મારે લગ્ન નથી કરવાં Mohit Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારે લગ્ન નથી કરવાં

શું થયું?"

"કઈક અલગ લાગ્યું?"

હા, થોડુક અલગ જરૂર લાગે છે.... પણ હકીકત માં આ વાક્ય કઈ અલગ નથી....

છોકરીઓ એના જીવન માં ખાસ કરીને એની જવાની માં તો આ વાક્ય બોલી જ હસે....

કે "મારે લગ્ન નથી કરવાં"....

હજી તો મારે ભણવું છે... અત્યાર માં ક્યાં આ ઘર સંસાર માં પડું....

આ વાત કઈ હુ ૧૮૬૦ ની નથી કરતો હો...

ત્યારે તો ૧૨ વરસે પણ છોકરીઓ ના લગન કરાવી નાખતા... ત્યારે તો ક્યાં છોકરીઓ માટે "માહ લાઈફ" ને "માહ ફ્રીડમ" આવા કોઇ શબ્દ જ હતા.....

તો સમય અને સમાજ બદલાતા ગયા ને ૧૯૪૭ પછી પણ સમાજ તો બદલાયો... પણ સમજણ ના બદલાઈ.....

ને આયો પછી આજ નો આધુનિક યુગ....

ને જોડે આવી બધી ટેકનોલોજી....

ખેર....

હવે છોકરીઓ ને ભણવું છે....

"બેટી બચાઓ બેટી પઢાઓ'... જેવા કાર્યક્રમ પણ ચાલુ છે... ને આ એક સારી બાબત પણ છે...

પણ જોવા જઈએ તો... સુ આધુનિક યુગ માં પણ સ્ત્રી ની ઈચ્છા ને સન્માન મળે છે ખરું??

એક ૨૦ વરસ ની છોકરી ના ઘરે માંગુ આવે છે... છોકરો સારી પોસ્ટ માં ને ભણેલો ગણેલો છે..... વાત છોકરી એ કહીને ઉડાવી દે છે... કે હજી તો મારી ઉંમર જ સુ છે... હજી તો મારે આગળ ભણવું છે... મમ્મી પપ્પા પ્લીઝ ૪ ૫ વરસ સુધી તો લગ્ન બાબતે તો મારું નામ જ નો લેતા.... મારે લગ્ન નથી કરવાં....

ને એક તરફ એવું પણ છે.... છોકરી નું સુ ભણવાનું ને સુ ગણવાનું..... ઘર ની પરિસ્થિતિ જ નથી કે ભણાવી સકે.... ૨ ટક માંડ પૂરા થતાં હોય એમાં ભણાવે કોણ.... ,૧૦ માંડ પાસ થાય.... ને હજી તો ૧૬ પોહોચ્યા નઈ હોય ત્યાં તો કઈક ઉધામા થઈ જાય... માં બાપ ને એમ થઈ જાય કે બાપા આ જલદી ૧૮ ની થાય તો પરણાવી જ દઈએ....
( માફ કરજો પણ જેવું જોયું છે એવું લખ્યું છે... કોઈ પણ ખોટું ના લગાડશો )

એ ક્યારેય એમ નઈ કેહ કે મારે લગ્ન નથી કરવાં....કેમ કે જીવન નો મુખ્ય ગોલ જ એમના માટે લગ્ન છે.....

હવે આવીએ આપણે થોડા સમય પછી ... જે આપડે વાત કરી ને ૨૦ વરસ ની છોકરી જેને ભણવું છે .... એની....૫ વરસ વીતી ગયા જોતા જોતા માં..... કૉલેજ પૂરી થઈ.... માસ્ટર ડિગ્રી મળી... ને પોતાના બળે એક નૌકરી પણ....હવે એને લગ્ન કરવા છે... ને એને એવું છે કે હુ આટલું ભણી તો માટે સામે પાત્ર પણ એવું જ જોઈએ ....જોડે કામ કરતા એના કરતા સારું કમાતા અને એના કરતાં વધારે ભણેલા વ્યક્તિ જોડે મુલાકાત થઈ ને ઘડિયા લગ્ન લેવાયાં....

હવે ચાલુ થઈ અહમ ની લડાઈ..... હુ આમ ના કરું... હુ તેમ ના કરું.... તું આમ કેમ કરે છે?... તું મોડી કેમ આવે છે?.... તું હવે મારી જોડે વાત કેમ નથી કરતો?... હવે મને સમય કેમ નથી આપતો?....વગેરે વગેરે...

ને વાત પોહીંચે છેક કોર્ટ સુધી ને આવા તો સુ ખબર કેટલા કેસ હોય છે એ તો સિવિલ કોર્ટ ના વકીલ ને ખબર.....

આમાં એય ૨ વાત છે.... જો સારું માંગુ આયું ને માની લીધું હોત તો કદાચ આ દિવસ જોવા ના પડત.... બીજું કે વળી એમાં પણ સારું ના નીકળે તો સુ કરવાનું... નસીબ નસીબ ની વાત છે....

હવે વાત લઈએ ૧૦ પાસ છોકરી ની... ૧૮ ની ઉંમર એ લગ્ન ને ૨૦ ની ઉંમર એ ૧ છોકરા ની માં.... ઘર સામાન્ય જ છે.... ઘર ને એક સાંધીને તેર તુટે એવા ઘાટ છે......કોઈ અહમ નથી.... કોઈ મગજમારી નથી....થાય જ ક્યાંથી માંડ મહિના નું પૂરું થતું હોય કોણ મગજમારી કરે....ને કોર્ટ તો દૂર ની વાત ... એટલા પૈસા જ નથી...

એ ૧૦ પાસ છોકરી ના ઘરે છોકરા થાય એટલે એ શબ્દ જરૂર કહેશે કે ,"હુ નો ભણી પણ આને ભણાવા છે હો...મે ભૂલ કરી એ મારા છોકરા ને નથી કરવા દેવી"...પછી એ છોકરો હોય કે છોકરી......

પણ ત્યાં એય શાંતિ નથી.... તકલીફ તો કોના જીવન માં નોતી... રામ ને સીતા એય ક્યાં બાકી હતા?....

બસ વાત એટલી જ કેવાની રઈ.... કે જીવન માં મોકા ઘડી ઘડી નથી આવતા....જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા એય ના જવાય....ને જીવન માં ઉતાવડ્યું પગલું એય નો ભરાય....

લગ્ન નથી કરવાં.... ને જલદી લગ્ન કરવા છે....

ફરક કઈ નથી.... કિસ્મત ની વાત એય નથી.......

બસ તમારા સમજણ ની વાત છે....

માનો તો સ્વર્ગ ઘર માં જ છે... નઈ તો નર્ક જ છે ..

ચાલો આવજો......