સૌથી અલગ પ્રેમકથા.. - 2 Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌથી અલગ પ્રેમકથા.. - 2

હંસાબહેન ઘરમાં પ્રવેશ્યાં ત્યાં સામે અનુજ અને કાવ્યા નજરે આવતા સીધા "ગુસ્સામાં બોલ્યાં અનુજીયા તારા પપ્પા કહ્યું અનુજ સાથે વહુને પણ લાવ્યો છે ? આ છે તારી વહુ
આ ભાગેળું છોકરી એના માવતરનું ભલું ન વિચાર્યું તો આપણું શું વિચારવાની. મેં તો તારા માટે મારી બહેનપણી વૃંદાની દીકરી સાથે નક્કી કર્યું હતું."

"અનુજ: બસ મમ્મી હવે તું શાંત થઈજા તારી વહુ તારા માટે શું વિચારશે આ કાવ્યા મારા માટે એનું બધું છોડી મારી સાથે આવી છે એનો તો વિચાર કર.."
"હંસાબહેન મારે કઈ વિચાર કરવો નથી હવે આવ્યાં છો તો પડ્યાં રહો ચૂપચાપ તારી વહુને કહી દેજે ઉપરના રૂમમાં જ રહે, મારા રસોડામાં ન આવે. હું તમને કહેતી હતી અનુજના પપ્પા છોકરા ઉપર ધ્યાન રાખો પણ મારું તો ઘરમાં કોણ સાંભળે મારું પોતપોતાની રીતે જીવે છે એનું પરિણામ પણ જોયુને..!!

ધીમેધીમે સમય પસાર થવા લાગ્યો આ વાતને એક મહિનો વીતી ગયો પણ હંસાબહેનને કાવ્યા પ્રત્યેનો અણગમો હજુ અકબંધ હતો , પણ કાવ્યા અનુજને કોઈ દિવસ ફરિયાદ કરતી નહીં એને એક આશા હતી કે એક દિવસ બધું સારું થઈ જશે એના મનની આશા પણ જાણે આજ પુરી થવાની હોય એમ સવારમાં કોર્ટમાં એક પત્ર આવેલો જે "અનુજે વાંચ્યો અને બુમો પડતો પપ્પા,મમ્મી ,કાવ્યા આ પત્ર જોવો એક ખુશીના સમાચાર આવ્યાં પપ્પા આપણી સો વિધા જમીનનો ચુકાદો આવી ગયો છે"

"રમણિકભાઈ: શું વાત કરે છે ? દીકરા આ તો બહુ ખુશીના સમાચાર છે. જોયું અનુજની મમ્મી આ આપણી કાવ્યા વહુનાં પગલાં પડ્યાં અને જમીનનો ચુકાદો પણ આવી ગયો હવે આ જમીન વહેંચી આપણે શહેર રહેવા જતું રહેવું અનુજને ગમતી મોબાઇલની દુકાન કરીશું બન્ને ભાઈ તેમાં સચવાઈ જશે."

આ વાતના હરખમાં હંસાબહેનથી બોલાઈ ગયું જા કાવ્યા રસોઈમાં જઈ લાપસીના આંધણ મુક આજે મારી વહુ રસોઈ બનાવશે આપણે બધા સાથે જમીશું" આમ હંસાબહેનનો અણગમો પણ દૂર થઈ ગયો અને સાસુ વહુ વચ્ચેનું અંતર દૂર થઈ ગયું, અને જમીનનો સોદો પણ થઈ ગયો,અને ગામડે બધું આટોપીને ઘરને તાળા મારી શહેર રવાના થઈ ગયા.

શહેરમાં અનુજ અને નયન માટે જે દુકાન ખરીદી હતી ત્યાં ઉદઘાટનમાં આવેલ બ્રાહ્મણ પાસે હંસાબહેને હાથોહાથ અનુજ અને કાવ્યાના વિધિસર લગ્ન કરાવવા માટે મૂહરત પણ કઢાવી લીધું, પાંચ દિવસ પછી મંદિરમાં હિંદુ વિધિવિધાન સાથે
અનુજના મિત્ર અશોક અને ધર્મપત્ની શિતલ દ્વારા કાવ્યાનું કન્યાદાન કરાવી, વેદીના ચાર ફેરા ફરી લગ્ન સંપન કરી.
કાવ્યાને નવી નવોઢાની માફક કંકુપગલાં કરાવી ગૃહપ્રવેશ કરાવ્યો.

આમ ધીમેધીમે સમય વહેવા લાગ્યો શહેર આવ્યાં એને એક વર્ષ વીતી ગયું, અનુજનું વલણ પણ બદલવા લાગ્યું દુકાનની જવાબદારી નયનના માથે મૂકી અનુજ એના મિત્રવર્તુળ સાથે સમય વિતાવવા લાગ્યો, ઘરે કાવ્યા રાહ જોતી રહેતી ક્યારેક તો અનુજ રાત્રે પણ ઘરે આવતો નહીં.

"કાવ્યાએ આજે હિંમત કરી અનુજને પૂછયુ કે તમારે આટલું બધું શું કામ હોય છે કે તમે દુકાનને પણ હાજર નથી રહેતા અને ઘરે પણ મને ટાઈમ નથી આપી શક્તા ?"
"અનુજ કાવ્યાની વાત ટાળી દેતો અને કહેતો મારે સો કામ હોય દુકાનનાં અને તું ઘરે નવરી પડી દિમાગનાં ખોટા ઘોડા ન દોડાવ ચાલ હવે મારે આજે એક સેમિનારમાં જવાનું છે જમવાનું તૈયાર હોય તો જમીને જાઉં"
"કાવ્યા: અત્યારે ઘડિયાળમાં સમય તો જોવો દશ વાગ્યાં છે અડધી રાત્રે એ બધી કઈ મિટિંગ ચાલો હું જમવાનું તૈયાર રાખું છું તમે ફ્રેશ થઈ નીચે આવો ઓકે.


-સચિન સોની....