My Experiment - Pen, Pencil and Book books and stories free download online pdf in Gujarati

મારો પ્રયોગ - પેન, પેન્સિલ અને પુસ્તક

આ ત્રણ મારા જીવન ના મહત્વ નાં પાસા છે. પેન પેન્સિલ અને પુસ્તક નો અદભુત ફાળો રહ્યો છે મારા જીવન માં. અને તેનું ખુબજ આગવું સ્થાન રહ્યું છે. આ ત્રણ નાં સંબંધ પાછળ ખુબજ મોટી વાત છુપાયેલી છે જે હું અહી વર્ણન કરું છું. જે વાંચનાર ને પ્રેરણા પૂરી પાડશે.
પેન, પેન્સિલ અને પુસ્તક એટલે ppp ( Tripple P). મારા જીવન નો password. આજથી ઘણા સમય પહેલા આશરે 2013-14 ની વાત છે. ત્યારે હું ધોરણ 11 માં ભણતો. ધોરણ 11 Sci. આમારું વર્ષ પુરું થવામાં હતું. અમારે સેમેસ્ટર પદધતિ એટલે દર છ મહિને બોર્ડ ની પરિક્ષા. એવું લાગતું હતું કે જાણે દર છ મહિને યુદ્ધ લડવા જઈ રહ્યા હોવ. ચાર - ચાર મહિનાના ભણતર પછીનો પાંચમો મહિનો હથિયારો ની ધાર કાઢવાનો સમય. પેન, પેન્સિલ અને પુસ્તક પર કમર કસીને ચોટીજ પાડવાનુ. બસ જંગ જીતવી જ રહી. બરોબર આજ સમય એટલે કે પરિક્ષા નાં એક મહિના પેલા નો સમય મોટીવેશન નો. એટલે કે પ્રેરણા પ્રણાલી નો. દરેક મોટા - મોટા વક્તાઓને આમારી સમક્ષ રજૂ કરવામાં આવે. દરેક નું બસ એક જ કામ બાળકો ને પરિક્ષા પ્રત્યે હિંમત બંધાવે તથા તેમને પ્રેરણા સ્ત્રોત પૂરો પાડે અને પરિક્ષા માં શ્રેષ્ઠ પરિણામ માટેની મેહનત કરવા પ્રેરે.
અમે પણ ઘણા બધા વક્તાઓને સાંભળ્યા. એમના એક વક્તા એવા આમારા આચાર્ય સર. તેઓ બ્રાહ્મણ હતા.પરંતુ હું તેના પ્રત્યે કંઇક વધારેજ ખેચાયેલો રહેતો. મને તેના પ્રત્યે વધારે આદરભાવ, પ્રેમ, લાગણી, સહાનુભૂતિ હતી. એ શિક્ષક ની વાતો મને ખુબજ ગમતી. એ શિક્ષક ની વાણી અને વર્તન ખુબજ આકર્ષક હતા. એ શિક્ષક ખરા અર્થ માં મારા માટે મારા જીવન માં Turning Point બનીને આવ્યા હતા. છોડો, એ વાત હું તમને અલગ થી જણાવીશ.
એમનું એક વક્તવ્ય કે જેમાં તેમને ઉલ્લેખ કર્યો હતો પેન, પેન્સિલ અને પુસ્તકનો. ત્યારે મને એ વાત માં રસ સુધ્ધા નહોતો. એ ત્રણ શબ્દ નો અર્થ હું નહોતો સમજ્યો. પરંતુ, તેનો પ્રયોગ કરવાનું અમને કહેવામાં આવ્યું હતું. જેનું ભાન મને કૉલેજના પહેલા વર્ષ માં થયું હતું. એમ કવ તો ચાલે કે મને એનો સાચો અર્થ કૉલેજના પહેલા વર્ષ માં સમજાયો હતો. તે કંઇક આ પ્રમાણે હતું.
પ્રયોગ :-
1. પુસ્તક:- તમારા જીવન માં પુસ્તક ને મિત્ર બનાવો. નવરાશ નાં પલો માં વિવિધ પ્રકાર ના ગ્રંથો, પુસ્તકો, નવેલકથાઓ, કવિતાઓ વગેરે વાચો કે જેમાંથી તમને કંઇક નવા વિચારો મળે. અને નવરાશ નાં પળો માં મગજ બગડવા કરતા કંઇક વિચારતા થશો.
2. પેન:- આવા વિચારો ને નોટબુક નાં પાના પર ઉતારો. તમે સારા વિચારોની યાદી બનાવો. આમ કરવાથી અને એ વિચારો વારંવાર સામે આવવાથી તમારા જીવન માં સભ્યતા અને નમ્રતા જેવા ગુણો કેળવાશે. તમારું જીવન આનંદમય બનશે. તમ
હંમેશા ખુશ રહેવા લાગશો.
3.પેન્સિલ:-. આ ત્રીજો પગ કહો, પથ કહો કે પગથિયું. એ એટલે પેન્સિલ. મારા જીવન નો શ્રેષ્ઠ સાથી. જ્યારે તમે ખુબજ ખુશ હોવ ત્યારે તમે પેન્સિલ દ્વારા તમને ગમતી કઈક વસ્તુ નું ચિત્ર બનાવો. અથવા તમને ગમતી વસ્તુ કરો. એ જરૂરી નથી કે તમે માત્ર પેન્સિલ નો જ ઉપયોગ કરો, પણ તમને ગમતી વસ્તુ કરો બસ. અને આહી મારા કિસ્સામાં મને ગમતી વસ્તુ એટલે ચિત્ર. ચિત્ર લગભગ દરેક વ્યક્તિ ની પસંદ હશેજ. દરેક ને ચિત્ર બનાવવા ગમતાં જ હશે. પછી ભલે એ ચિત્ર નો કોઈ પ્રાસંગિક બોધ નાં હોય. જ્યારે આપણે ખુબજ ખુશ હોઈએ છીએ ત્યારે આપણા મન માં ઘણા વિચારો નાં ઉમળકા આવતા હોય છે. જે આપન મન ને પ્રફુલ્લિત બનાવે છે. અને જો આવા સમયે એ વિચારો ને વેગ આપવો હોય તો ચિત્ર થી શ્રેષ્ઠ વસ્તુ બીજી કોઈ નથી.
મને વાંચનનો ખુબજ શોખ છે. મારા ઘરે ઘણા બધા પુસ્તકો પણ છે. જે મે વાંચેલા છે, અને હું બીજા ને એ પુસ્તકો ઓછામાં ઓછી એક વાર વાંચવાની સલાહ જરૂર થી આપીશ. જેમના છે સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી, The Turning Point - Dr. A P J Abdul Kalam, મહામાનવ - સરદાર પટેલ, આત્મકથા - ગાંધીજી, સાત પગલાં આકાશમાં - કુન્દનિકા કાપડિયા, વર્ગ - નરેન્દ્ર મોદી, મારું ગુજરાત, Exam Warriors - Narendra Modi, વગેરે જેવા અનેક પુસ્તકો છે. મને આ વાંચન માંથીજ લખવાની ટેવ પડી છે. મે મારી નોંધપોથી માં મારા મનના વિચારો મારી શૈલીમાં ઉતરેલા છે. હું જ્યારે આમ કરતો હોઉં છું ત્યારે હું ખુબજ આનંદિત હોઉં છું. હું ખુબજ ખુશ હોઉં ત્યારે હું ચિત્રો બનવું છું જેનો સંગ્રહ પણ મારી દૈનિક નોંધપોથીમાં છે.
આશા રાખું છું કે તમે પણ આજ પછી થી આ ત્રણ નો પ્રયોગ તમારા જીવનમાં પણ કરશો.
કરજો હોં.........મજા આવશે.........
આભાર

બીજા રસપ્રદ વિકલ્પો