અમદાવાદ પાછા આવ્યા પછી નિરવા કોઈ કારણસર 1 અઠવાડિયાની રજા લઈ લે છે. અને એને સરળતાથી રજા મળી પણ જાય છે,કારણકે અવિનાશ એનાથી દૂર રહેવા માંગતો હોય છે એટલે એ નિરવાની રજા મંજૂર કરી દે છે. રજા મંજૂર થતા નિરવા ગામ જતી રહે છે. નિરવાની રજાઓ પુરી થયા બાદ એ પાછી પોતાના કામે લાગી જાય છે. અને એમ પણ હવે એને અવિનાશનો કોઈ ડર રહ્યો નથી. આમ ને આમ એક વર્ષ વિતી જાય છે.
(( એક વર્ષ પછી ))
અવિનાશ એની કૅબિનમાં આવે છે ત્યારે એની નજર એક કવર પર પડે છે. એ તરત જ એ એન્વેલપને ખોલીને જોવે છે તો એના હોસ ઉડી જાય છે. એ તરત જ નિરવાને પોતાની કૅબીનમાં બોલાવે છે.
નિરવા, " May I come in Sir?? "
અવિનાશ, "yes, come in "
અવિનાશ એ ઍન્વેલપને નિરવા તરફ ફેકે છે,જે નિરવાનાં લગ્નની કંકોત્રી હોય છે.😂😂
અવિનાશ, "what is this?? કોણ બેવકૂફ તારી સાથે લગ્ન કરવા તૈયાર થયુ છે?? અને આ તો અશક્ય જ છે!! How is it possible?? "
નિરવા, " આ કેમ શક્ય નથી સર?? "
અવિનાશ, " કારણકે તને તો.........."
નિરવા, " અટકી કેમ ગયો તું?? બોલ!! મને શું?? "
અવિનાશ, " તને તો......"
" મને તો AIDS છે. એમ જ કહેવા માંગે છે ને તું?? Am I right?? "
અવિનાશ, " હાઁ "
નિરવા, " પણ AIDS તો તને છે,મને નહી. યાદ કર!! તે જ તો કહ્યુ હતુ મને!! "
અવિનાશ, " 😷😷😷😷 "
નિરવા, " એ તો તુ ખોટુ બોલ્યો હતો ,તારી જાન બચાવવા માટે!! સાચુ ને?? "
અવિનાશ, " હાઁ!! પણ તને કેવી રીતે ખબર?? મે તો બધા Reports delete કરી દિધા હતા. "
નિરવા, " તને શું લાગે છે?? કે તુ મને નચાવતો હતો અને હુ એ પ્રમાણે નાચતી હતી!! ના અવિ ડાર્લિંગ ના. તુ મારા ઈશારા પર નાચતો હતો. "
આમ કહી નિરવા જોર જોરથી હસવા લાગે છે. અવિનાશને હજુ પણ કઈ સમજાતુ નથી. અવિનાશની આવી હાલત જોઈ નિરવા અવિનાશની નજીક જાય છે અને કહે છે, " તુ તારા મગજ પર વધારે જોર ના આપ,તને એમ પણ કઈ નહી સમજાય. કારણકે આ મારું રચેલુ ચક્રવ્યુહ હતુ. જેમા તુ આબાદ ફસાયો. હજુ પણ ના સમજાયુ તને???? ચાલ!! હુ તને સવિસ્તાર સમજાવું. "
" તને શું લાગે છે,હુ તને સાચેમાં પ્રેમ કરવા લાગી હતી?? તને શુ હુ આટલી બેવકૂફ લાગુ છુ?? મારુ તારી સાથે મુંબઈ આવવુ, એક જ રુમમા રોકાવા માટે માની જવુ, તને મારી તરફ આકર્ષિત કરે એવા કપડા પહેરવા, એ લટકા-ઝટકા, મારા પ્રેમનો એકરાર કરવો, તને તડપાવવો, તને મારી નજીક આવવા માટે લલચાવવો, તારી સાથેની મજાક-મસ્તી, તારી પસંદની નાઈટી ખરીદવી, તારી શારીરિક હવસને સંતોષવા માટે તારી પાસે એક દિવસનો સમય માંગવો, તારાથી રિસાવુ, એ ડૅકોરેશન, આ Reports એ બધુ એક નાટક હતુ, મારુ લખેલુ નાટક!! "😂😂😂😂
અવિનાશ, " What?? નાટક?? પણ કેવી રીતે શક્ય છે આ બધુ?? "
નિરવા, " તે એવુ વિચાર્યુ કે તુ મને બેવકૂફ બનાવીને તારી જાળમાં ફસાવી લઈશ!! તારી હવસને પુરી કરી લઈશ?? તારી આ હવશને કારણે જ તુ સમજવાની શક્તિ ખોઈ ચુક્યો હતો!! "
અવિનાશ, " 😳😳😳😳 "
નિરવા, " કોઈ ડૉક્ટર એના કોઇ પૅશન્ટને એના રીપોર્ટસ્ અડધી રાતે મોકલે ખરા?? અને એ પણ આમ ફૉન પર!! "
અવિનાશ, " આટલી મોટી રમત!! અને એ પણ મારી સાથે!! તને આ રમત બહુ ભારે પડશે. હું છોડીશ નહી. બરબાદ કરી દઈશ તને!! 😈😈 "
નિરવા, " તુ મારુ કંઇ જ નઈ બગાડી શકે. મે તારી સાથે આટલી મોટી રમત રમી તો ખુદને બચાવવા માટે મે કોઈ તો બૅક્અપ પ્લાન રાખ્યો જ હશે ને!! મને નૂકશાન પહોચાડતા પહેલા આ જોઈ લે!! 😂😂 "
આમ કહી નિરવા અવિનાશને એક વિડિયો બતાવે છે,જેમા અવિનાશ સંપુર્ણ નિઃવસ્ત્ર હોય છે પણ નિરવાનો ચહેરો દેખાતો નથી. અવિનાશ આ જોઈને શોક્ડ થઈ જાય છે,એ બીજુ કંઈ જ બોલવાની હાલતમાં નથી રહેતો.
એટલે નિરવા જ બોલે છે, " I Hope you better understand what I want!! So keep quiet dear. OK???? અને હા!! શાંતિથી વિચારજે કે ખરેખર બેવકૂફ કોણ?? હુ કે તુ?? 😘😘😘 "
આમ કહી નિરવા ત્યાથી નિકળી જાય છે.
નક્કિ થયેલા દિવસે નિરવાના લગ્ન થઇ જાય છે અને એ એના પતિ સાથે U. S. A માં સેટલ થઈ જાય છે.
અને રહી વાત અવિનાશની!! તો એ તો હજુ પણ એવો ને એવો જ રહે છે. પણ!! કહેવાય છે ને કે દરેકને પોતાના કર્મોનુ ફળ અહીંયા જ મળે છે. તો થોડાક સમય પછી એને જાણવા મળે છે કે એને Last stage નું કૅન્સર છે. આમ એની જીંદગી ખરેખર નર્ક બની જાય છે. કારણકે એની બિમારી વિશે જાણ્યા પછી એની પત્ની પણ એને છોડીને જતી રહે છે. હવે તો બસ એ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે એનુ મોત આવે!!!!