શાયરી ભાગ - 1 RAJ NAKUM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

શાયરી ભાગ - 1

એ ગયા અને ગુનેગાર
અમે થઈ ગયા ,
ને યાદોમાં આવી અમારી એ
પોતે જ કેદ થઈ ગયા ...
_ ઘાયલ(રાજ)





અમે ક્યાં કહયું હતું કે તમે આવો ....
ને હવે આવી જ ગયા છો તો
આમ કીધા વગર તો ના જાઓ .....
- ઘાયલ(રાજ)





વાત તો શરૂઆતથી જ માંડી હતી અને ...,
વિશ્વાસના પાયા ભરવા અમારી જાત વાપરી હતી ....

" ઘાયલ " હતા એ આપણા જીવ થી પણ વહાલા ...,
એ સાબિત કરવા જાત ને પણ ક્યાં ઓછી બાળી હતી ...
- ઘાયલ(રાજ)





એમની વાળની લટ પણ ગઝબ કરી ગઈ....,
જેવી સરકાવી આંખો પાસેથી એમણે અને
"ઘાયલ" ત્યાં તો એમની આંખો પહેલ કરી ગઈ ......

- ઘાયલ(રાજ)




તામારા ગયા પછી તો ,
આ ચાંદ ને પણ અંધારી અમાસ આવી છે ....

મળતા હતા જે ઝાડ નીચે આપણે ,
હવે ત્યાં પણ સદા પાનખર આવી છે ....

- ઘાયલ(રાજ)





અંધારે પોતાની જાત ને મોટી માની
માનવી બધે ફરતો રહ્યો.....

જ્યારે સવાર પડી અને પાછળ જોયું ,
તો પોતાની પડછાયથી જ ડરતો રહ્યો....

- ઘાયલ(રાજ)



हो तो बस अगले साल से
बस एक नम्बर ही तो बड़ा है....।

उस साल ने हमारे सपनों को
बहुत बुरी तरह से तोड़ा है ....।

" घायल" इस बार हमने तो
हौसला दो गुना और जोड़ा है ...।

_ घायल




એમની યાદો નો ભાર પળે પળે
રહ્યો જીવન ના આખરી ક્ષણે ક્ષણે .....

- ઘાયલ(રાજ)




જો તમે આવો તો હવે જિંદગી ની શરૂઆત છે ....,
નહિ તો પળે પળે અંત ની જ રજુઆત છે ...
- ઘાયલ(રાજ)




કરી બેઠા છીએ પ્રેમ એમને એ કહેવા ,
વાતની શરુઆત ક્યાંથી કરું ......?

જો કરીએ ઈઝહાર આ પ્રેમ નો અને આવે ના ,
" ઘાયલ " તો આ પ્રેમનો અંત ક્યાંથી કરું ....!

- ઘાયલ(રાજ)




હું ક્યાંક અંદર ને અંદર ખોવાઈ ગયો છું ...,
તને મળ્યા પછી તો ,
હું એક હોવા છતાં બે માં વહેચાઈ ગયો છું ....
- ઘાયલ(રાજ)



રોતા રોતા આવ્યા હતા ,
હવે હસતા હસતા જવું છે ....

રાજ બની ને આવી ગયા દુનિયામાં ...,
હવે ઘાયલ બની ને દફન થવું છે ....
- ઘાયલ(રાજ)





જે કહેતા હતા નહિ ચાલે તારા વગર એજ ,
આજે આપણને જોયા પછી પણ ટાળે છે ....


શું જરૂર છે દિવાસળીની ❛ ઘાયલ ❜
આપણને તો એની યાદો જ બાળે છે .....

- ઘાયલ(રાજ)



में तो अंदर से ही टूटा हु ....
खुद को ही अंदर ही अंदर
ढूढने में जुटा हु...।

दुनिया को तो ऐ ,
जूठी हसी का मोहरा दिखाता हु ....
लिकिन मोहरे के पीछे तो ,
में अपने आप से ही रूठा हु .....

- ઘાયલ(રાજ)



કોઈએ કહયું એમની આંખો નશીલી
તો કોઈ કહે એમની ચાલ .....

કોઈએ કર્યા વખાણ તારા હોઠ ના
તો કોઈએ તારી નટખટ વાળ ની લટ ના ...

પણ તમને જોઈને અમે તો
આંખો, ચાલ, હોઠ કે ના લટ એ
વરયા બસ આ કાનના ઝુમકે
દિલ હારી બેઠા...
- ઘાયલ(રાજ)



આંખો બંધ કરી છે ,
મતલબ એ નહિ દેખાતું નથી ....,
ગુસ્સો નથી કરતો ,
મતલબ એ નહિ કે શાંત છું ....,

પોતાને જ ગોતું છું ...,
જ્યારે મળી ગયો કે ,
આ અંદર બેઠો કોણ છે ....

ત્યારે જોજે દુનિયા જોતી રહેશે
"ઘાયલ" જે લોકો કહે છે ને કે ,
શું કરે છે આવું લખવામાં કઈ નથી ....
એ જ તારી શાયરી શાયરી એ ,
વાહ વાહ કહેતા મળશે ...😔
- ઘાયલ(રાજ)




સાહેબ ,
સવાલ તો આ દિલ નો છે ....,
પણ ઉજાગરા આ આંખોના થાય છે ....
- ઘાયલ(રાજ)