અર્થકાળ - 1 Rashmi Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્થકાળ - 1











અર્થકાળ

રોહન! રોહન! સાંભળને તૂં અોફિસેથી આવ ત્યારે અોકિસજન માસ્ક લેતો આવજે પુરા થવા આવ્યા છે.... એ હા નેહા સારૂ થયુ તે યાદ અપાવ્યું.. અને હા મારુ અેનર્જી બોકસ ચાર્જ કરી આપણા રોબોટ સાથે મોકલી આપવાનુ ભુલતી નહી... નહી તો મારુ કામ રહી જશે અને હું સુઇ જઇશ... હા નેહા એ કહ્યું.....
પ્રુથ્વી પર હતા ત્યારે તો લાઇફ જ કંઇક અલગ હતી આવી કંઇ જંજટ જ નહોતી. નેહા બબડી... આ પોતાની કોટેજમાંથી બહાર નીકળતા નેહાના સાસુ સૌમ્યાબેન એ સાંભળ્યુ અને તે સોફા પર બહાર જનરલ એરીયામા આવીને બેઠા અને પોતાના ભૂતકાળના પ્રુથ્વી પરના દિવસોની યાદોને વાગોળવા લાગ્યા .... પોતાના રામપુર ગામની ગલીઓ.. દાદીમાની પરીવાળી વાર્તાઓ.. મિત્રો સાથે રમેલી સંતાકુકડી.. અને ખાસ એની મનગમતી પળ જયારે મા સાથે બજારમા ખરીદી કરવા જતા. એ ભરચક બજાર જોઇને જ મનમા હરખ થતો પછી ભલેને માત્ર એક જ ડ્રેસ મળતો તો પણ તે ખુબ જ ખુશ થઇ જતા..
એટલામા જ નેહા પણ ત્યા આવી.... મીસીસ સૌમ્યા વોટ આર યુ ડુઇંગ????.... નેહા એ પુછયુ.. ઓહ નેહા કમ ઓન.. આપણે મહિનો થઈ ગયો સાથે કોકટેલ પાર્ટી નથી કરી.... હું પણ ટેવાઇ ગઈ છુ આનાથી... સૌમ્યાબહેને કહયુ.. નેહા કોકટેલ અને બે ડીસપોઝીબલ ગ્લાસ લઇને આવી અને બંને કોકટેલ સાથે વાતો કરવા લાગ્યા....

મીસીસ સૌમ્યા એ કોકટેલની ચુસકી લેતા કહયુ આજકાલ ખુબ જ ગરમી પડેછે અને આની સાથે જ મને મેંગો સીઝન યાદ આવે છે... નેહા યુ નો વી વર એન્જોયડ અવર ઓલ મેન્ગો સીઝન એટ માય મેટરનલ અંકલ્સ હોમ એન્ડ વોલ ડે એટ મેંગો ઓનલી... અત્યારે તો એ મીસ કરવું જ રહયું... હમમમ નેહા એ હળવો જવાબ આપ્યો.. નેહા એ કહયુ હું પણ મારા મમ્મી ના હાથના પેસ્ટરી અને પીઝા ખુબ જ મીસ કરુ છુ અને સ્પેશ્યલી મારા લેપટોપ અને મોબાઈલ જેમા શોશિયલ સાઇટ યુઝ કરવાની અને મોડી રાત સુધી મુવીઝ જોવાની ખુબ મજા પડતી.....

ત્યાજ યાંશી ઉઠીને પોતાના લેન્સ શોધતી ત્યા આવી... મોમ વેર આર માય લેન્સીઝ આય હેવ ટુ ચેક માય સમ મેસેજીસ બાય ઇટ... એન્ડ આય હોપ ધેટ ઇટ ઈઝ ચાર્જડ... ઇટ ઇઝ માય સેકન્ડ આઇઝ યુ નો.... અને હા મારે આજે એક મ્યુઝિયમ વિઝીટમા પણ જવાનુ છે તો ત્યા પણ પિકચર કલિક કરવા માટે લેન્સીઝ યુઝ કરવાના છે... પણ નેહા તો તેના ભુતકાળમાં ખોવાયેલી હતી.... તેની બાર પાર્ટી ના સોંગમા ખોવાયેલી હતી.... યાંશીને લેન્સીઝ મળી જતા એ ગઈ તેના પર્સનલ એરીયામા.....

મીસીસ ... મીસીસ રોહન નેહા.... અચાનક જ રોબોટના આવા અવાજથી તે પોતાના ભુતકાળમાંથી બહાર આવી... મીસીસ રોહન નેહા હું ચાર્જ થઈ ગયો છું ઘરનુ તમામ કામ થઈ ગયુ છે હવે હું મિસ્ટર રોહનની ઓફિસે તેને એનર્જી બોકસ આપવા જાવ છું કેમ કે મિસ્ટર રોહનને જમવાનો ટાઇમ નહી હોય તેથી તે અેનર્જી બોકસ દ્ભારા એનર્જી ના ઈંજેકશન લઈને એનર્જી મેળવશે...
નેહા એ માત્ર હા મા જવાબ આપ્યો એ પોતે આ આટલી બદલાયેલી દુનિયા ની સાક્ષી હતી.. પણ એના માટે આ બધુ નવુ નહોતુ એને અહીં મંગળ પર આવ્યે દસ વર્ષ થઇ ગયા
ત્યાં જ યાંશી ત્યા આવી અને કહયુ... મોમ હું મારા રોબોટ સાથે એક અર્થ મ્યુઝિયમ વિઝીટે જઉ છું કેમ કે મારે તેના પર પ્રોજેકટ છે એન્ડ હા ડોન્ટ વરી એરવ્હીકલ વીલ હેન્ડલ બાય રોબોટ... બાય...
નેહા થકાવટના લીધે મસાજ મશીન દ્ભારા આરામ મેળવવા માટે પોતાના એરીયામા ગઈ અને એનર્જી પુરી થવાથી મસાજસોફા પર જ સુઇ ગઇ..

મોમ....મોમ.. યાંશી પુરા પાંચ કલાક મ્યુઝિયમમાં ગાળ્યા બાદ પાછી ઘરે આવેછે અને તેના મમ્મી ને કંઇક નવુ બતાવવાની ઉત્સુકતા સાથે નેહાના એરીયામા આવેછે નેહાએ પણ ઘણો આરામ કરી લીધો હતો તે એનર્જીફુલ હતી...હહા બોલ બેટા.. આવી ગઇ તુ... અરે હા મોમ આઇ એમ સો એકસાઇટેડ ટુ સો ધીસ પિકચર ટુ યુ... પછી યાંશીએ પોતાના લેન્સ દ્ભારા અર્થ મ્યુઝિયમના પિકચર બતાવ્યા...પણ નેહા માટે આ કાઇ નવુ ન હતુ આ બધુ તો તેની ભુતકાળની યાદો તાજી કરતુ હતુ પણ હા યાંશી માટે જરુરથી નવુ હતુ કારણકે તેને તો અર્થ જોઇ જ નથી માત્ર તેના વિશે વાતો જ સાંભળી છે તરતજ નેહાને તેની પેલી ચીપ યાદ આવી જેમા તેણે જયારે તે અર્થ પર હતી ત્યારની પોતાની અમુક યાદો સાચવી હતી જેમા ટુરના પિકચરસ, સ્કુલની યાદગાર પળોના પિકચરસ, અને તેની મનગમતી વસ્તુ તથા જગ્યાઓના પિકચરસ હતા જે તે યાંશી ને બતાવવા માગતી હતી જેથી તે પણ અર્થને વધુ સારી રીતે જાણી શકે...તે સ્ટોરેજ હાઉસમા તરત જ ગઈ અને ઇલેક્ટ્રોનિક પાર્ટસ વિભાગમા તે પોતાની ચિપ શોધવા લાગી તેને ઘણુ શોધ્યુ... પુરા બે કલાક... અંતે કબોર્ડ બંધ કરતી વખતે કંઇક અવરોધ લાગ્યો અને તેણે જોયુ તો કંઇક ટુકડો હતો...તેને તેણે બહાર કાઢ્યો અને જોયૂ તો તે પેલી ચિપ જ હતી... મનમા ખુબ જ ખુશી થઇ આ જોઇને... પછી તે બહાર જનરલ એરીયામા આવીને બેઠી અને યાંશી ને પણ ત્યા બોલાવી...
યાંશી આવી ત્યા અને નેહા એ તેને કહયુ તારા લેન્સ આપજે તો જરા... નેહાએ એમા પેલી ચિપ કનેકટ કરી અને યાંશી ને લેન્સ પહેરવા કહયુ.. યાંશી અે બધુ ઓપન કર્યુ...ઓપન થતા ઘણો સમય થયો.. પણ થયુ ખરુ.. પ્રથમ જુદા જુદા ફોલ્ડરો દેખાયા... સ્કુલ..કોલેજ... ફેમીલી... કઝીન્સ.. પાર્ટી.. મુવી...
પુરા બે કલાક યાંશીએ આ પિકચરસ અને અમુક કલીપસ દ્ભારા અર્થ અને પોતાની મોમ ની લાઇફની સેર કરી.. પછી તે આ બધુ તેની મોમ સાથે ડીસકસ કરવા માટે ખુબ ઉત્સુક હતી અને પછી તે આ બધુ તેના મિત્રો સાથે પણ સેર કરવા ઇરછતી હતી.. યાંશી તરત જ તેના મોમના પર્સનલ એરીયામા આવી. નેહા ચાના કપ સાથે સોફા પર બેઠી હતી... મોમ.. મોમ... યાંશી બોલી.. મારે તારી સાથે કંઇક વાત કરવી છે... તારી આ ચિપ મને ખુબ જ મદદરૂપ થશે... આ ખુબ જ સરસ છે.. પણ કંઇ જ જવાબ ન મળ્યો..

નેહા તો તેના અર્થકાળમા જો ખોવાયેલી હતી.....