સાચું સુખ Redmi 6A દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચું સુખ

સવારે મેનેજર વહેલા શેઠ ના ઘરે પહોંચી ગયા. ત્યાંથી બન્ને પાછા શેઠ ની ગાડી માં બેસી ને સવજી ના ઘર બાજુ જવા નીકળી ગયા. શેઠ અને મેનેજર પહોંચ્યા ત્યારે સવજી અને તેની પત્ની બન્ને કામે જવા તૈયાર થતા હતા. થોડી વાર માં બન્ને તૈયાર થઈ ને નીકળ્યા બાળકો ને થોડીક સલાહ આપી ને તેઓ નીકળી ગયા સૌથી પહેલા ભગવાન ના મઁદિરે ગયા અને ભગવાન ને પૂજા કરી પ્રાર્થના કરી નીકળી ગયા. સમય થતા જ કારખાના માં પહોંચી ગયા અને કામ કરવા લાગ્યા. મેનેજર ને હજુ પણ કઈ સમજાણું નહોતું એટલે શેઠે તેને કહ્યું કે આજ સાંજે સવજી અને તેની પત્ની ને સમય પૂરો થાય પછી જ જવા દેજો મેનેજર તો ખુશ થઈ ગયા તેમને એમ થયું કે શેઠે તેમની વાત માની લીધી. સાંજે જ્યારે સમય કરતા વહેલો નીકળ્યો તો મેનેજરે તેને જવા ના દીધો એટલે સવજી તો ઓશિયાળો થઇ કામ કરવા લાગ્યો. સમય પૂરો થયો એટલે સવજી અને તેની પત્ની કામે થી છૂટ્યા એટલે સવજી એ તેની પત્ની ને કીધું જરૂર આપણે કામ માં કોઈ ભૂલ કરી હશે નકર આપણા શેઠ આપણ ને વહેલા ઘરે જવાજ દે. બન્ને આવી વાતો કરતા કારખાના ની બહાર નીકળ્યા એટલે તરત જ શેઠ અને મેનેજર પણ તેમની પાછળ પાછળ બહાર નીકળી ગયા અને ગાડી માં તેમનો પીછો કરવા લાગ્યા. પણ આજ મેનેજર જોવે છે તો બન્ને પતિ પત્ની બહુ જ ઉતાવળ માં હોય છે બન્ને ના ચેહરા ઉપર ચિંતા સ્પષ્ટ વર્તાતી હોય છે બન્ને કાંકરિયા ની પાળે પણ નથી બેસતા. બજાર માં ખરીદી માટે પણ નથી રોકાતા ઘરે પહોંચે છે તો બાળકો પણ ઉદાસ બની ને તેમની રાહ જોતા હોય છે. મેનેજર તો આ જોયા જ કરે છે સવજી ની પત્ની પણ જલ્દી જલ્દી રસોઈ બનાવે છે ને બાળકોને અને સવજી ને જમાડી થાકી ને સુઈ જાય છે. શેઠ અને મેનેજર પણ ઘરે જતાં રહે છે. બીજા દિવસે એ જ રાબેતા મુજબ બધું ચાલે છે. પણ સાંજે શેઠ મેનેજર ને પોતાની ઓફિસ માં બોલાવે છે અને કહે છે કે આજે આપણે આપણા બીજા મેનેજર ની પાછળ જવાનું છે એટલે મેનેજર કહે ભલે. કામ પુરૂ કરી મેનેજર અને શેઠ બીજા મેનેજર ની પાછળ જાય છે જે ઓફિસ માં મીટીંગ નું ભાનુ બતાવી હોટેલ માં પોતાની સ્ત્રી મિત્ર ને મળવા જાય છે. ઓફિસ નો ટાઈમ પૂરો થતા જ પોતાના ઘરે જાય છે અને પત્ની ને કહે છે હું થાકી ગયો છું મને ડિસ્ટર્બ ના કરશો અને ફરી પાછો મોબાઈલ માં પોતાની સ્ત્રી મિત્ર સાથે ચેટિંગ કરે છે. બાળકો હોમવર્ક માં હેલ્પ માંગે છે તો પોતે કામ માં વવયસ્ત છે એવુ ભાનુ બતાવી ને બાળકો ને તેમની મમ્મી પાસે મોકલી દે છે. અને રાત્રે જમી ને પત્ની આવે અને સુઈ જાય તો પણ મોબાઈલ અને લેપટોપ માં કામ ના ખોટા બહાના બતાવી ચેટિંગ કરે છે. આ જોઈ મેનેજર ખુબજ ગુસ્સે થાય છે પણ કઈ બોલતા નથી અને તે અને શેઠ ત્યાંથી નીકળી જાય છે. બીજા દિવસે સવારે શેઠ મેઈન મેનેજર ને પોતાની ઓફિસ માં બોલાવે છે અને પૂછે છે હવે સમજાણું કે હું કેમ સવજી અને તેની પત્ની ને વહેલા ઘરે જવા દવ છું? મેનેજર કહે હા સમજાણું શેઠ કેમકે સાચું સુખ પૈસા માં અને ભૌતિક સુવિધા માં નહિ પણ મન મેળ માં છે આપણા મેનેજર પાસે પૈસો તો છે પણ પરિવાર ભાવના નથી જ્યારે સવજી અને તેની પત્ની પાસે ભલે પૈસા નથી pn કુટુંબ અને પરિવાર ની ભાવના છે. એમના માટે એમની સાયકલ આપણી bmw કાર કરતા પણ વધુ કિંમતી છે. તે ગરીબ મજુર ઓફિસ આવવા આપણી કરતા પણ એક કલાક વહેલા ઘરે થી નીકળે છે અને સાંજે આપણે પહોંચવી પછી પહોંચે છે. છતાં પણ ખુશ છે જ્યારે આપણા મેનેજર પાસે પૈસા તો છે સત્તા પણ તે સત્તા નો દુરુપયોગ કરે છે અને કામચોરી કરે છે જ્યારે આ ગરીબ મજુર નિષ્ઠા થી તેનું કામ કરે છે. આજે મને સમજાઈ ગયું છે કે સાચું સુખ કયું છે. હું આપની ભાવના ને વંદન કરૂં છું.