અનોખા પ્રસંગો - 1 Davda Kishan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખા પ્રસંગો - 1

આ ધારાવાહિક વિવિધ સંવાદોનો સમૂહ છે જ્યાં જીવનના અનેક પ્રસંગો ઘણાં પાત્રોના સંવાદ દ્વાર સમજાવેલા છે. પહેલો પ્રસંગ.


ભાઈની ચિંતા

જીગર અને આશી બંને ભાઈ બહેન હતા, માતા- પિતાની છત્ર છાયા બંનેએ બાળપણમાં જ ગુમાવી હતી. આશી માટે તો જીગર જ સર્વસ્વ. જીગર આશીનો ખૂબ જ સારી રીતે ખ્યાલ રાખતો હતો, આશી ને ક્યારેય પણ માતા પિતાની ઉણપ ના અનુભવવા દેતો. જીગરએ આશીને જરૂર પડ્યે માંની મમતા અને પિતાના પ્રેમનું રસપાન કરાવ્યું હતું. દરેક મુશ્કેલીઓમાંથી બંને ભાઈ બહેન કોઈ ને કોઈ ઉપાય તો શોધી જ લેતાં.

પણ અહીં તો વાત આશીના દૂર જવાની હતી.

"ભાઈ, તમે મારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી છે, મેં જે નથી કહ્યું, તમે એ પણ લાવી આપ્યું છે. તો શું મારી આ ઈચ્છા પણ પૂર્ણ કરશો?" આશીએ કહ્યું.

"અરે પણ, વાત શું છે એ તો જણાવ, તારા હાથમાં આ કાગળ શેનો છે? બતાવ તો!" જીગરએ આશી પાસેથી કાગળ લેતાં કહ્યું.

"હા, હું તમને આ માટે જ કહું છું. મને જવા દો ને."

"શું? તને ખબર પણ છે, આમાં કેટલું જોખમ છે! હું આના માટે તને પરવાનગી ના આપી શકું."

"પણ ભાઈ, આ તો સારું જ કામ છે ને, મને ત્યાં કશું જ નહીં થાય."

"ના એટલે ના"

"પ્લીઝ ભાઈ, આમ તો ના કરો, મને જવા દો ને ઇન્ડિયન ક્રાઈમ એજન્સીમાં, મારે દેશ માટે કંઇક કરવું છે અને હું આ એજન્સીમાં પસંદગી પામી છું."

"આશી, તને આજ હું પરવાનગી આપી પણ દઉં, પણ પછી તે વિચાર્યું કે મારું શું થશે? કામે થી ઘરે આવીને તને જ્યાં સુધી જોઈ ના લવ ને ત્યાં સુધી મને પાણી પણ ગળે ના ઉતરે, અને તું તો આટલી દૂર જવાની વાત કરે છે!" જીગર આશીને સમજાવતા બોલ્યો.

"પણ ભાઈ, હું ક્યાં ત્યાં કાયમને માટે જાવ છું, બસ ખાલી ત્રણ માસની ટ્રેનિંગ જ ત્યાં છે, પછી તો અહીંયા જ કામ કરવાનું છે, તમે એક વાર મને જવાની હા પાડી દો."

જીગર ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયો અને થોડો વિચાર પણ કર્યો.
"ઠીક છે, તારે ક્યારે જવાનું છે?"

"પરમ દિવસે ટ્રેનિંગ શરૂ થાય છે."

"ચાલ, તને ત્યાં જવાની રજા આપું છું, પણ મારી એક શરત છે."

"શું?"

"હું પણ તારી સાથે આવીશ, અને ત્રણ મહિના સુધી ત્યાં જ રહીશ."

"પણ ભાઈ, પછી અહિંયાનું કામ કઈ રીતે કરશો?"

"એ તો લેપટોપ ત્યાં લઈ જશું, બોસ જે પણ વર્ક કરવા કહેશે, એ કરીને ઓનલાઈન સબમિટ કરી આપીશ, મારા માટે ગર્વની વાત છે કે તને દેશની સેવા માટે તક મળી છે."

"થેંક યુ સો મચ ભાઈ, પણ તો પહેલા કેમ ના પાડી?"

"અરે વ્હાલી, તું જ તો મારી પ્રેરણા અને હિંમત છે, તું મારાથી દૂર જવાની એ વાત માત્ર પણ મને હંમેશા ખટકે છે, તારા લગ્ન વખતે તો તને વિદાય કેમ આપીશ એ ચિંતા જ મને તો સતાવે છે, તું દૂર જઈશ એ ડર મને ખૂબ કંપાવે છે."
જીગર આશીને ભેટીને રડી પડ્યો.

આશી પણ ભાઈને અનહદ પ્રેમ કરતી અને એના આંખના આશું પણ પોતે રોકી ના શકી.

બસ, ભાઈની ચિંતા હતી એ દૂર તો થઈ ગઈ પણ લગ્ન વખતે જીગર આશીને કેમ વિદાય આપશે એ જ એનો ડર હતો.

આ પ્રસંગ અહીં પૂર્ણ થયો કે પછી હવે જ શરૂ થયો?

જાણવા માટે વાંચતા રહો અનોખા પ્રસંગો.