પ્રથમ મુકાત
શામે પેલી એજ છોકરી ઊભી હતી પણ આજે એક અલગજ દ્રશ્ય હતું, પેલી છોકરીએ આસમાની વાદળી રંગની સાડી, ગોરા ચહેરા પર બન્ને ભોવાની વચ્ચો વચ્ચ મગનાં દાણા જેવડો ચાંદલો તે એકદમ સાદી દેખાતી હતી તેમ છતા કોલેજ ની બીજી કોઈ છોકરી એના તોલે આવી શકે એમ નહતી એમની સાથે એમની બહેનપણી હતી, જયે પોતાનું ધ્યાન તેના ચહેરા પરથી હટાવી પૂછ્યું બોલો તમારે બંન્ને ને અમારું કઈ કામ હતું. હા થોડા ધીમા સ્વરે પેલી છોકરી ની બહેનપણી એ જવાબ આપ્યો અમે આ કોલેજ માં નવા છીએ અને અમે કોઈને ઓળખતા પણ નથી શું તમે અમારા મિત્ર બનશો? જય સામે જોઈ પેલી છોકરી બોલી પછી શું, ભાવતું હતું અને વૈધે કીધું, દોડવું હતું અને ઢાળ માંલીગ્યો જેવું જય શાથે થયુ, મને ખબરજ હતી કે, જય ના તો નથીજ કહેવાનો પણ છતા થોડુ વિચારી અને હકારમાં ડોકું હલાવ્યું. પણ કાઈ બોલી શક્યો નહિ જાણે સાપ ના શુંન્ઘીગ્યો હોય એવી હાલત હતી અને અમથો એ છોકરી ને જોવા રસ્તાની વચ્ચોવચ ઉભો રહેતો અને આજે શામે છે તો કઈ બોલી શકતો નથી અને ઉલ્ટાનું એ છોકરી સામેથી મિત્રતા માટે હાથ લંબાવે છે, પછી મેજ હિમ્મત કરી પૂછ્યું પણ તમારા બન્ને નાં નામ શું છે? એ તો જણાવો અને શામેથી જવાબ મળ્યો મારું નામ માધુરી અને અમે પહલી વાર તે છોકરી નો અવાજ શામ્ભલ્યો ખરેખર માધુરીના નામ જેવોજ એમનો અવાજ હતો જીણો અને એકદમ મધુર અને આ મારી બહેનપણી છે રેખા.
રેખા દેખાવે થોડી મજબુત બાંધાની, ગોરો પણ નહિ અને ઘવવર્ણ નહિ આવો વાન ગોળ મોઢું એકદમ વાકાડિયા વાળ અને લાલ ચટક ચણોઠી રંગ ની સાડી એપણ દેખાવે કઈ માધુરી થી ઉતરતી ન હતી હાં પણ માધુરીમાં થોડી નમણાશ વધારે હતી.
ઓપચારિક પરિચય બાદ અમે ચારેય સાથે બેઠા અને થોડી વાતો કરી વાતો વાતો માં ધરે જવાનો સમય ક્યારે થઈ ગયો તેનું ભાન પણ નારહ્યું, અને અમે ઉભા થઈ પોત પોતાના ઘર તરફ ચાલતા થયા. અને બીજા દિવસે ફરી સવારે અમે કોલેજે પહોચ્યા ત્યાં આ બને બહેનપણીઓ અમારી રાહ જોઈ કોલેજનાં દરવાજા પાશે ઉભી હતી. અમે વાણીજ્ય પ્રવાહ નાં વિદ્યાર્થી અને એલોકો વિનયન પ્રવાહ નાં વિદ્યાર્થી બનેની કોલેજ જવા માટે બે દરવાજા હતા એક દરવાજો અમારી કોલેજ તરફ અને એક દરવાજો અમારી કોલેજ ની પાછળની ની બાજુએ જે માધુરી અને રેખા ની કોલેજ હતી. અમારી કોલેજ એકજ કોલેજ કેમ્પસ માં હતી આથી ગમેતે દરવાજાથી કોલેજ માં પ્રવેશ કરી શકાય અને બંને કોલેજની વચ્ચે એક બગીચો હતો જ્યાં હુ અને જય અમારો વધારાનો સમય ત્યાં પસાર કરતા અમે ઓપચારિક વાત કરી અને બપોરના સમયે બગીચામાં મળવાનું નક્કી કરી પોતપોતાની કોલેજ તરફ જતા રહ્યા હવે આ અમારો નિત્યક્રમ બની ગયો હતો અને થોડો સમય જતા જય અને માધુરી ની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થવા લાગી. અને પછીતો કોઈપણ સંજોગોમાં બન્ને બધીજ જગ્યાએ શાથે ને શાથે જ હોય. અને બન્ને નો પ્રેમ દિવસેને દિવસે ઘાટો થતો ગયો, પણ સામાન્ય વિદ્યાર્થી થી અલગ બંન્ને ભણવામાં એકદમ હોશિયાર હતા આથી આ બન્ને નાં ભણતર ઉપર તેમની આ પ્રીતિ ની કોઈ અસર થવાની ન હતી કેમ કે, બન્ને એકબીજાની શાથે હોય પણ તેમનો ભણવાનો સમય બરબાદ કરીને નહિ પણ વધારાના સમય માં એકબીજા વગર રહી પણ નોહતા શકતા હા પણ આ બન્ને શાથે હું અને રેખા પણ હોઈએ અને મારી અને રેખા વચ્ચે માત્ર મીત્રતાજ હતી અમે ચારેય કોલેજ નાં બગીચામાં બેસી અને ભણવા ઉપરાંત બીજા ગપ્પા મારવાનું નાં ભૂલતા મેં એકવાત ત્યારે નોંધી હતી કે, સમય ની શાથે જય અને માધુરી એકબીજાને એટલી હદે સમજવા માંડ્યા હતાકે, કોઈ કોઈ વાર જય અને માધુરી ને વાત કરવા શબ્દ ની પણ જરૂર નહોતી જાણે એ બન્ને એક બીજાની વાત જાણે આંખના ઇશારાથી સમજી ન જતાહોય આવા અનુભવ મને એકવાર નહિ પરંતુ ઘણી વાર થયા હતા. આ ઉપરાંત જય અને માધુરી ની એક વાત શારી હતી કે, એ પોતાનીજ વાતોમાં ખોવાયેલા ન રહેતા પણ મારી અને રેખાની હાજરીનું ધ્યાન રાખતા એ અમારી શાથે પણ એટલીજ સહજતાથી વાતો કરતા.
આમ અમારો આવોજ નિત્ય ક્રમ ચાલુજ હતો કોલેજે આવાનું અને વધારાનો સમય બગીચામાં બેસવાનું પણ કેવાય ને કે, મીંદડી નાં પેટમાં ખીર ટકે તો સ્ત્રી નાં પેટમાં વાત ટકે, જય અને માધુરી નાં પ્રેમ પ્રકરણ ની વાત ધીમે ધીમે માધુરી ની બીજી બહેનપણીઓ મારફત આખી કોલેજમાં ફેલાય ગઈ અને એક દિવસ અમે બગીચા માં બેઠા હતા ત્યાં અચાનક.