મારો દોસ્ત લોક ડાઉન ભાગ:-૩
ન્યૂઝ ચેનલ ચાલુ હતી પપ્પા દુકાનેથી આવ્યા હતા એ નિયમિત ક્રમ પ્રમાણે ટિ.વી જોવા બેઠા ત્યારબાદ અમે આખું ઘર સાથે જમવા બેસતા, આ બાબત મને બહું જ ગમતી. પરંતુ આજે દરોજ ની જેમ દાદા ગમ્મત કેમ નથી કરતાં, પપ્પા આજે મારી સાથે કેમ ડિબેટ નથી કરતા, કેમ આજે ઘર શાંત થઈ ગયું. ને મેં દાદા ને પુછ્યુ પપ્પા આજે કેમ ટીવી જોતા જોતા રડી પડ્યા..... બેટા આજે ૧૮ વર્ષ ની છોકરી સાથે કોઈ નપાવટે ન કરવાનું કૃત્ય કરીયુ છે એ ન્યૂઝ જોઈ ને એટલે આ વાત બોલતા બોલતા દાદા પણ રોવા જેવા થઈ ગયા . પણ આવું કેમ નાં તો એ છોકરી અમારી કોઈ પરિવાર ની હતી, ના તો કોઈ જાણીતી ? આ બધા વિચારો કરતાં કરતાં જમી લીધું ને. હું ઘર નું કામ પતાવી ને રૂમમાં જતી હતી ત્યારે મેં ન્યૂઝ માં નજર કરી તો ડિબેટ ચાલું હતી એમાં એક સ્ત્રી બોલી કે છોકરી ના કપડા જોવો, એ શું કામ રાત્રે ૧૦ પછી એકલી બહાર ફરે છે? આ સાંભળી મને તો બહુ જ ગુસ્સો આવી ગયો પણ પપ્પા ને એ કપડાં વાળી માનસિકતા મનમાં ફસાઈ ગઈ. રૂમમાં જઈ મોબાઈલ હાથમાં લેતાં જ પ્રિયા નો મેસેજ હતો કાલે શું પહેરીશ કોલેજ માં ફેશન ડે છે યાદ છે ને ? મારાં મનમાં યુદ્ધ ચાલુ થયું કે હવે કાલ માટે પુંછું કે ના પુંછું. આમતો મને પણ વિચાર આવ્યો કે કંઈ છોકરી ને કપડા પહેરવા, મેકઅપ કરવો, તૈયાર થવું ના ગમે ?? પરંતુ વાત તો એમ છે આ સ્માર્ટફોન વાળા સમાજમાં છોકરીઓ તરફ સ્માર્ટ વિચાર હજુ આવ્યા નથી. હવે જો અત્યારે કહીશું તો મરો થશે સવારે વાત પણ એક વાત મનમાં ફસાઈ ગઈ કે આ એક ન્યૂઝ ના કારણે આખું ઘર કેમ શાંત શાંત થઈ ગયું ? કશુંક તો છુપાવે છે ને આમાં ને આમાં સવાર પડી ગઈ. સવારે ઉઠતા જ મોબાઈલ માં તો કેટલાં બધાં મેસેજો કે ક્યાં પોહચી ને શું પહેરીશ ને હું તો ફટાફટ તૈયાર થવા લાગી. પપ્પા પણ દુકાન જવા તૈયાર જ હતાં ત્યાં જ અવની બેન આવ્યાં એ પડોશી છે. તેને સવાર સવારમાં પંચાયત નો સમય ક્યાં થી મળતો હશે.
ક્યાં છો સોનલબેન, પપ્પા કે આ રહી સોનલ આવો આવો. અરે શું વાત કરું દિપકભાઈ લીલા ના પપ્પા ગયા ને મેં કિધું હાલ સોનલબેન ને ઘરે જતાવુ. હા અવનીબેન બોલો શું કે લીલાં, અરે સોનલબેન દિપકભાઈ આ રહી ઘરે એની કોલેજ તો બંધ છે. મમ્મી કે કેમ, અરે આ કોલેજ માં છેડતી થઈ છે , પપ્પા કે હા મેં વાંચ્યું તું. હા દિપકભાઈ એટલે તો હું લીલાં ને ઘરની બહાર પગજ નથી મુકવા દેતી. મમ્મી કે સાવ સાચી વાત છે. આજો ને કાલની જ ધટના....આ બધી વાતો ચાલતી હતી ત્યાં હું મારું ફેવરીટ લાલ ફ્રોક પહેરી ને કોલેજ જવા નિકળી ત્યાં અવનિ બોલી અરે માનસી ક્યાં ચાલી, આટલી બધી તૈયાર થઈ ને ,આજે જન્મદિવસ છે કે શું ? અરે ના ના આજે કોલેજ માં ફેશન ડે છે એટલે અરે દિપકભાઈ "ફેશન હોય જો વધું તો ગુંડાઓ પાછળ પડે વધું" એટલે કે સોનલબેન આપણી દિકરી નું ધ્યાન આપણે જ રાખવું પડે ને ચાલો હું જાઉં જય શ્રી કૃષ્ણ. એ તો ટવકો કરીને જતી રહી પણ મારા મમ્મી પપ્પાને ચિંતા માં નાખતી ગઈ. પાછી કાલ રાતની ન્યૂઝ , પપ્પા કે બેટા આ બધું શું છે ફેશન ડે ? મે કિધુ પપ્પા હું વાત કરવાની જ હતી. આ અવની બેનની વાત સાચી છે તું કપડા બંદલી દે. મે કિધુ પપ્પા પણ તમને ખબર છે ને લાલ કલર મારો ફેવરીટ છે હું નહીં બંદલુ આ ફેવરીટ છે મારું. મમ્મી કે ના બેટા આપણે નથી જવું આ લીલાં ની કોલેજ જેવું થાઈ તો, ના બાપ્પા ના નથી જાવું . પપ્પા કે હા મમ્મી ની વાત સાચી છે તું રેવા દે અને પેહલા આ લાલ કલર માંરી સામેથી હટાવ. મેં કીધું બધાં જ આવાના છે જવા દો પ્લીઝ. પપ્પા કે જવું હોય તો કપડા બીજા પહેરીને જા. મેં પણ જીદમાં ને જીદમાં કપડા બદલી ને કોલેજ જવા નિકળી પણ પાર્કિંગ માંથી જ મારા પગ પાછાં ફર્યાં. આવું પેહરી ને જાઈશ બધી છોકરીઓ વાતો કરશે તો ? મારાં પર હંસે તો ? બધાને મજાક નું બહાનું મળી જાશે. ના ના નથી જાવું , હું મારા રૂમમાં જતી રહી. ને મને લાગ્યું કે આ દેશ તો ૨૧ દિવસ માટે લોકડાઉન છે પણ મારા જેવી ધણી છોકરીઓ. ............
આગળ વાંચો ભાગ:-૪
કલમ :- કિશન કલ્યાણી