એક દીકરીની વ્યથા - 3 - છેલ્લો ભાગ Het Bhatt Mahek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દીકરીની વ્યથા - 3 - છેલ્લો ભાગ

(ભાગ 2 માં જોયું કે સોના ના સાસરિયા એને સાચવવાની ના પડી દે છે. સોના પોતાના બે સંતાનો સાથે પિયર માં આવે છે... ત્યાં પણ તેનો નાનો ભાઇ કિશન એને કહે છે કે આ અમારી જવાબદારી નથી એમ કહી ને હું નઈ સાચવું એમ બોલી ત્યાં થી ચાલ્યો જાય છે.. સોના પોતાની વ્યથા તેના બાપુને કહે છે.. કે ભણવાનો અને સપના જૉવોનો અધિકાર ફક્ત છોકરાનો જ છે... તમે મને મારી નાખી છે.. મારો પતિ મરી ગયો છે?... હવે આગળ )

સોના બોલી... બાપુ હજી એકવાર પ્રયત્ન કરીએ. બાપુ મારે ભણવું છે.... મારે પણ સ્કૂલે જાવું છે.... મારે પણ ભાઇ ની જેમ આગળ વધીને મોટા માણસ બનવું છે.... શુ થયું બાપુ?. જવાબ આપો ને?.... મારે કયો હિસાબ જોવો છે?.. મારા પતિની દવાની દુકાન બંધ થઈ ગઈ છે બાપુ ... કારણ કે,.. હિસાબ સંભાળવા વાળું કોઈ છે જ નહીં...

કિશન પાસે જઈને... ભાઇ મને સ્કૂટર ચલાવવતા શીખવાડને?.... મારે તારી પેલી ચોપડી વાંચવી છે?.... મને ગણતરી શીખવને?... શું થયું કિશન?... તું કેમ બોલતો બંધ થઈ ગયો?. મારે તો સાસરે જવાનુ છે ને?. ત્યાં જોઈને ઘરનું કામ કરવાનું છે.. રસોઈ બનાવવાની છે.. પરિવારને સાહવવાનો છે... તે જ કહ્યું હતુને કે ત્યાં મારા જીજાજી હસે બધું સંભાળી લેશે. કિશન તારા જીજાજી હવે આ દુનિયામાં નથી રહ્યા....

જો આજ હું કંઈક થોડું ભણી હોત?.. કંઈક શીખી હોત, તો મારા પતિ ની દુકાન બંધ થવા ન દેતે. કંઈપણ નાનું મોટુ કામ કરી લેતે. પણ.... આવી રીતે દુઃખી થઈને પોતાના માણસ પાસે લાચાર ન થાત.. મારી ને મારા સંતાનો ના ભરણ પોષણ માટે હાથ નો લાંબો કરવો પડત.. કોઈના પર હું કે મારા બાળકો બોજ ન બનત....

બાપુ તમે તો મારી દરેક ઈચ્છા પૂરું કરી હતીને?. તો મારી ભણવાની ઈચ્છા કેમ પૂરું ન કરી?.. કેમ તમને છોકરી ને ભણાવવી જરૂરી નથી લાગતું?... કેમ હમેશા આમને જ એવુ શીખવાડવામાં આવે છે કે, ભણવાનું.. લખવાનું.. રૂપિયા કમાઈને ઘર ચલાવવાનું એ બધું ફક્ત છોકરા જ કામ કરે.. કેમ હમેશા સ્ત્રીઓને પુરુષ ઉપર આધારિત રાખવાનું શીખવાડવામાં આવે છે?.. કેમ અમને આત્મ નિર્ભય નથી બનવા દેતા?....

સોના ના બાપુ.....બેટી......
સોના બસ બાપુ.... શિક્ષા પ્રાપ્ત કરવો એ દરેક ઇન્સાન નો જન્મજાત અધિકાર છે... તો તમે કોણ છો એ હક ન આપવા વાળા?...
સોના ના બાપુ... મનમાં એ દિવસ પોતાની ભૂલનો અફસોસ થયો. પિતા હોવાની સાથે મારો પસ્તાવો ત્યાં સુધી છે. કે સમાનતાનો હક આપવો જોઈએ. બે હાથ જોડી સોના સામે એના બાપુ ઉભા રહી માફી માંગે છે.. બેટા મને માફ કરી દે... છોકરા - છોકરી માં મેં કેમ આવો તફાવત રાખ્યો?. આજ મને એવુ લાગે છે કે તારું કન્યદાન પૂરું નથી કર્યું. જ્યાં સુધી છોકરીને શિક્ષિત ન કરીએ અને તેને આત્મ નિર્ભય ન બનાવીએ ત્યાં સુધી દીકરી નું કન્યાદાન પૂરું નથી... મારી દરેક પિતાને વિનંતી છે કે.. તે પોતાની દીકરીને શિક્ષિત કરવાનો હક ન છીનવે.. દીકરીને કન્યાદાનમાં દહેજ નહિ પણ શિક્ષણ આપો. એમ કહી સોના ના પગ માં એના બાપુ પડી ગયાં...

સોના પોતાના બન્ને બાળકોને લઈને ભાડા ના મકાનમાં રહેવા લાગી અને ગૃહ ઉધોગના પાપડ વણીને અન્ય બીજા કામો કરી ખુબ જ મહેનત કરીને પોતાના દિકરો રોશન અને દીકરી રોશની ને ભણાવે છે..

સોના.... મારા જીવનમાં દૂર દૂર સુધી અંધકાર હતો....કોઇ રસ્તો મળતો ન હતો... જ્યાં જાવ ત્યાં ઠોકર.... પોતાના માણસે પરાઈ બનાવી.... એના માટે બોજ બની.. પણ મેં હિંમત ન હારી અને ઈચ્છાઓ નો છોડી સપના પુરા કરવા.... હવે હું મારી દિકરી રોશની ને ભણાવી રહી છું.. અને મને ભરોશો છે કે, મારી ને મારી દિકરીની અંધકારમય જીવનમાં એક દિવસ જરૂર રોશની આવશે...હેત
🙏🙏 સમાપ્ત 🙏🙏