(આગળ જોયું કે રોહન એના મમ્મી ને જણાવે છે કે એ રશ્મિ ને નહિ પણ બીજી કોઈ છોકરી ને પ્રેમ કરે છે થોડી રશ્મિ અને એની આંટી ની ચિંતા સાથે રોહન કહે કે હું એને મનાવી લઈશ એ સાથે રોહન ની પસંદ નો સહર્ષ સ્વીકાર કરે છે રોહન રાતે ગરબા માટે સુસજ્જ છે અને તેજલ ની એકીટશે રાહ જુવે છે હવે આગળ)
રોહન નું ગીત પૂરું થયું અને એના ઇન્તેઝાર ની ઘડી ઓ પણ પુરી થઈ અને તેજલ ની એન્ટ્રી થઈ પહેલા તો એના આવતા જ એના પરફ્યુમ ની મઘમઘતી ખુશ્બુ આખા વાતાવરણ માં ફેલાય ગઈ અને એના પગ મુકતા જ સ્ટેજ પર થી ગાયક વૃંદ એ છંદ લલકાર્યો
હે.....રઢિયાળી રાતે રમવા ગરબે ઘુમવા
એને
પાયે ઝાંઝર ઝનકે...મન મોર બની ને થનકે....
જાણે તેજલ ના સાજ શણગાર ને જોઈ અને કોઈ કવિ ના દિલ ના શબ્દો એને ત્યાં જ બેસી કલમ થી કંડાર્યા હોઈ અને એ કલાકાર એ સંગીત થી મઢી પીરસ્યા હોઈ એમ એ કલાકાર ના છંદ ના શબ્દો નીકળ્યા હતા
કાળા રંગ માં રંગબેરંગી કાપડ માંથી બનાવેલો ઘેરદાર ઘાઘરો અને કાળું કાપડા જેવું કસ વાળું બ્લાઉસ અને સોનેરી તાર વાળી કાળી બાંધણી ની ઓઢણી એક એક થી ચડિયાતા એના ઓર્નામેન્ટ્સ અને કચ્છી ભરત ની બનેલી મોજડી ગળા માં એક ગુજરાતણ ને શોભે એવો ગળા માં બંધબેસતો હાર કાન માં મોટા મોટા ઝૂમખાં અને મોટો અને ગોળાકાર ટીકો એની ખૂબસરસ રીતે વડાયેલી કર્લી સ્ટાઇલ હેરસ્ટાઇલ માં ફિટ કરેલો. અણિયારી આંખો ને મેકઅપ થી વધારે અણીયારી અને ધારદાર બનાવેલી. એના હોઠ ને જાણે ગુલાબ ની પાંદડીઓ થી મસડયા હોઈ એવા ગુલાબી. દાઢી પર કાળા 3 ત્રિકોણ આકાર માં કરેલી ટીલ્લી ઓ. નાગીન આકાર નો તેજલ નો કાયમ નો મનગમતો લાંબો ચાંદલો. એની પાતળી કમર પર લટકતો એ કંદોરો એની લટકાળી ચાલ સાથે આમ થી તેમ ફંગોળાતો જતો હતો.. આંખો માં બ્લુ લેન્સ લગાવી જાણે ચાર ચાંદ લગાડી દીધા અને એ બધા પર કયામત એટલે એ કાળો તલ.. આજ તો તેજલ ના રૂપ નો નિખાર કૈક ઓર જ હતો..
રશ્મિ પણ સાથે હતી એને આછા ગુલાબી કલર ના ચોલી પેર્યા હતા એ પણ ખૂબ સરસ લાગી રહી હતી પણ તેજલ ના ઝાકઝમાળ સામે ટકવું એ આજ લગભગ ત્યાં રહેલી કોઈ છોકરીઓ ની તાકાત ના હતી જાણે પૂનમ નો ચંદ્ર સોળે શણગાર સજી ને ધરતી પર ઉતર્યો હોઈ અને રોહન સહિત બધા ની આંખો ને આંજતી એના પાયલ ના છમ છમ અવાજ સાથે એને સામીયાણા માં પગ મૂક્યો
રોહન ના તો દિલ ના તાર ઝનઝની ગયા જાણે 440 વોટ નો કરન્ટ લાગ્યો હોઈ. સામે થી તેજલ પ્રવેશે છે એ અંદર આવી અને રોહન સામે એક ધારદાર નજર નાખી અને અંદર ચાલી જાય છે પણ એ નજર તો જાણે રોહન નું દિલ ચીરતી ગઈ હોય એમ રોહન પોતાના દિલ પર હાથ રાખી કહે હાય કોઈ આ કયામત ને રોકો જેના એક એક પગલે દિલ ના ધબકારા વધારતી ગઈ છે રોહન ઉપર જોઈ અને કહે વાહ ભગવાન મારા માટે પણ તે આખી દુનિયા માં ક્યાંય બીજી ગોતવા જાવ તો પણ ના મળે એવી વનપીસ ગોતી છે.. અને એકદમ મોજ માં આવી કાઠિયાવાડી ઢબ થી બોલ્યો - ટેસડો પડી ગયો બાપુ.......
તેજલ રશ્મિ અને અજય અંદર જાય છે જતા જતા અજય જોવે છે કે રોહન હજી ત્યાં જ ઉભો છે એટલે એ રોહન ને બૂમ પાડે છે
અજય - એ રોહન બાઘા ની જેમ ઉભો શુ છે ચાલ અંદર
રોહન (હડબડાતા) હમ્મ... હા.. હા.. આવું છું
રોહન પણ એની જોડે અંદર જાય છે એ લોકો આવે ત્યાં સુધી માં એક રાઉન્ડ પૂરો થઈ ગયો હોય છે
પૂજા ને સંજય એની જગ્યા પર જઈ બેસે છે ત્યાં તો તેજલ દોડી અને પૂજા ને ભેટી પડે છે પૂજા તો જોઈ રહી તેજલ ને
પૂજા - ઓય્યય હોયય આજ તો કયામત લાગે છે બાકી બાય ધ વે આજ મારા લગ્ન ની સાંજી છે એ ભૂલી ના જતી એટલી સજીધજી ને આવી લોકો મારા કરતાં વધારે તને જોઈ રહ્યા છે પૂજા ખોટું ખોટું મોઢું મચકોડતા બોલી
તેજલ - ઓહ મેડમ જેલીસ ફિલ કરી રહ્યા છે એમ ને?? એમ કહી પૂજા ને ટાંગ ખીચાઈ કરે છે
પૂજા - રોહન આતો બહાર હતા એ સમજાણું તું ક્યાં હતો ક્યાર નો દેખાઈ નથી રહ્યો ??
અજય - એ ગેટ પર અમે આવ્યા ત્યારે ચોકીદારી કરતો હોય એવું લાગ્યું એમ કહી હસી પડે છે એ સાંભળી બધા હસી પડે છે રોહન ખોટો ગુસ્સો કરે છે
રોહન - એય હું ચોકીદારી નહોતો કરી રહ્યો હું તો તમારી રાહ જોઈ રહ્યો હતો..
અજય - શુ રાહ જોઈ રહ્યો હતો અમે લોકો અંદર આવી ગયા પછી પણ બાઘા ની જેમ ઉભો હતો આતો મેં બોલાવ્યો ત્યારે અંદર આવ્યો
પૂજા - કેમ બાઘા ની જેમ ઉભો હતો ભૂત જોઇ લીધું હતું શુ???
રોહન ફરી આંખો મિચકારી હસી પડ્યો હવે બધા બાઘા ની જેમ એકબીજા સામું જોઈ રહ્યા પણ ત્યાં જ પૂજા ને કંઈક ઝબકારો થયો એની આંખો ચમકી
એ બોલી રોહન....તારું રાઝ પકડાઈ ગ્યું....
રોહન એની સામે ઈશારો કરે છે ચૂપ.....ચૂપ......
રોહન- ચાલો બધા રમવા જલ્દી કરો એતો ગાપોડી ગપ્પા મારે કાઈ રાઝ નથી
પૂજા રોહન ને જોર થી ખેંચે છે અને ધીમે થી કહે છે હવે મને બધું સમજાઈ ગયું છે તું કોની રાહ જોતો હતો અને કઈ કયામત એ તારા હોશ ઉડાડયા એ બધું જ.....
જો જીતના છુપાને કી કોશિશ કરો
ઇતની હી આંખો સે ઉછલ ઉછલ કર બહાર આતી હૈ
રોહન - એય ચિબાવલી શુ ખબર પડી ગઈ શુ આંખો ને ઇશ્ક ને શુ માંડ્યું છે અત્યારે તું વિચારે એવું કંઈ જ નથી..
પૂજા - એ રોહનીયા એ બીજા ને સમજાવજે મને નહિ સમજ્યો તારી આંખો પર તારો કન્ટ્રોલ જ નથી વાત મારી સાથે કરે ને આંખો ત્યાં જ છે હજી પણ હું તો શું કોઈ પણ સમજી જાય
રોહન- અચ્છા તો જેને સમજવાનું એ સમજી જાય એટલું ઘણું .. (પૂજા ની મસ્તી કરતા ) તને સમજાવી ને મારે શું કામ છે એમ કહી હસવા લાગે છે
પૂજા - (એકદમ હરખાતા બોલી) મતલબ હું જે વિચારું છું એ સાચું છે એમ ને ..
રોહન - એ આપણે પછી વાત કરીશું હવે તું અત્યારે ચૂપ રેજે ઓકે
પૂજા - હા ઓકે ઓકે ચલ જા હવે તો જઈશ ને રમવા??
ત્યાં તેજલ આવી અને બન્ને ની મસ્તી કરતા કહે છે - બન્ને ભાઈ બહેન વાતો કરવા માં જ હોશિયાર છો કે રમતા પણ આવડે છે ?? આટલું સાંભળી બધા હસી પડે છે
રોહન - એતો મેદાન માં ઉતરો તો ખબર પડે..
તેજલ - ઓહ ચેલેન્જ એ પણ તેજલ ને...
પૂજા રોહન હાથ પકડી ને ધીમે થી કહે છે - રોહન હોશિયારી કરવા માં ધ્યાન રાખજે તને ખબર નહિ હોય પણ એ અહીંયા ની અમારી ગરબા કવિન છે આટલા ઉંચા સુર માં ભજન ના ગા એ પણ એની સામે તો નહીં જ .
રોહન તો કઈ જ સાંભળ્યું ના હોઈ એમ - હા જી આપ શ્રી ને જ આપી છે ચેલેન્જ આજ તો જોઈ જ લઈએ કે પૂજા ના વાવાજોડા માં કેટલો દમ છે
પૂજા ના મોતિયા મરી ગયા એ વિચારે છે આજ આ રોહન ફજેતી કરાવવાનો એ પાક્કું છે એ મૂંઝવણ માં વિચારે છે ત્યાં તેજલ એની સામે જોઈ હસી ને બોલે છે તમારા પાર્ટનર ના તો પેલા જ મોતિયા મરી ગયા છે જોઈ લો એનું મોઢું એમ કહી ફરી જોર જોર થી હસવા લાગે છે
રોહન પૂજા સામે ડોળા કાઢે છે અને કહે છે તું શું આબરૂ ના કાંકરા કરાવે છે મોઢું તો જો તારું પેલે થી જ હરાવી દઈશ મને તું ..
પૂજા - હા તો હારી ગયો જ સમજ કારણ કે હું તો શું અહીંયા છે એમાં થી કોઈ ની તાકાત નથી એના સામે ગરબા માં કોમ્પિટિશન કરવા ની
રોહન - એ જે હોઈ એ હવે નીકળેલું તિર પાછું ના વળે
હિંમતે મર્દા તો મદદે ખુદા
તું હિંમત થી સાથ આપ હારશું તો પણ હિંમત થી જ..ચાલ
રોહન અને પૂજા હાથ પકડી અને મેદાન માં ઉતરે છે કે ચાલો અમેં તો રેડી છે બોલાવો તમારા ખેલાડીઓ ને
અજય તો પેલા જ તેજલ ની ટિમ માં ખાબકી ગયો એ જોઈ રોહન ખોટો ગુસ્સો કરતા કહે તું મારો ભાઈ છે કે આનો??
અજય- જાણી જોઈ ને લુસર ની ટિમ માં કોણ જાય હાહા હા હા..
ત્યાં તો સંજય રોહન પાસે આવી જાય છે કે હું તો મારા સાલા સાહેબ ની ટિમ માં જ છું ચિંતા ના કરો
રોહન ( હરખાતા ) યે બાત મેરે શેર...
રશ્મિ પણ રોહન ની ટિમ માં જોડાઈ છે
રોહન એની સાથે હાથ મિલાવી જાણે જંગ જીતી ગયો હોય એવું વિજયસ્મિત રેલાવે છે
તેજલ ની ફ્રેન્ડ્સ તેજલ ની ટિમ માં આવી જાય છે આમ બન્ને ની ટિમ બને છે અને જાણે યુદ્ધ લડવા જતા હોય એ રીતે બન્ને ઠાઠ થી મેદાન માં એટલે કે રમવાના ગ્રાઉન્ડ માં જાય છે....
TO BE CONTINUE..........
( રોહન એ તેજલ ને ચેલેન્જ તો આપી દીધી પણ શું રોહન તેજલ કે જે પોરબંદર ની ગરબા ક્વિન છે એની સામે ટકશે???? આજ ની આ રાત એમાં પણ જબરદસ્ત હરીફાઈ વચ્ચે તેજલ અને રોહન નો પ્રેમ કેટલો પાંગરશે ???? શરૂવાત આટલી ધમાકેદાર થઈ છે તો આજ ની રાત નો અંત કેટલો રોમાંચક હશે ??? એ જાણવા માટે વાંચતા રહો દિલ કા રિશ્તા...