બદલો - ભાગ 1 Navdip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો - ભાગ 1

આ મારી પ્રથમ સસ્પેન્સ થ્રીલર નવલ કથા છે તો વાંચી ને યોગ્ય પ્રતિભાવ આપજો એવી નમ્ર વિનંતી છે
વિનય કુમાર એક અનાથ યુવાન ઉંમર આશરે પચીસ
વર્ષ હાલ માં સુરત ના વરાછા રોડ પર રાજવી ફર્નિચર નામ ની એક નવી નાનકડી દુકાન હજી છ મહિના પહેલાં જ શરૂ કરેલી હતી દુકાન ભાડા ની હતી રાજવી તેની પત્ની નું નામ હતું તેની પત્ની પણ અનાથ હતી વિનય કુમાર એક હેન્ડસમ યુવાન હતો મોટી મોટી મુંછ મોટી મોટી આખો ગોરો વાન અમિતાભ બચ્ચન જેટલી જ હાઈટ રાજવી ની મશહૂર હિન્દી ફિલ્મો ની અભિનેત્રી રેખા જેટલી સુંદર આંખો લાંબા વાળ અને ગોરો વાન અને ઉંચી હાઈટ
તેની દુકાન માં ચોરી થઇ હતી દુકાન માંથી રોકડા દોઢ લાખ રૂપિયા ચોરાઈ ગયા હતા રાત્રે ચોરી થઇ હતી જે ટેબલ ના ખાના માંથી લોક તોડી ને ચોરી કરાઈ હતી તે ટેબલ પર જ એક પત્ર લખેલો હતો
પ્રિય મીત્ર વિનય કુમાર
મેં બદલો લેવા માટે ચોરી કરી છે તારી દુકાન માં હું જયેશ છું તે મને વિદ્યાર્થી બુક સ્ટોર વાળા લાલજીભાઈ ને અને મારા પરમ મિત્રો છગન તેમજ મગન ને ખોટા ગુના માં ફસાવી દીધા હતા હજી તો આ શરૂવાત છે હજી તો વધારે તકલીફ ભોગવવી પડશે પોલીસ કેસ તો તુ નહિ જ કરે એની તો મને ખબર છે કારણ કે તે ઈન્ક્મ ટેક્સ નહિ જ ભર્યો હોય ઉપરાંત જો પોલીસ કેસ થશે તો તારો ભૂતકાળ તપાસ થશે એ ના ભૂલતો
તારો મિત્ર અભય કુમાર...
આ તેના જુના મિત્ર અભય કુમાર ના જ હેન્ડ રાઇટિંગ હતા તે આ હેન્ડ રાઇટિંગ ને બરાબર ઓળખતો હતો અભય કુમાર સરકારી વિનયન કોલેજ જૂનાગઢ માં ભણતો અને મોબાઈલ રીપેરીંગ તેમજ જુના મોબાઈલ ની લે વેંચ નું કામ કરતો હતો આ એ પોતે જૂનાગઢ માં અનુસ્નાતક નું ભણતો હતો ત્યાર ની વાત છે ત્યારે અભય બી.એ. ના બીજા વર્ષ માં હતો તેને લાલજીભાઈ છગન અને મગન ને લોકો સાથે છેતરપિંડી કરવા ના ગુના માં કલમ ચારસો વીસ હેઠળ છ માસ ની સજા થઇ હતી
લાલજીભાઈ કોલેજ ની સામે જ આવેલ શોપિંગ સેન્ટર માં એક બુક સ્ટોર ચલાવતો હતો તે શોપિંગ સેન્ટર ઘણું જ વિશાળ હતું તેમાં બેન્ક ટ્યુશન ક્લાસ અને અનેક ખાનગી કંપની ની ઓફિસ આવેલ હતી તે રોડ કોલેજ રોડ તરીકે જ ઓળખાતો હતો તે શહેર નો મુખ્ય માર્ગ હતો
લાલજીભાઈ ઝેરોક્ષ ઓનલાઇન સ્પર્ધાત્મક પરીક્ષા ના ફોર્મ ભરવા જુદી જુદી કંપની ના સીમકાર્ડ વેચવા નો ધંધો કરતો હતો અભય લાલજીભાઈ નો ખાસ મીત્ર હતો લાલજીભાઈ ની દુકાન ખુબ જ સારી ચાલતી હતી લાલજીભાઈ ની દુકાન માં જયારે ખુબ જ વધારે ઘરાકી હોય ત્યારે અભય તેમને કામ માં મદદ કરતો હતો છગન અને મગન જોડિયા ભાઈઓ હતા તેના પિતા જૂનાગઢ રેલવે સ્ટેશન ના દરવાજા પાસે ચા અને ભજીયા ની રેંકડી ચાલવતા હતા માતા ગૃહિણી હતા આમ તેનો પરિવાર ગરીબ હતો એટલે કોલેજ ના છેલ્લા વરસ માં ભણવા ની સાથે જ બન્ને ભાઈ જૂનાગઢ ના મોતીબાગ વિસ્તાર ના મેરીગોલ્ડ કોમ્પ્લેક્સ માં આવેલ એક સ્પર્ધાત્મક પરીક્ષા ના ક્લાસ માં જઈ ને સરકારી નોકરી ની તૈયારી પણ કરતા હતા
આ બધા જ લોકો અને તેમની લાગેલા આરોપ અને તેમને થયેલ છ માસ ની જેલ ની સજા સાથે વિનય કુમાર ને શું સબંધ છે તે જાણવા આ સસ્પેન્સ નવલકથા નો આગળ નો ભાગ વાંચો