એક અદ્વિતિય યાદગાર કહાની.. Hit songs દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અદ્વિતિય યાદગાર કહાની..

વિધર્થિયો ને લાગતુ હતુ કે આ મેડમ બહુ ખરાબ છે, કોઇનેય ન્યાય નથી આપતા. પણ હકિકત કંઈક અલગ હતી.., જે કોઇનેય ખબર જ નહોતી. હા, શું એવુ પણ શક્ય છે કે કોઇ એકલી સ્ત્રી એની જિંદગી માં દુખ વેઠે અને અંતે તેને કશુંય ના મળે??

મારી કહાની હવે શરુ થાય છે..,
હું એક છોકરી છુ.., મારુ નામ "મિતાક્ષિ" છે. નાનપણ થી જ કાઇક કરી દેખાડવાની વૃત્તિ હતી મારા માં. પણ નસીબ અને મજબુરી માણસ ને ક્યારેય નથી છોડતું. બની શકે કે મારા પુર્વ જન્મ ના કર્મો મને નડતા હોય, પણ હતુ કંઈક એવુજ.

જિંદગી ના એક પડાવ પર જ્યારે મારે મારા પિતાશ્રી ની જરુર હતી ત્યારે ઍ મારાથી દુર આ દુનિયા છોડી ને જતા રહ્યા હતાં. હું બધીજ રીતે એકલી પડી ગઈ હતી. એક છોકરી માટે આ બહુ અઘરો સમય કહેવાય કારણ કે જમાનો પણ ઍવોજ હતો જ્યા સ્ત્રી માટે કોઇ ઇજ્જત નહોતી. એને ઘર ની કામવાળી જેટલી જ ઇજ્જત મળતી હતી.

જીવન માં એક સમયે માણસ ને કોઇ સાથી ની જરુર પડતી હોય છે અને ઍ સમયે મારો સાથી મને મળી ગયો હતો જેને હું દિલથી પ્રેમ કરતી હતી અને મને ઍ પણ દિલ થી પ્રેમ કરતો હતો. હું મારા પતિશ્રી ની દરેક નાની મોટી બાબતો નું ધ્યાન રાખતી હતી. જે રીતે એક નાના બાળક ની આપણે સાર-સંભાળ કરતાં હોઇએ છીએ એ રીતે હું એમની સાર સંભાળ રાખતી હતી. મારી અને એમની જિંદગી ઍ રીતે જતી હતી જે દુનિયા માં ઘણાં લોકો નું ફક્ત સ્વપ્નુ જ બની ને રહી જતુ હોય છે.

પણ કહેવાય છે ને કે, "ડિશ માં રહેલુ ભોજન અલ્પ સમય માટે જ હાજર હોય છે" એટલે કે, મારા જીવન ની ખુશિયો બસ થોડા સમય માટે જ હતી. તમેં એને "નવુ નવ દિવસ માટે જ હોય" ઍ કહેવત સાથે પણ સરખાવી શકો છો. મારા પતિ શ્રી ને તેમના જોબ પર એક સુંદર રૂપાળી સ્ત્રી ગમી ગઈ અને તે પણ ત્યારે કે જ્યારે મારા પેટ માં એની અને મારા પ્રેમ ની નિશાની ઘડાઇ રહી હતી.

હા, હું ગર્ભવતી હતી અને મારા પેટ માં બાળક બની રહ્યુ હતુ તેં છતાં મારા વાહલાં પતિશ્રી ને તેનાથી કોઇજ ફર્ક નહોતો પડતો, એમને બસ એક જ વસ્તુ દેખાતી હતી "સુંદર રૂપાળી સ્ત્રી". માણસ ને સુખ-દુખ નો સાથી એનો હમસફર હોય છે. મારા માટે લગ્ન ના શરુઆત માં હમસફર મારા શ્રી પતિદેવ હતાં પણ જ્યારથી નજર હટી ત્યારથી દુર્ઘટનાઓ પણ ઘટવાની શરુઆત થઈ ચુકી હતી. અર્થાત, માણસાઈ ની હદ પણ વટાવી ચુક્યા હતા મારા પતિદેવ. ઘરે આવી ને મારા પેટ માં ચિમ્ઠા ભરતાં હતા જાણે કે મારા ગર્ભની અંદર ઉછરતા બાળકને મારી નાખવાનું હોય તેમ. એમ કરવાનુ કારણ શું? કઈજ નહી..!!! મારા પતિદેવ ને એ વાત ની ખબર હતી કે, "મને મિતાક્ષિ જેટલી સાર સંભાળ રાખનારી અને સમ્જ્દાર પત્નિ નહી મળે" તેમછતાં, તેમના માટે બસ એજ સ્ત્રીએ તેમના દિલ માં એક સ્થાન બનાવી લીધુ હતુ.

મારા મમ્મી પપ્પા એ મને ક્યારેય કોઇ વસ્તુઓ માં "ના" નહોતી પાડી કારણ કે, હું એક ની એક જ છોકરી હતી તેમના માટે. પણ તેમ છતાં, મેં મારી મરજી થી જ મારા શ્રી પતિદેવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. મને મારા શુભચિંતકો એ "ના" પણ પાડી હતી તેમછતાં હું મારી જીદ્દ પર અડી (અડગ) રહી કારણ કે મને મારા પ્રેમ પર અતુટ ભરોસો હતો કે મારા પ્રેમ થી મારા પતિદેવ અને મારા વચ્ચે નો સબંધ ક્યારેય ખરાબ નહી થાય. પણ આ સમય છે, ક્યારે બદલાઇ જાય કોઇ કહી ના શકે. અને એ જ બધી વસ્તુઓ થી હું પિડાતી હતી.

મારા પર વિતેલી એક પણ દુખ ની ઘટના મેં મારા મમ્મી પપ્પા સામે આવવા નહોતી દીધી. ગાલ પર લાફો ખાઇ ને પણ હમેશાં હું ખુશ રહેતી હતી કે જેથી મારા ઘર નો અંદર નો મામલો કોઇ બહાર ની વ્યક્તિ પાસે જાય નહી. કારણ કે, જ્યારે બહાર ના લોકો ને એમ ખબર પડે કે ઘર તો અંદર થી જ પોલું છે તો વધારે ઝડપ થી તુટી જાય કેમ કે મૂળિયા જ ઢીલા હોય તો ઝાડ ને ઉખાળતા વાર ના લાગે. પણ આ હું હતી, "મિતાક્ષિ". મેં દર્દ નો ઘુંટડો પણ પી ને મારા પતિ શ્રી પાસે થી કાઇજ આશાઓ કે અપેક્ષાઓ નહોતી રાખતી સિવાય પ્રેમ.

વાત છેક ડાઇવોર્સ સુધી પહોચી ગઈ હતી. મારા કુખે છોકરું ઉછરી રહ્યુ હતુ અને આ બાજુ દુખડાઓ મને છોડતા નહોતા.
પેટ પર ચિમ્ઠા ના નિશાન અને એનાથી ઉત્પન્ન થતી અસહ્ય વેદનાઓ ને જ્યારે આજે હું ફક્ત કલ્પના કરું છુ ત્યારે મને મારો જીવ અને આત્મા જીવતે જીવ નર્ક માંથી પસાર થઇ ને આવ્યો હોય એવુ મહેસુસ થાય છે.

શીખવાનું એ છે કે, "જ્યારે એક અબળા નારી એનુ ઘર-બાર છોડી ને પોતાના દિલ ને ગમતા પાત્ર પાસે પ્રેમ લગ્ન ના સંબંધ માં બંધાતી હોય છે અને તેનુ બધુંજ અર્પણ કે સમર્પણ કરવા માટે તૈયાર હોય છે ત્યારે કલ્પના કરેલી જિંદગી ના બદલે બધી જ રીતે આખી અલગ જ જિંદગી જીવવા ની થાય ત્યારે એ માનસિક રીતે તુટી જાય છે, અને જ્યારે તેની પાસે કોઇ નો સહારો ના હોય, તેમછતાં પણ, તે પહાડ ની જેમ અડગ મન રાખી ને પોતાની જાત ને હમેશાં પોઝિટિવ વિચાર થી ભરપુર રાખીને પોતાના સ્વપ્નાઓ પુરા કરવા માટે મંડી રહે છે અને જ્યારે એ સ્વપ્નાઓ પુરા કરે છે ત્યારે એ સ્ત્રી દુનિયા ની લાખો સ્ત્રીઓ માટેનું ઉદાહરણ બનતી હોય છે".

હું બધા દુખો સામે પહાડ ની જેમ ઝઝુમી રહી ને આજે મારા પગ પર જાતે ઉભી થઈ છુ ત્યારે મને મારા દરેક લોહીના આંસુઓ પાડેલા દિવસો જ્યારે યાદ આવે છે ત્યારે મને અત્યાર ની હાલત પર ઘણી ખુશી નો અહેસાસ થાય છે.

આજે હું દિલ થી દુનિયા ની દરેક સ્ત્રી ને કંઈક કહેવા જઇ રહી છુ: "જીવન માં તમે એક મુકામ પર પહોચો છો કે જ્યારે તમને તમારા વિરુધ જાતિ સાથે આકર્ષણ નો અહેસાસ થાય છે જે નોર્મલ છે પણ તેને કેટલા હદ સુધી કંટ્રોલ કરવો, કેવા નિર્ણયો લેવા એ બધુંજ આપણા હાથ માં હોય છે. બહાર નો રુપ, રંગ કે સ્વભાવ જોઇ ને કોઇ છોકરો ખુબજ સારો છે એવુ ક્યારેય આંધળુ બની ને ધારી લેવુ નહી. નાના માં નાનુ પણ કેમ ના હોય, ડિસીઝન હમેશાં રિસર્ચ કર્યા વગર અથવા તેનાથી થતા પરિણામો ની ચકાસણી કર્યા વગર ક્યારેય ના લેવુ. કારણ કે એક ડિસીઝન તમને ક્યારે આખી જિંદગી સુધી રડાવશે તે કોઇ નથી જાણતું".

કહેવુ તો ઘણુ છે મારે પણ એક હકિકત છે, "સ્કુલ-કોલેજ માં જો આ બધુ શિખવવા માં આવતુ હોત ને તો આજે સ્કુલ-કોલેજો માં જ લફ્ળાઓ બહાર ના પડતા હોત. જિંદગી માં ભણતર નું મહત્વ ફક્ત તમને કાબેલ બનાવવા માટે નું જ છે પણ જે હકિકત માં જરુરી છે જીવન માં જાણવાંનુ ઍ છે, "જિંદગી ને તમે કયા નજરિયા થી જોવો કે સમજો છો".

હું આગળ પ્રસ્થાન કરું એ પહેલા તમને જણાવી દઊ કે, અમુક રહસ્યો રહસ્ય બની ને રહે એ જ સારુ છે. અને એ કારણોસર હું આ વાત ને અહી પુર્ણ વિરામ આપુ છુ. અને ભણતર વિશે બોલનાર હું પણ એક phd થયેલ ડોકટર (શિક્ષિકા) છું.
-- મિતાક્ષિ
___
દોસ્તો, આ હતી એક હકિકત ની કહાની જે મારા પ્રિય શિક્ષિકા ના જીવન માં રચાયેલી હતી. પ્રાઇવસી ના કારણોસર મેં અહી જગ્યા, નામ વગેરે માં ફેરફાર કર્યો છે, પણ સ્ટોરી એકદમ સાચી છે. જીવન માં કંઈક પણ સમજાય આ સ્ટોરી માથી, તો આને જરુર શૅર કરજો કેમ કે એમ કરવાથી તમે બીજાને તો મદદરૂપ થશો જ, પણ મારા જેવા લેખકો ના લેખ ને પણ બીજ સુધી પહોચાડી ને મારા લેખ ની, આવડત ની અને કલા ની કદર કરશો. આભાર આપ સૌ નો.

તમે અમારી ઓફિસિયલ વેબસાઇટ પણ જોઇ શકો છો જ્વ્નુ નાં છે: Yags3world.com