માનવતાની મહાસત્તા ShAnTi JoShi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવતાની મહાસત્તા

જય હિંદ
વંદે માતરમ્
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग्भवेत् ॥

માનવતા ની મહાસત્તા

જગતજમાદાર અમેરીકા હોય કે પછી ચીન, રશિયા કે મહાસત્તા બનવાની લાલસા ધરાવતો અન્ય દેશ હોય કોરોના જેવી મહામારીમાં આ બધા દેશોને કુદરતના કહેર આગળ જુકવું પડ્યું છે. વિશ્વના દેશો જ્યારે મહાસત્તા બનવાની લાલસામાં મહવિનાશ તરફ આગળ વધી રહયા છે ત્યારે ભારત સમગ્ર વિશ્વમાં માનવતાની મિસાલ પેશ કરી રહ્યો છે.
અત્યારે જગતમાં વ્યાપેલી મહામારીમાં વિશ્વની મહાસત્તા કહેવાતો અમેરીકા ઘૂંટણિયે પડી ગયો છે. ચીન, ઈટાલી, ફ્રાંસ, સ્પેન,જાપાન જેવા દેશો કોરોના સામેની લડાઈમાં પરાસ્ત થતાં જાય છે ત્યારે સમગ્ર વિશ્વને ભારત તરફ આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.
બદલાતા જતા સમયમાં માનવતાના મૂલ્યો ભૂલાતાં જાય છે, વિશ્વ પર કોરોના જેવી મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વને જોડવાનું ભગીરથ કાર્ય આપણું ભારત કરી રહ્યું છે.
મહાસત્તા બનવાની ભૂખમાં અમેરીકા - રશિયા વચ્ચે શીતયુધ્ધ શાંત નથી થયું ત્યાં અમેરીકા-ચીન વચ્ચે શરૂ થયેલું ટ્રેડ વૉર ખતરાની ઘંટી સમાન છે. બંને દેશો પોતાની મહત્વકાંક્ષા સંતોષવા ગમે તે હદ સુધી જાય તો નવાઈ પામવા જેવું કાંઇ નથી.
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ ચીન સમક્ષ આંગળી ચીંધી રહ્યું છે.જે રીતે અત્યારે કોરોનાના પ્રકોપના લીધે વિશ્વના મોટાભાગના દેશોમાં ઉદ્યોગ-ધંધા, બંધ છે ત્યારે કોરોનાના ઉદ્ભવસ્થાન ચીનના વ્યૂહાન પ્રાંત માં ફરીથી રસ્તા ધમધમવા લાગ્યા છે, વ્યાપાર- ઉદ્યોગ શરૂ થઈ રહ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થા ડગમગી
રહી છે ત્યારે ચીનની અર્થવ્યવસ્થા મજબૂત થતી જાય છે. આવી પરિસ્થિતિમાં ચીન પર શંકા ઉપજે એ સ્વાભાવિક છે. કેટલાક દેશ ચીન પર કોરોનાનો જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવી ચૂકયા છે. અમેરિકા તો ખુલ્લેઆમ કોરાના જેવી ભયંકર મહામારી ફેલાવવા માટે ચીન અને WHO ની મીલીભગત ગણાવી રહ્યું છે. ચીન પણ પોતાના બચાવ માટે હર સંભવ પ્રયત્નો કરે છે. પરંતુ આવા મહામારીના સમયમાં એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાના બદલે મદદરૂપ બનશું તો જ વિશ્વને આ મહામારી માંથી ઉગારી શકશું.
કોરોના જેવી મહામારીને નાથવા સમગ્ર વિશ્વને એકમંચ પર લાવવાનું ભગીરથ કાર્ય આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સારી રીતે કરી રહ્યા છે. દીર્ઘદ્રષ્ટા અને નેતૃત્વની કુશળ ક્ષમતા ધરાવનાર વડાપ્રધાનશ્રીએ સૌ પ્રથમ શાર્ક ના સભ્યદેશો નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને પાકિસ્તાન સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એકબીજાને મદદરૂપ થવા માટે આહવાન કર્યું. તેમણે શાર્ક દેશોને મદદરૂપ થવા ફંડ પણ જાહેર કર્યું. ત્યારબાદ વિશ્વના કોરોના પીડિત અન્ય દેશો જેવા કે ઈટાલી, ફ્રાંસ, સ્પેન, ચીન, અમેરીકા વગેરે દેશોના લીડર સાથે વાતચીત કરીને હરસંભવ મદદની ખાતરી આપી. માનનીય વડાપ્રધાન શ્રીએ G-20 દેશોને પણ એકજૂટ થઈને કોરોના જેવી મહામારી સામે લડવા માટે આહવાન કર્યું અને આ લડાઈમાં ભારત તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી.
હાલના સમયમાં વિશ્વની મહાસત્તા અમેરીકા અને વિશ્વના અન્ય દેશો ભારત પાસે મદદની આશા સેવી રહ્યા છે જેની પાછળનુ એક કારણ મેલેરિયાની સારવાર માટે વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા છે. આ દવા કોરોનાના ચેપથી બચવા અને રોગીઓની સારવાર કરવામાં ખૂબ કારગર સાબિત થાય છે એવું વૈજ્ઞાનિક સંશોધનમાં સાબિત થયું છે.
ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે.વિશ્વના દેશો ભારત પાસે આ દવાની માંગણી કરી રહ્યા છે. ભારતે પણ આ દવા જરૂરિયાતમંદ દેશોને આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. અમેરિકા, બ્રાઝિલ અને ઈઝરાઈલ જેવા વિકસિત દેશો પણ ભારત પાસે આ દવાની માંગણી કરી રહ્યા છે ત્યારે ભારતે તેમને પણ આ દવા પુરી પાડવાનું વચન આપ્યું છે.
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આ મદદ માટે આપણા દેશની ખૂબ પ્રશંશા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીને વિશ્વના મહાન નેતા ગણાવ્યા. ઈઝરાઈલ ના રાષ્ટ્રપતિએ પણ ભારતના વડાપ્રધાનશ્રીની સરાહના કરી.બ્રાઝિલના રાષ્ટ્રપતિ બ્લોસોનારો કોરોનાની સારવારમાં કારગર સંજીવની બુટ્ટી સમાન એવી હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવા બદલ ભારતના વડાપ્રધાન શ્રીને વર્તમાન સમયના હનુમાન સાથે સરખાવે છે.
વાત અહીં કોઈ દેશના વખાણ કે નિંદા કરવાની નથી પણ આવા વિકટ સમયમાં પણ માનવતા ના મૂલ્યોને ઉજાગર કરતા નેતૃત્વની છે.મહાસતા ની લાલસામાં વિશ્વના દેશો જ્યારે મહાવિનાશ તરફ આગળ વધી વધી રહ્યા છે ત્યારે હરસંભવ મદદ માટેની ખાતરી આપનાર આપણો દેશ ભલે વિશ્વની મહાસત્તા ના હોય પણ માનવતાની મહાસત્તા ચોક્કસ ગણી શકાય. પ્રાચીન સમયથી વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના ધરાવનાર ભારતનું માનવતાની મહાસત્તા તરીકેનું સ્થાન કોઈ લઈ શકશે નહીં.

શાંતિભાઇ ડી જોષી
શ્રી વવાર પંચાયતી પ્રાથમિક શાળા
મુન્દ્રા (કચ્છ )