(આગળ ભાગ 1 માં જોયુ કે સોનાના બાપુ કિશન ને ભણાવે છે અને સોનાને નહીં. ઘર તરફથી એક જ જવાબ મળે છે કે તારે ઘરના કામ કરવાનાં હોય એમાં મન લગાવ. બાકીનું અમે સાંભળવા વાળા છીએ.. મનીષ અને સોનાના લગ્ન કરવામાં આવે છે... હવે આગળ )
પંદર વર્ષ પછી......
સોના અને મનીષ ખુબ સરસ રીતે પરિવાર
સાંભળ રાખતા... સોનાના ઘરે પારણું બંધાણું અને એક પરી જેવી દીકરીનો જન્મ થયો.. એનું નામ રોશની રાખવામાં આવ્યું.. બચપણ માં જે સોના સાથે વર્તન કરવામાં આવ્યું એ જ રોશની સાથે શરૂ થયું. પણ પરિવાર સામે સોના લાચાર હતી કઈ બોલી શકતી ન હતી. સોના એ ફરી એક છોકરાના જન્મ આપ્યો.. એનું નામ રોશન રાખવામાં આવ્યું... બન્ને બાળકોના ઉછેર માં ભેદભાવ રાખવામાં આવતા હતા...
રોશન ને સ્કૂલે બેસાડવા માં આવ્યો પણ રોશનીને નહીં.. મનીષ.. બેટા સ્કૂલે જવા માટે તૈયાર થઈ જા... બેટા સ્કૂલમાં મન લગાવીને ભણજે. આગળ જઈ ને મોટા માણસ બનવાનું છે...
રોશન.. ઓકે પપ્પા.. બાય પપ્પા... બાય મમ્મી... બાય દીદી.. રોશન સ્કૂલે જાય છે, પણ રોશની ભાઇ સામે એકીટશે જોવે છે પણ કઈ બોલી શકતી નથી.
મનીષ.. કહે છે. સોના આજે હું રાતે મોટો ઘરે આવીશ. પણ જો તું મારો મનપસંદ ગાજરનો હળવો બનાવીશ તો ઘરે થોડો જલ્દી આવીશ..
સાંજના પાંચ વાગે લેન્ડલાઈન માં ફોન ની રિંગ વાગે છે.. સોના ફોન ઉપાડે છે. હેલો... હેલો.... સામેથી. હેલો.... સોના કહે છે હાજી બોલો... સોના હાજી સંભળાય છે મને બોલો.. સામેથી જવાબ મળ્યો. હું સીટી હોસ્પિટલ માંથી બોલું છું, મનીષ નું એક્સીડેન્ટ થયું છે અને તે હવે આ દુનિયા માં નથી...
સોના ના હાથ માંથી ફોનનું રીસીવર પડી જાય છે અને બેભાન થઈ જમીન પર પડે છે.. ફોન માંથી હજુ અવાજ આવે છે હેલો... હેલો..
સોનાને બેભાન પડેલી જોઈને તેની દેરાણી દોડે છે.. ભાભી સુ થયું... સોનામાં સસરા આવે છે અને ફોન પર વાત કરે છે... પાછો એજ જવાબ મળ્યો કે હું સીટી હોસ્પિટલ માંથી બોલું છું અને મનીષ નું એક્સીડેન્ટ થયું છે, તે હવે આ દુનિયા માં નથી.. મનીષ ના બાપુ પર આભ ફાટી જાય છે.. ખુબ આઘાત લાગે છે. અને ઘરના સભ્યો આક્રન્દ રુદન કરે છે..
બે -ત્રણ દિવસ પછી સોના ના સાસરિયા વાલા રાતે ભેગા થાય છે. અને હવે સુ કરવું? મનીષ નો ધન્ધો અને ઘર કેમ ચલાવવા ?
મનીષ નો નાનો ભાઇ બોલ્યો.. મનીષ ના દુકાનની ચાવી આવી ગઈ છે. કોઇ દુકાન ચલાવવા વાળું છે જ નહીં.. આમેય મને નોકરી માંથી એક મિનિટ પણ નવરાશ મળતી નથી. તો આ દુકાન બંધ કરીએ.
સોનાના સસરા બોલ્યા.. થીક છે બેટા તને જેમ યોગ્ય લાગે એમ કર. હું ક્યારે તારી ભણેલ છું કઈ ખબર પડે.
સોનાનો દેવર બોલ્યો.. બાપુ તમે સોનાભાભી વિશે વાત કરતા હતા. મારે એવો કોઇ પગાર નથી કે બધાને સાચવી શકું. તમે ભાભી ને એના પિયર મોકલી દો. આ મારી જવાબદારી નથી એને અને બે બાળકોને સાચવવાની... એમ કહી ત્યાંથી ચાલ્યો ગયો.
સોનાના સસરા બોલ્યા. દિકરા આ ઉંમર માં હું કેટલાની જવાબદારી લઉ. મારી મજબૂરી અને લાચારી ને સમજ. બે હાથ જોડીને સોનાને કહે છે. મને માફ કરી દે બેટા.. માફ કરી દે..
સોના ખુબ રડવા લાગી. કઈ જ બોલ્યા વગર તે જ રાતે પોતાના બન્ને સંતાનોને લઈને સસરાનું ઘર છોડી પોતાના પિયરે આવે છે..
સોના પોતાની મા ને ભેટી ને ખુબ જ રોવે છે....
સોના ના બાપુ રોશની અને રોશનને અંદર જવાનુ કહે છે.. બન્ને બાળકો અંદર જાય છે..
સોનાનો ભાઇ કિશન બોલ્યો... બાપુ સોનાને અને તેના બન્ને છોકરાઓને અહીં મોકલી આપ્યા એનો એનો શું મતલબ છે?. આ બધા ને સાચવવાની એની જવાબદારી છે, આપડી નથી.
સોના ના બાપુ.... બેટા એ લોકોએ ન સાચવ્યા એટલે તો અહીં મોકલ્યા છે. કિશન બોલ્યો.. એનો મતલબ કે આખી જિંદગીભર આપડે સાચવવાના?. બાપુ તમારે સાચવવા હોય તો સાચવજો પણ હું કોઈને નઈ સાચવું.
સોના બોલી.. બાપુ આજે મને કોઈક ની ખુબ જ યાદ આવી રહી છે. આજ મને 10 વર્ષ ની સોના યાદ આવે છે. એ નાનકડી,... માસુમ,..... નિર્દોષ... નાદાન.. સોના. જે પોતાના બાપુ ઉપર નિર્ભર હતી. જેને ભણવાનો અધિકાર હતો. સ્કૂલે જવાનો શોખ હતો, પોતાના નાના ભાઈની જેમ આગળ વધવા માગતી હતી. એ હું સોના જેને તમે મારી નાખી. એના સપનાઓને છીનવી નાખ્યા.
બાપુ તમારા વિચારો મુજબ ભણવાનો હક, સપના જોવાનો હક ફક્ત છોકરાઓને જ હોય છે ને.... હું છતાં પણ ખુબ જ ખુશ હતી.... મારી મા ની જેમ, એ હજારો સ્ત્રીઓની જેમ,.... જે પોતાના સંતાનો, પોતાના પતિ માટે પોતાની દરેક ખુશી હસતા મોઢે સહન કરીને બલિદાન આપે છે. અને એ ભરોસા સાથે હું જીવતી હતી કે, મારી રક્ષા કરવા માટે, મારું ઘર ચલાવવા માટે, મારા સન્તાનો અને મારી જવાબદારી ઉપાડવા માટે મારો પતિ છે ને ! ક્યાં છે મારો પતિ?. મારો પતિ તો હવે આ દુનિયા માં છે જ નહીં?. હંમેશા માટે મને ને મારા સંતાનોને છોડી ને ચાલ્યો ગયો..
(ક્રમશ )