રોહન અને રીતુ પતિ-પત્ની હતા. તેઓના લગ્ન ત્રણેક વર્ષ પહેલાં થયા હતા અને બંને સુખી દાંપત્ય જીવન વીતાવતા હતાં. તેઓ એકલા હોય ત્યારે ઘણીવાર રોહન રીતુને તેના ભૂતકાળના પ્રેમ સંબંધો વિષે પૂછતો રીતુ સુંદર હોવાને કારણે રોહનને હંમેશાં એમ લાગતું કે રીતુના અનેક પ્રેમ સંબંધો હશે. રીતુ આવા કોઈ સંબંધઓ હોવાનો ઈન્કાર કરતી છતાં રોહન તેને પૂછયા કરતો. એક નબળી ક્ષણે રીતુએ જ્યારે તે કોલેજના પ્રવાસમાં ગઈ હતી ત્યારે એક યુવક સાથે થયેલા પ્રેમ સંબંધની વાત કરી તે પછી પણ રોહન અન્ય સંબંધો વિષે પૂછતો રહેતો. બીજું કાંઈ ના હોવાને કારણે રીતુ કાંઈ કહેતી નહીં. પરંતુ થોડાં સમય પછી રોહન તેના પર ગુસ્સે થવા લાગ્યો. બીજાં કોઈ રોચક કિસ્સા સાંભળવા ના મળતા તે રીતુ સાથે ગેરવર્તન કરવા માંડયો. તેઓ વચ્ચે ખૂબ ઝઘડા થવા લાગ્યા અને છેવટે તેઓ છૂટા પડયા. રીતુને પોતાની નિખાલસતા બદલ ખૂબ પસ્તાવો થયો.
એ વાત તો સુવિદિત છે કે સ્ત્રીઓના પેટમાં કોઈ વાત ટકતી નથી. છતાં ઘણી સ્ત્રીઓ કેટલીક વાતો પોતાના પતિથી છાની રાખે છે. તેઓ જાણતી હોય છે કે તેમાં જ તેઓનું હિત છે. આ વાતો નીચે દર્શાવ્યા વિષે હોય છે.
સ્ત્રીના પિયરને લગતી કોઈ નબળી બાબત..
પોતાના સંતાનોની ભૂલો, નણંદ અથવા અન્ય કોઈ સંબંધી દ્વારા થયેલી ભૂલચૂક,
મિત્રો કે પડોશીઓએ કહેલી ખાનગી વાતો જે વિશ્વાસ મૂકીને કહેવામાં આવી હોય.
પોતાની ખાનગી બચત
અંગત ખોડ કે ખામી, રોગ, મેકપ વગેરે અંગેની બાબતો
તેના ભૂતકાળના પ્રેમ-સંબંધો તેમજ પુરુષોના માઠા અનુભવો
લગ્નેતર સંબંધો (જો હોય તો)
મિત્રો કે સગાંઓની કુદૃષ્ટિ
સુખી લગ્નજીવનમાં વાતચીત મહત્ત્વની બાબત છે. વાતચીત નિખાલસ અને ઉષ્માભરી હોવી જોઈએ. પતિ-પત્ની વચ્ચે અત્યંત નિકટનો સંબંધ હોય છે,. તેઓ કોઈપણ વિષય પર વાત કરી શકે એટલી ઘનિષ્ઠતા ધરાવતા હોય છે. પરંતુ તેમ છતાં કેટલાંક વિષયો એવા છે. જે બાબતે વાત કરતા પહેલાં તેઓએ વિચારી લેવું જોઈએ. મતભેદો ઉદ્ભવે તેવા વિષય પર ક્યાં તો તેઓએ વાત કરવાનું ટાળવું જોઈએ અથવા તેવા વિષય પર કાળજીપૂર્વક વાત કરવી જોઈએ જેથી કોઈ પ્રકારનું ઘર્ષણ ના થાય. લગ્નજીવનમાં પ્રેમ અને નમ્રતાપૂર્વકની વાતચીતનું ઘણું મહત્ત્વ છે. નિખાલસ બનો પણ તેમાં મધુરતા રાખો જેથી કોઈ પ્રકારનો વિરોધ કે દુઃખ ઉત્પન્ન ના થાય જીવનસાથી સાથે ખુલ્લા દિલથી વાત કરો. સાચી વાતને છુપાવવાનો પ્રયત્ન ના કરશો.
પરસ્પર વિશ્વાસ :
પતિ-પત્ની જ્યારે પોતાના બોલેલા શબ્દો પાળે છે અને એકમેક આગળ પોતાનું હૃદય ખુલ્લું કરતા રહે છે ત્યારે તેઓની વચ્ચે પરસ્પર વિશ્વાસનો સંબંધ બંધાય છે. જ્યારે વચનો ના પળાય અને વિશ્વાસ તૂટી જાય ત્યારે હૃદયને મોટો આઘાત લાગે છે અને ભોગ બનેલ વ્યક્તિ નિસહાય બની જાય છે.
પતિ-પત્નીએ ક્યારેય એકબીજાના ભૂતપૂર્વ પ્રણય-સંબંધો વિષે જાણકારી મેળવવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. પતિએ પણ તેની પત્નીએ તેનામાં મૂકેલા વિશ્વાસને જાળવવો જોઈએ. ભૂતકાળમાં જે બન્યું તે પરંતુ ફરી તેનું પુનરાવર્તન ના થાય તે જોવું જોઈએ પતિની બેવફાઈની ખબર સ્ત્રીઓને તરત પડી જતી હોય છે. સ્ત્રીઓની છઠ્ઠી ઈન્દ્રીય તેઓને આ બાબતમાં મદદ કરે છે. જો કે પત્નીએ લગ્ન સંસ્થાને સાચવવા માટે પતિની નાની ભૂલોને માફ કરવાનું વલણ રાખવું જોઈએ. પુરુષો જૂઠાણાં અને ગુપ્ત વાતોની બાબતમાં અસહિષ્ણુ હોય છે. સ્ત્રીઓ ખાનગી રાખવા જેવી વાતોને સહેલાઈથી છુપાવી શકતી હોય છે. ચાહે તે વાત તેની પોતાની હોય, અન્ય કોઈની હોય કે પોતાના પરિવારની હોય !...........
"લગ્નજીવનની એક અનોખી ગાથા..", read it on Pratilipi :
https://gujarati.pratilipi.com/story/vsoirztus44z?utm_source=android&utm_campaign=content_share
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free