રત્ના ઝંખના દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રત્ના

આળસ મરડી 'રત્ના 'એ આંખો ઉઘાડી. બારી બહાર નજર કરી સુરજ એના સોનેરી કિરણો ને અવની પર પાથરી પોતાની હાજરી નો અહેસાસ અવનીવાસીઓ ને કરાવી રહ્યો હતો. થોડી વાર પથારી માં એમજ પડી રહ્યા પછી રત્ના એ હાથ લંબાવી બાજુની ટેબલ પર પડેલો મોબાઈલ હાથ માં લીધો. ઈન્ટરનેટ ના સમય માં પણ એક ટેક્સ્ટ મેસેજ જોઈને એને ઘણી આતુરતા થઇ આવી. એ પણ કોઈ નવા અજાણ્યા નંબર પરથી. લખ્યું હતું, "હું ઇન્ડિયા આવ્યો છું. થોડા દિવસ રોકાવાનું છે, થોડું કામ છે. બસ એ પૂરું કરીને પાછો ચાલ્યો જઈશ. ઈચ્છા હોય તો આ મારું સરનામું છે ત્યાં આવી જજે.તારા દર્શન કરવાની છેલ્લી અપેક્ષા છે. પછી ફરીથી ઇન્ડિયા આવવાનું થાય કે નહિ".. તો "હું આશા રાખું કે આજે સાંજે તારી સાથે મુલાકાત થાશે".

સરનામું વાંચીને રત્ના વિચારમાં પડી.આ વળી કોણ હશે? મને શા માટે મળવું હશે એને??
વિચારતી વિચારતી ઉઠીને કામે વળગી. સવાર ની દીનચર્યા પતાવીને સંસ્થા એ જવા તૈયાર થવા લાગી.

રત્ના એટલે નખશિખ સૌંદર્ય મૂર્તિ. બહુ ગોરો નહિ એવો ઘઉંવર્ણો વાન,, કાળી પાણીદાર અણિયાળી આંખો,, કમર થી નીચે સુધીના કાળા ભરાવદાર વાળ,, બહુ પાતળું પણ નહિ ને વધારે પણ નહિ એવુ ભરાવદાર શરીર,,
પ્રમાણ સર ઊંચાઈ,,, કોઈને પણ ગમી જાય એકજ નજર માં એવુ મારકણું સ્મિત સદાય હોઠોં પર રમતું રાખીને એ જયારે બહાર નીકળે ત્યારે નવી સવી મૂછો ફૂટેલા જુવાનિયા ના હૈયા માંથી પણ એક સિસકારો નીકળી જાય.. પરંતુ બધા ને અફસોસ એ વાત નો થાતો કે રત્ના એક યુવતી નહિ પણ આધેડ વય ની સ્ત્રી હતી. ઠસ્સાદાર જાજરમાન વ્યક્તિત્વ છત્તા સ્વભાવ માં સહેજ પણ અભિમાન નહિ.. એના નમ્ર સ્વાભવ થી એ સદાય બધા ના દિલ જીતતી રહેતી.

પરણિત અને બે બાળકોની માતા રત્ના નો મોટો દીકરો વિશ્વેશ વિદેશ ભણતો અને ત્યાંજ ડૉક્ટર બની ત્યાંની કોઈ સ્વદેશી યુવતી સાથે મંગળફેરા ફરી ચુક્યો હતો. એની દીકરી વિશ્વા આઈ ટી ક્ષેત્રે પોતાનું નામ બનાવવાની ઘેલછા માં ઘરબાર ત્યજીને પોતાના અભ્યાસ માં લાગી ગઈ હતી..રત્ના નો પતિ પૈસા અને ખ્યાતિ ને પચાવી ના શક્યો દારૂ ના નશા માં ગાડી ચલાવતા અકસ્માતે સ્વર્ગે સિધાવી ગયો. આ વેરાન રણ જેવી દુનિયામાં ઉગેલા ગુલાબ ને સામાજિક કાંટા ના હવાલે છોડી ને. વિધવા સ્ત્રીનું સામાજિક જીવન સાવ જ અર્થહીન હોવાથી રત્ના ખુબજ ભાંગી પડી.

છોકરાઓ પોતાના જીવન માં ગોઠવાઈ ચુક્યા હોવાથી રત્ના ના માથે કોઈ મોટી જવાબદારી હતી નહિ. બસ એને તો સમાજ માં કાંઈ સારુ કામ કરીને જીવનલીલા સંકેલવી હતી. પીસ્તાલીસે પહોંચેલી રત્ના આજે પણ વિસ વર્ષ ની નાજુક કન્યા સમી લાગતી હતી.વાળમાં થોડી સફેદી વર્તાઈ રહી હતી. પરંતુ એ સફેદી એના વ્યક્તિત્વ માં ચારચાંદ લગાવી રહી હતી. અત્યારે એ એક સંસ્થા ચલાવતી હતી. ગરીબ નિઃસહાય લોકોની મદદ કરીને. અને રસ્તે રખડતા અનાથઃ બાળકો ને સંસ્થા માં રહેવા, ભણવાનો આશરો આપતી હતી. બધો ખર્ચ પણ ઉઠાવતી હતી. એકલા હાથે આ સંભાળવું આસાન ના હતું છત્તા તે પોતાનું કર્મ સંપૂર્ણ નિષ્ઠા થી કરતી હતી.

આજે સંસ્થાએ પહોંચ્યા પછી પણ સતત તેનું મન સવારે વાંચેલા મેસેજ અને એમાં વાંચેલા સરનામાં માં લીન હતું. પોતે શરીર થી અહીંયા બેઠી હતી પરંતુ મન તો ક્યારનું એ સરનામે પહોંચીને મેસેજ મોકલનાર ને ઓળખવાના પ્રયત્નો કરી રહ્યું હતું. દરવાજે ટકોરા વાગતા તે પાછી વર્તમાન માં આવી. "હા આવો કોણ? "સાંભળી દરવાજો ખુલ્યો, સામેથી એક એના જેટલી જ ઉંમર ના પુરુષ પ્રવેશ્યા અને એક કાગળ રત્ના ના હાથ માં મૂકી ચાલ્યા ગયા. કાગળ માં પણ એજ લખ્યું હતું જે સવારે ફોન માં વાંચ્યું. સાથે સરનામું પણ એજ. કાગળ આપી જનાર પુરુષ ને રત્ના એ ફરી બેલ વગાડી બોલાવ્યા. રઘુકાકા," આ કાગળ તમને કોણે આપ્યો?? "ખબર નહિ મેડમ મેં સવારે આવીને ઓફિસ ખોલી તો નીચે પડ્યો હતો. તમે આવ્યા એટલે મેં તમને આપ્યો.

કાગળ માં લખેલુ સરનામું વાંચીને રત્નાએ રઘુકાકા ને સંભળાવ્યું અને પૂછ્યું, "રઘુકાકા, તમે આ જગ્યા જોઈ છે.?"રઘુકાકાએ માથું હલાવી હા કહી એટલે રત્નાએ કહ્યું મારાં ડ્રાઈવર ને રસ્તો સમજાવી દયો મારે સાંજે ત્યાં જવાનુ છે. રત્ના ની વાત પુરી થતા રઘુકાકા ત્યાંથી રવાના થઈને ડ્રાઈવર ને સમજાવવામાં પરોવાઈ ગયા અને રત્ના એના વિચારોમાં.. આમ તો એનું મન અત્યારે જ જવા માંગતું હતું પરંતુ એમાં સાંજનો છ વાગ્યાં નો સમય લખ્યો હતો એટલે વહેલા જઈને પણ શું ફાયદો એમ વિચારી રત્ના મહાપરાણે પોતાના વિચારોને કાબુમાં રાખી કામ માં મન પરોવવા લાગી.

માંડ કરી ને સાંજના પાંચ વગાડ્યા. વારંવાર ઘડિયાળ માં જોતા હવે પાંચ વાગ્યાં ત્યારે એના દિલમાં રાહત થઇ. ઓફિસ બંધ કરી રઘુકાકાને જરૂરી સૂચનાઓ આપી રત્ના ઘરે જવા રવાના થઇ. ઘરે પહોંચી જલ્દીથી તૈયાર થઇ.લાંબા કમર સુધીના વાળનો સરસ ચોટલો ગૂંથ્યો. આછું અત્તર લગાવ્યું. આંખોમાં કાજલ લગાવી જયારે પોતાની જાતને અરીસા માં જોવા ગઈ તો એને લાગ્યું કે, "ક્યાંક પોતાની જ નજર ના લાગી જાય."પોતાની જાત પરથી નજર હટાવી ઉતાવળે પગલે ઘરને તાળું મારી ગાડીવાળાને સરનામું આપી ગાડીમાં બેસી ગઈ. ઘડિયાળ માં જોયું હજુતો સાડા પાંચ થયાં. ગાડી એના પ્રવાહમાં શહેર નીબહાર રસ્તા પર દોડી રહી હતી. રત્ના વિચારતી હતી કે ગાડી હજુ આના કરતા વધારે ગતિ થી ચાલે. પરંતુ ક્યારેય ડ્રાઈવર ને ઉતાવળ કરવાનું કહ્યું ના હોવાથી આજે પણ ના કહી શકી. પણ રત્ના નું મન તો કોઈ રોકી શકે એમ ના હતું એતો ક્યારનું એ સરનામે જઈ ચડ્યું હતું ને કાગળ માં લખાયેલા અક્ષરોના હાથ ને ઓળખવા મથી રહ્યું હતું.

છ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ને એક વિશાળ બંગલા આગળ ગાડી અટકી ગઈ શહેર થી ઘણું દુર પણ ઉજ્જડ ના હતું. ઓછી વસ્તી હતી. ઓછા મકાનો હતાં. કદાચ શહેર ની ભીડભાડ થી કંટાળી કોઈએ કુદરત નું સાનિધ્ય માણવા કુદરત ના સામ્રાજ્ય માં ઈટો નું સામ્રાજ્ય ચણ્યું હતું. નેમપ્લેટ માં નામ ના હતું માત્ર બંગલા નંબર હતો જે સરનામાં માં લખ્યો હતો. રત્ના ગાડીમાંથી ઉતરી ડ્રાઈવરને ઘરે જવા કહ્યું, ડ્રાઈવર કાંઈ સવાલ કરે એ પહેલા રત્નાએ જવાબ આપી દીધો કે, "હું મારી રીતે આવી જઈશ જરૂર પડશે તો ફોન કરીશ."

ગાડીને વિદાય કરી રત્ના બંગલાના દરવાજામાં પ્રવેશી, "ઘણો મોટો લોખંડ નો દરવાજો હતો, ફરતે દીવાલે મોટા વૃક્ષઓ ની હારમાળા હતી. વચ્ચે મોટો રસ્તો આજુબાજુ બગીચો હતો, બગીચામાં સુંદર રંગબેરંગી ફૂલો પોતાની હાજરી નો અહેસાસ કરાવી રહ્યા હતાં. કોઈ ગાડી કે બીજું કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય એવા એક પણ પુરાવા ના હતાં. છત્તાં ઘરનો દરવાજો થોડો ધક્કો દેતા ખુલી ગયો. કદાચ કોઈએ જાણી જોઈને એના માટે જ ખુલ્લો મુક્યો હોય. એમ વિચારી એ અંદર પ્રવેશી. તાજા ફૂલો ની ફોરમ થી મઘમઘતો ઓરડો, મીણબત્તીનું આછું અજવાળું ઓરડાને સપ્રમાણ પ્રકાશિત કરી રહ્યું હતું. સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલું ઘર. જાણે ઘરમાં કોઈ રહેતું હોય એમ લાગી રહ્યું હતું. દીવાન ખંડ માંથી ઉપર જતા પગથિયાં પર થઇ રત્ના ઉપર ના ઓરડામાં ગઈ. એક બેડરૂમ હતો જે લોક હતો. બીજો રૂમ પુસ્તકો થી ભરેલો હતો ટેબલ પર કમ્પ્યુટર હતું કદાચ અહીંયા કોઈ ઓફિશિઅલ કામ થતું હશે એવુ અનુમાન લગાવી રત્ના એ દરવાજો બંધ કરી નીચે આવી. ડાબી બાજુ રસોડા માં ગઈ. ત્યાં જોયું તો હમણાં જ લાવેલા તાજા શાકભાજી પડ્યા હતાં. અને થોડા નવા લાવેલા વાસણો પણ હતાં પેકીંગ માં. આ જોઈ રત્ના આશ્ચર્ય માં પડી ગઈ. એકતો અજાણી જગ્યા અને પોતાને બોલાવવામાં આવી છે. છત્તા ત્યાં કોઈ હાજર નથી. રત્ના ને એકવાર પોતાને મળેલો કાગળ કાઢી બહાર નેમપ્લેટ પર લખેલુ સરનામું સરખાવી જોવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. તે કાગળ હાથ માં લઇ બહાર નીકળી.

દીવાન ખંડ માં થઇ મુખ્ય દરવાજે પહોંચી અને દરવાજો ખોલવા હાથ લંબાવ્યો તો એના પહેલાજ બહાર થી ધક્કો આવતા દરવાજો ખુલ્યો અને રત્ના ધક્કો લાગતા પડવા જેવી થઇ કે અચાનક એક મજબૂત હાથે એને ઝીલી લીધી. પોતાની જાતને સંભાળી રત્નાએ નજર ઉઠાવી તો, " એના શરીર પરથી એક સાથે દસ દસ વર્ષ ની ધૂળ ખરી પડી."અને" રત્ના દસ વર્ષ પહેલાના ભૂતકાળ માં સરી પડી. "વિરાજ !!!!!!!

આશ્ચર્ય થી પહોળી થયેલી રચનાની આંખો અને મજબૂતાઈ થી પકડાયેલો વિરાજ નો હાથ બન્ને મળી એક સુખપૂર્ણ ઇતિહાસ ને વાગોળવા લાગ્યા." વિરાજ તું !!!ક્યાં હતો આટલા વર્ષ?? શું કરે છે અત્યારે?? "હંમેશા થી પોતાની આદત ની જેમ રત્ના એ વિરાજ ઉપર સવાલોનો મારો ચલાવ્યો.. "તને જરાં પણ અંદાજો છે કે મેં આટલા વર્ષ કેમ વિતાવ્યા??. તને મારી કાંઈ ચિંતા હતી કે નહિ? એકવાર પણ વિચાર્યું નહિ કે જોવા પણ ના આવ્યો કે હું કઈ પરિસ્થિતિ માં જીવું છું?? " આટલુ બોલતા બોલતા તો, "રત્ના ની આંખો એ દસ વર્ષ નો દરિયો છલકાવી નાખ્યો. અને રત્ના વેલ વૃક્ષ ને વીંટળાય એમ વિરાજની મજબૂત છાતીએ વીંટળાઈ વળી."

વિરાજ પણ હાથ માં હતું એ નીચે ફેંકીને રત્ના ના શરીર ને પોતાના આલિંગન માં સમાવતો રહ્યો. ઘણા વર્ષોની તરસ બુઝાવી અચાનક વર્તમાન માં આવી રત્ના વિરાજના આલિંગન માંથી દુર ખસી ગઈ..વર્ષો પહેલા પોતે આપેલી ભેટ રત્ના એ પહેરી હતી એ સાડી. જોઈને વિરાજ ખુબજ ખુશ થયો. રત્નાએ કહ્યું, " તને મારો નંબર ક્યાંથી મળ્યો? " તું વિદેશ ક્યારે ગયો? વિરાજે કહ્યું, " મેડમ તમને તમારા બધાજ સવાલોના જવાબ મળશે. તમારે મને તમારા હાથે બનાવેલી રસોઈ જમાડવી પડશે. અને એ પણ તમારા હાથે. પછી આપણે વાતો કરીને તમને તમારા ઘરે મૂકી જઈશ.

રત્ના એ કહ્યું, "કયું ઘર? કોનું ઘર? " એતો માત્ર ચાર દિવાલોનું મકાન છે જ્યાં હું આશ્રિત છું. વિરાજ વિચારમાં પડી ગયો. રત્નાએ કહ્યું ચાલ રસોડા માં આપણે સાથે રસોઈ બનાવીએ વર્ષો પહેલા બનાવતા હતાં એમ ! "જેવો હુકમ મારી રાણી "આટલુ બોલીને વિરાજ અટકી ગયો. રત્ના ની માફી માંગી. અને કહ્યું રાણી તો તું બીજા કોઈની છે.આંખો માં પાણી સાથે બન્ને રસોડા માં ગયા. શાકભાજી સમારતા બન્ને પોતાના ના માણેલા લગ્નજીવન ને વાગોળતાં રહ્યા. રત્ના નો પતિ મૃત્યુ પામ્યોહતો. જયારે વિરાજ ની થોડી સ્વદેશી અને થોડી વિદેશી પત્ની કોઈ વિદેશી સાથે ભાગી ગઈ હતી. વિરાજ ને બાળકો ના હતાં. રત્ના ને બેબાળકો હતાં. રત્ના સાથે બે વર્ષના પ્રેમ સંબંધ પછી વિરાજ કોઈની સાથે લગ્ન કરવા તૈયાર ના હતો. પરંતુ રત્ના પહેલાથી પરણિત હતી અને વિરાજ કુંવારો. એક પરણિત સ્ત્રી સાથે પ્રેમ કરવાની સજા રૂપે વિરાજના માતાપિતા એ તેને વિદેશ મોકલી ત્યાંની સ્વદેશી યુવતી સાથે લગ્ન કરવાની ફરજ પાડી હતી.

ઘણી બધી ભૂતકાળ ની વાતો વાગોળ્યા પછી પેટ ભરી જમી વિરાજે પેટ ભરી પોતાની પ્રિયતમા ના વખાણ કર્યા.અને વાતો વાતો માં રાત થઇ ગઈ. રત્ના ને વિરાજના ઘરે જ રોકાઈ જવું પડ્યું. વીતેલા ભૂતકાળને વાગોળી બન્ને એકબીજાને આનંદ આપતાં પેટ અને શરીર બન્ને ની ભૂખ મિટાવી સુઈ ગયા. સવારે ઉઠી વિરાજે રત્ના ને પોતાની સાથે આવવા આગ્રહ કર્યો. બન્ને રત્ના ને વિદેશ જવાની તૈયારી કરવામાં લાગી ગયા..

******સમાપ્ત ********