્ન કરવા લાગી ગયા. કોઇ વધુ લંબાઇ વાળી આકડી વાળી લાકડી મેળવવા માટે આજુ બાજુ ના ઘરમા જઇ ને માંગણી કરવા લાગ્યા. મે અને એક ભાઇ વધુ લાંબો દોરો મળે તો લંગર બનાવી એક બાજુ થી દોરો તોડી પક્ષી વધુ નીચુ આવી જાય તો સફળ રીતે છુટુ કરી શકાય તે બાબતે પર્યત્ન કરવા લાગી ગયા. પેલા બહેન લંગર બનાવવાની વાત સાભળી તો તેને બાજુ માં રહેલ તેમના ઘરેથી દોરો લેવા ગયા. દોરો આવી જતા અમે લંગર બનાવી દોરો એક બાજુ થી તોડવા માટે પ્રયત્ન શરુ કર્યા પરંતુ તેમા સફળતા ના મળી. અમારો દોરો કાસો પડયો ત્રણ વાર ટુટી ગયો પરંતુ અમારી ટીમ હાર માને તેમ ના હતી.

બાજુમાં દુધની ગાડી નીકળી તેને ઉભી રખાવી તેના બોડી ઉપર ચડી ત્રણ મીત્રો આકડી અને લંગર નાખવા પ્રયત્ન કરવા લાગી ગયા. પણ વૃક્ષ ની ઉંચાઇ વધુ હોવાથી પ્રયત્ન કરવા છતા સફળતા મળતી ન હતી. પ્રયત્ન કરવા છતા સફળતા ના મળે તો શું તે બાબત ધ્યાનમાં રાખી પ્રયત્ન કરવાની સાથે ફાયર વિભાગની મદદ લેવા માટે ૧૦૮ માં જાણ કરી મદદ મેળવવા પણ પર્યત્ન શરુ જ હતા. ફાઇર સ્ટેશન બાજુમાં હોવાથી ગાડી આવવામાં વાર નહી લાગે તે વિશ્વાસ હતો. છતા દરેક વ્યક્તી ફાઇર ની ગાડી આવે ત્યા સુધી પોત પોતાના વિચારો અને બુધ્ધી શક્તી મુજબ એક બીજાનો સાથ લઇને પ્રયત્ન પણ શરુ રાખેલ. પાંખને ઇજા થઇ હોય તો સારવાર મળી રહે તેમાટે મે સરકારશ્રી તરફથી ચાલતી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ની મદદ માટે ફોન નં.૧૯૬૨ માં જાણ કરી પરંતુ આ સેવા દિવસ દરમ્યાન સવારે ૦૮:૦૦ વાગ્યા પછી જ મળતી હોય મદદ મેળવી શક્ય ન બની.

એક રીક્ષાવાળા ભાઇ અમને જોઇને ઉભા રહ્યા અને પોતાની પાસે રહેલ પાતળી, મજબુત અને લાબી દોરી લઇ ને મદદ આવ્યા. જેથી તુટે નહી. પરતુ દોરી સાથે લંગર બાધીને તૈયાર કર્યુ ત્યા ફાયરની ગાડી આવી ગઇ. પેલી દુધની ગાડીને દુર લઇ ફાયરની ગાડીને કામ કરવા માટે જગ્યા ખાલી કરવામાં આવી. ફાયરની ટીમે પોતાની પાસે રહેલ સાધન સામગ્રીની મદદથી ચાર–પાંચ મીનીટના ટુકા સમયમાં સફળ રીતે પક્ષીને નીચે ઉતારી દોર પાંખો માંથી દુર કર્યો.

આમ તો આવા કાર્ય દરમ્યાન મોબાઇલમાં વિડીયો ઉતારવો યોગ્ય બાબત નથી. મદદ માટે પ્રયત્ન કરતા લોકો ને સાથ આપવો જોયે મેં પણ તે જ કરેલ છે. પરંતુ આવા સરસ ઉત્સાહ સાથે કાર્ય કરતી ટીમને વિડીયો માં ઉતારવાની થોડી ઇચ્છા થઇ જેથી આવા સરસ કાર્યને લોકો સુધી પહોચાડી શકાય તેવા શુભ ઉદેશથી વધુ સમય બગાડીયા વગર માત્ર ૩-૪ મીનીટ જેટલો વિડીયો ઉતારવુ યોગ્ય લાગ્યુ માટે કામગીરીમાં મદદ અને પ્રયત્ન કરવાની સાથે આ વિડીયો ઉતારેલ છે. ફાયરની ટીમને આ કાર્ય સફળ રીતે પાર પાડવા બદલ ખુબ ખુબ અભિનંદન.
કોરોના ના કહેર સામે તત્પર એવા ડોક્ટર્સ પોલીસ સ્ટાફ ને અભિવાદન અને આભાર


🙏જય સ્વામીનારાયણ.