TANSEN - 3 - last part books and stories free download online pdf in Gujarati

તાનસેન - 3 - છેલ્લો ભાગ

સંત હરિદાસ ના મેઇટયુ પછી તાનસેન અકબર ના રાજ્ય માં પાછો જાય છે અને અકબર ના કહેવાથી તાનસેન વડનગર પહોંચે છે અને તાનારીરી ને વિનંતી કરે છે.
છે કે તે તેની સાથે આવે અને અકબર ના દરબાર માં આવી તેણે બચાવવાં માટે મેંઘ મલ્હાર રાગ ગાય પરંતું તે ના કહી દે છે તાનસેન હરિ થાકી ને પોતાના ઘરે આવે છે ત્યારે તેની દીકરી દ્વારા પૂછતાં તાનસેન લહે છે અને તે તાનસેન પાસે મેંઘ મલ્હાર
રાગ શીખવા જીદ કરે છે તાનસેન તેની દીકરી ને
એક મેંઘ મલ્હાર રાગ શીખવે છે અને તે પોતે અકબર ના દરબાર. અ જાય છે હવે આગળ .....

અકબર ના દરબાર માં તે પોહચે છે. અકબર નો દરબાર પ્રજાજનો, મંત્રીઓ થી ભરેલો છે અને અકબર રાજ સિંહાસન પર બિરાજેલ છે. ત્યારે તાનસેન દિપક રાગ ગાવા માટે અકબર ની પરવાનગી માંગે છે.


અકબર ની પરવાનગી થી તાનસેન પોતે
દિપકરાગ ના સૂર રેલાવી અને દિપક રાગ ગાવાનું ગાવાનું શરુ કરે છે. થોડીવાર માં લોકોને બળતરા થવા લાગે છે. દરબાર માં રહેલ પડદા વગેરે બાળવા લાગે છે. અકબર, પ્રજાજનો અને ત્યાં ઉપસ્થિત બધા લોકોના રુવાડા બાળવા લાગે છે.

તાનસેન ના દિપક રાગ ગાવાથી તાનસેન ના પેટમાં બળતરા થવા લાગે છે જયારે તાનસેન પોતે દીપકરાગ ગાવાનું બંધ કરે છે બહાર તેની દીકરી પોયે મેઘ- મલ્હાર
ગાવાનું શરુ છે તેના મેંઘ મલ્હાર રાગ ગાવાથી વરસાદ થવા લાગે છે તાનસેન પોતે યે મેંઘ મલ્હાર રાગ થી થતા વરસાદ માં તાનસેન પર પડે છે તેનાથી તાનસેન બાળવાથી તો બચી જાય પરંતું તેના પેટ માં દિપક રાગ ગાવાથી બળતરા મટતી નથી.


તાનસેન અકબર ની માફી માંગતા કહે છે.

તાનસેન : માફ કરશો બાદશાહ હવે હૂ આપણા દરબાર માં નઈ રહી, મને જવા માટે મંજૂરી આપો.

અકબર :ના તાનસેન તું મારાં દરબાર નો રત્ન છે તું મારાં દરબાર નો સંગીત કાર છે તું મારાં દરબાર ને છોડીને ના જય શકે.

પરંતું તાનસેન નથી માનતો અને પોતાના હાથ માંથી રાજમુદ્રા કાઢી ને અકબર ને આપી દે છે અને ચાલવા લાગે છે અકબર ના લાખ સમજાવ્યું.
પરંતું તાનસેન પોતે પોતાની દીકરી સાથે ત્યાંથી જતો રહે છે

અને અકબર તેણે જતા જોઈ રહે છે.

અકબર ગુસ્સે ભરાય છે અને અકબર પોતાના સૈનિકો ને તાનારીરી ને પોતાના દરબાર માં બોલાવવા હુકમ ફરમાવે છે અને તેના સૈનિકો ત્યાંથી તાના રીરી ને લેવા નીકળી જાય છે.

અકબર ના સૈનિકો જયારે વડનગર પહોંચે છે ત્યારે તે તાના રીરી ના ઘરે પહોંચે છે. અને તાનારીરી ને પોતાની સાથે આવવા કહે છે.

પરંતું તાના
રીરી તેની સાથે જવા ની ના પડે છે. પણ જયારે તે સૈનિક તાનરીરી ના માતાપિતા ને મ્રીત્યુંદંડ આપવાનું કહે છે ત્યારે તાનારીરી કહે છે.

તાનારીરી :અમે તમને વિચારી ને કહીએ અમને થોડો સમય આપો.

સૈનિક : ઠીક
છે તમે વિચારી ને કહો.

તાનારીરી પોતે બહાને ઘર માં અંદર જાય છે. અને તે પોતે પાછળ ના બારણાં પાસે આવેલા તળાવમાં પોતાની પ્રતિજ્ઞા ખાત
કૂદીને પોતાની જીવ આપી દે છે.

હાલ ત્યાં વડનગર માં તાનારીરી ની સમાધિ બનાવવા માં આવેલી છે.


મિત્રો હૂ મારી આ વાર્તા નો અહીં અંત કરું છું.
મારી આ વાર્તા ને આપણા તરફ થી સારો પ્રતિભાવ મળેલો છે તે બદલ હૂ આપનો સૌથી ખુબ આભાર માનું છું
મારી આ વાર્તા વાંચવા બદલ આપનો ધન્યવાદ.

બીજા રસપ્રદ વિકલ્પો