હા, અતીત. એ જ ફાતીમા શેખ, જેણે આપણી પહેલા આ ફ્લેટમાં રહેવા આવેલા ભાડૂઆતના પત્નીને પણ બીજા જ દિવસે મારી નાખી હોવાનું પણ મિસિસ નાયકે કહેલું...
આઇ થીન્ક ગઇકાલે મારે આ ફ્લેટ ભાડે નહિંરાખવાની તમારી વાત માની લેવી જોઇતી હતી. પણ ઓછી કિંમતમાં છઠ્ઠા માળે આટલો સારો ફ્લેટ મળવાની લાલચે મેં જીદ પકડી.
વ્હોટ નોનસેન્સ, નેહા. તું પોતે ભૂતપ્રેતમાં નથી માનતી અને તું જ આવી વાત કરે છે. ફાતીમા શેખે આપઘાત કર્યો એ વાત બરાબર છે પણ ભાડૂઆતના પત્નીનું મૃત્યુ કબ્રસ્તાનમાં નહોતુંથયું. એમને સ્લીપ વૉકિંગની બિમારી હતી.
હા,મને ખબર છે અતીત. અને ઊંઘમાં ચાલતાં ચાલતાં એ રાત્રે એક વાગે આપણા જ ફ્લેટની બાલ્કનીમાંથી નીચે કૂદી ગયાં અને એ બધું વૉચમેને એની નજરે જોયેલું એ જને?
ઘડિયાળમાં જો ટાઇમ શું થયો છે. એક વાગવાની તૈયારીમાં છે, અતીત. પંદર મિનિટ બાકી છે ખાલી. હું ઘરમાં સૂઇ જાઊં છું અને ફાતીમા શેખની કબર પર ઊઠું છું. તને આનું લૉજીક સમજાય છે કંઇ? અને શું ખબર ફ્લેટ બ્રોકરે આપણને ખોટું કીધું હોય. બની શકે એમને એ જ રાત્રે એવું થયું હોય. હું અહીં કઇ રીતે આવી એ પણ મને ખબર નથી. મને તો સ્લીપ વૉકિંગની બીમારી નથીને? તારી પાસે છે આના જવાબ?
ગૉડ...નેહા...ડરાવે છે તું મને.જો મેંબ્રોકર પાસેથી આપણા ફ્લેટના ઓનરનો નંબર લઇને એમની સાથે વાત કરી. એ ફાતીમા શેખનાં ફાધર હતાં. મેં ખબર કાઢી લીધી છે ફાતીમા શેખને ક્યાં દફનાવાઇ હતી. હું એ કબ્રસ્તાનનાં રસ્તે જ છું. અને પંદર જ મિનિટમાં પહોંચી જઇશ. હું તને ફરીથી કૉલ કરું છું.
મે કહ્યુંને તને, નથી રિસિવ થતો ફોન. હું ટ્રાય કરું છું પણ સ્વાઇપ નથી થતું.
તું ફિકર નહિ કર હું બસ પહોંચું જ છું.
કોઇ મારી તરફ આવી રહ્યું છે. મને કોઇના પગલાંનો અવાજ સંભળાય છે. કોઇના ઝાંઝર...શીટ...આઇ કાન્ટ બીલીવ ધીસ ઇઝ રીઅલ...
નેહા તારા મગજનો વહેમ હશે આ. બની શકેનેકે ત્યાંના વૉચમેનની પત્ની હોય. અથવા કોઇ બીજું પણ હોય.
શી ઈઝ હીઅર, અતીત. એ અહીંયા છે.
કોણ ત્યાં છે? શું બોલે છે, નેહા?
એનો હિજાબ...એમ લાગે છે જાણે એનો કાળો રંગ હમણાં મને ગળી જશે.
એના ઝાંઝરનોઅવાજ...એકસાથે સો તમરાં આવી સૂમસામ રાતમાં બોલવા લાગે એનાથી પણ ભયાનક લાગે છે.
તને કઇ રીતે ખબર પડી કે એ ફાતીમા જ છે?
એ મારું નામ બોલીને મને શોધે છે. એનો અવાજ...જાણે કોઇ ઊંડી ગુફામાંથી આવતો હોય એવી રીતે પડઘાય છે. હું રૅકોર્ડ કરીને મોકલું છું, તને સંભળાય તો સાંભળ,
“ચાલ નેહા...ક્યાં સુધી છુપાઇશ હવે? આ મારું ઘર છે, અહીંનો એક એક ખૂણો મને ખબર છે. અને જો એક વાગવામાં હવે ફક્ત ત્રણ જ મિનિટ બચી છે. સમય થઇ ગયો હવે જવાનો. મારા આ ઘરમાં તું આવી છે તો મને મળ તો ખરી. તું ક્યાં છુપાઇ છે એ પણ મને ખબર છે અને અતીત નહિ પહોંચી રહેશે તનેબચાવવા.”
નેહા એને ખબર છે તું ક્યાં છે તે...તું ભાગ ત્યાંથી.