Featured Books
શ્રેણી
શેયર કરો

સૌથી અલગ પ્રેમકથા - 3 - છેલ્લો ભાગ

કાવ્યા: અત્યારે ઘડિયાળમાં સમય તો જોવો દશ વાગ્યાં છે અડધી રાત્રે એ બધી કઈ મિટિંગ ચાલો હું જમવાનું તૈયાર રાખું છું તમે ફ્રેશ થઈ નીચે આવો."



" અનુજ ફટાફટ પાંચ મિનિટમાં જમી કાવ્યાને કહ્યું ચાલ હું જાઉં છું કદાચ સવારે પણ આવું કંઈ નક્કી નહીં"
અનુજ બાઇક લઈને ઘરથી તો મિટિંગનું બહાનું કરી નીકળ્યો પણ એતો એક બહાનું હતું એ અનુજ જાણતો હતો હવાની સાથે અનુજની બાઇક ઊડતી જતી હતી,અને આખરે એ એના મિત્ર અશોકના ફાર્મહાઉસ પર પહોંચી ગયો, જ્યાં નવ મિત્રોની ટિમ અનુજની વાટે હતી, અનુજ જેવો આવ્યો કે તરત ત્યાં ખુશાલીનો માહોલ છવાઈ ગયો, અને દશેદશ જણા ગોળચક્કરમાં ગોઠવાઈ ગયા.



અને ત્યાં બાવનપતીનો જુગાર માંડયો,એક વ્યક્તિ દીઠ એકહજાર એમ પટમાં દશ હજારની મોટી રમતની શરૂવાત થઈ ગઈ. અનુજ પાસે જે રોકડ પચાસહજાર હતાં તે બે કલાકમાં ખૂટી ગયાં, અને પહેલી કહેવત "હાર્યો જુગારી બમણું રમે" એ પ્રમાણે પચાસહજારને કવર કરવાનાં એ ઉધાર પૈસા લઈ રમતો રહ્યો , પણ સવારનાં પાંચ વાગ્યાં સુધીમાં એક પણ બાજી અનુજના નામે થઈ જ નહીં. અને થાક્યાં હોવાથી આ રમતને અંત આપ્યો અને અશોકે ઉધારીમાં રમેલાનો હિસાબ કર્યો ત્યારે ખબર પડી કે અનુજને પચાસ લાખ આપવાના.

અનુજે અશોકને બપોર સુધીમાં પૈસા પહોંચાડવાનો વાયદો કરી ત્યાંથી બાઇક સ્ટાર્ટ કરી ઘર તરફ પ્રયાણ કરતો નિકડયો પણ મનમાં વિચારોનું ઘમાસાણ ચાલતું હતું આટલાં બધાં પૈસા હું ક્યાંથી લાવીશ, પપ્પાને વાત કરીશ તો બહુ ગુસ્સે થશે, એ ડરથી ઘરે પહોંચવા આવેલ અનુજએ ત્યાંથી બાઇકને ટર્ન કરી સીધો રેલવેસ્ટન પહોંચ્યો, પાર્કિંગ જોનમાં બાઇક પાર્ક કરી પ્લેટફોર્મ પર ઉભેલી ગાડીમાં ચડી ત્યાંથી પલાયન થઈ ગયો.

બીજી બાજુ કાવ્યા,નયન,રમણિકભાઈ, હંસાબહેન આખું શહેર ફફોળી વળ્યાં પણ અનુજનો કોઈ પતો લાગ્યો નહીં, અંતે પોલિશસ્ટેશનમાં ગુમ હોવાની ફરિયાદ લખાવી તો અનુજની બાઇક રેલવેસ્ટન પરથી મળી, ઠેરઠેર અનુજના ફોટા સાથે ચોપનિયા પણ લગાવ્યાં પણ અનુજનો કોઈ પતો લાગ્યો નહીં, પણ કાવ્યા હિંમત હારી નહીં મનમાં એક આશા હતી કે અનુજ આવશે, અઠવાડિયા ગણાયા મહિના ગણાયા એક વર્ષ પછી, રમણિકભાઈએ ન્યુઝ પેપરમાં પણ આપ્યું કે દીકરા તું જ્યાં હોય ત્યાંથી આવિજા તારા ઉધારીના પૈસા પણ ચૂકતે કરી દીધા છે તારી પત્ની કાવ્યા તારી રાહમાં આંખો બિછાવી બેઠી છે.

આમ સમય ધીમેધીમે પસાર થવા લાગ્યો અને જોતજોતામાં એક દશકો વીતી ગયો, છતાં કાવ્ય અનુજની રાહમાં ઘરનાં મુખ્ય દરવાજા ઉભી એની રાહ જોવાની ચૂકતી નહીં,હવે તો અનુજના મમ્મી પપ્પાએ પણ અનુજની આવવાની આશ છોડી દીધી અંતે કાવ્યાની "સાસુ હંસાબહેને કહ્યું કાવ્યા બેટા હવે તું હા કહે તો તારું કન્યાદાન કરી તારા લગ્ન બીજી જગ્યા એ કરાવી દઈએ,બેટા આમ એકલાં જિંદગી કેવી રીતે વીતશે." "કાવ્યાએ એની સાસુને કહ્યું મમ્મી બીજું ઘર કરું તો મેં કરેલો પ્રેમ લાજે દુનિયામાં પ્રેમ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે ,હું બીજા લગ્ન કરવાનું સ્વપ્ને પણ વિચારી ન શકું, અનુજને દિલથી ચાહું છું મેં સાથે ફેરા ફરતી વખતે સાત જન્મ સંગાથના વચન લીધા છે એ આજે નહીં તો કાલે આવશે જરૂર
મારા ખોળિયામાં પ્રાણ છે હું ત્યાં સુધી એની રાહ જોઈશ"

"હંસાબહેન : ખરેખર કાવ્યા તું તો મહાન તો છો જ, એથી પણ મહાન અનુજ પ્રત્યેનો તારો પ્રેમ મહાન છે, પ્રેમ તો બધા કરી જાણે છે, પણ પ્રેમ કરીને નિભાવનારી કદાચ તું એક હશે અને આ તારી સૌથી અલગ પ્રેમ કથા હશે....
....સમાપ્ત..આપ સહુનો આભાર
-સચિન સોની