શિક્ષક શબ્દ સાંભળતાજ આપણા માં માન ની લાગણી જન્મે છે. શિક્ષક એ સમાજ અને રાષ્ટ્ર નો સૂત્રધાર છે. શિક્ષક સૃષ્ટિ નાં સર્વાંગીણ વિકાસ નો મહા નાયક છે. શિક્ષક એ જડ, ચેતન અને મૃત પદાર્થો નો પોષણ હાર છે.
શિક્ષક નું કામ સમાજ નું અમૂલ્ય ઘડતર કરવાાનું હોવાથી તે ધારે તો સમાજને તારી શકે છે અને મારી પણ શકે છે. માટેે શિક્ષક સમાજનો ભાગ્યવિધાતા છે શિક્ષક પાસે સમાજ બહુ મોટી અપેક્ષા રાખીને બેઠો છે માટે શિક્ષકે હર હંમેશ જાગૃત રહેવું આવશ્યક છે . શિક્ષકનો વ્યવસાય એ માત્ર રોજગારી પૂરતો સીમિત નથી હા એ આવશ્યક છે શિક્ષણના વ્યવસાય થકી શિક્ષકોનું ઘર ગુજરાન ચાલેે છ પણ સાથે સાથે શિક્ષકોએ એ ન ભૂલવું જોઈએ કે તેે સમાજની બહુ મોટી સેવા પણ કરી રહ્યા છે કારણકે બીજા વ્યવસાયમાં નિર્જીવ પદાર્થો જેવીકે ફાઇલો સાથે કામ કરવાનું હોય છે જ્યારે શિક્ષકનાા વ્યવસાયમાં સજીવ સાથે એટલે કે બાળકો સાથે કામ કરવાનું હોય છે.
શિક્ષક જેટલો જાગૃત તેટલો સમાજ સુરક્ષિત કારણકે શિક્ષક ધારેતો હિટલર પણ જન્માવી શકે છે અને શિક્ષક ધારે તો એ.પી.જે અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક પણ જન્માવી શકે છે માટે બાળ ઘડતરમાં શિક્ષકનુ અમૂલ્ય પ્રદાન રહેલું છે. શિક્ષક વર્ગખંડમાં જે શબ્દો બોલે છે તે બાળકો માટે વિધિના વિધાન થી કઈ ઓછા હોતા નથી માટે શિક્ષકોએ વર્ગખંડમાં તોલી તોલીને બોલવું જોઈએ.
શિક્ષક ની વાણી એ સરસ્વતી ની વાણી છે માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર થાય એવા વિધાનો વર્ગખંડમાં બોલવા જોઈએ. આપણે જાણીએ છીએ કે અત્યારે દેશમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, ચોરી, બળાત્કાર જેવા દુષણો વધી રહ્યા છે અને આ સમસ્યાનું સમાધાન વર્ગખંડમાં વર્ષોથી પડ્યું છે. બસ માત્ર તેને ઉજાગર કરવાનું છે. કારણકે એક સરસ મજાનો અરીસો જ્યારે તૂટે છે ત્યારે એક ધારદાર હથિયાર બની જતોહોય છે. માટે બાળકોને વર્ગખંડમાં રાષ્ટ્ર હિતના પાઠ ભણાવવા આવશ્યક બને છે. બાળકના મનમાં રાષ્ટ્ર કલ્યાણ ના વિચારો, વસુધૈવ કુટુંબકમ ની ભાવના અને રાષ્ટ્ર સુરક્ષા ના વિચારો નું નિરૂપણ કરવું એ એકવીસમી સદીની માંગ છે.
આમ માત્ર રાષ્ટ્રની જ નહીં વિશ્વની કેટલીક મહા સમસ્યાઓ નું બીજ વર્ગખંડમાં થી જ વટ વૃક્ષ બને છે માટે રાષ્ટ્ર એ શિક્ષકની શક્તિને સ્વીકારી શિક્ષકને તેના હક્કો આપે તો તે મહા કાર્ય કરવા કટિબદ્ધ છે. આજે પણ શિક્ષક શાળાના કોઈ ખૂણામાં બેસીને રાષ્ટ્ર કલ્યાણનું સતત ચિંતન અને મનન કરતો રહે છે માટે સરકારે પણ એ સ્વીકારવું જોઈએ કે શિક્ષક સમાજ નો સારથી છે.
કોઈપણ રાષ્ટ્ર એ શિક્ષકની ક્યારેય ઉપેક્ષા ના કરવી જોઈએ. શિક્ષકની થઈ શકે તો આરાધના કરવી જોઈએ કારણ કે શિક્ષક પાસે શાસ્ત્ર અને શસ્ત્ર બંનેમાં યોગદાન પૂરું પાડવાની નૈતિક તાકાત રહેલી છે.
શિક્ષક રાષ્ટ્ર ઘડતર ના બદલામાં કશું જ માગતો નથી માત્ર સમાજ તેને માન ભરી દ્રષ્ટિએ જોવે અને વર્ષો પહેલાનો તેનો પેલો અમુલ્ય શબ્દ પાછો આપી દે માસ્તર. પહેલાના જમાનામાં ક્યારે ક ઘરમાં કોઇ નાના મોટા ઝઘડા થતાં તો માસ્તર ને બોલાવીને તેનું સમાધાન કરતા. આમ માં સમાન જેનું સ્તર છે તે માસ્તર. આજે શિક્ષક સમાજમાં ઉપેક્ષિત બન્યો છે તે શિક્ષકને માન્ય નથી.
શિક્ષક આજે પણ એ જ માન ની અપેક્ષા સમાજ પાસેથી રાખી રહ્યો છે. બદલામાં શિક્ષક સમાજનો સારથિ બનવા માટે કટિબદ્ધ છે.
ચાણક્ય એ કહ્યું છે તેમ શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હે.
આમ શિક્ષક ધારે તો પ્રલય પણ કરી શકે છે અને નિર્માણ પણ કરી શકે છે બંને શિક્ષકના હાથમાં છે. શિક્ષક હંમેશા સારું કરવાના પક્ષમાં જ હોય છે માત્ર રાષ્ટ્ર તેને માન આપે તો વિશ્વની મહાસત્તા બનાવવા માટે પણ સક્ષમ છે