:- ફરીથી પપ્પા સાથે ઝગડો થયો ગયો છે મગજ દુઃખી ગયું છે. પપ્પા ને એમ કે છોકરી મોટી થઈ ગઈ છે એટલે હવે જીભ પણ મોટી થઈ ગઈ છે વધારે બોલે છે પાછી સ્વતંત્રતા ની વાતો કરે છે અરે એવું નથી હું તો માત્ર ને માત્ર મારા મનના ફળીયામાં ફાવે ને અમારા ઘરમાં શોભે એજ બધી પ્રવૃત્તિ ની વાત કરતી હતી હા....હા તમે આ અટપટી વાતો થી ગુંચવાય ના જાવ એ માટે આપણે થોડા વર્ષો પાછળ જાયે.
:- હા તો દોસ્તો અરે સોરી પપ્પા એ દોસ્તો રાખવાની ના પાડી છે તો પ્રિયજનો અરે પપ્પા ના ડરથી પ્રિય તો ઘણા છે પણ ખાલી સપનઓ માં જ, તો હવે તમને શું બોલાવું ,હવે શું કરું હા એક કામ કરીએ તમે બધાંજ છોકરી બની જાવ તો તમારી સાથે હું મારા જીવનની વાતોની શરૂઆત કરું એટલે કે તમે પણ સખી બની જાવ હા સખી જે મારી નાનપણથી ફ્રેન્ડ છે અને આ એક જ મારી ફ્રેન્ડ છે કેમકે મમ્મી પપ્પા ને હું કોઈ છોકરાઓ જોડે બોલું તો નહોતું ગમતું અને પપ્પા થી બધા ડરતા એટલે કોઈ બીજા મિત્રો હતાં જ નહી બોલો.........
:- પણ નાનપણમાં પપ્પા પપ્પા હતા અને હું હું એટલે બધું ચાલતું કારણ કે મને માત્ર ભણવા માં જ રસ નહોતો હું તો બધીજ પ્રવૃત્તિ માં રસ ધરાવતી બોલવામાં, લખવામાં, ડ્રોઈંગ અને ખાસ મારું ફેવરીટ ડાન્સ એટલે એ બધાં જ મારા મિત્રો હતાં . અને ઘર થી સ્કૂલ માં જ નાનપણ વિતતુ ગયું ને હવે આપણે અરે હું તો મારું નામ કહેતાં જ ભૂલી ગઈ સોરી હોં પણ એક પંખી ને વર્ષો સુધી પાંજરા માં રાખો ને થોડા કલાકો ખુલ્લું આકાશ આપો એટલે મારા જેવીજ હરખપદુડી થાય ..........હા તો હું આશા ઠક્કર 9 માં આવી ગયા એટલે હવે આપણે મોટા થઈ ગયા એવું ખાલી મને લાગતું હતું બાકી હજું પણ પપ્પા ના કડક નિયમો ને મમ્મી ની શિખામણો પેહલા વોટ્સએપ માં જેમ અફવાઓ નોન સ્ટોપ આવે એમ અહીં પણ એવું જ હતું... ખબર નહીં 9 ધોરણ માં આવીયા બાદ મને મમ્મી ને પપ્પા કે એતો ગમતાં જ પણ આ શારિરીક ફેરફાર તો થયા પણ માનસિક ફેરફાર આ લોકો થવા દે એમ હતાં નહીં....
:- હવે તમને એમ લાગશે કે આ છોકરી ભણવામાં નબળી હશે, બાર ફરવું ગમતું હશે, પેહલા અમારા દાદાની ભાષામાં કહીએ તો આ છોકરી હાથ માંથી નિકળી ગઈ છે... વાત રહી ભણવાની તો હું 1થી 8 ધોરણ માં 1થી 3 માં જ નંબર લાવી છું પણ સાલું આ 9 માં ભણવા ની સાથે બોલવા માં વધારે રસ કેળવાયો હોય એવું લાગતું હતું એટલે મારું મન બધા જોડે બોલવા માગતું હતું આપણે માટે તો છોકરી છોકરા એક સમાન હતા પણ આ દ્રષ્ટિ મને મારા પરિવાર સામે ખૂબ જ નડવાની છે એ મને ત્યારે જ ખબર પડી ગઈ હતી.... તમને નહીં ખબર હોય પણ મારો પરિવાર પુરુષ પ્રધાન તો હતો જ પણ પુરુષ ધેલો પણ હતો કેમકે આ લોકો નું ચાલે તો મનના વિચારો સપનાંઓ હકીકત ને પણ પોતાને ફાવે , ગમે ,અને ખાસ પોતાના સમાજ , આબરૂ અને સન્માન ને માટે દાવે લગાડી શકે પણ એક વસ્તુ હજું ના સમજાય કે આ બધા કડક નિયમો માત્ર છોકરીઓ માટે જ કેમ હતા પછી મને થયું કે છોકરાઓ ને છુટ છાંટ થી એ સુધરતાં હશે તો જ નાનપણમાં , સ્કૂલ માં બધે મને તફાવત નામ નો રાક્ષસ દેખાઈ છે. અરે અરે ફરી આગળ નિકળી ગઈ હા તો મારું 9અને10 ધોરણ પુરા થયા ને આપણે એટલે કે આશા ઠક્કર સ્કૂલ માં ૧૧ માં નંબર પર, પણ હું આશા પરિવાર ની આશા પર ખરી ના ઉતરી. વાત તો ત્યાં જ અટકી કે 1થી3 માં નંબર કેમ ના આવ્યો આટલો સ્કૂલ નો ખર્ચ આ આટલી ટ્યુશન ક્લાસ ની ફ્રી ત્યાં હવે અમારા વડીલજનો ઓલ્ડ વિચારો સાથે બોલ્યા અમે તો પેહલા જ કહેતા હતા કે બેનપડી બેનપડી કરી કરી કોના ઘરે શું વાંચે છે એ જોવા જાવ પણ ના...... હવે મારે સખી એક જ તો મિત્ર છે અને લેવા મુકવા ની વાત છે તો શું આ સાયકલ શું મારી બહેન માટે લીધી છે.
:- અરે આ બધી વાત માં મારી નાની બહેન આસ્થા ની ઓળખાણ કરાવતાં જ ભૂલી ગઈ, એ હાલ 6 ધોરણ માં છે એ પણ મારા જેવા કડક નિયમો માં જ છે હા પણ થોડા અપડેટ થયાં છે પણ આતો સામે પણ બોલે છે અને હા હું તો કરીશ જ આ એનો પાવરફુલ ડાયલોગ છે . હું તો બહુ ડરું પપ્પા ને મમ્મી થી અરે સાચું કહું તો આખાં પરિવાર થી હું ડરું છું. પણ તમને હું મારા રૂમની એક મસ્ત વસ્તુ છે જે મારી દુનિયા છે એ બતાવું, એ છે બારી એ બારી માંથી મને સૂર્ય ને ઉગતો અને ચાંદ ને રોશન થતાં જોવાની મજા પડે અને હા વરસાદ ના છાંટા તો મને એવા ગમે કે વાત જવા દો,મને અગાશી (ટેરેસ) પર વરસાદ માં ભીંજાવું બહું ગમે પણ પપ્પા નો નિયમ હતો કે ટેરેસ પર જવાનું નહીં કેમકે સોસાયટી ના છોકરાઓ ટેરેસ પર આવે છે હવે અમારી સોસાયટીમાં હું એક છોકરી થોડી હતી અને આમ પણ એ બધાં બચ્ચાંઓ હતાં ને હું ૧૨ ધોરણ માં તો એ શું કરવાના પણ શું એ મારા ભાઈ હોત તો પણ જવા ના મળે આવા પ્રશ્ર્નો મને ધણીવાર થતાં પપ્પા જવાબ આપતા જ નહીં અને હું બારી માં જ મસ્ત આનંદ લેતી અરે અરે વરસાદ થી યાદ આવીયુ ધોરણ ૧૧/૧૨ માં ધણી સ્પર્ધાઓ માં ભાગ લીધો હતો તેમાં હું જીતતી પણ અને પેહલો જ નંબર આવતો એમાં પણ વરસાદ પર ના નિબંધ સ્પર્ધા માં તો હું રાજ્ય કક્ષાનું પોહચી તી, આ બધું જે હું ૯ માં ધોરણ માં મને બોલવાની તલપ મને નવું નવું શીખવાની ટેવે આજે મને ખુબ સારી વકતા બનાવી દિધી અને અઢળક ટ્રોફી છે .
:- પણ આજે મને એ એક પણ ટ્રોફી કોઈ બીજા માણસ સાથે બોલવા માં મદદરૂપ કેમ નથી થાતી, મને આપેલા એ સન્માન માં કેમ મને મિત્રો બનાવવાની છૂટ નથી આપવામાં આવતી, આજે કોલેજ ના વોટ્સએપ ગ્રુપમાં કેમ મારે પપ્પાને પુછીને અને માત્ર છોકરીઓ હોયતો જ રેહવાનુ અરે મોબાઈલ તો મમ્મી એ માન માન અપાવીયો , અને હજી પણ અંધારું ને અજવાળું વાળી માનસિકતા કેમ ? પણ આ બધું કેમ છોકરીઓ જોડે જ ...... મને આજે લાગે છે................દેશ તો ૨૧ દિવસ માટે લોકડાઉન છે પણ શું ધણી છોકરીઓ વર્ષોથી..................
:- આતો શરૂઆત છે હજું ધણી વાત છે
ભાગ ૨ ટુંક સમયમાં:-------
:- લેખક:- કિશન એચ કલ્યાણી (કલમ)
(એક યુવતી ના સત્ય પ્રસંગો પર થી )