retirement books and stories free download online pdf in Gujarati

રિટાયર્મન્ટ

સંધ્યા ઓ સંધ્યા ચાલને હવે શું કરે છે? ખાવાનું ઠંડુ થાય છે? કેટલી વાર ? ડાઇનિંગ ટેબલ પર બેઠેલા નૈમિષભાઈ બોલ્યા. એ હા બસ આવું જ છું. આ બસ થોડું સરખું કરી લઉં.સંધ્યાબેન બોલ્યા. પછી સરખું કરજે. પેહલા જમી લઈએ. ઓકે ચાલો. બંને જમવાનું શરૂ કરે છે અને ફોનની રિંગ વાગે છે. સંધ્યાબેન ફોન લે છે. "વિશાખા,"સંધ્યાબેન ની બેનનો ફોન હોય છે. બોલ વિશાખા, સંધ્યાબેન બોલે છે .માસી કુણાલ બોલું છું. હા બોલ કુણાલ. સંધ્યાબેન બોલે છે. માસી મમ્મીની તબિયત ખુબ ખરાબ છે. બે દિવસથી તાવ આવે છે. સતત તમને યાદ કરે છે. શું વાત કરે છે કુણાલ? સંધ્યાબેન બોલ્યા. વિશાખાને બે દિવસથી તાવ છે ને તું મને આજે કહે છે. સોરી માસી પણ મમ્મીએ જ ના પાડી હતી. ઓકે ચિંતા ના કરીશ હું આવુજ છું. શું થયું વિશાખા બીમાર છે? નૈમિષભાઈએ પૂછ્યું. હા મારે જવું પડશે. ચાલ હું પણ આવું છું. નૈમિષભાઈ બોલ્યા. ના હું રિક્ષામાં નીકળી જઈશ. તમને રાત્રે ડ્રાઇવિંગ ઓછું ફાવે છે. કાલના ફંક્શન માટેનું બધું જ રેડી કરી દીધું છે. કપડાં ટેબલ પર રેડી છે. હું ત્યાંથી જ આવીશ. તમે તૈયાર થઈને સમયસર પોંહચી જજો. અરે હું તો હંમેશા ની જેમ સમયસર જ આવી જઈશ નૈમિષભાઈ બોલ્યા. ચાલ તને રીક્ષા કરાવી દઉં. તું મારી ચિંતા ના કરીશ. કાલે સવારે મળીએ.
(નૈમિષભાઈ અને સંધ્યાબેન જે . ફંકશનની વાત કરતા હતા એ ખરેખર નૈમિષભાઈના રિટાયર્મન્ટના ફંકશનની વાત હતી. નૈમિષભાઈ શાળામાં આચાર્ય છે, અને આવતીકાલે તે રિટાયર્ડ થવાના છે.)
સવાર થઇ પડદા માંથી અજવાળું ધીમે ધીમે ડોકિયાં કરતુ હતું નૈમિશભાઈ હજી સૂતા હતા કે અચાનક જ ફોન ની રિંગ વાગે છે. નૈમિષભાઈ આંખો ચોળતા ચોળતા ફોન ઉપાડે છે. સામેથી અવાજ આવે છે. ઊઠજો હવે 7:00 વાગ્યા છે. સંધ્યાબેન નો ફોન હતો. હા ગુડમોર્નિંગ, વિશાખા ની તબિયત સારી છે? નૈમિષભાઈએ પૂછ્યું. હા સારી છે.., સંધ્યાબેને જવાબ આપ્યો. ઓકે તો મળીએ. એમ કહીને નૈમિષભાઈએ ફોન મુક્યો અને ઉઠીને મોં ધોઈને બ્રશ કરીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. પછી યાદ આવ્યું કે આજે તો સંધ્યા નથી એટલે તૈયાર ચા મળશે નહીં. જાતે બનાવવી પડશે. એટલે ઊભા થઇ ચા બનાવે છે. પછી ચા નાશ્તો કરતા કરતા ન્યૂઝપેપર વાંચે છે. થોડા સમય પછી અચાનક જ એમનું ધ્યાન સામે ફ્રીઝ ઉપર પડેલા ઘડિયાળ પર જાય છે. 8:00વાગી ગયા હોય છે . તે ન્યૂઝપેપર બંધ કરીને ઊભા થઇ ગયા. 9:00વાગ્યે તો પોહ્ચવાનું છે મોળું થઇ ગયું. તે ફટાફટ નાહીધોઈને કપડાં પેહરી પૂજા કરી રેડી થઇ જાય છે. ફટાફટ ઘરને લોક કરે છે અને કાર સુધી પોહચે છે. અને યાદ આવે છે કે કાર ની ચાવી તો ઘરમાં જ રહી ગઈ છે. ફરી લોક ખોલી ચાવી લે છે. અને ફાઈનલી જવા માટે નીકળે છે.
ફાઈનલી નૈમિષભાઈ શાળાએ પોંહચી ગયા. પોંહચીને જોયું તો બધા આવી ગયા હતા. બધા તેમની રાહ જોતા હતા. આગળ વધતા,શાળાનો સ્ટાફ, આવો આવો નૈમિષભાઈ વેલકમ વેલકમ. એમ કહીને એમને આવકારવા લાગ્યો. Finally the wait is over. નૈમિષભાઈ આપણી વચ્ચે આવી ગયા છે. પ્લીઝ નૈમિષભાઈ take your seat. હવે આપણે એમનું સ્વાગત કરીને કાર્યક્રમને આગળ વધારીએ. નૈમિષભાઈ સંધ્યાબેન ને શોધે છે અને ઑડીએન્સમાં પ્રથમ લાઈન માં ખુરશીમાં બેઠેલા સંધ્યાબેન એમને હાથ સહેજ ઊંચો કરીને હાથ હળવેથી હલાવીને ઈશારો કરે છે.
કાર્યક્રમ શરૂ થયો. સ્વાગત બાદ એક પછી એક બધા નૈમિષભાઈ વિશે અને પ્રસંગ ને અનુરૂપ સ્પીચ આપી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નૈમિષભાઈ કંઈક ખોવાયેલાuo ખોવાયેલા લગતા હતા. તેમનું સન્માન કરવામાં આવ્યું. અને ત્યારબાદ એમને પોતાના અનુભવો વિશે બોલવા માટે કહેવામાં આવ્યું. પછી નૈમિષભાઈ બોલવા માટે ઊભા થયા.માઈક હાથમા લીધું અને પેહલો શબ્દ એમના મોમાં થી નીકળ્યો અને બધા સાંભળીને થોડા વિચારમાં પડી ગયા. એ હતો, Thank you Sandhya.thank you મારી લાઈફને આટલી સરળ બનાવવા માટે.
મને ખબર છે કે અહીં હાજર દરેક મેહમાનો એમ વિચારતા હશે કે આ નૈમિષભાઈ પોતાના અનુભવો કેહવાની જગ્યાએ શું બોલી રહ્યા છે. તો મિત્રો અનુભવ તો આજે મને થયો. જયારે સંધ્યાની ઘરમાં ગેરહાજરી હતી. અને પેહલી વાર મને શાળા એ આવવામાં મને મોડું થયું. એ અનુભવ કે જેઓ નૈમિષભાઈ અને પંક્ચુઆલીટી ને એકબીજાના પર્યાય ગણતા હતા. એ તો મારો એક વહેમ હતો જે આજે તૂટી ગયો.મારી આ 25 વર્ષની નોકરીમાં જે હું સમયસર શાળાએ આવતો હતો. એ પંક્ચુઆલીટી ખરેખર મારી નહી પરંતુ સંધ્યાની હતી.સવારે મારાં કરતા વેહલા ઉઠીને મારી દરેક વસ્તુઓ તૈયાર રાખતી ત્યારે હું શાળાએ સમયસર પોંહચી શકતો. એટલે પંક્ચુઆલીટીનું સાચું સન્માન કે એવોર્ડ તો સંધ્યાને મળવો જોઈએ.
એક્ચુલી મેં આ બધી બાબતો આગળ ક્યારેય નોટિસ જ નોતી કરી. અને મારાં અને તમારા જેવા દરેક પુરુષો આ બાબતો ને ક્યારેય ધ્યાને લેતા નથી. કારણકે આ બહુ કોમળ હૃદય ની સ્ત્રીઓ આપણા સુધી આ વાત પોહ્ચવા જ નથી દેતી. પેહલા માં ના રોલ માં, પછી પત્નિ, અથવા તો દીકરી, વહુ અને બહેન સ્વરૂપે હંમેશા આપણને સાચવી લેતી હોય છે.
જાણું છું કે વાત તદ્દન સામાન્ય છે પણ વિચાર કરવા લાયક તો છે જ. એટલે જો આ સ્ત્રીઓ ને નાનપણ થી જો આ બધું કામ કરવાનું શીખવવામાં આવ્યું હોય તો મને લાગે છે કે આપણે ભાઈઓ એ પણ ઘણું શીખવાની જરૂર છે. જો એ રાંધેલું પીરસે તો આપણે પાણીના ગ્લાસ ભરીએ, જો એ મોજા રૂમાલ તૈયાર રાખે તો સાંજે આવીને એ કાઢીને લોન્ડ્રી બેગ માં ધોવા નાખી દઈએ, શર્ટની વાળેલી સ્લીવ ને ખોલીને ધોવા નાખીએ, ન્યૂઝપેપર વાંચીને યોગ્ય જગ્યાએ મૂકીએ, ઓફિસ નું ટિફિન એ મસ્ત મજાનું રેડી કરીને આપે તો સાંજે બેગ માંથી કાઢી ધોવા મૂકી દઈએ, પાણી ના ખાલી બોટલ ભરીને ફ્રીઝ માં મુકવાની જવાબદારી લઈએ. જાણું છું કે આ બધી વાતો આપણને બહું નાની અને સામાન્ય લાગે છે. પણ આ બાબતો કેટલી અસામાન્ય છે એ આજે મને સમજાયું.
એટલે અંતે બસ મારે એક જ વાત કહેવી છે કે સંધ્યા આજથી ખરેખર તારું રિટાયર્મન્ટ શરૂ થાઈ છે. અને મારી નવી ડ્યૂટી શરૂ થાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો