વાંચકમિત્રો આપણે પહેલા ભાગમાં જોયેલું કે ઇન્સ્પેકટર જયદેવ ત્યાં ક્લાસરૂમ ની તલાશી લેતા લેતા ચારેય બાજુ નજર ફેરવે છે અને તેની નજર સૂરજ દેસાઈ પર જઈને અટકે છે હવે જોવાનું એ રહે કે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!!
ગુમરાહ - ભાગ 2 શરૂ
ઇન્સ્પેકટર જયદેવ એક મોટી ઉંમરના વ્યક્તિ છે છતાં પણ તેઓ એકદમ ફિટ છે અને તેમની પર્સનાલિટી ઉપરથી તેમનો અનુભવ દેખાઈ આવે છે.તેમણે ચારેય બાજુ નજર ફેરવી અને તેમની આંખો સૂરજ દેસાઈ પર આવીને અટકી ગઈ.
"તમારું નામ જાણી શકું મહાશય?" ઇન્સ્પેકટર જયદેવે પૂછ્યું.
" જરૂર સર હું આ કોલેજ નો પ્રિન્સિપાલ છું અને છેલ્લા વિસ વર્ષથી હું અહીંયા ફરજ બજાવું છું.અને મને મારી કામગીરી માટે અત્યારે સુધીમાં સન્માનિત પણ.." એટલામાં ઇન્સ્પેકટર જયદેવે સૂરજ દેસાઇ ને રોક્યા..
"જેટલું પૂછ્યું છે તેનો જ જવાબ આપો તો સારું રહેશે"ઇન્સ્પેકટર જયદેવ બોલ્યા.
"ઓકે સર..." સૂરજ દેસાઈ ગભરાતા ગભરાતા બોલ્યા.
"અરે આ બધું તો ઠીક છે પણ તમારા ચહેર ઉપર આટલો પરસેવો કેમ થઈ રહ્યો છે સૂરજ દેસાઈ તે તો આ છોકરીને નથી મારી નાખીને?" ઇન્સ્પેકટર જયદેવ સૂરજ દેસાઈ ની ઉપર તીરછી નજરે જોઈને બોલ્યા.
"સર પ્લીઝ મને જવા દો હું દોષી નથી અને આ હત્યામાં મારો કોઈ હાથ નથી" સુરજ દેસાઈ ડરતા ડરતા બોલ્યા.
"શું કીધું હત્યા?પણ સુરજભાઈ આ હત્યા છે કે આત્મહત્યા એ હજુ ક્યાં નક્કી થયું છે અને તમને કેવી રીતે ખબર કે આ હત્યા છે?" જયદેવ શક ની નજરથી બોલ્યા.
"એ જે હોય એ સર પણ આ ઘટનામાં મારો કોઈ હાથ નથી" સૂરજ દેસાઈ બોલ્યા.
"આ ઘટનામાં તમારો હાથ છે કે નહીં એ તો હવે ઇન્વેસ્ટિગેશન આગળ વધશે એટલે ખબર પડી જ જશે પણ તેની પહેલા મને એક વાતનો જવાબ આપશો કે આ નેહા બધા વિધાર્થીઓ અને પ્રોફેસરો સાથે કેવું વર્તન કરતી?" ઇન્સ્પેકટર જયદેવે સૂરજ દેસાઈ ને પૂછ્યું.
"સર નેહા UPSC ની પરીક્ષાની તૈયારી કરતી હતી અને આ કારણથી તે કોલેજ માં માત્ર પરીક્ષા આપવા જ આપવા જ આવતી હતી એટલે મને નેહા વિશે વધારે કોઈ માહિતી નથી" સૂરજ દેસાઈ થોડાક ગભરાઈને બોલ્યા.
"ઓકે આ ઘટનાના થોડાક દિવસો પહેલા નેહાનો કોઈની સાથે ઝઘડો થયો હતો?" જયદેવે સવાલ પૂછ્યો.
"આ દિવસોમાં કદાચ નેહાનો ઝઘડો કોઈની સાથે થયો પણ હશે તો તેની મને ખબર નહિ હોય કારણ કે હું તો હમણાં જ મારા પરિવાર સાથે ગોવા ફરવા ગયો હતો." સૂરજ દેસાઈએ જવાબ આપ્યો.
"મતલબ આમ જોવા જઈએ તો આ ઘટના વિશે અને આ ઘટનાના થોડાક સમય પહેલા શું થયું એ તમને કાંઈ ખબર જ નથી એમ જ કહેવું છે ને તમારું?" જયદેવ ગુસ્સેથી બોલ્યા.
"હા ઇન્સ્પેકટર પણ હું ગોવા મારી ફેમિલી સાથે ફરવા ગયો હતો અને..."
"સૂરજ ભાઈ હા કે ના મા જ માત્ર જવાબ આપો મેં તમારી સફાઈ નથી માંગી અને એ વરુણ સૂરજ ભાઈ નું સ્ટેટમેન્ટ લખી નાખ હું જનકને પૂછતાછ કરવા જાવ છું અહીંયા સ્ટેટમેન્ટ લખાઈ જાય પછી ત્યાં જનક પાસે આવી જજે" જયદેવે કોન્સ્ટેબલ વરુણ ને કહ્યું.
"જનક જો હું તને જે સવાલો પૂછું તેનો ડર્યા વગર જવાબ આપજે પોલીસ તમારી સહાયતા માટે જ છે"
"હા સર મને જે કાંઈ પણ ખબર હશે એ હું તમને કહીશ અને તમને સહકાર આપીશ"
"હા તો જનક આ નેહાનો આ ઘટના બન્યાના થોડાક સમય પહેલા કોઈની સાથે ઝઘડો થયો હતો?"
"હા ઇન્સ્પેકટર થોડા દિવસ પહેલા જ જ્યારે અમારી પરીક્ષા ચાલી રહી હતી ત્યારે મયુરે કોલેજ કેમ્પસમાં બધા લોકોની સામે નેહા ને પ્રપોઝ કર્યો હતો અને ત્યારે નેહાએ મયુર ને ખૂબ જ જોરથી એક ઝાપટ મારી હતી અને થોડીક ગાળો પણ ભભડાવી હતી અને ત્યારે મયુરે બધાની વરચે જ નેહા ને ગુસ્સામાં કહ્યું હતું કે આ અપમાન નો બદલો હું એકવાર જરૂર લઈશ અને આ ઝાપટ ની કિંમત તો તારે જરૂર ચૂકવવી પડશે" જનકે ઇન્સ્પેકટર જયદેવ ને પૂરી વાત જણાવી.
"ઓકે જનક પણ આ મયુર કોણ છે? તે નેહા નો બોયફ્રેન્ડ છે કે?"
"અરે ના મયુર તો અમારી એમ.કે.આર્ટસ કોલેજ નો જી.એસ છે અને તેને નેહા પહેલેથી જ ખૂબ જ પસંદ છે" જનકે જવાબ આપ્યો.એટલામાં ત્યાં કોન્સ્ટેબલ વરુણ પણ આવી ગયા.
"ઓહ સારું કર્યું વરુણ તું આવી ગયો આમનું સ્ટેટમેન્ટ લખી નાખ જલ્દીથી અને હા જનક પોલીસ ને સહકાર આપવા માટે આભાર" આટલું કહીને ઇન્સ્પેકટર જયદેવ ત્યાં હાજર રહેલા લોકોમાંથી ત્રણ જણાના સ્ટેટમેન્ટ પણ લઈ લીધા અને બધા કોન્સ્ટબલ ત્યાં કોઈ સબૂત ગોતતા હોય છે પણ કોઈ સબૂત મળતું જ નથી એટલે પંચનામું તૈયાર કરી લીધા પછી ઇન્સ્પેકટર જયદેવ જ્યારે નેહા ની ડેડ બોડી ને નજીકથી જોવે છે ત્યારે પણ કોઈ મોટું નિશાન દેખાતું નથી.
"ઓકે તો કોન્સ્ટેબલ વરુણ આ ડેડ બોડી ને હવે પોસ્ટમાર્ટમ માટે મોકલી દો" ઇન્સ્પેકટર જયદેવ બોલ્યા.
"તો મિસ્ટર સૂરજ દેસાઈ અને જનક અત્યારે હવે અમે અહીંયાંથી જઈએ છીએ પણ જ્યાં સુધી આ કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલુ રહે ત્યાં સુધી આ રૂમ ની અંદર કોઈ આ લાઇન ને ક્રોસ કરીને ના જતું" આટલું કહીને ઇન્સ્પેકટર જયદેવ તેમની ટિમ સાથે રૂમ થી બહાર નીકળ્યા અને તેના ગયા પછી સૂરજ દેસાઈ જનક ઉપર ખૂબ જ ગુસ્સે થયા.
"સાલા જનક મેં તને ના પાડી હતી ને કે પોલીસ ને અહીંયા નથી બોલાવવાના હવે આપણે આ કેસમાં ફસાઈ ગયા છીએ અને હવે જો નક્કી આપણને બધાને જેલ થશે"
હજુ તો ઇન્સ્પેકટર ગયા જ હોય છે કે સૂરજ દેસાઈ જનક ને ધમકાવી રહ્યા હોય છે તે અવાજ ઇન્સ્પેકટર જયદેવ ને આવે છે.અને ઇન્સ્પેકટર જયદેવ તરત જ ત્યાં સૂરજ દેસાઈ પાસે જાય છે અને સૂરજ દેસાઈ ને ગિરફ્તાર કરી લે છે.
"એ..ઇન્સ્પેકટર તમે મને આવી રીતે ગિરફતાર ના કરી શકો મારી પહોંચ ખૂબ જ ઉપર સુધી છે મને અત્યારે જ છોડી દો નહિતર આ ખાખી વરદી ઉતરાવતા મને વાર નહિ લાગે." સૂરજ દેસાઈ એકદમ ગુસ્સેથી જયદેવ ને ધમકાવતા બોલ્યા.
ગુમરાહ - ભાગ 2 પૂર્ણ
હવે જોવાનું એ રહે કે સૂરજ દેસાઈ જનક ને એમ શું કામ કહેતો હતો કે હવે આપણને બધાને જેલ થશે?સૂરજ દેસાઈએ જે ઇન્સ્પેક્ટરને કહ્યું કે હું મારી ફેમિલી સાથે થોડાક સમયથી ગોવા હતો કેસથી બચવા કહ્યું કે તે નિર્દોષ છે?સૂરજ દેસાઈએ ઇનસેપકટર જયદેવ ને ધમકી આપી કે તારી વરદી ઉતરાવતા મને વાર નહિ લાગે તો શું ઇન્સ્પેકટર જયદેવ સૂરજ દેસાઈ ને ગિરફ્તાર નહિ કરે કે પછી કરશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"
તમને જો આ નવલકથા નો બીજો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.